નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કાંકરિયા ઝૂમાં સિંગાપોર જેવી નાઇટ સફારી બનાવાશે

- મ્યુનિ. કમિશનરના બજેટમાં શાસક ભાજપ ૫૦૦થી ૫૫૦ કરોડનો વધારો સૂચવશે

- નવા રિંગરોડના વિકાસની કામગીરી મ્યુનિ. સંભાળી લેશે


શહેરમાં ધમધોકાર વિકાસકામો ચાલી રહ્યાં છે તેના કારણે શાસક ભાજપે પ્રજાને સીધા સ્પર્શે તેવાં વિકાસકામો મ્યુનિ. કમિશનરના બજેટમાં સૂચવવાનો નિર્ણય લીધો છે, તેના ભાગરૂપે કાંકરિયા ઝૂમાં સિંગાપોર જેવી નાઇટ સફારી તેમજ શહેરમાં વિશાળ એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

બિનસત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, મ્યુનિ. કમિશનરે વર્ષ ૨૦૧૧-’૧૨ માટે રજુ કરેલા રૂપિયા ૩૯૫૧ કરોડના અંદાજપત્રમાં શાસક ભાજપે ૫૦૦થી ૫૫૦ કરોડનો સુધારો સૂચવ્યો છે અને મંગળવારે મળનારી સ્ટે.કમિટીમાં સુધારા સાથેના બજેટને બહાલી અપાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાસક ભાજપની નેતાગીરીએ મ્યુનિ.ચૂંટણીમાં પ્રજાને જે વચનો આપ્યાં છે તેમાંથી કેટલાંક પૂરાં કરવા માટે મ્યુનિ.હોદ્દેદારોને સૂચના આપી હતી અને તેથી જ સુધારા બજેટમાં પ્રજાને સીધા સ્પર્શે તેવાં કામો મૂકવામાં આવ્યાં છે.

સૂત્રોએ કહ્યું કે, કાંકરિયામાં સામાન્ય કહી શકાય તેવા એમ્યુઝમેન્ટ પાર્ક સિવાય શહેરમાં બીજે ક્યાંય આધુનિક અને આકર્ષક એમ્યુઝમેન્ટ પાર્ક નથી, તેથી વાસણા-પિરાણા વિસ્તારની વિશાળ જગ્યામાં બીઓટી ધોરણે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની દરખાસ્ત મૂકવામાં આવશે, તેમજ સિંગાપોર જેવા વિકસિત દેશોની જેમ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયને વિકસાવી નાઇટ સફારી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

તદ્ઉપરાંત નવા વિસ્તારો ઉપર ખાસ ધ્યાન આપવાની સૂચનાને પગલે નવા વિસ્તારોમાં રસ્તા, ગટર અને પાણીની સુવિધા ઉપરાંત નવા ઇલેક્ટ્રિક તથા સીએનજી ભઠ્ઠી સાથેનાં સ્મશાનગૃહો, બાગ-બગીચા, નવા પાર્ટીપ્લોટ, સિવિક સેન્ટરો બનાવવાની દરખાસ્ત રજુ કરવામાં આવશે.

ઔડા દ્વારા શરૂ કરવામાં આવેલા નવા સરદાર પટેલ રિંગરોડના કેટલાક હિસ્સાનો વિકાસ બાકી છે અને તેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડતી હોવાની રજુઆતને ધ્યાનમાં લઈ રિંગરોડના વિકાસની કામગીરી પણ મ્યુનિ. સંભાળી લેશે તેવી જોગવાઈ કરવામાં આવશે.

પૂર્વમાં આરોગ્યલક્ષી સુવિધાઓ અને શારદાબહેન હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર શરૂ કરાશે

શહેરના પૂર્વ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવા માટે શારદાબહેન હોસ્પિટલને આધુનિક બનાવવાની સાથે સાથે અધ્યતન ટ્રોમા સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું અને સફાઈ કામદારો માટે આવાસ સહિતની યોજનાઓનો સુધારા બજેટમાં સમાવેશ કરાયો હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!