નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કેવી રીતે ઉજવશો ખર્ચા વગરનો વેલેન્ટાઈન ડે?

આજના દિવસે ઘણા પ્રેમીઓ મોંઘી હોટલમાં ડિનર માટે જાય, કોકટેલ પાર્ટીનું આયોજન કરે અથવા તો રજાઓ ગાળવા માટે જાય. પણ બની શકે કે આ વેલેન્ટાઈન ડેના દિવસે તમારી પાસે એટલુ બજેટ નથી કે તમે તમારી પ્રેમિકાને કોઈ આવી મોંઘી જગ્યાએ લઈ જઈ શકો. તો ચિંતા કરવાની જરૂર નથી. આ રહ્યા અમુક ખર્ચો કર્યા વગર વેલેન્ટાઈન ડે ઉજવવાના ઉપાયો

- પ્રેમ તમારા હૃદયમાં હોવો જોઈએ. કોઈને ખુશ કરવાનો સૌથી સારો રસ્તો છે તમારી પ્રેમિકાને જણાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. સવારમાં જાગીને તેના માટે ખાસ બ્રેકફાસ્ટ બનાવીને તેને જણાવો કે તમે તેની કેટલી કાળજી લો છો.

- તેના ડ્રેસિંગ ટેબલ પર, તેની કારની સીટ પર, તેના પર્સમાં દરેક જગ્યાએ તેના માટે એક નોટ મૂકો, જેમાં લખો આઈ લવ યૂ. આમ કરવાથી તે ખરેખર ખુશ થઈ જશે અને તેના ચહેરા પર સ્મિત પણ આવશે.

- તેના સાંભળવા ગમતા રેડિયો સ્ટેશન પર ફોન કરીને તેના માટે તેને ગમતું કોઈ ખાસ ગીત વગાડાવો. આમ કરવાથી તે તમારી પૂરી દુનિયા સામે પોતાનો પ્રેમ સ્વીકાર કરવાની હિંમત જોઈને ખરેખર તમને વધુ પ્રેમ કરવા લાગશે અને તેને પેલી મોંઘીદાટ ગિફ્ટનો વિચાર પણ નહીં આવે.

- આજે સાંજે તેના કરતા વહેલા ઘરે પહોંચી જાવ અને તેના માટે ખાસ રોમાન્ટિક ડિનર તૈયાર કરો. ઘર એક એવી જગ્યા છે જ્યાં તમે સૌથી વધુ સગવડતા સાથે તમારી પ્રેમિકાને સૌથી વધુ કાળજી સાથે પ્રેમનો એકરાર કરી શકો છો અને તમારા પ્રેમનો અહેસાસ કરાવી શકો છો. આ કંઈ વધુ ખર્ચાળ પણ નથી.

- તમે ઈચ્છો તો તમને બન્નેને પસંદ હોય તેવી ફિલ્મની ડીવીડી ઘરે લાવીને એકબીજા સાથે બેસીને જુઓ. ફિલ્મના રોમેન્ટિક દ્રશ્યો દરમિયાન તમે પણ રોમાન્સ કરી શકો છો.

આ આઈડિયા ખરેખર મદદરૂપ છે વધુ ખર્ચો કર્યા વગર વેલેન્ટાઈન ડેની મજા માણવા માટે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી