નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આજે આવી રીતે પ્રપોઝ તો બિલકુલ ન કરતા!

આજે છે વેલેન્ટાઈન ડે અને પ્રેમ જાણે હવામાં વહી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તમે કદાચ આજે તમારા વેલેન્ટાઈનને પ્રપોઝ કરવાના છો. પણ જો તમે કંઈક આવી રીતે પ્રપોઝ કરવાના હોવ તો આવુ ન કરતાં. વાંચો.

- કોઈના બેસણામાં જઈને પ્રપોઝ કરવાનો વિચાર પણ ન કરતાં. જો તમને તે સમયે એ વિચાર આવે તો પણ ભૂલી જજો.


- એસએમએસ અથવા ઓનલાઈન ચેટ દ્વારા કરેલા મેસેજમાં માત્ર આત્મસન્માન ન ધરાવતી સ્ત્રી કદાચ હા પાડશે અન્યને તો ભૂલી જ જજો. બહુ જ ખરાબ વિચાર છે.

- જો તમે આખી દુનિયા સામે તમારા પ્રેમનો એકરાર કરવા માંગતા હોવ તો બીજા ઘણા રસ્તાઓ છે. પબ્લિસિટી મેળવવા માટે અને તમારી પ્રેમિકાને પ્રભાવિત કરવા માટે ટીવી રિયાલીટી શોમાં જઈને પ્રપોઝ ન કરતાં. જો તમારી પ્રેમિકા માટે આ બહુ જ ક્ષોભજનક પરિસ્થિતિ બની જશે.

- પ્રેમિકાના પરિવારની સામે તેને પ્રપોઝ કરવું તે ઘણી હિંમતની વાત છે પણ આ સમયે તમારી પ્રેમિકા તમને કોઈ પણ જવાબ આપવા માટે સ્વસ્થતા નહીં અનુભવે. ખાસ કરીને જો તેના પિતા તમને પસંદ નહીં કરતા હોય તો તો ભગવાન જાણે તમારી હાલત શું થઈ શકે.

- મોંઘી વિંટીને ફૂગ્ગા સાથે બાંધીને કોઈ પાર્કમાં જઈને તમારી પ્રેમિકાને ભેટ આપવાની યોજના ઘડો છો. તે માટે તમારી બચત ખર્ચીને વિંટી લાવો છો અને તેને એક હિલિયમ બલૂન સાથે બાંધીને તમારી પ્રેમિકાને આપો છો...પણ જો પ્રેમિકા વિંટી લે તે પહેલા તેના હાથમાંથી બલૂન ઊડી ગયો તો.....વિચારો?

- લગ્નનો દિવસ વર અને વધૂ માટે ખાસ હોય છે. તેઓ તે દિવસના રાજા રાણી હોવા જોઈએ. તે બધાંની વચ્ચે તમે તમારી પ્રેમિકાને પ્રેમનો એકરાર કરશો તો બાકીના લોકો તમારી તરફ જોવા લાગશે. આ યોગ્ય નથી. અન્ય કોઈની ખુશીની પળો તમારે ન છીનવવી જોઈએ.

- તમને ગમતી મોટાભાગની બધી છોકરીઓને મળ્યા પછી તમે આખરે થાકી હારીને કોઈ મિત્રની પાર્ટીમાં જાવ છો જ્યા તમે અન્ય કોઈ યુવતીને મળવાના છો. તેને મળ્યાને માંડ 2 મિનીટ અને 32 સેકન્ડ થઈ અને તમને લાગ્યુ કે આ જ તમારી સપનાની રાજકુમારી અને તમે એ જ ઘડીએ તમે તેને પ્રપોઝ પણ કરી દીધું. બની શકે કે કોઈ અજાણ્યા પુરુષને આવી હરકત કરતો જોઈને તે યુવતી તમને થપ્પડ મારીને જતી રહે.

- કેકના ટુકડામાં વિંટીને છૂપાવીને આપવાનો આઈડિયા બહુ જ જૂનો છે. તમારો શેફ કેકમાં યોગ્ય રીતે વિંટી ગોઠવીને તમારા બન્ને પાસે લાવે ત્યા સુધી રાહ જોતા જોતા તમે કદાચ કંટાળી જાવ. જ્યારે કેક આવે ત્યારે તેને ખાતા ખાતા તે પોતાનો દાંત તોડી શકે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી