નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભારતને વર્લ્ડકપ કોણ જીતાડશે: નસીબ કે જુસ્સો

ક્રિકેટનો મહાકુંભ શરૂ થઈ ગયો છે. ક્રિકેટપ્રેમીઓમાં લગભગ દોઢ મહિના સુધી કોના માથે તાજ આવશે તેના સિવાય બીજી કોઈ ચર્ચા જોવા નહીં મળે. ભારતની આશાઓ ઘણી ઊંચી છે. આપણી ટીમ આ વખતે વિશ્વકપની દાવેદાર દેખાઈ રહી છે.મહેન્દ્રસિંહ ધોનીની ટીમે છેલ્લા એક વર્ષમાં જે રમત દેખાડી છે તેને પરિણામે ક્રિકેટની આ સૌથી મોટી ટૂનૉમેન્ટમાં ફેવરિટ હોવાનો ખિતાબ સ્વાભાવિક રીતે જ મળી ગયો છે. જોકે આટલી મોટી ટૂનૉમેન્ટમાં દરેક ભવિષ્યવાણી જોખમવાળી હોય છે, પરંતુ જ્યારે આપણી ટીમ ફોર્મમાં હોય, વાતાવરણ ઘરેલું અને ટૂનૉમેન્ટનું ફોર્મેટ ટીમને અનુકૂળ હોય તથા વિરોધી ટીમો સંઘર્ષ કરતી જોવા મળતી હોય ત્યારે આશાઓ આપમેળે જ વધી જાય છે. ભારતનો ઇન્તજાર ૨૮ વર્ષ લાંબો થઈ ગયો છે. આઠ વર્ષ પહેલાં ટીમ આ મંજિલથી ફક્ત એક ડગલું દૂર રહી ગઈ હતી. તે વખતે ફાઈનલમાં સામે પક્ષે ઓસ્ટ્રેલિયાની ટીમ હતી, જે અજેય દેખાતી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ આજે ભલે મજબૂત ગણાતી હોય પરંતુ તેનો પહેલાં જેવો ભય રહ્યો નથી. આમ તો દક્ષિણ આફ્રિકાની ટીમ પણ મજબૂત છે પરંતુ તણાવના સમયે તે ઘૂંટણ ટેકવી દે છે.ઇંગ્લેન્ડની ટીમ પહેલાં કરતાં થોડી શક્તિશાળી બની છે અને પાકિસ્તાનની ટીમ પણ ઉલટફેર કરવાની ક્ષમતા ધરાવે છે. શ્રીલંકા પણ યજમાનીમાં ભાગીદાર છે. તેની તૈયારી પણ જોરદાર છે અને જીતવાનું જોશ ધરાવે છે. આથી ભારત માટે માર્ગ સરળ તો નથી જ, પરંતુ વિશ્વકપ જીતવો કંઈ સરળ કામ થોડું છે? ઈમરાન ખાને કહ્યું હતું કે વિશ્વકપ ઉઠાવવા માટે ફક્ત ટીમનું મજબૂત હોવું જ જરૂરી નથી, નસીબે પણ યારી આપવી જોઈએ. વાત સાચી જ છે. આપણા મિસ્ટર કૂલ એટલે કે સુકાની મહેન્દ્રસિંહ ધોની શું મુકદ્દરના સકિંદર બનશે?

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી