નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફ્લોરિડાની વિદ્યાર્થિની સાબુ-પાઉડર ખાય છે

ફ્લોરિડાની એક ૧૯ વર્ષીય વિદ્યાર્થિની ટેમ્પસેટ હેન્ડરસનને સાબુ અને પાઉડર ખાવાની વિચિત્ર આદત પડી ગઈ છે. આ વિદ્યાર્થિનીએ એક દિવસે નહાતી વખતે વોશિંગ પાઊડર ચાખતાં તેને સ્વાદિષ્ટ લાગ્યો હતો. આ દિવસથી તે ધીમે ધીમે સાબુ અને પાઉડર ખાવા લાગી અને હવે તેની આ આદત એટલી હદે વધી ગઈ છે કે અઠવાડિયામાં તે પાંચ સાબુ અને ડબ્બો ભરીને વોશિંગ પાઉડર ખાઈ જાય છે.

ડોક્ટરોએ જણાવ્યું હતું કે ટેમ્પસેટની આ હરક્ત તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ટેમ્પસેટે જણાવ્યા અનુસાર સાબુ કે પાઉડરથી કપડા ધોવાનું કામ જેટલું સારું લાગે તેના કરતા ઘણો વધારે આનંદ તેને આ વસ્તુઓ ખાવામાં મળે છે. ટેમ્પસેટે જણાવ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ તેને નહીં પરંતુ તેની કોલેજ છોડીને જતો રહ્યો હોવાથી આ આદત પડી હતી. શરૂઆતમાં તણાવ, ઘરેથી દૂર રહેતી હોવાથી એકલતા વગેરે દૂર કરવા માટે તેણે સાબુ-પાઉડર ખાવાનું શરૂ કર્યું હતું અને બાદમાં આદત પડી ગઈ હતી.

જોકે છેલ્લા છ મહિનાને તેને પણ આ આદત જીવલેણ લાગી રહી હોવાથી ડોક્ટરોની સલાહ લીધી હતી. ડોક્ટરોએ આ બીમારીને ભાગ્યે જ જોવા મળતી ‘પાઈકા’ નામની વિકૃતિ ગણાવી હતી. આવી બીમારીમાં દર્દીને સિક્કા, બ્લેડ, માટી વગેરે ચીજો ખાવાની આદત પડી જાય છે પરંતુ વાસ્તવમાં તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી હોય છે. ડોક્ટરે જણાવ્યું હતું કે, ટેમ્પસેટની આદતથી તેના લોહીમાં એસિડનું સમતુલન બદલાઈ જવાથી તે ગંભીર બિમારીનો ભોગ બની શકે છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!