નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભાવનગરનો પથિક ઈન્ટરનેશનલ ટેનિસ ખેલાડી બન્યો

- નેશનલ રેન્કિંગમાં ટોપ ૮ માં સ્થાન ધરાવતા ઇન્ટરનેશન ટે.ટેનિસ ખેલાડી
- પથિક મહેતાએ બૂટ ટાંગી દીધા!

ટેબલ ટેનિસના નકશામાં ભાવનગરને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવનાર ભાવનગરના પેડલર પથિક મહેતાએ કરન્ટ નેશનલ પ્લેયર હોવા છતા વ્યાવસાયિક કારણોસર નિવૃત્તિ લેવાની ઘોષણા કરી છે. આગામી દિવસોમાં રાંચી ખાતે રમાનાર રાષ્ટ્રીય રમતોત્સવમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યા બાદ તમામ પ્રકારની ટેબલ ટેનિસ કારકિર્દીને તેઓ અલવિદા કરી દેશે.

પોતાની ટેબલ ટેનિસ કારકિર્દી દરમિયાન પથિક મહેતાએ એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, દક્ષેસ રમતોત્સવ, દોહા એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ઉપરાંત અનેક દેશોમાં પ્રો-ટુર સ્પર્ધાઓમાં તેઓ રમી ચૂક્યા છે. હાલ તેઓ નેશનલ રેન્કિંગમાં ટોપ-૮માં સ્થાન ધરાવે છે અને આગામી રાષ્ટ્રીય રમતોત્સવમાં તેઓ અંતિમ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

ટેબલ ટેનિસમાં સુરજ મધ્યાહને તપતો હોવા છતા નિવૃત્તિનો આકરો નિર્ણય પિતાના વ્યવસાયમાં જોડાવાને ગણાવતા પથિકે ઉમેર્યું હતું કે, હું માત્ર રમવાનું છોડી રહ્યો છું, પરંતુ ટેલેન્ટેડ અને મહેનતુ યુવા ખેલાડીઓને મારા આંતરરાષ્ટ્રીય અનુભવથી તાલીમ આપીશ, અને આ રમતમાં ગુજરાતનું સ્તર સુધરે તેના માટે હંમેશા પ્રયાસરત જ રહીશ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી