નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પત્નીના પ્રેમીને પતિ એ જ હાથ સોંપ્યો

સમીર અને નંદિની એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. પરંતુ, જ્યારે પરીવારજનોને ખબર પડી, ત્યારે જાણે ઘરમાં ભૂકંપ આવી ગયો. અંતે એવો નિર્ણય લેવામાં આવ્યોકે, નંદિની અને સમીરને અલગ કરવા માટે તેણીના લગ્ન સમાજના અન્ય કોઈ યુવક સાથે કરી દેવામાં આવે.

-વેલેન્ટાઈન સ્પેશ્યલ: પત્નીના પ્રેમીને પતિ એ જ હાથ સોંપ્યો
-પ્રેમીજનોને અલગ કરી દેવા માટે નંદિનીના લગ્ન સમાજના યુવક સાથે નક્કી કરી દેવાયા
-'સાપનો ભારો ઉતારવો' હોય તેવી રીતે વનરાજ અને નંદિનીને પરણાવી દેવામાં આવ્યા.
-નંદિનીને સમજતા વાર ન લાગી કે આ કામ 'પહોંચેલા' પિતાજી અને ભાઈઓનું છે


નંદિનીના મામા નરોત્તમ ભાઈએ તેમની પેઢીમાં કામ કરતા જ્ઞાતિના છોકરા વનરાજ અંગે વાત કરી. તેણે મુંબઈમાંથી એમબીએ કર્યું હતું અને છેલ્લા લગભગ દોઢેક વર્ષથી કંપનીમાં કામ કરી રહ્યો હતો. તેની કામ પ્રત્યેની નિષ્ઠા, ઈમાનદારી અને ચારિત્ર્યશીલતાના વખાણ કર્યા. બંને પ્રેમીઓને અલગ કરવા માટે પરીવાર ગમે તે કરવા તૈયાર હતો. આથી વનરાજની આર્થિક સ્થિતિ અંગે સમાધાન કરી લીધું. 'સાપનો ભારો ઉતારવો' હોય તેવી રીતે વનરાજ અને નંદિનીને પરણાવી દેવામાં આવ્યા.

નંદિની તેના પિતાની વગથી વાકેફ હતી, જો, તેણે વનરાજ સાથે લગ્ન ન કર્યા હોત તો સમીરનું અને કદાચ બંનેનું મોત થઈ ગયું હોત. ઘરમાં જ્યારે વનરાજ સાથે નંદિનીના લગ્નની વાત ચાલી રહી હતી તે દરમિયાન એક પ્રસંગ બની ગયો હતો. સમીર જ્યારે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા લોકોએ તેને ઘેરીને લૂંટી લીધો હતો. પોતાની પાસે રહેલો બધો કિંમતી સામાન અને બાઈકની ચાવી આપી દેવા છતાં, લૂંટારૂઓએ સમીરને બેરેહમીથી માર્યો હતો. તેને બે-ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના ઘટીકે તરત જ નંદિનીના પિતા વિજયભાઈનો ફોન રળક્યો હતો અને તેમને 'અપ-ડેટ' આપવામાં આવ્યા હતા. તેમણે તૂર્ત જ આ અપડેટ નંદિનીને આપ્યા હતા. લગભગ બે-એક કલાક પછી નંદિનીને તેની બહેનપણીનો ફોન આવ્યો હતો. જેમાં તેણે સમીર સાથે લૂંટ થઈ હોવાની અને આ અંગે પોલીસ ફરિયાદ થઈ હોવાની માહિતી આપી હતી. નંદિનીને સમજતા વાર ન લાગી કે આ કામ 'પહોંચેલા' પિતાજી અને ભાઈઓનું છે.

નંદિનીએ સુહારરાત્રે જ વનરાજને સઘળી હકીકતથી વાકેફ કરી દીધો હતો અને પોતાનાથી દૂર રહેવા ચેતવણી પણ આપી હતી. વનરાજે તેને ભૂતકાળ ભૂલીને સાથે મળીને ભવિષ્ય લખવા માટે આગ્રહ કર્યો. પરંતુ, નંદિનીએ તેનો ઈન્કાર કરી દીધો. કહેવાય છેકે, 'ઘાયલ અને પાયલ' છૂપ્યાં છૂપાતા નથી. વનરાજનું દર્દ તેના શેઠ નરોત્તમ ભાઈએ વાંચી લીધું હતું. આ અંગે પરીવારજનોએ નંદિની સાથે વાતચીત કરી, પરંતુ, તેનું કોઈ પરીણામ ન આવ્યું. નંદિની કોઈપણ કિંમતે સમીર પાસે જવા માંગતી હતી.

એક દિવસ વનરાજે ફોન કરીને નંદનીને યાજ્ઞિક રોડ પાસેના રેસ્ટોરન્ટ પર બોલાવી. તેણી લગભગ એક કલાક પછી ત્યાં પહોંચી હતી. અંદરનું દ્રશ્ય જોઈને નંદિની ચોંકી ગઈ હતી. વનરાજ અને સમીર સાથે બેઠા હતા અને હસી-હસીને વાતો કરી રહ્યાં હતા. જોકે, તેમના ચહેરા પર રહેલી તણાવની રેખાઓ સ્મિત સાથે મેળ ખાતી ન હતી. વનરાજ સીધો જ મુળ વાત પર આવી ગયો. તેણે નંદિનીને છુટાછેડા આપવાનું જાહેર કર્યું. અત્યાર સુધી મક્કમ રહેલી નંદિની આવી રીતે આ નિર્ણય માટે તૈયાર ન હતી. સમીર પણ સ્તબ્ધ થઈ ગયો. ફેમીલી કેબિનવાળા વાતાવરણમાં લગભગ એકાદ મિનિટ સુધી મૌન રહ્યું. પછી લગભગ અડધી કલાક સુધી દલીલો ચાલી અને નિર્ણય લેવાઈ ગયો હતો. ત્રણ લોકોની મક્કમતા સામે પરીવારજનોએ હાર માની લીધી અને જ્વલ્લેજ બને છે તેમ બંને પ્રેમીઓ લગ્ન પછી પણ એક થયા. 'ડિવાર્સી' વનરાજે સમાજની બીજી એક યુવતિ સાથે લગ્ન કરી લીધા. જેના લગ્નના છ મહિનામાં જ છુટા છેડા થયા હતા. એક મેચ્યોર કહી શકાય તેવા કપલ તરીકે તેમનું લગ્નજીવન આગળ વધી રહ્યું છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!