નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગર્લફ્રેન્ડ હો તો એસી!

સ્ત્રીઓ હંમેશા વાતો કરતી હોય છે કે તેમને કેવો પુરુષ ગમે અથવા તેમનો પ્રેમી શું કરે તો તેમને ગમે. મોટાભાગે તેઓ નથી વિચારતી કે પુરુષોને કેવી પ્રેમિકા ગમે છે. તેનામાં એવા ક્યા ખાસ ગુણ હોવા જોઈએ જે તેમને પ્રેમિકા સાથે બાંધી રાખે. અમે પ્રયાસ કર્યો જાણવાનો કે આખરે પુરુષોને કેવી પ્રેમિકા કે ગર્લફ્રેન્ડ ગમે છે. તો અમને જાણવા મળી અમુક ખાસ વાતો. આ 10 વાતો તમને જણાવશે કે પુરુષોને કેવી પ્રેમિકા ગમે છે.

1. પ્રેમીને ગમતી વાતોમાં રસ ધરાવતી હોવી જોઈએ: ભલે તેની મનપસંદ ગેમ હોય કે પછી તેનું કામ, સમયાંતરે પ્રેમીને આ વિષય વિશે પૂછતા રહો, તેને ગમશે.

2. રમૂજી સ્વભાવની હોવી જોઈએ: જેમ તમે ઈચ્છો છો કો તમારો પ્રેમી રમૂજી સ્વભાવનો હોવો જોઈએ, બસ તેવી જ રીતે પુરુષોને પણ રમૂજી સ્વભાવ ધરાવતી સ્ત્રીઓ ગમે છે.

3. તેની પોતાની લાઈફ હોવી જોઈએ: પ્રેમીના પ્રેમમાં પાગલ હોવું તે ઘણી સારી વાત છે પણ તમે કરવા જતા પોતાની અંગત જીવન, શોખ આદતો વગેરે ભૂલાવી ન દેશો. એક સ્વતંત્ર જીવન જીવતી સ્ત્રીઓ પુરુષોને બહુ જ ગમે છે.

4. વાતે વાતે રડતી ન હોવી જોઈએ: રડવાથી તમે અશક્ત લાગો છો. કોઈ પણ મુદ્દાને વાતચીતથી ઉકેલી શકાય ત્યા સુધી ખોટા આસું ન વહાવો કારણ કે પુરુષોને રડતી સ્ત્રીઓ નથી ગમતી.

5. પ્રેમી સાથે પ્રામાણિકતા હોવી જોઈએ: જેમ તમે નથી ઈચ્છતા કે તમારા પ્રેમીના જીવનમાં અન્ય કોઈ સ્ત્રી હોય તેવી જ રીતે તેઓ પણ આ જ ઈચ્છે છે.

6. પ્રેમીના મિત્રો સાથે હળેમળે: તમારા પ્રેમીના મિત્રો એટલા પણ ખરાબ નહીં જ હોય જેટલા તમે વિચારતા હશો. માટે તેમની સાથે પણ થોડો સમય ગાળો. એટલો બધો પણ નહીં કે પ્રેમીને જ ભૂલી જાઓ અને તેના મિત્રો સાથે જ સમય વિતાવવા લાગો.

7. વાતે વાતે શક ન કરતી હોવી જોઈએ: જો તમે તમારા પ્રેમીને પ્રેમ કરતા હોવ તો તેના પર વિશ્વાસ રાખો અને જો કોઈ વાતે મૂંઝાતા હોવ તો તેને સ્પષ્ટ રીતે પૂછી લો. પ્રેમીને તેના જીવનમાં પણ થોડી મોકળાશ આપો.

8. સારું જમવાનું બનાવતા આવડવું જોઈએ: કહેવાય છે પુરુષોના દિલનો રસ્તો તેમના પેટથી જાય છે. આગળ કહેવાની જરૂર નથી, તમે સમજી જ ગયા હશો.

9. જેવી છે તેવી બનીને રહે: તમારો પ્રેમી તમને કેવી રીતે જોવા માંગે છે કરતાં વધુ મહત્વનું છે કે તમે ખરેખર કેવા છો. હંમેશા પોતાની ઓળખ જાળવી રાખો.

10. આકર્ષક અને બુદ્ધિશાળી હોવી જોઈએ: મોટા ભાગના પુરુષોને તેજસ્વી સ્ત્રીઓ ગમતી હોય છે. બુદ્ધિશાળી સ્ત્રીની સુંદરતા આપોઆપ ખીલી ઉઠતી હોય છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!