- અનાજના ઉત્પાદનમાં ઘટાડો: ફળો, શાકભાજી, ફુલમાં વધારો
- ન્યૂયોર્ક-ન્યૂજર્સીના ધોરણે રાજ્યના ૧૦ શહેરો ટ્વીન સિટીમાં ફેરવાશે
- ગુજરાતમાં વાહનોની સંખ્યા વધીને ૧.૨૨ કરોડ: ૫૬૦૦૦ કાર વધી
ખેતીપ્રધાન
ગુજરાતમાં અનાજ અને તેલિબીયાંનું ઉત્પાદન ઘટયું છે પણ કપાસ તેમજ બાગાયતમાં
વધારો નોંધાયો છે. અનાજનું ઉત્પાદન અગાઉના વર્ષના ૬૩.૪૫ લાખ ટનની સામે
૫૬.૦૫ ટન થયું છે જે ૧૧.૬૬ ટકાનો ઘટાડો સૂચવે છે. એવી જ રીતે તેલિબીયાંના
ઉત્પાદનના આંકડા અનુક્રમે ૩૯.૩૨ લાખ ટન અને ૩૦.૧૧ લાખ ટન રહ્યું છે. આ
ક્ષેત્રમાં ૨૩.૪૫ ટકાનો ઘટાડો છે.
ગુજરાતની સામાજીક અને
આર્થિક સમીક્ષા-૨૦૧૦-૧૧ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કપાસના ઉત્પાદનમાં
ખૂબ તેજી છે. અગાઉના વર્ષની ૭૦.૧૪ લાખ ગાંસડી સામે ૭૪.૦૧ લાખ ગાંસડી થયું
છે. જો કે ચાલુ વર્ષમાં ગાંસડીની સંખ્યા ૧૦૦ લાખને વટાવી રહી છે. રાજ્યમાં
બાગાયતી પાકોના ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. ૨૦૧૦-૧૧માં ફળોનું ૭૮.૪૦
લાખ ટન, શાકભાજીનું ૭૩.૫૯ લાખ ટન, મસાલા પાકોનું ૯.૫૧ લાખ ટન અને ફુલોનું
ઉત્પાદન ૧.૦૦ લાખ ટન અંદાજવામાં આવ્યું છે જે અગાઉના વર્ષની સરખામણીએ ઘણું
વધારે છે.
તાજેતરમાં ભારત સરકારની રાષ્ટ્રીય કૃષિ ઉત્પાદક
માર્કેટિંગ કંપની, ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અને નેપ્ચ્યુન ઓવરસીઝ દ્વારા
શરૂ કરાયેલી ઓનલાઇન ઇ-માર્કેટિંગથી ગુજરાતના ૫૦ લાખ ખેડૂતો તેમના
ઉત્પાદનની ઉચ્ચતમ કિંમત મેળવી શકશે. આ પહેલના કારણે ખેડૂતો ગોડાઉનમાં
પોતાનું ઉત્પાદન જમા કરાવી તેની સામે ૭૦ ટકા સુધીની લોન મેળવી શકશે.
અહેવાલમાં
જણાવ્યા પ્રમાણે રાજ્યની સડકો ઉપર ૧૧૮.૭૩ લાખ વાહનો દોડતા હતા જે વધીને
૧૨૨.૬૭ લાખ થયાં છે. મોટરવાહનોમાં ૩.૩૨ ટકાનો વધારો થયો છે. રાજ્યમાં કુલ
નોંધાયેલા વાહનોમાં ૮૭.૧૭ લાખ દ્વીચક્રી વાહનો છે. ૧૫૮૩૯ ઓટોરિક્ષા અને
૫૬૪૭૯ મોટરકાર નોંધાઇ છે.
ગુજરાત સરકાર અમેરિકાના
ન્યુયોર્ક-ન્યૂજર્સીના ધોરણે ૧૦ શહેરોનો વિકાસ કરવા માગે છે. અમદાવાદ અને
ગાંધીનગરને ટ્વીન સિટી બનાવવા વિશાળ મેટ્રોપોલીટન ઓથોરિટી રચવામાં આવી છે.
એ ઉપરાંત પ્રભાસ પાટણ-સોમનાથ, સુરેન્દ્રનગર-વઢવાણ, ભરૂચ-અંકલેશ્વર અને
સુરત-નવસારીનો ટ્વીન સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ શહેરોમાં પોષાય
તેવી વાહન વ્યવહાર વ્યવસ્થા, મકાનો તથા ભીડ વગરના પહોળા રસ્તાઓ હશે.
ગુજરાતમાં
વર્ષ દરમ્યાન ૪.૦૮ લાખ વ્યક્તિઓએ રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવી છે,
જેની સામે ૧.૮૭ લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. જાહેર અને ખાનગી
ક્ષેત્રમાં ૧૯.૦૪ લાખની રોજગારી હતી તે વધીને ૧૯.૮૨ લાખ થઇ છે. રાજ્યના
ઘરેલુ ઉત્પાદન (જીએસડીપી) ના ઝડપી અંદાજો અનુસાર ચાલુ ભાવે ઘરેલુ ઉત્પાદન
૪૨૯૩૫૬ રૂપિયા થયું છે જે ૧૬.૮ ટકાનો વધારો દર્શાવે છે. રાજ્યમાં
સપ્ટેમ્બર-૨૦૧૦ સુધીમાં ઉદ્યોગ સાહસિકો પાસેથી ૮૦૦૨૧૯ કરોડના સંભવિત રોકાણ
સાથે ૯૭૩૭ ઉદ્યોગ સ્થાપવાના આવેદનપત્રો પ્રાપ્તથયાં છે. લધુ-મધ્યમ
ઉદ્યોગોની સંખ્યા ત્રણ લાખને વટાવી ગઇ છે.
ગુજરાતમાં બેન્ક
થાપણોની સદ્ધર સ્થિતિનું નિરૂપણ અહેવાલમાં કરવામાં આવ્યું છે. રાજ્યમાં
આવેલી તમામ બેન્કોની સંખ્યા ૬૦૯૧ થવા જાય છે. બેન્કોની થાપણો જે ગયા વર્ષે
૧૯૧૮૭૧ કરોડ હતી તે વધીને ૨૨૫૨૯૯ કરોડ થઇ છે. આ બેન્કોએ ૧૫૫૫૭૫ કરોડનું
ધિરાણ પણ કર્યું છે.
Comments
Post a Comment