વેલેન્ટાઇન-ડે
એટલે પ્રેમીઓનો દિવસ, આ દિવસેની લઈને આજના યુવક-યુવતીઓને ખાસ્સો ક્રેઝ હોય
છે. વેલેન્ટાઇન-ડે ઉપર પોતાના પ્રેમી-પ્રેમીકાઓ એકબીજા પ્રત્યે આકર્ષવા
માટે અનેક પ્રયત્નો કરે છે. કોઈને પણ આકર્ષિત કરવા માટે સૌ પ્રથમ કોઈપણ
વ્યક્તિનો બાહ્ય દેખાવ અર્થાત કપડાં અને કપડાંનો રંગ ખૂબ મહત્વ ધરાવે છે.
એટલે યુવાનોએ પોતાના પ્રેમીપાત્રને રિઝવવા માટે પોતાના કપડાંના કલરનું ખાસ
ધ્યાન રાખવાનું જરૂરી છે. એટલે જ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણે એવા રંગના
કપડાં પહેરવા જોઈએ જેનાથી ગ્રહોનો પણ સહયોગ પ્રાપ્ત થાય.
જ્યાતિષ પ્રમાણે ગ્રહો અને રંગોનો ગાઢ સંબંધ છે. એટલે દરેક રાશિ ઉપર રંગનો
ઊંડો પ્રભાવ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે તમારી માટે આ
વેલેન્ટાઇન-ડે ખાસ યાદગાર રહે તો તમે તમારી રાશિ પ્રમાણે બતાવવામાં આવેલા
રંગના કપડાં પહેરવા જોઈએ, રાશિ પ્રમાણે રંગ પહેરવાથી તેને સંબંધિત ગ્રહોનો
શુભ પ્રભાવ તમારી ઉપર પડે છે.
મેષઃ
લાલ, પીળા, નારંગી રંગની પસંદગી કરો. વાદળી, ગ્રે અને બ્લેક રંગનો ઉપયોગ
કરવાથી બચો. ચામડાં અને પક્ષીઓના પાંખોથી બનેલા કપડાંઓથી પણ બચવું જોઈએ.
વૃષભઃ-
સફેદ અને હલકા ગ્રીન રંગ તમારી માટે રહેશે લકી. લાલ અને નારંગી રંગનો
પ્રયોગ કરવાથી બચવું. સિલ્વર અને પ્લેટિનમ આ રાશિના લોકો માટે અનુકૂળ છે.
મિથુનઃ-
લીલો રંગ તમારી માટે રહે વેરી-વેરી લકી પણ પીળા કલરના કપડાં પહેરતા ચેતજો. સાદી ડિઝાઇનના કપડાં તેમને વધુ અનુકૂળ રહેશે.
કર્કઃ-
સફેદ, હલકો પીળો રંગવાળો સફેદ રંગના કપડાં લકી રહેશે. વાદળી અને કાળો રંગ
અનલકી રહે. સાદી ડિઝાઇનના કપડાં પહેરવા છતાં પણ તમે તમારા સાથીને લુભાવી
શકો.
સિંહઃ-
લાલ, પીળો, નારંગી રંગ તમારી માટે શ્રેષ્ઠ રહેશે. વાદળી, કાળા, ભૂરા રંગના
કપડાં પહેરવાથી બચવું. આઉટફિટમાં ઘણા કટ્સનો પ્રયોગ કરો. પરંતુ ચમડાંના
કપડાંઓનો ઉપયોગ ટાળજો.
કન્યાઃ-
આ રાશિવાળાઓને લીલા અને સફેદ રંગની પસંદગી કરવી વધુ યોગ્ય રહે. કન્યા રાશિના લોકોને પણ સાદી ડિઝાઇનના કપડાં પહેરવા જોઈએ.
તુલાઃ-
સફેદ, હલકો લીલો અને ભૂરો રંગ લકી રહેશે, પણ લાલ અને નારંગી રંગથી બચવું. સાદી ડિઝાઇના કપડાંઓ પહેરી શકો છો
વૃશ્ચિકઃ-
લાલ, પીળા અને નારંગી રંગના કપડાં પહેરવા. ગ્રે બ્યુ અને બ્લેક રંગથી બચવું. દરેક ડિઝાઇનના કપડાં તમને અનુકૂળ રહે.
ધનઃ-
પીળા અને હલકા નારંગી રંગના કપડાં તમારી માટે લકી રહેશે. વાદળી અને કાળા રંગથી બચવું.
મકરઃ-
આ રાશિના યુવાનોને વાદળી, કાળા અને રાખોડી રંગનો ઉપયોગ કરવો. લાલ, સફેદ અને નારંગી રંગથી બચવું.
કુંભઃ-
આ રાશિના લોકોને વાદળી, કાળા, ભૂખરા રંગોનો ઉપયોગ વધુ લકી રહે. આ રાશિના લોકોને લાલ, સફેદ અને નારંગી રંગથી બચીને રહેવું.
મીનઃ-
પીળા, કેસરિયા અને હલકા નારંગી રંગનો ઉપયોગ પહેરવો જોઈએ. કાળા અને વાદળી રંગથી બચવું જોઈએ.
Comments
Post a Comment