નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પત્નીની નજરમાં હિરો બનો આ રીતે

શું તમારી પ્રેમિકા કે પત્ની તમને પોતાનો હિરો નથી માનતી? શું તમે જાણો છો કે એ ક્યું કારણ છે જેના કારણે તે તમને પોતાનો હિરો નથી માનતી? જો તમને આ બધા પ્રશ્નનો જવાબ ખબર ન હોય અને તમે આ પરિસ્થિતિને બદલવા માંગતા હોવ તો આ વેલેન્ટાઈન ડેનો અવસર યોગ્ય સમય છે તેને બદલવાનો.

પ્રેમિકા કે પત્નીનાં દિલમાં ખાસ જગ્યા બનાવવા માટે ખાસ રસ્તાઓ અપનાવવાં પડે છે. તેને દિલને જીતવું પડે છે. તેનો હિરો બનવા માટે તેના આકર્ષણનું એક માત્ર કેન્દ્ર બનવા માટે તમારે થોડા પ્રયત્નો તો કરવાં જ પડશે. તેના હૃદયમાં ખાસ સ્થાન મેળવવા માટે આ રહ્યા 5 સરળ રસ્તાઓ.

તમારા નિર્ણયો જાતે લેતા શીખો:કોઈ પણ સ્ત્રીને નિષ્ક્રિય પુરુષ નથી ગમતો હોતો. તમારા અને તમારી પ્રેમિકા માટેના બધા નિર્ણયો જાતે લો. જે બાબતમાં તમે બન્ને સંકળાયેલા હોય તે બાબતે કોઈ અન્ય પર આધાર ન રાખો. તમે પોતાના માટે નક્કી કરેલા નિયમોનું પાલન કરો.

તેની પરવાનગી માટે હંમેશા તેની આગળ ભીખ ન માંગો:પોતાની દરેક વાત માનતા પુરુષ સ્ત્રીઓને ગમતા હોય છે પણ તેનો અર્થ એ નથી કે તમે તેની જીહજૂરી કરવા લાગો. તેની ઈચ્છાઓને માન આપો પણ દરેક વખતે તેની પરવાનગી લેવાની જરૂર નથી. કોઈ બાબતે તે યોગ્ય ન હોય તો તેને રોકો અને તેનો યોગ્ય માર્ગ દર્શાવી શકો છો. તમારી ભવિષ્યની યોજના વિશે જણાવો પણ દર વખતે તેની પરવાનગી લેવાની જરૂર નથી.

આત્મવિશ્વાસ વધારો:શું તમને કોઈ વાત નથી ગમતી તો તે બાબતે ચોક્કસ રહો. તમારી પ્રેમિકા સામે કોઈ વાતે મૂંઝવણ ન અનુભવો. જો તમને ન ગમતી હોય તો ન જ ગમવા દો અને જો કોઈ બાબત તમને ગમતી હોય તો તેને હંમેશા પસંદ કરો. તમારો મત હંમેશા નક્કી કરો. જો તમે કન્ફ્યૂઝ હશો તો તમારી પ્રેમિકા તો તમારા કરતા વધુ મૂંઝવણમાં મૂકાશે. તમને તો ખબર જ હશે કે સ્ત્રીઓ કેવી હોય છે! માટે તમારી પાસે તમારા દરેક મત માટે લોજીક હોવો જરૂરી છે.

કોઈ વાત પર દબાણ ન કરો:જેમ તમે તમારો પોતાનો મત નક્કી કરવાના છો તેવી જ રીતે તેને પણ પોતાનો મત નક્કી કરવાનો હક છે. જેમ તમને કોઈ વસ્તુ નથી જ ગમતી તેવી રીતે અમુક વસ્તુઓ તેને પણ નથી ગમતી હોતી. પછી ભલે માત્ર કઈ ફિલ્મ જોવા જવી કે આજે રાત્રે સેક્સ માણવું કે નહીં આ બધી બાબતો તેને જણાવો નહીં તેને પૂછો.

તેણે જણાવો કે તે તમારા માટે શું છે?પ્રેમિકાનો હિરો હોવુ એનો અર્થ એ નથી કે તમે તેને કહીં પણ ન શકો કે તે તમારા માટે કેટલું મહત્વ ધરાવે છે. મોટાભાગની સ્ત્રીઓ પોતાના પ્રેમી કે પતિને પોતાનો પ્રેરણા સ્ત્રોત સમાન માનતી હોય છે. તેઓ તેમના પર ઘણો આધાર રાખતી હોય છે આવા સમયે પુરુષોએ ઘણા મજબૂત બનવું પડે છે, પણ તેમ છતાં તમારી લાગણીઓ તમારે તેની આગળ જરૂર દર્શાવવી જોઈએ.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!