નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફિલ્મ રિવ્યૂ: પટિયાલા હાઉસ

વાર્તા:પટિયાલા હાઉસ એવા પરિવારની વાર્તા છે જે ચાર પેઢીથી લંડનમાં રહે છે. પરિવારના મુખી છે, ગુરતેજ સિંહ (ઋષિ કપૂર) જેણે બનાવેલ નિયમો પ્રમાણે જ પરિવારના દરેક સભ્યોએ રહેવું પડે છે. પછી તેઓની મરજી હોય કે ન હોય.20 વર્ષ પહેલાની એક ઘટનાના કારણે ગુરતેજ સિંહને અંગ્રેજોથી નફરત હોય છે.

બીજી તરફ ગુરતેજ સિંહના પરિવારની નવી પેઢી પોતાના સપના પુરા કરવા માંગે છે. વડિલો તરફના પ્રેમ અને સન્માન માટે તેઓએ પોતાના સપનાને એક તરફ રાખવા પડે છે. પરઘટ સિંહ ઉર્ફે ગટ્ટુ (અક્ષય કુમાર) પ્રતિભાશાળી ઝડપી બોલર હતો, તે ઈંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમવા માગતો હતો. પરંતુ ગુરતેજ સિંહની જીદના કારણે તે એવું ન કરી શક્યો.

મનને મનાવીને ગટ્ટુ એક સ્ટોરમાં કામ કરે છે. પરંતુ આ બધા વચ્ચે તેને પોતાનું સપનું પુરુ કરવાની વધારે એક તક મળે છે,જેને તે કોઈ પણ કિંમતે ખોવા માંગતો નથી. જો કે હવે, ગટ્ટુ એક મુસીબતમાં મુકાઈ જાય છે. પરિવાર કે પોતાનું સ્વપ્ન આ બે વચ્ચેની પસંદગી ગટ્ટુ માટે મુશ્કેલી ઉભી કરી દે છે. ફિલ્મ પરિવારના સંબંધો પર આધારિત છે.

સ્ટોરી ટ્રીટમેન્ટ:પારિવારિક ડ્રામા હોવાને કારણે ફિલ્મમાં ઘણાં જ ઈમોશન્સ છે, જેમાં ક્રિકેટની વાર્તાને જોડીને ફિલ્મને વધુ દિલચશ્પ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નિખિલ અડવાણીએ તમામ કલાકારો પાસે ઉત્તમ અભિનય કરાવ્યો છે. વિશેષ કરીને રીષી કપૂર પાસે દમદાર અભિનય કરાવ્યો છે.

સ્ટાર કાસ્ટ:પોતાની કોમેડી ઈમેજથી બહાર નીકળીને અક્કીએ આ ફિલ્મમાં ગંભીર ભૂમિકા ભજવી છે. પોતાના સ્વપ્નોને પૂર્ણ કરવા માટે યુવકની પરેશાની અક્ષયે બખૂબી નિભાવી છે. જો કે ઘણીવાર અક્ષય લાગણીશીલ બની શકતો નથી. સિમરનની ભૂમિકામાં અનુષ્કાએ ઠીક-ઠાક કામ કર્યુ છે. જો કે ફિલ્મમાં તેને લાયક કોઈ કામ હતું જ નહીં.

સંગીત/સિનેમેટ્રોગ્રાફી/સંવાદો:પંજાબી પરિવારની વાર્તા હોવાને કારણે પંજાબી ફોક સોન્ગસ પર ભાર મૂકવામાં આવ્યો છે. શંકર-અહેસાન લોયે ફિલ્મની થીમ મુજબ સારૂં સંગીત આપ્યું છે. જો કે ફિલ્મમાં અક્ષય કુમાર અને અનુષ્કા શર્માની લવ સ્ટોરી હોવા છતાંય એક પણ રોમેન્ટિક સોન્ગ નથી. સિનેમેટ્રોગ્રાફી અને એડિટીંગ યોગ્ય છે. ખાસ કરીને મેચના દ્રશ્યોમાં ઘણું જ સારૂં એડિટિંગ છે.

શું જોવું: જો તમે વીક એન્ડ પર મનોરંજક પારિવારિક ફિલ્મની અપેક્ષા રાખો તો આ ફિલ્મ જોવાલાયક છે. અક્કીએ કોમેડીથી કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો છે. જો તમે ડિમ્પલ-ઋષિના ચાહક હોવ તો આ ફિલ્મ જોવી જ જોઈએ.

શા માટે ના જોવી જોઈએ:ફિલ્મની સ્ટોરી અંગે જે અનુમાન લગાવવામાં આવ્યું હતું અને તે જ રીતની આ ફિલ્મ છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!