નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સોનું ખરીદવું છે, આ મહિનાના અંત સુધી રાહ જુઓ

સોના ખરીદવાની તમન્ના દરેક લોકોમાં હોય છે, પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી તેના વધતા ભાવે લોકોના હોશ ઉડાવી દીધા. પણ હવે થોડાંક સમય પછી તેના ભાવમાં આવેલ તેજી જતી રહી અને ગયા સપ્તાહે તે દસ ટકા સુધી તૂટી પણ ગયું. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું સોનું ખરીદવાનો હવે સાચો સમય આવી ગયો છે?

- ફેબ્રુઆરીના અંત સુધીમાં પ્રતિ દસગ્રામ રૂ.19,500 સુધી પહોંચી જશે,
- જો ઇટીએફની માંગમાં વધારો થાય છે તો તેની કિંમતો વધશે.
- સોનાના ભાવ તૂટતા જ તેની ખરીદવું બુદ્ધિપૂર્ણ છે.
- સોનું રૂ.19,500ની સપાટીથી 8 થી 10 ટકા વધી શકે છે.
- સોનું આ વર્ષના અંત સુધીમાં પ્રતિ દસ ગ્રામ રૂ.21,000 સુધી પહોંચી જશે.


જો કે આ સપ્તાહે સોનું વધ્યું પણ તેના આ ભાવમાં આગળ જતા વધારો થાય તેવી ખાસ શક્યતાઓ દેખાતી નથી. એક્સપર્ટ્સનું તો કહેવું છે કે સોનું હવે ફરીથી તૂટશે. સોનું 3 જાન્યુઆરીના રોજ પ્રતિ દસગ્રામ રૂપિયા 20,680 થી રૂ.20,280 પર જઇ પહોંચ્યું છે. રિદ્ધિ સિદ્ધિ બુલિયનના પૃથ્વીરાજ કોઠારીના મતે ફેબ્રુઆરીના અંત સુધીમાં પ્રતિ દસગ્રામ રૂ.19,500 સુધી પહોંચી જશે, કારણ કે ડોલર સતત મજબૂત થઇ રહ્યો છે અને ત્યારે સોનું ખરીદવાનો સાચો સમય હશે. અમેરિકન અર્થતંત્રમાં સતત મજબૂતીના લીધે ડોલર ડગલેને પગલે મજબૂત થઇ રહ્યો છે. તેના લીધે કે રૂપિયાની સરખામણીમાં મજબૂત થઇ રહ્યો છે. આ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં રૂપિયાની સરખામણીમાં સારી એવી તેજી આવી છે.

પરંતુ મનહર લાલ કોમોડિટીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ ચિરાગ શેઠના મતે અમેરિકામાં રોજગારની સ્થિતિમાં સુધારાની પણ અસર દેખાવા લાગી છે. તેના લીધે પણ હવે સોનાની સરખામણીમાં ડોલર વધુ મહત્વપૂર્ણ થતો જઇ રહ્યો છે.

આનંદરાઠી સિક્યોરિટીના સીનિયર એનાલિસ્ટ રિતેશ ગાંધીના મતે જો ઇટીએફની માંગમાં વધારો થાય છે તો તેની કિંમતો વધશે.

તો શું એનો મતલબ એ થયો કે સોનું ખરીદવાનો સમય આવી ગયો છે? એક્સપર્ટનું કહેવું છે કે આ સમય છે સોનાના ભાવ તૂટતા જ તેની ખરીદવું બુદ્ધિપૂર્ણ છે. થોડું-થોડું કરીને લાંબા સમય સુધી સોનું ખરીદવું જોઇએ.

રિતેશ ગાંધીનું કહેવું છે કે જ્યાં સુધી સોનાની કિંમત પ્રતિ દસ ગ્રામ રૂ.19,500 સુધી અથવા તો તેની નીચે રહે તો તમે સોનું તૂટતા જ તેને ખરીદી લો. બાદમાં સોનાના ભાવોમાં 8 થી 10 ટકાનો વધારો થઇ શકે છે.

મનહર લાલના શેઠનું પણ એ જ કહેવું છે કે માર્ચની પહેલા સોનાના ભાવ રૂ.19,500 સુધી પહોંચશે. આ તેની ન્યૂનતમ મર્યાદા છે. રોકાણકારો તેનો ફાયદો ઉઠાવવો જોઇએ. આ વર્ષના અંત સુધીમાં સોનામાં ફરી તેજી રહેશે અને 21,000ની સપાટીને પાર કરી જશે.

મંગલ કેશવ સિક્યોરિટીના સીનિયર ટેક્નિકલ એનાલિસ્ટ પ્રણવ મેરનું કહેવું છે કે સોનું માર્ચ સુધીમાં પ્રતિ દસ ગ્રામ રૂ.19,500ના ન્યૂનતમ લેવલ પર જશે અને ત્યારબાદ તે ઝડપથી ચઢશે. સોનું આ વર્ષના અંત સુધીમાં પ્રતિ દસ ગ્રામ રૂ.21,000 સુધી પહોંચી જશે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!