નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પુરુષને ખરાં અર્થમાં, મર્દ બનાવતી 8 ખાસિયતો

આપણે મોટાભાગે આપણી આસપાસ અનેક પુરુષોને જોઈએ છીએ જેમને પોતાની યોગ્યતા અને તાકાતની બળે સફળતા પ્રાપ્ત થઈ ન હોય. વ્યવહારિક રીતે તેના અનેક કારણ હોઈ શકે છે. જેમાં સ્થિતિ, સમય, સુવિધા અને પ્રયત્નો પણ મહત્વના હોય છે. પરંતુ ધર્મની દ્રષ્ટિએ આ બાબતે વિચાર કરીએ તો કોઈ પુરુષની પ્રગતિ અને સફળતામાં કેટલીક મહત્વની ખાસિયતો નિર્ણયક હોય છે.

હિન્દુધર્મ ગ્રંથ મહાભારતમાં અનેક વીર અને અસાધારણ પુરુષ પાત્રો વિશે લખવામાં આવ્યું છે. આ મહાગ્રંથ પ્રમાણે પુરુષમાં કેટલાક ખાસ ગુણો હોય છે જે તેને હંમેશા સન્માન અને ઊંચા પદનો હક્કદાર બનાવે છે. જાણો આવા પુરુષના આઠ ગુણોને જે તેને ખરા અર્થમાં મર્દ બનાવે છે...

બુદ્ધિઃ- બુદ્ધિમાની અર્થાત્ અકલમંદ પુરુષને કોઈપણ ખરાબ સમય કે સમસ્યાઓમાંથી બહાર આવીને સફળતા અને યશ આપનારી હોય છે.

દમઃ-

તાકત, હિંમત, જોશ અને ઉત્સાહ કોઈપણ લક્ષ્યને ભેદવામાં નિર્ણાયક હોય છે.

કુલીન-

પુરુષનું સારા કુળનું હોવું અને તેના સારાં સંસ્કાર, આચરણ, કર્મ અને વિચાર તેનું માન વધારે છે.

જ્ઞાનીઃ-

પુરુષનું જ્ઞાની અર્થાત્ શિક્ષિત અને જાણકાર હોવું, ખાસ કરીને શાસ્ત્રોની શિક્ષા તથા તેની વ્યવહારિક સમજ પુરુષને પ્રતિષ્ઠા અપાવે છે.

ઓછાબોલાઃ-

વાચાળતા કે વધુ બોલવું દોષ બની જાય છે. એટલે પુરુષનું ઓછું અને મીઠું બોલવું તેને સન્માનિય બનાવે છે.

દાનીઃ-

દાન કરનાર વ્યક્તિ બીજાનું સન્માન અને પ્રેમ પ્રાપ્ત કરે છે.

કૃતજ્ઞઃ-

કોઈની મદદને યાદ રાખી તેની પ્રત્યે સમર્પણ રાખનાર કૃતજ્ઞ પુરુષ બધાનું સન્માન પ્રાપ્ત કરે છે.

વીરતાઃ-

ભય અને કાયરતાને દૂર રાખનાર બહાદૂર કે પરાક્રમી પુરુષ આત્મવિશ્વાસથી ભરેલો હોય છે. જે જીવનને દરેક પગલે ખૂબ જ જરૂરી હોય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી