નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મનોરંજક છે આ ઈનિંગ

ક્રિકેટની કેમિસ્ટ્રરી સાથે ફેમિલી અને સંબંધોનું મહત્વ અને તેના કારણે ઊભા થતા પ્રશ્નોની ફાઈનલ ઓવર એટલે પટિયાલા હાઉસ.

નિર્દેશક: નિખિલ અડવાણી

નિર્માતા: ભૂષણકુમાર, કશિનકુમાર અને ટિ્વંકલ ખન્ના

કલાકાર: અક્ષયકુમાર, અનુષ્કા શર્મા, ઋષિ કપૂર, ડિમ્પલ કાપડિયા

મ્યુઝિક ડાયરેકટર : શંકર-અહેસાન- લોય

શૈલી: પારિવારિક ડ્રામા

રેટિંગ: 2.5


પટિયાલા હાઉસ એક એવા પરિવારની વાત છે જે છેલ્લી ચાર પેઢીઓથી બ્રિટનમાં રહે છે. પરિવારની મુખ્ય વ્યક્તિ છે ગુરતેજસિંઘ (ઋષિ કપૂર), જેમણે બનાવેલા નિયમો પ્રમાણે દરેક લોકોએ રહેવું પડતું હતું. તેમાં કોઈની મરજી ચાલતી નહોતી. ૨૦ વર્ષ પહેલાં તેમની સાથે બનેલી એક ઘટનાના કારણે તેમને અંગ્રેજો તરફ નફરત થવા લાગી છે. તો બીજી બાજુ ગુરતેજની બીજી પેઢી તેમનાં સપનાં પૂરા કરવા ઇચ્છે છે, છતાં તેઓ બાબુજી પ્રત્યેના પ્રેમ અને માનના કારણે તેમનાં સપનાંને એક તરફ રાખવા માગે છે.

પરઘટસિંઘ ઉર્ફે ગટ્ટુ (અક્ષયકુમાર) પ્રતિભાશાળી બોલર છે, જે ઇંગ્લેન્ડની ટીમમાં ક્રિકેટ રમવા માગે છે. જો કે તે તેમાં બાબુજીની ઇચ્છા ન હોવાથી તેમ કરી શકતો નથી. મન મારીને તે સ્ટોર પર કામ કરે છે પણ તેને ફરીથી એક તક મળે છે તેની ઇચ્છા પૂરી કરવાની. જો કે તે આ વખતે આ તક ગુમાવવા માગતો નથી. તે દ્વિધામાં ફસાય છે કે તે પોતાના પરિવારને પસંદ કરે કે પછી તેની ઇચ્છાને. આ ફિલ્મ સંબંધોના આવા જ ઉતાર-ચઢાવ પર બની છે.

સ્ટોરી ટ્રીટમેન્ટ: પારિવારિક ડ્રામા હોવાના કારણે તેમાં ઘણાં દ્રશ્યો ઇમોશન્સથી ભરપૂર છે. જો કે તેની સાથે ક્રિકેટની વાતને જોડીને રસપ્રદ બનાવવામાં આવી છે. નિખિલ અડવાણીએ તમામ કલાકારો સાથે બરાબર કામ કરાવ્યું છે. જો કે ખાસ કરીને ઋષિ કપૂર સાથે દમદાર અભિનય કરાવ્યો છે.

સ્ટાર કાસ્ટ: પોતાની કોમેડી સ્ટારની ઇમેજથી અલગ અક્ષયે આમાં ગંભીર ભૂમિકા નિભાવી છે. પોતાનાં સપનાં પૂરા કરવા માટે જીદ પર ઉતરેલા એક યુવાનની સમસ્યાઓ રજુ કરવાની અક્ષયે સંપૂર્ણ કોશિશ કરી છે. તે આ પ્રયત્નમાં કેટલાક અંશે કામયાબ પણ રહ્યો છે. સિમરનના રોલમાં અનુષ્કાએ ઠીકઠાક કામ કર્યું છે. જો કે ફિલ્મમાં તેના રોલનું ખાસ કોઈ કામ જ નહોતું.

શું જોશો ફિલ્મમાં: વિકેન્ડ પર કોઈ મનોરંજક ફિલ્મ જોવાની ઇચ્છતા હોવ તો આ ફિલ્મ સારી છે. અક્ષયે કોમેડીથી વિરુદ્ધ કંઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!