નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વડોદરા માણશે માઇક્રો લાઇટ એરક્રાફટની સફર

- એક્સ-ઇન્ડિયા એર એક્સપેડીશનના ભાગરૂપે શહેરની શાળા કોલેજોના વિઘાર્થી જુથોને હવાઇ આનંદ યાત્રાનો રોમાંચ માણવા મળશે
 
ભારતીય વાયુ સેનાના વિમાનીઓએ અતિ હળવા અને અઘતન નહીં પણ પરંપરાગત નિયંત્રણ ઉપકરણો ધરાવતા માઇક્રો લાઇટ એરક્રાફટમાં ૮૦ દિવસમાં વિશ્વનું હવાઇ પરિભ્રમણ પૂરું કરવાનું રોમાંચક સાહસ નોંધાવ્યું છે. 

આવા માઇક્રો લાઇટ એરક્રાફટને નિહાળવા અને તેમાં ઉડાણ ભરવાની તક સોમવાર તા. ૧૪/૦૨ના રોજ શહેરની શાળા-કોલેજોના પસંદ કરેલા આમંત્રિત વિઘાર્થી જુથોને મળશે. 

ભારતીય સંરક્ષણ દળોની સાહસ સંસ્કૃતિના ભાગરૂપે ભારતીય વાયુ સેનાએ માઇક્રો લાઇટ એરક્રાફટને માધ્યમ બનાવીને હાથ ધરેલા એક્સ-ઇન્ડિયા એર એક્સપેડીશન-૨૦૧૧ના ભાગરૂપે આ રોમાંચક આયોજન વાયુ સેનાના વડોદરા મથકના હરણી એરબેઝ ખાતે યોજવામાં આવ્યું છે.

વડોદરાના વતની અને ભારતીય વાયુ સેના ના ગ્રુપકેપ્ટન એમ.જી.મહેતાએ આ અભિયાન ની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ખાસ કરીને યુવા સમુદાયને વાયુ સેનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર સેના વિમાનીઓએ ૭મી ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર ખાતેના વાયુ સેના મથકેથી આ અભિયાન શરૂ કર્યું છે જેનું સમાપન તા. ૨૧/૦૨ના રોજ ત્રિવેન્દ્રમ ખાતે થશે. હવાઇ દળના વડા મથકની એડવેન્ચર સેલ ટીમો આ નિદર્શન અને અભિયાનમાં ભાગ લઇ રહી છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!