નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સર્ચિંગને વધુ Fast and Easy બનાવી આપશે આ લેટેસ્ટ સર્વિસ

 
કોઇ પણ વિષય પરની માહિતી ચુટકી બજા કે શોધી આપતી ‘ક્વિકી’ સર્વિસ વિશે જાણો છો?

કલ્પના કરો, સરસ મજાની સવાર છે. તમે બાલ્કનીમાં ઝૂલે બેસીને ઠંડકમાં ચાની ચૂસકી સાથે અખબાર વાંચી રહ્યા છો. અખબારમાં તમે જુદા જુદા સમાચારોની હેડલાઇન વાંચી, કોઈમાં રસ જાગ્યો તો આખા સમચાર વાંચ્યા. પછી? જેટલું વાંચ્યું તેનાથી સંતોષ માનીને છાપાને ગડી વાળીને બાજુએ મૂકવા સિવાય કોઈ રસ્તો ખરો? અત્યાર સુધી મોટા ભાગે આપણે આ જ રીતે માહિતી મેળવતા આવ્યા છીએ. ઇન્ટરનેટ આવ્યા પછી સ્થિતિ થોડી બદલાઈ અને આપણે જે વાંચતા હોઈએ તેને સંબંધિત અન્ય સામગ્રી પણ એ પેજ પર જોવા મળે એવું બનવા લાગ્યું. જેમ કે વિકિપીડિયા પર કોઈ આર્ટિકલ વાંચો તો તેના અંતે બીજી સંદર્ભ સાઇટ્સની લિંક મળે. છતાં, હજી કંઈક ખૂટતું હતું.

એ ‘કંઈક ખૂટતું’ કદાચ ભરપાઈ કરી આપે છે ‘ક્વિકી!’ વિકિપીડિયા આપણને કોઈ એક વિષય પર અત્યંત વિગતવાર માહિતી આપી શકે છે, પણ કદાચ એ જ કારણસર આપણે વિકિપીડિયાથી દૂર ભાગીએ એવું બની શકે છે. આપણે ઓછા સમયમાં, જરૂર પૂરતું જાણી લેવું હોય તો? આ ‘તો?’નો જવાબ આપવાનો પ્રયાસ કરે છે ક્વિકી (http://www.qwiki.com).

ક્વિકીની તેના નામ પ્રમાણે બે ખાસિયત છે, એક તો તે ક્વિક છે અને બીજું તે વિકી છે. ક્વિકનો અર્થ આપણે જાણીએ છીએ, વિકીનો અર્થ ફરી સમજી લઈએ. ઇન્ટરનેટ પર વિકી એટલે ફક્ત લોકો માટે નહીં, પણ લોકો દ્વારા ઉપલબ્ધ થતી માહિતી. એક અર્થમાં, વિકી એટલે સહિયારું સર્જન. (આ પ્રકારની સાઇટની પહેલવહેલી શરૂઆત કરનારા વોર્ડ કનિંગહામે હવાઇ ટાપુની મુલાકાતમાં વિકીવિકી શબ્દ વારંવાર સાંભળ્યો હતો અને એનો અર્થ થતો હતો ફટાફટ!) વિકિપીડિયા (સહિયારી મહેનતથી તૈયાર થતો એન્સાયકલોપીડિયા) કે વિકિલિકસ નામ આ જ રીતે પડ્યાં.

ક્વિકી સાઇટ સહિયારા સર્જનની ભાવના અને શક્તિને આગળ ધપાવે છે. એક રીતે જોઈએ તો ક્વિકી એક સર્ચ એન્જિન પણ છે. આ સાઇટ પર તમે કોઈ પણ વિષય સર્ચ કરો (જેમ કે અક્ષરધામ ગાંધીનગર કે ગુજરાત કે ઇન્ડિયા કે કંઈ પણ) એટલે આ સર્વિસનાં સોફ્ટવેર વેબ પર ઉપલબ્ધ વિવિધ માહિતીના સ્ત્રોત (મુખ્યત્વે વિકિપીડિયા, ગૂગલ, ફોટોપીડિયા અને યુટ્યૂબ)માંથી એ વિષય અંગેની માહિતી તારવીને તમારી સામે રજુ કરે છે.

‘આવું તો ગૂગલ પણ કરે છે, એમાં શું ધાડ મારી?’ તમારા મનમાં આ સવાલ ઝબકયોને? ફેર એટલો કે ક્વિકી તમે સર્ચ કરેલા વિષય વિશે વેબમાંથી ફટાફટ માહિતી એકઠી કરે છે, ફટાફટ એનું એક વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તૈયાર કરે છે અને ફટાફટ તમને બતાવવાનું શરૂ કરે છે. એટલું જ નહીં, ફટાફટ એ પ્રેઝન્ટેશનની સ્ક્રિપ્ટ લખી નાખે છે અને ફટાફટ ફીમેઇલ વોઇસમાં તેને તમને સંભળાવવાનું પણ શરૂ કરી દે છે! છેને આખી વાત ઇમ્પ્રેસિવ?

ફરી સમજો - ધીમે ધીમે! તમે ગુજરાત વિષય સર્ચ કર્યો હોય તો એક વિડિયો સ્ક્રીનમાં ગુજરાત વિશે પાયાની સમજ આપતું કે ગુજરાતની વિવિધ હાઇલાઇટ્સ જણાવતું પ્રેઝન્ટેશન તમને દેખાવા લાગે છે. આ એક મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન છે એટલે તેમાં નીચે એક સ્ટ્રીપમાં ગુજરાત વિશેની માહિતી ટેક્સ્ટ તરીકે લખાયેલી જોવા મળે અને એ જ ટેક્સ્ટ ફીમેઇલ વોઇસમાં સાંભળવા પણ મળે. ઉપરના મૂળ સ્ક્રીનમાં ગુજરાતનાં વિવિધ વિઝ્યુઅલ્સ હોય. તેમ છેક નીચેની સ્ટ્રીપમાં ગુજરાતને સંબંધિત અન્ય ક્વિકીના નાના નાના ફોટોગ્રાફ્સ પણ હોય. મૂળ પ્રેઝન્ટેશનમાં કે નીચે આપેલા ફોટોગ્રાફ્સમાં કોઈ પર ક્લિક કરો એટલે વળી તેને લગતી નવી ક્વિકી જોવા મળે અને સર્વિસનાં સોફ્ટવેર બધી જ કસરત ફરી કરવા લાગે - ફટાફટ!

૨૦૦૯માં શરૂ થયેલી આ સર્વિસને ફેસબુકના કો-ફાઉન્ડરે ફંડ આપ્યું છે. તેના એક ફાઉન્ડરે અલ્ટાવિસ્ટા નામનું સાવ શરૂઆતનું સર્ચ એન્જિન સ્થાપ્યું હતું અને ઇબે તેમ જ ગૂગલમાં પણ કામ કરેલું છે. ટેકક્રન્ચ નામની એક જાણીતી વેબકંપનીનો એવોર્ડ ક્વિકીએ જીત્યો છે અને ૨૦૧૧માં, યુએસ માટેની ગૂગલની ‘હોટ સર્ચ’ની યાદીમાં ક્વિકીનું નામ ટોચ પર હતું! મજાની વાત એ છે કે હવે આ કંપની તમને પોતાને ક્વિકી બનાવવાની તક આપે છે! મતલબ કે તમે જુદા જુદા સોર્સનો ઉપયોગ કરીને જુદા જુદા વિષય પરની ક્વિકી બનાવીને મિત્રો સાથ શેર કરી શકો છો. અલબત્ત, આ સર્વિસ હજી ‘માત્ર આમંત્રિતો’ માટે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!