નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તમારી ત્રાસદાયક નોકરી છે Back Painનું મુખ્ય કારણ

-અસંતોષકારક નોકરી મગજ જ નહીં પણ કમરનો દુખાવો પણ વધારે


અસંતોષકારક નોકરી માથાના દુખાવાનું કારણ હોય જ છે, પરંતુ તાજેતરમાં હાથ ધરાયેલા અભ્યાસના તારણ અનુસાર તેનાથી પીઠનો દુખાવો પણ થઈ શકે છે.

યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ શોધી કાઢયું હતું કે અસંતોષકારક નોકરી કરનારાઓને અન્યોની સરખામણીએ પીઠના નીચેના હિસ્સામાં વધુ અને ગંભીર દુખાવાની ફરિયાદ રહે છે. તેમણે એવું પણ શોધી કાઢયું હતું કે અભ્યાસમાં સમાવાયેલા પૈકી ત્રીજા ભાગના લોકોને ક્યારેક સામાન્ય પીઠનો દુખાવો હતો.

તેમને અસંતોષકારક નોકરીના કારણે રોજ પીઠમાં દુ:ખવા લાગ્યું હતું જેની અસર તેમની કારકિર્દી અને સામાજિક જીવન પર જોવા મળી હતી. કર્મચારીઓને વધારાની સિક લિવ (માંદગીની રજા)ની જરૂર હોવા છતાં અને તેઓ ડોક્ટરને તેમના દુખાવાની ફરિયાદ કરતા હોવા છતાં, માત્ર અમુક જ લોકોને ડસ્કિ ખસી જવા જેવા શારીરિક ફેરફારો જવા મળ્યા હોવાનું સંશોધકોએ જણાવ્યું હતું.

શારીરિક રચનાનાં પરીક્ષણો પરથી જાણવા મળ્યું હતું કે તેના રોજના પીઠના દુખાવા પાછળ શારીરિક ફેરફાર જેવું કોઈ જ ચોક્કસ કારણ જવાબદાર નહોતું. સંશોધક ટીમના માર્કસ મેલ્લોહે જણાવ્યું હતું કે કામના સ્થળે સકારાત્મક વર્તન અને વિચારની પીઠના દુખાવા પર ખૂબ જ અસર જોવા મળે છે.

જો કર્મચારી પાસે તેની નોકરી બદલવાનો વિકલ્પ હોય અથવા તેમની નોકરીમાં ઈચ્છિત ફેરફારો કરી શકતા હોય તો તેઓ સકારાત્મક વર્તન અને વિચાર ધરાવે છે. આવી સ્થિતિના કારણે તેઓ ખાસ કરીને પીઠના દુખાવા સામે સ્વસ્થતા કેળવી શકે છે.

કાર્યસ્થળ પર કર્મચારીની વાત સાંભળનાર કે તેમને ભાવનાત્મક સહકાર આપનાર સાથી કર્મચારી હોય તો પણ તેમાં ઘણો સુધારો જોવા મળે છે તેમ પ્રોફેસર મેલ્લોહે જણાવ્યું હતું.

તેથી જ સાઇકોલોજિસ્ટો સલાહ આપે છે કે નોકરીમાં બની શકે તેટલું હળવાફૂલ રહેવું જોઈએ. ગમે તેવી પરિસ્થિતિમાં પણ તનાથી બચવું જોઈએ. જો એમ નહીં કરો તો અનેક સમસ્યા થઈ શકે છે.




Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી