ઉનાળામાં સૂર્યના આકરાં કિરણો ત્વચા પર વિપરિત અસર કરે છે. કાળાઝાળ તડકાનો
કુપ્રભાવ ત્વચા પર લાંબા સમય સુધી ન ટકી રહે માટે ઉનાળામાં ત્વચાની કાળજી
નિયમિત કરવી પડે છે.
ક્લીન્સંિગ
ગરમીમાં ત્વચાની અધિક
દેખભાળની જરૂર હોય છે, કારણ સૂર્યના તેજ કિરણો ત્વચા માટે હાનિકાર નીવડે
છે. આ ૠતુમાં ક્લંિજંિગ ક્રિમના સ્થાને મોઇશ્ચરાઇઝંિગ સાબુનો ઉપયોગ કરી
શકાય છે. કોઇપણ ૠતુ હોય ક્લંિજંિગ કર્યાબાદ ત્વચાને ભેજની આવશ્યકતા હોય છે.
સૂર્યના આકરા કિરણો ત્વચામાં રહેલ નમી શોષી લેવાથી ત્વચાને હાનિ પહોંચે
છે. તેથી જ ત્વચા પર ટોનર અને મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જેથી ત્વચા પર
સૂર્યના તાપનો પ્રભાવ ઓછો પડે.
કોઇપણ ૠતુ હોય સ્કિન ક્લંિજંિગ આવશ્યક છે.
* બદામનું તેલ એક અકસીર ક્લંિજરનું કાર્ય કરે છે.
* ટામેટો પ્યુરો ચહેરા પર લગાડવાથી ફાયદો થાય છે.
* આમલીને થોડી વાર ગરમ
પાણીમાં ભીંજવીને રાખવી. અને તેને મસળી ચહેરા પર લગાડવી. આ ઉત્તમ ક્લંિજર
સાબિત થશે એટલું જ નહીં તે એન્ટીસેપ્ટિક અને એસ્ટ્રિજન્ટનું પણ કાર્ય કરશે.
ફેસમાસ્ક
* ઇંડાની સફેદીને ફીણી તેમાં
એક ચમચો મધ ભેળવી ચહેરા પર ૧૫ મિનિટ લગાડવું અને ત્યાર બાદ હુંફાળા પાણીથી
ધોઇ નાખવું.
* ઇંડાની સફેદીમાં થોડો
લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવો આ પેક તૈલીય ત્વચા માટે અકસીર છે.
* મધનો માસ્ક ત્વચા માટે સૌથી
સારો હોય છે. ઇંડાની જરદીમાં એક ચમચો મધ અને એક ચમચો જૈતૂનનું તેલ ભેળવી
ચહેરા પર લગાડવું.
* જવના લોટમાં એક ચમચો દૂધ
ભેળવી ચહેરા અને ગરદન પર લગાડવું અને ૧૫ મિનિટ પછી ધોઇ નાખવું. આ
પ્રોટીનયુક્ત માસ્ક હોવાથી બ્લિચનું કાર્ય પણ કરે છે.
આંખ માટે
* ટી બેગ્સ અથવા ચા ની
ભૂક્કીને ઠંડા પાણીમાં ભીંજવી આંખ પર રાખવી. એનાથી કાળા કુંડાળા પણ ઓછા
થાય છે તથા તાપથી રાહત થાય છે.
* કાકડીના પૈતા ને કાપી થોડીવાર આંખપર રાખવાથી ઠંડક પ્રદાન થાય છે.
* ગુલાબજળમાં રૂનું પૂમડું ભીંજવી આંખ પર ૧૦ મિનિટ માટે રાખવું એનાથી થાક દૂર થાય છે.
ગરદન
ગરમીની ૠતુમાં આકરો તડકો
પડવાથી ત્વચા પર કાળાશ છવાઇ જાય છે. તેથી ઇંડાની સફેદીમાં એક ચમચો મધ અને
ઘઉંનો થોડો લોટ ભેળવી પેસ્ટ તૈયાર કરી લગાડવી.
સનસ્ક્રીન
એજ તડકાના પ્રભાવથી કરચળી
જલદી પડી જાય છે. ઉપરાંત ત્વચામાં રૂક્ષતા, ધાબા, ઘેરોવાન, વિગમેન્ટેશન
જેવી સમસ્યાઓ સર્જાય છે. તડકાથી રક્ષણ પામવા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો. હા,
પરંતુ સનસ્ક્રીનનો વપરાશ કરતાં પૂર્વે ત્વચાનો પ્રકાર જાણવો જરૂરી છે.
* શુષ્ક ત્વચા પર સનસ્ક્રીન
લાંબા સમય સુધી ટકી રહે છે. એવી ત્વચા માટે મોઇશ્ચરાઇઝર યુક્ત સનસ્ક્રીન
ઉત્તમ છે.
* ઉનાળામાં તૈલીય ત્વચા વઘુ તકલીફ આપતી હોય છે તેથી દર બે કલાકે ચહેરો ધોઇ નાખવો.
સનસ્ક્રીનનો ઉપયોગ
* તડકામાં જવાના ૨૦ મિનિટ
પૂર્વે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જેથી ત્વચા સંપૂર્ણ રીતે તેને શોષી લે.
* સનસ્ક્રીન ફક્ત ચહેરા પર જ ન લગાડતાં ગરદન પર પણ લગાડવું.
* સનસ્ક્રીન વૉટરપ્રુફ હોય કે સ્વેટપ્રુફ થોડા કલાકના અંતરે અવશ્ય લગાડવું.
* હોઠની ત્વચા ચહેરાની
ત્વચાની સરખામણીમાં તડકાથી જલદી પ્રભાવિત થાય છે. તેથી હોઠ પ્રત્યે
બેદરકારી ન દાખવતાં સનસ્ક્રીન અવશ્ય લગાડવું.
* દહીંમાં બે ટીપાં લીંબુનો
રસ ભેળવી ચહેરા તથા શરીરે માલીશ કરવાથી રક્તભ્રમણ વધે છે, ત્વચામાં તાજગી
તથા નિખાર આવે છે. સૌથી મહત્પૂર્ણ એ છે કે પરસેવો ઓછો વળે છે.
* થોડો ચંદન પાવડર, ગુલાબજળ
અને બદામની પેસ્ટ ભેળવી પેક બનાવી ચહેરા પર ૧૫ મિનિટ સુધી લગાડી રાખી ઠંડા
પાણીથી ધોઇ નાખવો.
* સંતરાની છાલનો પાઉડર લઇ
તેમાં ચંદન પાવડર, મુલતાની માટી અને ગુલાબજળ ભેળવી ૧૫ મિનિટ ચહેરા પર લગાડી
રાખી ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખવો.
* પપૈયાના ગરથી મસાજ કરવો ફાયદાકારક નીવડે છે.
* દ્રાક્ષ અથવા સંતરાના રસથી
માલિશ કરવાથી ત્વચા ચમકીલી બને છે તથા સ્ફૂર્તિ અનુભવાય છે.
* ગરમીમાં ગુલાબજળ ફાયદાકારક
છે. શુદ્ર ગુલાબજળ અકસીર નીવડે છે. તાજા ગુલાબની પાંખડીઓને સાદા પાણીમાં
ધોળી પાણીમાં ભીંજવી ત્રણ દિવસ તડકામાં રાખી આ પાણીનો ઉપયોગ ગુલાબજળ તરીકે
કરી શકાય.
* આંખની આસપાસની સ્વચાની
દેખભાળ કાજે ગુલાબજળ રૂમાં ભીંજવી આંખ પર પોતો મૂકવા. અથવા બટાકા કે
કાકડીના પોતા મૂકવાથી ઠંડક પ્રદાન થાય છે.
* બરફના ટુકડાથી માલિશ કરવાથી ઠંડક મળશે ઉપરાંત ખીલથી રક્ષણ મળશે.
ગરમીની ૠતુમાં ત્વચાની બાહ્ય
કાળજી ઉપરાંત આહાર પ્રત્યે પણ ઘ્યાન આપવું જરૂરી છે. તીખા તળેલા મસાલેદાર
વાનગીનું પ્રમાણ નહીંવત કરવું. સુપાચ્ય ખોરાક લેવો. તાજા ફળોનો રસ નિયમિત
પીવો.
સારું છે...
ReplyDeleteબહુ ઉપયોગી છે.