નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન, પ્રકરણ - 27

'સપને ભી સમુંદર કી લહરો કી તરહ, હકીકત કી ચટ્ટાનો સે ટકરા કર તૂટ જાતે હૈ' - દીવાર

અરૂણા સાથે બચ્ચનને જોઇ પ્રેક્ષકો બોલ્યા, કાગડાને ક્યાંથી લાવ્યા?


1971નું વર્ષ મને ત્રણ ઘટનાઓ માટે હંમેશા યાદ રહી ગયું છે. એક ઘટના સાવ અંગત છે. એ વર્ષની એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં હું સમગ્ર જૂનાગઢ જીલ્લામાં પ્રથમ ક્રંમાકે પાસ જાહેર થયો હતો. એક પ્રાથમિક શિક્ષકનો પુત્ર રાતોરાત એ નાનકડાં શહેરમાં જાણીતો બની ગયો હતો. ભવિષ્યમાં ડોક્ટર થવાના મારા સ્વપ્નનું ત્યારે વાસ્તુપૂજન થઈ ગયું હતું.

બીજી એ ઘટનાઓ એના કરતાંયે ખૂબસૂરત હતી. એ વર્ષના ઉત્તરાધર્મમાં (ચોક્કસ પણે કહું તો ડિસેમ્બર મહિનામાં) ભારતે પાકિસ્તાન સામેના યુદ્ધમાં જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો હતો અને દુનિયાના નકશામાં બાંગ્લાદેશ નામનો એક નવો દેશ કંડારી આપ્યો હતો. માથા પર પ્રિલીમનરી પરીક્ષાઓ ગાજતી હતી અને ઉપર આસમાનમાં પાકિસ્તાનના ફાઈટર વિમાનો ઘૂમરાતા હતા. રડાર ઉપર એની હાજરી પકડાય એ સાથે જ સાઈરનનો અવાજ ગાજી ઊઠતો હતો અને આખા શહેરમાં અંધારપટ છવાઈ જતો હતો. સરકારી સૂચનનાને માન આપીને ઘરે-ઘરે દીવા બત્તી બૂઝાવી દેવા પડતાં હતાં.

પથારીમાં પડ્યો-પડ્યો હું બે વાતની ચિંતામાં અડધો થઈ જતો હતો. "યુદ્ધમાં ભારતનું શું થશે? અને પરીક્ષામાં મારું શું થશે?"ઓલ ઈઝ વેલ ધેટ એન્ડ્ઝ વેલ. અંતે સૌ સારાવાનાં થયાં. યુદ્ધમાં ભારત જીત્યું અને પરીક્ષામાં હું (કોઈને આ વાતમાં મારી આત્મશ્લાઘા જણાશે. ભલે જણાતી. પદંર રૂપિયાના ભાડાંવાળા મકાનમાં રાતભર જાગીને સાવ ટાંચા સાધનો સાથે જ્વલંત પરિણામ પ્રાપ્ત કરનાર એક શિક્ષકપુત્ર માટે આનાથી મોટી સિદ્ધી બીજી કોઈ હોઈ શકે નહીં. એ પછી સફળતાઓ તો અનેક મળી છે, પણ એના જેવી અગવડો ભોગવવી નથી પડી. માટે એ બધી ક્યારેય મને એટલી મીઠી નથી લાગી.)

આનંદમાં અનિભેતા...બાકી નખરાંબાજ સ્ટાર...

આપણે વાત કરતાં હતાં ત્રણ મહત્વની ઘટનાઓની. ઉપર જણાવેલી બે ઘટનાઓની મધ્યમાં આ ત્રીજી ઘટના બની ગઈ. 1971ના ઉત્તરાધર્મમાં 'જય શ્રી' ટોકીઝમાં મેં ફિલ્મ જોઈ. એ 'આનંદ' હતી.

અસ્તારે છાશવારે મલ્ટીપ્લેક્સમાં સવાસો રૂપિયાની ટીકિટ ખરીદીને રદી ફિલ્મોની વણઝાર જોઈ નાખતી યુવાન પેઢીને એ જમાનાની અમારી મન:સ્થિતી ક્યારેય નહીં સમજાય. મારા નસીબમાં વરસે દહાટે માંડ એક જ ફિલ્મ જોવાની આવતી હતી. એ પણ મોટા ભાગે 'નરસિંહ મહેતાની હૂંડી' કે 'સંપૂર્ણ રામાયણ' જેવી ધાર્મિક ફિલ્મો જ હોય.

'આનંદ' જોવા માટેનો નિર્ણય મારા શિક્ષક પિતાશ્રી એટલા માટે લીધો હતો કેમ કે દેશભરમાં એ અત્યંત વખાણાઈ ચૂકી હતી. અમારા શહેરના કેટલાંક ફિલ્મ રસીયાઓ તો છેક અમદાવાદ જઈને 'આનંદ' જોઈ આવ્યાં હતાં.

એ ફિલ્મ જોઈને બહાર નીકળ્યા પછી હું ઘણાં બધાં દિવસો સુધી ઉદાસ રહ્યો હતો. ફિલ્મ પૂરેપૂરી રાજેશ ખન્નાની હતી એ વાતમાં બે-મત નથી. મને બે વાત જાણવાની આતુરતા હતી. એક રાજેશ ખન્ના હવે પછીની કારકિર્દીમાં 'આનંદ'થી વધુ ઊંચે જઈ શકશે કે નહીં? બીજું, બાબુ મોશાય જેવા સંવેદનશીલ કલાકારને ભવિષ્યમાં કેવી ને કેટલી ફિલ્મો મળે છે?

રાજશે ખન્ના 'આનંદ'થી વધુ સારી અને સ્વચ્છ ફિલ્મ બીજી ન આપી શક્યો. (એક માત્ર બાવર્ચીને બાદ કરતાં.) એની સફળ આપકી કસમ, દુશ્મન, પ્રેમનગર, રાજા રાની અને દાગ તથા બીજી અસંખ્ય. પણ 'આનંદ'માં એક અભિનેતા જોવા મળ્યો હતો, ત્યારે બાકીની ફિલ્મોમાં નખરાંબાજ સ્ટાર.

અમિતાભની પહેલાં તો નોંધ નહોતી લેવાઈ...Amitabh અપશુકનિયાળ

બીજા સવાલનો જવાબ પણ એક-દોઢ વર્ષમાં જ મળી ગયો. 'પરવાના' ઝાઝી સફળ ન રહી, પણ અમિતાભની ખલનાયકી એમાં વખાણાઈ. 'પ્યાર કી કહાની' પીટાઈ ગઈ. એમાં હીરો અનિલ ધવન અને હિરોઈન તનુજા હતાં. અમિતાભની કોઈએ નોંખ પણ ન લીધી. એ પછી નિષ્ફળ ફિલ્મોની લંગાર ચાલી. અઢાર મહિનામાં સાત ફિલ્મો ફ્લોપ ગઈ. એ ફિલ્મો હતી: બોમ્બે ટુ ગોવા, બંશી બિરજુ, એક નજર, સંજોગ, રાસ્તે કા પત્થર, ગહરી ચાલ અને બંધે હાથ.

આખો દેશ બાબુ મોશાયની કામિયાબી માટે મીટ માંડીને બેઠો હતો, પણ ભાગ્યની દેવી રીઝતી ન હતી. 'ગહરી ચાલે' ફિલ્મ વખતની હાલત તો અસત્ય હતી. એનો હિરો જીતેન્દ્ર હતો અને હિરોઈન હેમા માલિની. એ ફિલ્મમાં ભાઈ અમિતાભ શું કરતા હતા એની તો દિગ્દર્શકને ખબર હતી, ન એને ખુદને. પ્રેક્ષકો માટે તો એ અસહ્ય બની ગયો હતો. જ્યારે જીતેન્દ્રની એન્ટ્રી થતી હતી ત્યારે થીયેટર તાળીઓ અને સીટીઓથી ગાજી ઉઠતું હતું અને પડદા પર જ્યારે અમિતાભ દેખાતો, ત્યારે પ્રેક્ષકો ઊભા થઈને (યુરીનલ)માં ચાલ્યાં જતાં હતાં.

'બોમ્બે ટુ ગોવા' ફિલ્મની બાબતે પણ એવું જ હતું. એ ફિલ્મ તદ્દન નિષ્ફળ ન હતી, તો એવી 'સુપરહિટ' પણ ન હતી. મહેમૂદની સ્થૂળ કોમેડીના ચાહકો માટે તો એ મિજબાની સમાન હતી. એ ફિલ્મમાં પણ પ્રેક્ષકો ત્યાં સુધી જ ખુરશીઓમાં ચિપકી રહેતા હતાં. જ્યાં સુધી પડદા ઉપર મહેમૂદ સાહેબ દેખાતા હોય. જેવો અમિતાભ ગીત ગાવા માટે એને નાચવા માટે આવે કે તરત જ પ્રેક્ષકો બહાર નીકળી જાય.

હિરોઈન અરૂણા ઈરાની સાથેના એક રોમેન્ટિક ગીતની સિચ્યુએશન આજ સુધી હું ભૂલ્યો નથી. એ ગીતમાં શબ્દો હતો. 'દિલ તેરા હૈ, મૈં ભી તેરી હૂં સનમ...' એમાં અરૂણા ઈરાની તો સુંદર દેખાતી હતી, પણ અમિતાભ ખૂબ વરવો લાગતો હતો. ન તો દેખાવમાં ઢંગધડો હતો, ન નાચવામાં. આખું થિયેટર એ ગીત વખતે ખાલી થઈ ગયું હતું. એમાં મારી બાજુની ખુરશીમાં બેઠેલા પ્રેક્ષકે કોમેન્ટ કરી હતી. આ મૈમૂદીયોય સાવ ગાંડો થઈ ગયો લાગે છે! આ કાગડાને ક્યાંથી ઊપાડી લાવ્યો?!

એ પ્રેક્ષક રાજાને એ વખતે ક્યાં ખબર હતી કે બહુ થોડા મહિનાઓ પછી આ કાગડો ફિલ્મ જગત માટે કામધેનુ બની જવાનો છે ! એવી કામધેનુ જે બધાંને ઈચ્છિત ફળ આપશે અને આ કાગડો જ્યારે સિનેમાના પડદા ઉપર દેખાશે ત્યારે અને ત્યાં સુધી કરોડો દેશવાસીઓ બીજા કોઈના સહેરાની નોંધી લેવાનીયે પરવા નહીં કરે. 'સીન સ્ટીલર' અને 'સ્ક્રિન પ્રેઝન્સ' જેવા શબ્દપ્રયોગોને નવાં પરિમાણો આ કલાકાર પૂરી પાડવાનો છે.

'સાત હિન્દુસ્તાની'થી ગણવાનું શરૂ કરીએ તો પૂરી એક ડઝન ફિલ્મો નિષ્ફળ સાબિત થઈ હતી. એમાંથી 'આનંદ' કે 'બોમ્બે ટુ ગોવા'ની સફળતા માટે અમિતાભ સિવાયના કારણો જવાબદાર હતાં.

ફિલ્મ નિર્માતાઓ હવે અમિતના નામ માત્રથી ભડકવા માંડ્યા હતાં. ફિલ્મ વિતરકો એને અપશૂકનિયાળ માનવા લાગ્યાં હતાં. એક પણ હિરોઈન એની સાથે કામ કરવા માટે તૈયાર ન હતી.

એ દિવસોનું અર્થઘટન કરતાં બિગ-બી આજે કહે છે "એ મારી જિંદગીનો ખરાબ સમય હતો."

આટલી બધી ફિલ્મો હારબંધ કેમ નિષ્ફળ ગઈ? એના જવાબમાં અમિતજી આટલું જ કહે છે "પ્રેક્ષકોએ એ ફિલ્મોને પસંદ ન કરી માટે."

બાબુજી હરિવંશરાય બચ્ચન એનું કારણ આવું આપે છે: "એ વખતે અમિતે ફિલ્મોની પસંદગી કરવામાં ખાસ કાળજી નહોતી રાખી. એક તો એ તદ્દન બિનઅનુભવી હતો અને બીજું એને પૈસાની ખૂબ જરૂર હતી. એટલે એણે જે ફિલ્મો મળી તે આડેધડ સ્વીકારી લીધી.

મનમોહન દેસાઇનો તર્ક સાવ જુદો જ હતો, ''આ ફિલ્મો ન ચાલી કારણ કે એમાં અમિત રોમેન્ટિક ભૂમિકામાં હતો. આ માણસ પ્રેમ અને રોમાન્સ જેવા ઋજુ ભાવો માટે સરજાયો જ નથી. એ તો રફ એન્ડ ટફ ભૂમિકા માટે બનેલો છે.''(સાવ ખોટો તર્ક. જો એવું જ હોય તો 'સિલસિલા' અને 'કભી-કભી' શા માટે ચાલી ગઇ?)

એકને બાદ કરતાં બાકીના તમામ તર્કો વજૂદવાળા હતા. અમિતાભ એ સમયે રોમેન્ટિક ભૂમિકામાં જામતા ન હતા, એને ગીતો ગાતાં કે નાચતાં બહુ સારું આવડતું ન હતું, એને માત્ર કવિ કે ગાયક જેવી ઋજુ ભૂમિકાઓમાં જ રજૂ કરવામાં આવ્યા અને માટે પ્રેક્ષકોએ એમને પસંદ ન કર્યા. આ બધી ફિલ્મો પસંદ કરવાનું એક માત્ર કારણ એમની આર્થિક જરૂરિયાતો હતી.

માત્ર એક જ તર્ક ખોટો હતો : અમિત અપશુકનિયાળ છે. આ એવા માણસો કહી રહ્યા હતા જેમણે અમિતાભની ફિલ્મોના વિતરણ પાછળ નાણાં રોકીને મોટી ખોટ ખાઘી હતી. ખોટી સાચી, પણ તર્ક ખોટો.

લાખ રૂપિયાનો એક સવાલ : અમિતાભની એવી તે કઇ આર્થિક મજબૂરીઓ હતી કે એણે આડેધડ ફિલ્મો સ્વીકારી લેવી પડી?

અત્યાર સુધી અમિતાભ મિત્ર અનવરની સાથે મહેમૂદના ફ્લેટમાં રહેતા હતા. 'પરવાના' અને 'આનંદ' ફિલ્મો માટે ત્રીસ-ત્રીસ હજાર રૂપિયા મળ્યા એટલે અમિતજીએ ફ્લેટ છોડી દીધો. પોતાના માટે સુવાંગ ભાડાનું મકાન શોધી કાઢ્યું. મકાનનું નામ 'મંગલ' હતું. એનો માલિક ગુજરાતી હતો. આ મકાન જૂહુ પાર્લે સ્કીમ વિસ્તારના નોર્થ-સાઉથ રોડ ઉપર આવેલું હતું. ખર્ચના ઘોડાએ હણહણવાનું શરૂ કરી દીધું.

એમાં અણધારો ઊમેરો માતા-પિતાનો થયો. કવિ બચ્ચનજીની રાજ્યસભાની મુદત પૂરી થતી હતી. દિલ્હી ખાતેનો સરકારી બંગલો ખાલી કરી દેવો પડે તેમ હતો. એમાં વળી કવિશ્રી બિમાર પડી ગયા. ઓપરેશન કરાવવું પડ્યું. પેટનું ઓપરેશન કરાવીને આંતરડાનો એક મોટો ટુકડો કઢાવી નાખવો પડ્યો. કવિ નબળા પડી ગયા.

અમિતાભે એમને આગ્રહ કર્યો,''તમે બંને દિલ્હી છોડીને મુંબઇ આવી જાઓ. આપણે સાથે રહીશું.'' બાબુજી અને તેજીજી આવી ગયા. ખર્ચનો ઘોડો હવે ડાબલા પછાડવા લાગ્યો.

નાનો ભાઇ બંટી જર્મની ગયો હતો. 'શૉ વૉલેસ' કંપનીએ એને તાલીમ માટે મોકલ્યો હતો. એ પછી એને એક મહિનાની રજા આપવામાં આવી. બંટીભૈયા પણ મુંબઇ આવી ગયા. આવીને એણે એલાન કરી દીધું,'' હવે મારે નોકરી નથી કરવી. રાજીનામું આપી દેવું છે.''

અમિતાભ અવાક્ થઇ ગયા,''પછી તું શું કરીશ?''

''મારે મારી પોતાની માલિકીની જહાજ કંપની ખોલવી છે. અત્યાર સુધી મારી આવડતથી બીજાઓને કમાવી આપ્યું, હવે મારે જાતે કમાવું છે.''

અમિતાભ સમજી ગયા કે બંટીભૈયાના શરીરમાં અત્યારે ઓનેસિસનો આત્મા પ્રવેશી ગયો છે. પણ ના પાડવાનો સવાલ જ ક્યાં હતો?

''ભલે, તને ઠીક લાગે તેમ કર.'' કહીને અમિતજી ચૂપ થઇ ગયા.

આ બે ભાઈઓની સાથે વિધાતાએ ન સમજાય તેવું વર્તન કર્યું છે. જીવનભર ધનવાન થવાનાં સપનાં અજિતાભે જોયેલાં છે; પણ એણે જે-જે ધંધામાં હાથ નાખ્યો તે બધામાં લાખના બાર હજાર થયા છે. અમિતાભને ફિલ્મ અભિનેતા બનાવવાનું સપનું પણ અજિતાભે જ જોયું હતું; કિસ્મતનો ખેલ જુઓ! એ સપનું સાચું પડ્યું.

બંટીભૈયા પણ ધામા નાખીને 'મંગલ'માં ગોઠવાઇ ગયા. 'મંગલ'નું વાતાવરણ મંગળદાયી બની ગયું. રહેવા માટે જગ્યા નાની પડવા લાગી. અમિતજીએ મકાનમાલિકની સંમતી મેળવીને ઉપરના માળે બીજા બે ઓરડા બંધાવી લીધા. એમાં સારા એવા નાણાં ખર્ચાઇ ગયા. 'મુંબઇની કમાણી મુંબઇમાં સમાણી' એ કહેવતનો અર્થ અમિતાભને હવે સમજાવા માંડ્યો.

આ ખર્ચાઓને પહોંચી વળવા માટે એમણે ધડાધડ ફિલ્મો સ્વીકારવા માંડી. એ બધી ફિલ્મો પીટાઇ ગઇ. ફિલ્મના દિગ્દર્શકો, નિર્માતાઓ એનાથી દૂર થવા લાગ્યા. વિતરકો પોક મૂકીને રડતા હતા. હીરોઇનો એના પડછાયા માત્રથી દૂર ભાગતી હતી. અમિતાભ બચ્ચન છ ફૂટ બે ઇંચના હતા એમાંથી બે ફૂટ અને છ ઇંચના બની ગયા.

સામાન્ય સંજોગોમાં અમિતજીએ પોતાની અંગત મુશ્કેલીઓની રજૂઆત બાબુજી સમક્ષ ક્યારેય કરી નથી; પણ એક દિવસ સાંજના સમયે એ તદન ભાંગી પડ્યા. હતાશાની અંતિમ ક્ષણે એમણે માતાનાં ખોળામાં માથું નાખી દીધું અને કહેવા લાગ્યા,''મા, મને હવે હીરો તરીકે કોઇ સ્વીકારતું નથી. ફિલ્મના નિર્માતાઓ પણ મારાથી દૂર ભાગે છે. એ લોકો જે ફિલ્મોનું ચાર-પાંચ રીલ જેટલું શૂટીંગ થઇ ગયું છે. એમાંથી પણ મને દૂર કરી રહ્યા છે. હું એમના મુક્તિપત્રમાં (રિલીઝ લેટરમાં) સહી કરી આપું છું. મને લાગે છે કે મારે હવે કેરેક્ટર રોલ માટે નસીબ અજમાવવું જોઇએ. મા, તું શું કહે છે?''

મા શું કહે? આંખોમાંથી આંસુ ખેરવતાં તેજીજી દીકરાના માથાના વાળમાં હાથી ફેરવી રહ્યાં. ઘરમાં મૃત્યુના સન્નાટા જેવી શાંતિ પ્રસરી રહી હતી. ત્યારે....હા, ત્યારે દૂર-દૂરથી લોખંડી સાંકળનો ખણખણાટ સંભળાઇ રહ્યો.

દૂર ક્ષિતીજ પર ક્યાંક 'ઝંજીર'' ખણકતી હતી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!