નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન, પ્રકરણ - 36

અમિતાભે પોતાના બંગલાનું નામ પ્રતીક્ષા કેમ પાડ્યું?

હિંદુસ્તાનમાં કોઇપણ માનવી માટે પૂરી જિંદગીમાં ત્રણ ઘટનાઓ સૌથી વધારે મહત્વ ધરાવે છે: જન્મ, લગ્ન અને મૃત્યુ. આ ત્રણ ઉપરાંત એક ચોથી ધટના પણ મહત્વની ગણાય છે. એ છે પોતાની માલિકીનું મકાન બનાવવું. મકાન તૈયાર ખરીદવું કે પાયામાંથી ચણાવવું એ દરેકની મુનસફી અને આર્થિક સગવડ ઉપર આધાર રાખે છે.

મારી અડધી જિંદગી જૂનાગઢમાં ભાડાના મકાનમાં પસાર થઇ છે. મારા પિતાજી શિક્ષક હતા. માસિક પંદર રૂપિયાના ભાડાવાળુ મકાન હતું. એક રૂમ, એક રસોડું અને ઓસરીનું મકાન હતું, પણ જીવનમાં સંતોષ હતો અને એટલે જ સુખ પણ હતું.

ડોક્ટર બન્યા પછી પૂરા એક દસકાની કમાણીમાંથી જે બચત થઇ શકી એમાંથી મેં હાલનું સ્વતંત્ર મકાન ખરીદ્યું. અમદાવાદ જેવા મોટા શહેરમાં કાંકરિયા જેવા જાણીતા અને મોંધા વિસ્તારમાં મોકાની જગ્યા પર પોતાનું મકાન હોય એ કોઇને પણ માટે ગૌરવની (કે ગર્વની) બાબત ગણાય. હું આને દુ:ખની બાબત ગણું છું. ધરતીનો એક નાનકડો ટુકડો ખરીદવા માટે એક એમ.ડી. પાસ કન્સલ્ટન્ટને સફળ પ્રેક્ટિસના દસ વર્ષની કમાણી ફેંકી દેવી પડે છે. એની સામે અંગૂઠા છાપ મવાલીઓ રાજકારણમાં પડીને પાંચ જ વર્ષમાં બસો - પાંચસો કરોડના સ્વામીઓ બની જાય છે. આ વેદના મારા એકલાની નથી; મારા તમામ ડોક્ટર મિત્રોની છે. જે મિત્રો ડોક્ટર નથી અને બેન્કમાં કે શાળામાં નોકરી કરે છે એમની પીડાનો તો પાર જ નથી.

અમિતાભ બચ્ચન જેવા વિરલાઓ તો કો'ક જ હશે જેઓ ગણતરીના વર્ષોમાં મરીનડ્રાઇવ પરના બાંકડા ઉપરથી ઊંચકાઇને જુહૂ વિસ્તારમાં આલિશાન બંગલામાં ગોઠવાઇ જઇ શકે.

અમિતાભ ભાગ્યની આપણે સાત્વિક ઇર્ષા જરૂર કરી શકીએ, પણ એની નિંદા કે ટીકા ન કરી શકીએ. એમણે જે પ્રાપ્ત કર્યું એ એમની કળા અને વિરલ પ્રતિભા થકી કર્યું. એવી પ્રતિભા જે હજારેક વર્ષોમાં એકાદ કલાકારમાં જોવા મળી શકે.

જુહૂનો એ વિસ્તાર સિત્તેરના દાયકામાં આજના જેવો ભરચક્ક વસ્તીવાળો ન હતો. ધોળે દિવસે પણ અહીં શિયાળોની લાળીના અવાજો સંભળાતા રહેતા હતા. દૂર-દૂર આવેલા છૂટા છવાયા મકાનો હતા, ખૂલ્લાં મેદાનો હતા અને મેદાનોમાં ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરી હતા. સાપ અને વીંછીની સંખ્યા માણસો કરતાં વધુ હતી.

અમિતાભ અને અજિતાભ સાથે મળીને એક હોશિયાર આર્કિટેક્ટને મળી આવ્યા. અમિતજીએ એને સમજાવી દીધું કે પોતાના મનમાં નવા બંગલાને માટે કેવી કલ્પનાઓ હતી અને કેટલી અપેક્ષાઓ હતી. આર્કિટેક્ટે એ પ્રમાણેની ડીઝાઇન તૈયાર કરી આપી. પછી બંગલાનું બાંધકામ શરૂ થઇ ગયું.

અમિતાભ બચ્ચનનો નવો બંગલો અત્યંત સુંદર અને સુવિધાપૂર્ણ છે. સડકને અડીને મુખ્ય દરવાજો આવેલો છે. જે ખૂલતાં જ લાંબો ડ્રાઇવ-વે છે. ડ્રાઇવ-વે સીધો આગળ જઇને બંગલાની પાછળના ભાગમાં જમણી તરફ વળી જાય છે જ્યાં ગેરેજ આવેલું છે. એક કાચની દિવાલવાળી ઓફિસ છે જેમાં અમિતજીનો સેક્રેટરી બેસે છે. સાથે એટેરડ બાથરૂમ છે.

ડ્રાઇવ વેની જમણી તરફ મુખ્ય બંગલો છે જેમાં આખો પરિવાર રહે છે. (લગ્ન પછી અભિષેક - ઐશ્વર્યા અલગ મકાનમાં રહેવા ગયાં છે.) મુખ્ય બંગલો ત્રણ મજલાઓનો બનેલો છે. ગ્રાઉન્ડ ફલોર ઉપર વિશાળ દિવાનખંડ વત્તા ડાઇનિંગ રૂમ, બાજુમાં કિચન વત્તા બાથરૂમ અને સામેની બાજુએ એક બેડરૂમ છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર માત્ર એક જ બેડરૂમ છે જેમાં છેક મૃત્યુ સુધી પિતા હરિવંશરાય રહેતા હતા. એમને દાદર ચડવા ઉતરવાની તકલીફ ન લેવી પડે એ માટે ખાસ આ રૂમ બનાવવામાં આવ્યો હતો.

ફર્સ્ટ ફ્લોર પર ત્રણ શયનખંડો વત્તા એટેરડ બાથરૂમ આવેલા છે. સેકન્ડ ફ્લોર ઉપર અમિતજીનો ખાસ સંગીતકથી આવેલો છે. ત્યાંથી એક કમાન આકારનો 'પેસેજ' સેક્રેટરીની ઓફિસ સાથે જોડાય છે. આ કમાનને લીધે જ બંગલાનો ઊઠાવ આવે છે.

બંગલો જ્યારે બંધાઇ રહ્યો ત્યારે અમિતાભે દિલ્હી ફોન કર્યો, "બાબૂજી, તમે બંને ક્યારે આવો છો? એ પછી જ ગ્રહપ્રવેશ શક્ય બનશે."

બાબુજીએ પૂછયું,"મુન્ના, બંગલો પૂરેપૂરો બંઘાઇ ગયો છે કે બાંધકામ હજુ ચાલુ છે?"

"બાંધકામ તો પૂર્ણ થઇ ચૂક્યું છે, બાબુજી, પણ બંગલો હજી અપૂર્ણ છે. તમે અને મા આવશો, એ પછી જ બંગલો પૂર્ણ બનશે."એક સંસ્કારી દીકરાના ઉત્તરમાં પૂરા આર્યાવર્તની પરંપરા ઝલકી રહી હતી.

ગૃહપ્રવેશ માટેનો દિવસ અને મુહૂર્ત જયા બચ્ચને નક્કી કર્યા. બીજી મે, 1996. એ દિવસે અખાત્રીજ હતી. બાબુજી આવી ગયા. સાથે તેજી પણ હતાં. બાબુજીએ વાત કાઢી,"બેટા, બંગલાનું નામ શું રાખીશું?""જે તમે કહેશો તે!""બેટા, તારી માની વર્ષો જૂની પ્રતીક્ષા હતી કે આપણું એક આપણી માલિકીનું મકાન હોય. એ ધણીવાર આવું સપનું જોયા કરતી હતી. આજે એની પ્રતીક્ષા ફળી છે. મારી ઇચ્છા છે કે આ બંગલાનું નામ 'પ્રતીક્ષા' જ રાખીએ. તને પસંદ પડે તો જ..."

"આવું કેમ પૂછો છો, બાબુજી? તમે કહો એ મને પસંદ ન પડે એવું ક્યારેય બન્યું છે ખરું?"અમિતાભ ગદ્દગદ્દા થઇ ગયા.

બાબુજીએ તર્ક કર્યો, "એ વાત સાચી, પણ મને એમ થાય છે કે આવા ઘરની પ્રતીક્ષા તો તારી મા એ સેવેલી છે; પણ તારું શું? તને કોમી પ્રતીક્ષા છે?"

"મારી માની!"અમિતાભના મુખેથી તત્ક્ષણ જવાબ સરી પડ્યો. હવે ગદ્દગદ્દ થઇ જવાનો વારો બાબુજીનો હતો.

તેજીજી સ્વસ્થ હતાં અને મલકી રહ્યાં હતાં; એમને જાણે ખાતરી હતી કે મુન્નો આ જ જવાબ આપવાનો છે!

બચ્ચન પરિવારમાં પેઢીથી એક વણલિખિત પરંપરા ચાલતી હતી. કવિ હરિવંશરાયજીના પિતાનું નામ પ્રતાપનારાયણ હતું અને માતાનું નામ સુરસતી (સરસ્વતી). જ્યારે પ્રતાપનારાયણે અલ્લાહાબાદના કટધર મહોલ્લામાં પોતાનું ધરનું ધર બનાવ્યું ત્યારે કોઇ શાસ્ત્રોક્ત વિધિ અથવા તો ધાર્મિક ક્રિયાકાંડનું આયોજન કર્યું ન હતું. સુરસતીએ જળનો કળશ લઇને ગૃહપ્રવેશ કર્યો હતો અને પ્રતાપનારાયણે રામાયણનો અખંડ પાઠ કરાવ્યો હતો.

'પ્રતીક્ષા'માં ગૃહપ્રવેશ કરતી વખતે એ જ પરંપરાનું પાલન કરવામાં આવ્યું. કવિ હરિવંશરાય રામચરિતમાનસ લઇને ધરમાં પ્રવેશ્યા. તેજીજીનાં મસ્તક ઉપર જળથી ભરેલો કળશ હતો. મુખ્ય દ્રાર પર 'ઓમ ગણેશાય નમ: બોલીને શ્રી ફળ વધેરીને પાણી ભરેલા કળશ સાથે એ 'પ્રતીક્ષા'માં દાખલ થયાં. કુટુંબમાં દાદાજીના સમયની એક ગણેશજીની મૂર્તિ હતી. પ્રતાપનારાયણે કટધરના મકાનમાં મુખ્ય દ્રાર પાસે એની સ્થાપના કરી હતી. સૂરસતીએ કળશના જળમાં એ મૂર્તિના ચરણ પખાળીને પછી આખા ઘરમાં એ પવિત્ર જળનો છંટકાવ કર્યો હતો. તેજીજીએ પણ એવું જ કર્યું.

કવિ બચ્ચનજીએ જાતે રામચરિતમાનસનો પાઠ કર્યો. પૂજાવિધિ પૂરી થયા પછી એ જ જગ્યાએ રસોઇ બનાવવામાં આવી. બંગલો હજુ તો બન્યો જ હતો; ફર્નિચર બનાવવાનું બાકી હતું. સામાન વગરના સાવ ખાલી ડ્રોઇંગ રૂમમાં જમીન ઉપર બેસીને સૌએ ભોજન કર્યું.

હિંદુ રિવાજ પ્રમાણે જે દિવસે બંગલામાં કળશ મૂકીને ગૃહપ્રવેશ કરવામાં આવે તે રાતે કુટુંબના કોઇપણ સભ્યે ત્યાં રાત પસાર કરવી પડે છે. નક્કી કરવામાં આવ્યું કે એ જવાબદારી અમિતાભની રહેશે. ઘરમાં કોઇ રાચરચીલું હતું નહીં; ખાટલો પણ નહીં. એ આખી રાત સૂમસામ બંગલામાં અમિતાભે જમીન પર પોઢીને ગૂજારી દીધી.

કવિ બચ્ચનજીએ પંક્તિઓ લખી: "સ્વાગત સબકે લિયે યહાં પર, નહીં કિસ્તકે લિયે પ્રતીક્ષા."આમ બંગલાનું નામ સાર્થક બની ગયું. આજે આ બંગલો ભારતભરમાં સૌથી જાણીતું સરનામું બની ગયું છે. 10, સફદરજંગ રોડ, દિલ્હીના સરનામા કરતાં પણ વધુ જાણીતું. એક મકાનમાં લોકોએ ચૂંટેલો પરિવાર રહે છે, બીજા સરનામે જનતાએ ચાહેલો પરિવાર વસે છે.

એ પછીતો અમિતાભ બચ્ચનનો સિતારો આસમાનમાં પહોંચી ગયો. મુંબઇમાં જ 'જલસા' નામનો એક ભવ્ય બંગલો, દિલ્હીમાં 'સોપાન' અને અલ્લાહબાદમાં પણ મકાનો બની ગયા. દેશના અનેક શહેરોમાં બંગલાઓ, એપાર્ટમેન્ટસ અને જમીનના વિશાળ પ્લોટસ એમણે ખરીધ્યાં. છેક તાજેતરમાં બિગ-બીએ ગુજરાતના ગાંધીનગરમાં લગભગ છ કરોડ રૂપીયાની જમીન ખરીદી છે. પણ 'પ્રતીક્ષા' સાથેનો એમનો લગાવ હજુ જેમનો તેમ જ છે.

બચ્ચન પરિવાર પરાપૂર્વથી ઇશ્વરમાં આસ્થા ધરાવતો આવ્યો છે. બાહય ક્રિયાકાંડ કે રીલાં-ટપકાંમાં તેઓ ક્યારેય નથી માનતા, પણ આ બ્રહ્માંડનું નિયમન કરનારી કોઇ અદ્રશ્ય શક્તિ છે જ એવું એ લોકો દ્રઢપણે માને છે.

'પ્રતીક્ષા' બંગલામાં સેક્રેટરીની ઓફિસની પાછળના ભાડામાં એક મંદિર છે. કવિ બચ્ચનજીની ઇચ્છા અને માર્ગદર્શન અનુસાર એનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિલ્હીમાના 'સોપાન' બંગલામાં પણ આવું જ એક મંદિર બાંધવામાં આવ્યું છે. આ મંદિરો બીજાં મંદિરો જેવાં નથી; પણ પથ્થરની ગુફા જેવાં છે. 'પ્રતીક્ષા'ના મંદિરની ગુફા ઉપર વેલ ચઢાવેલી છે. એટલે એમાં પ્રાચીનતાનો ભાસ ઊભો થાય છે. મંદિરમાં બધાં દેવી દેવતાઓ બિરાજમાન છે. સૌથી નીચેના ભાગમાં દુર્ગામાતા અને કાળભૈરવની મૂર્તિઓ છે. એનાથી સહેજ ઉપર રામ-સીતા, રાધા-કૃષ્ણ, ગણપતિ, શિવજી અને હનુમાનજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીની મૂર્તિ તો ત્રણ પેઢી જેટલી જૂની છે. કટધરવાલા મકાનમાં કવિ બચ્ચનજીના પિતાજીએ જે મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરેલી હતી એ જ ગણેશજીની મૂર્તિ 'પ્રતિક્ષા'માં મૌજુદ છે. અહીંનું શિવલીંગ પણ પ્રાચિન છે. દિલ્હીના 13, વિલિંઝન ક્રિસેંટ માં પણ એ હતું અને 'મંગલ'માં પણ એ જ શિવલિંગ હતું.

મા તેજીને હનુમાનજીમાં પરમ આસ્થા હતી. કોઇપણ જાતનું વિધ્ન આવે કે તરત જ તેજીજી હનુમાનચાલીસાનો પાઠ આરંભી પિતા હરિવંશરાય બચ્ચનજીને રામચરિતમાનસમાં પરમ શ્રધ્ધા રહેલી હતી.

ખુદ અમિતાભજી પણ આ મંદિરમાં દર્શન કર્યા વગર ક્યારેય ઝાંપાની બહાર પગ મૂકતા નથી. આ સંસ્કાર એમણે બંને બાળકોને પણ આપેલા છે. જ્યારે અભિષેક-શ્વેતા નાનાં હતાં અને કોઇક વાર મંદિરમાં દર્શન કરવાનું ભૂલી જતાં. ત્યારે અમિતજી કડક સ્વરે એમને ગાડીમાંથી ઊતારીને પણ આ પરંપરાનું પાલન કરવાની સૂચના આપી દેતા હતા.

હમણાં થોડાંક સમય પહેલાં જ ઐશ્વર્યાએ દીકરીને જન્મ આપ્યો, ત્યારે નવજાત દીકરીને બહારના કોઇપણ દેવી દેવતાને પગે લગાડવા માટે લઇ જવાને બદલે અમિતજીએ ખાસ હોસ્પિટલમાંથી એકાદ કલાક માટે એને બહાર કાઢી હતી અને 'પ્રતિક્ષા'ના મંદિરમાં ગણેશજીની મૂર્તિનાં દર્શન કરાવીને પાછી ઐશ્વર્યાની ગોદમાં પહોંચાડી દીધી હતી.

મંદિરની લગોલગ અપરાજિતાની વેલ છે, જે બારેમાસ વાદળી રંગના ફૂલોથી ભરચકક હોય છે. બંગલાના પાછળના ભાગમાં લોન છે, ત્યાં અમિતાભે કૃષ્ણચૂડાનું વૃક્ષ વાવ્યું છે. આ વૃક્ષ હંમેશાં લાલ ફૂલોથી શોભાતું રહે છે. દર સોમવારે જયાજી એખટાણું કરે છે અને શિવલિંગ પર દૂર્વનો અભિષેક કરે છે. આ અભિષેક એમનાં પોતાનાં અભિષેકના સુખ માટે હોય છે.

અમિતજી ધર્મભીરુ નથી, પણ શ્રધ્ધવાન અવશ્ય છે. રોજ સવારે એ રામાયણ અને ગીતાનો પાઠ કરે છે. રામચરિતમાનસ પણ એમને બહુ પ્રિય છે. આ બાબુજીએ આપેલા સંસ્કાર છે. અમિતાભ જ્યારે પણ વિદેશમાં જાય છે, ત્યારે એમની સાથે રામાયણ અને ગીતા લઇને જાય છે. એમનું માનવું છે કે રામાયણ - ગીતાના પાઠથી એમને નૈતિક બળ મળે છે અને આખો દિવસ ઉત્સાહમાં પસાર થાય છે.

વાસ્તવિક જિંદગીના અમિતાભ બચ્ચન એમણે ભજવેલા 'દીવાર'ના વિજય જેવા હરગિઝ નથી, જે મંદિરમાં માતાને લઇને તો જાય છે, પણ એ પોતે બહાર જ ઊભો રહે છે. 'રીલ લાઇફ' અને 'રીઅલ લાઇફ' વચ્ચે કેટલું મોટું અંતર હોય છે?!

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!