નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન , પ્રકરણ 37

ઈશ્વરનો સ્વીકાર અને ઈશ્વરનો ઈન્કાર, આની વચ્ચે ફંગોળાય તે માનવી

એવું તે શું બન્યું કે તેજી બચ્ચને હનુમાનજીની મૂર્તિનો ઘા કરી દીધો

અત્યારે હું ઈશ્વરની બાબતમાં આસ્તિક છું. થોડાક વર્ષો પૂર્વે હું નાસ્તિક હતો. એની પહેલાં વળી આસ્તિક હતો અને એનીયે પહેલાં પાછો પૂરેપૂરો નાસ્તિક. ન સમજાય એવી વાત છે ને? તો સમજાવું.

સાવ નાનો હતો, ત્યારે મારી બાની આંગળી ઝાલીને રોજ સાંજે હું મંદિરમાં જતો હતો. મારી બા  પૂર્ણપણે શ્રદ્ધાવાન. મને પણ એની નકલ કરવાનું ગમતું હતું. મંદિરમાં એની બાજુમાં ઊભો રહીને એ જેમ કરતી એવું હું પણ કરતો. પછી અચાનક દસકો ફર્યો. બાર-તેર વર્ષની ઊંમરે હું અહંકારી બની ગયો. ઈશ્વરનો પણ ઈન્કાર કરવા લાગ્યો. આવામાં એક વાર ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે મારી માને ઊદ્દેશીને ગણેશજીનું અપમાન કરી બેઠો. બા દુખી-દુખી થઈ ગઈ. મારી સાથે એણે અબોલા લઈ લીધાં. થોડાંક દિવસો તો મેં પસાર કરી નાખ્યા, પણ પછી બાનું દુખ મારાથી જોયું ન ગયું. પહેલાં એની માફી માગી લીધી, પછી ગણપતિદાદાની. બાએ ફરી પાછા લાડુ બનાવ્યા, ગણેશજીને ધરાવ્યા અને બધું સરખું થઈ ગયું.

પછી હું મેડીકલ કોલેજમાં ગયો. સર્જનહારના ગુપ્ત રહસ્યો મારી સામે ખૂલતાં ગયા. માનવશરીરની જટીલ રચના અને એની કાર્યપદ્ધતી જેમ-જેમ મારી સમજમાં આવતા ગયા, તેમ-તેમ હું મને પોતાને સર્વજ્ઞ માનવા લાગ્યો. ફરી પાછો ઈશ્વરનો ઈન્કાર શરૂ થઈ ગયો. મને બરાબર યાદ છે કે સેકન્ડ એમ.બી.બી.એસ.માં એકવાર ઈશ્વરના અસ્તિત્વ વિશે હું મિત્રોની સાથે વાગ્યુદ્ધ ઊતરી બેઠો. એક-દોઢ કલાકની ડીબેટના અંતે મારી જીત થઈ અને સામેના એક ડઝન મિત્રોની હાર થઈ.

એ પછી ચાર જ મહિનામાં ઈશ્વરે મને પરચો બતાવી દીધો. મારા જીવનમાં એક એવી ઘટના ઘટી ગઈ હે અશક્ય જેવી ભાસતી હતી. હું પોતે એવું કહી ચૂક્યો હતો કે જો આવું બનશે તો મારે માનવું પડશે કે ખરેખર ઈશ્વર જેવું કંઈક છે. અને એવું બન્યું. એ પછી પૂરા પંદરેક વર્ષ લગી હું આસ્થાવાન રહ્યો.

નેવુંનો દાયકો મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો. પૂરા દસ વર્ષો મેં એવા મિત્રોની સાથે પસાર કર્યો જેઓ પ્રાણવાયુને બદલે શ્વાસમાં તર્ક, વાદ-વિવાદ અને ફોરી બૌદ્ધિકતાને ભરીને જીવત હતા. આ દસકામાં હું પણ નાસ્તિક બની રહ્યો. અને પછી શરૂ થયો મારા શ્રદ્ધાવિશ્વનો સુવર્ણકાળ.

સન 2001થી આજ સુધી હું ક્ષણે-ક્ષણે પરમશક્તિમાન ઈશ્વરને મારી સાથે રાખીને જીવી રહ્યો છું. આ હવે પછીની મારી જિંદગીની સ્થાઈ અવસ્થા છે. હું ક્યારેય નાસ્તિક નથી બનવાનો કારણ કે હવે ઈશ્વર પ્રત્યેની મારી શ્રદ્ધા નિસ્વાર્થ બની ગઈ છે. મને એના તરફથી કોઈ જાદૂ, ચમત્કાર, બદલા કે આશિર્વાદની લેશ માત્ર અપેક્ષા નથી. આવું થાય તો ઈશ્વર છે ને આવું ન થાય તો ઈશ્વર નથી એવી શરતથી હું સાવ અલગ થઈ ગયો છું. હવે તો હું છું ત્યાં સુધી મારો ઈશ્વર છે એવી સ્થિતી પ્રવર્તી રહી છે.

આટલી બારીક વિગતની ચર્ચા કરવાનું કારણ એટલું જ કે અમિતાભ બચ્ચનના માતા તેજી બચ્ચનનાં જીવનમાં પણ લગભગ આવું જ બનતું રહ્યું હતું. ઈશ્વરનો સ્વીકાર અને ઈશ્વરનો ઈન્કાર આ બે સ્થિતીઓ વચ્ચે ફંગોળાતી પામરતાનું બીજું નામ જ માનવી છે.

બચ્ચન ખાનદાનના આરાધ્ય દેવ હનુમાનજી છે :

એમાં પણ બજરંગબલીના સૌથી મોટા ભક્ત તેજીજી હતાં. પણ એક વાર તેજીએ હનુમાનજીની મૂર્તિનો ઘા કરી દીધો હતો. મૂર્તિનો એક પગ ખંડિત થઈ ગયો હતો. એવું તે શું બન્યું હતું કે હનુમાનજીના પરમ ભક્ત એવાં તેજીએ જ હનુમાનજીને ફેંકી દીધાં?!

આસ્તિકતાના અંતિમ બિંદુએથી નાસ્તિકતા પ્રગટે છે અને નાસ્તિકની સરહદ જ્યાં પૂરી થાય છે ત્યાંથી શ્રદ્ધાનો આરંભ થાય છે.

તેજી બચ્ચનની હનુમાનજીમાં શ્રધ્ધાનો પ્રારંભ ક્યારે અને કેવી રીતે થયો ?

દાયકાઓ પહેલાં જ્યારે બચ્ચન પરિવાર અલ્લાહાબાદ છોડીને દિલ્હી ખાતે આવી વસ્યો ત્યારે પં. નહેરુના આદેશથી એમને ચાણક્યપુરીના વિનયમાર્ગ પર 219/ડી-1 નંબરનો સરકારી ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. એ વિસ્તાર એ સમયે સાવ સૂમસામ હતો. બહુ દૂર નહીં એવા સ્થાન પર 'અશોક હોટલ'નું નિર્માણ કાર્ય હજુ ચાલી રહ્યું હતું. અશોક હોટલ અને કવિશ્રીના ફ્લેટ વચ્ચે એક પણ મકાન ન હતું.

એ વિસ્તારમાં રોજ બ્રાહ્મ મુહૂર્તમાં કોઈક ભક્તજન હનુમાનજીની સ્તુતિ ગાતો હતો એનો કર્ણમધુર સ્વર સંભાળાતો રહેતો હતો. તેજી તો શિખ કોમનાં હતાં, પણ સ્તુતિનો અવાજ એમને અતિશય ગમી ગયો. રોજ બ્રાહ્મમુહૂર્તમાં આ સ્વર સાંભળીને એ ઊંઘમાંથી જાગી જવા લાગ્યાં. પથારીમાં જ બેસીને એ ભાવલીન થઈને લગભગ સમાધિ જેવી અવસ્થાનો અનુભવ કરવા માંડ્યાં. હનુમાન ચાલીસા એમને લગભગ કંઠસ્થ થઈ ગઈ. પણ એનો અર્થ તેજીને સમજાતો ન હતો.

એ કામ પતિ બચ્ચનજીએ કરી આપ્યું. કવિ તો પરમ અભ્યાસુ અને જ્ઞાની હતા. એમણે પત્નીને સામે બેસાડીને હનુમાન ચાલીસાની એક-એક પંક્તિનો અર્થ સમજાવ્યો, શબ્દે-શબ્દનો સાર સમજાવ્યો, પ્રત્યેક કડીનો અર્થવિસ્તાર અને દરેક કલ્પન કે વિશેષણનો સંદર્ભો કરી આપ્યા. એટલું જ નહીં એ તમામ સંદર્ભોના પૌરાણિક કથાઓ સાથેના સંબંધો ઉકેલી આપ્યા. તેજી તો ભાવવિભોર બની ગયાં. જીતેન્દ્રિય પવનસૂત બજરંગબલીની આટલી બધી મહાશક્તિઓ જોયા- જાણ્યા પછી તેઓ એમના પરમ ભક્ત બની ગયાં.

જ્યાં બચ્ચનજીનો ફ્લેટ આવેલો હતો એ વિનયમાર્ગ ઉપર બીજી એક ઘટના પણ એવી બની ગઈ જેના કારણે તેજીજીની હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધામાં અનેકગણી વૃદ્ધિ થઈ ગઈ.

વિનયમાર્ગ ઉપર ખોદકામ ચાલતુ હતું; એના માટે ખાડાઓ અને ટકેરાઓને તોડીને-ભરીને- પૂરીને સમથળ બનાવવામાં આવી રહ્યા હતા. એક દિવસ એક મજૂર એક મોટા ટેકરાને તોડતો હતો, ત્યારે અચાનક એની નજર ટેકરાની અંદર દટાયેલી એક મૂર્તિ ઉપર પડી. એણે લોકોને ભેગા કર્યા. પછી તો સાવધાનીપૂર્વક ખોદકામ કરીને અખંડીતપણે એ મૂર્તિને બહાર કાઢવામાં આવી.

એ બજરંગબલીની અતિ પ્રાચિન મૂર્તિ હતી. દરેક જગ્યાએ બનતું આવ્યું છે તેમ બહુ ઝડપથી એ પ્રતિમાનું પુનઃસ્થાપન કરી દેવાયું અને એની ફરતે એક નાનકડું મંદિર પણ બની ગયું. ક્યાંકથી પૂજારી આવી ગયો અને રોજ મૂર્તિની પૂજા થવા લાગી. તેજીજી અને કવિ બચ્ચનજીના કાનોમાં આ પૂજા-પાઠના સ્વરો પણ પડવા માંડ્યા. બંનેના મન અત્યંત પ્રંસન્ન બની રહ્યા.

ધીમે-ધીમે તેજીને એવું લાગવા માંડ્યું કે હનુમાનજીની કૃપા વડે જ એમનાં પરિવારમાં સુખ, શાંતિ, આરોગ્ય અને ધનપ્રાપ્તિ જળવાઈ રહેશે. અમિતાભની ફિલ્મો જ્યારે પણ રીલીઝ થવાની હોય, ત્યારે તેજીજી હંમેશા હનુમાનજીની બાધા રાખતાં. ગાડીમાં બેસીને બધાં પ્રવાસમાં તરત જ ગાડી ઊભી રખાવી દેતાં. દર્શન કર્યા પછી જ આગળનો પ્રવાસ શક્ય બનતો હતો.

ધીમે-ધીમે તેજીએ મંગળવારના દિવસે ઉપવાસ રાખવાનું શરૂ કર્યું. એમણે રામાયણ અને સુંદરકાંડનો પાઠ કરવાનો નિત્યક્રમ બનાવી લીધો. અને પછી 1974ના જૂન મહિનાનો એ મનહૂસ દિવસ આવી પહોંચ્યો.

અમિતાભ આ જાણીને હતાશ થઈ ગયા હતા

બચ્ચન ખાનદાન એ સમયે ‘મંગલ’માં રહેતું હતું. ‘પ્રતિક્ષા’ની પ્રતિક્ષા હજુ ચાલુ હતી, અધૂરી હતી. તેજીજીને દમનો આકરો હુમલો શરૂ થયો. આમ તો દમની બિમારી એમને દાયકાઓથી હતી જ પણ અજિતાભ-રમોલાના લગ્ન અને શ્વેતાંબરાનાં જન્મની ધમાલમાં તેજીનું ધ્યાન એના પરથી હટી ગયું હતું. આવી જૂની બિમારીઓની એક ખાસિયત હોય છે કે જ્યારે તમે એના પ્રત્યે ધ્યાન આપો છો ત્યારે એ વધી જતી હોય છે. જ્યારે ધ્યાન નથી આપતા, ત્યારે એ પણ તમને તકલીફ આપવાનું ઓછું કરી નાખે છે.

બંટીના લગ્ન પતી ગયા કે તરત જ તેજીજીની હાલત કથળવા માંડી. એક-એક દિવસ કાઢવો મુશ્કેલ બની ગયું. બચ્ચનજીએ જોયું કે એલોપેથિક દવાઓથી ખાસ ફાયદો થતો નથી, એટલે એમણે આયુર્વેદના આશરે જવાનું નક્કી કર્યું.

પંડિત શિવશર્મા નામનાં જૂનાં પરિચિત વૈદ્યરાજ ઘરે આવીને તેજીજીને નિઃશૂલ્ક આપવા લાગ્યા. દર અઠવાડિયે એ આવી જતા અને આગળની ઔષધિઓ આપી જતા. પણ કોઈ જ ફરક પડ્યો નહીં. છેવટે વૈદ્યરાજે હાથ ઊંચા કરી દીધા, “દર્દીને દવાથી સારું નહીં થાય. એમને હવાફેરની આવશ્યકતા છે. મુંબઈની ભેજવાળી દરિયાઈ હવા એમને માફક નથી આવતી. એમને દિલ્હી લઈ જાવ !”

તેજીજીને એ અગાઉ દિલ્હીની સૂક્કી હવામાં જ દમની બિમારીની શરૂઆત થઈ હતી; પણ વૈદ્યરાજની સામે દલીલ કોણ કરે? કવિ બચ્ચનજીએ પત્નીને લઈને મુંબઈ છોડવાનો નિર્ણય લઈ લીધો.

અમિતાભ આ જાણીને ખૂબ જ હતાશ થઈ ગયા. હવે તો સમય આવ્યો હતો સુખનો અને બધાંએ સાથે રહેવાનો. પણ માની હાલત જોઈને એમણે વિરોધ ન કર્યો. બંટી દિલ્હી જઈને ગ્રેટર કૈલાસ નામનાં ધનાઢ્ય વિસ્તારમાં બે જણાં રહી શકે તેવો એક ફ્લેટ ભાડે રાખી આવ્યો. એ પછી બાબુજી અને તેજી દિલ્હી ચાલ્યા ગયાં.

દિલ્હીમાં ડૉ. કરૌલી તેજીજીની સારવાર ભૂતકાળમાં કરી ચૂક્યા હતા. એમની પ્રકૃતિ અને બિમારીથી તેઓ પરિચિત પણ હતા. એમણે નવેસરથી તેજીની સારવાર શરૂ કરી, પણ આ વખતે એમનેય સફળતા ન મળી.

તેજીજીની હાલત દિન-પ્રતિદિન કથળતી જતી હતી. વજન ઘટતું જતું હતું. ઊભા થવાનું ન હતું. ખવાતું ન હતું. રાતભર ઊંઘી શકાતું ન હતું. અંતે તેજી હિંમત હારી ગયાં. મનમાં આત્મહત્યા કરવાના વિચારો આવવા માંડ્યા. જીવવામાંથી રસ ઊડી ગયો.

અમિતાભ મુંબઈથી દિલ્હી રોજ ફોન કરીને માતાનાં સમાચાર પૂછી લેતા હતા. એ પણ ચિંતિત હતા. એકવાર તો અમિતજી ડૉ. શંકરનને લઈને વિમાનમાં બેસીને દિલ્હી પહોંચી ગયા. ડૉ. શંકરન એક નિષ્ણાંત હોમિયોપેથ હતા.

ડૉ. શંકરને દવાઓ તો આપી, પણ સાથે કહ્યું પણ ખરું કે તેજીની દમની બિમારી કોઈ દવાથી નહીં મટે! વાસ્તવમાં એમને દિલ્હીમાં નહીં પણ મુંબઈમાં રાખવાની જરૂર છે. પુત્રો, પુત્રવધૂઓ અને પૌત્રીથી આટલે દૂર રહેવાના કારણે તેઓ તણાવમાં જીવે છે અને એનાં કારણે દમની તકલીફ વકરી જાય છે.

ઉપરની પદ્ધતિઓ બદલાતી રહી, દવાઓ બદલાતી ગઈ, શહેરો પણ બદલાતાં રહ્યાં; ન બદલાઈ માત્ર દમની બિમારી. બદલાતાં રહ્યાં, ન બદલાઈ માત્ર દમની બિમારી.

અંતે તેજીજીની શારીરિક હાલત એ હદે કથળી ગઈ કે તેઓ કંટાળી ગયા. એક દિવસ એ પોતાનાં મન પરનો કાબુ ગૂમાવી બેઠાં. હનુમાનજીની મૂર્તિને હાથમાં પકડીને બબડવા લાગ્યાં, તે મારું શું ધ્યાન રાખ્યું? તું ભગવાન છો જ નહીં. હું વર્ષોથી કેટલી ઉત્કટતાપૂર્વક તારી ભક્તિ કરતી આવી છું, તોયે બદલામાં તે મને શું આપ્યું?

આવું બોલિને ક્રોધના આવેશમાં તેજીએ હનુમાનજીની મૂર્તિનો ઘા કરી દીધો. પથ્થરની મૂર્તિ હતી. ખંડિત થઈ ગઈ. હનુમાનજીની મૂર્તિનો એક પગ તૂટીને અલગ થઈ ગયો.

કવિ બચ્ચનજી ત્યારે બાજુના ઓરડામાં હતાં, મૂર્તિ ફેંકવાનો અવાજ સાંભળીને તેઓ દોડી આવ્યાં. જે દ્રશ્ય જોવા મળ્યું, તે આઘાતજનક હતું. તેજીજી ભગ્નમૂર્તિની ઉપર માથું પટકીને લવારો કરી રહ્યાં હતાં અને પાગલની પેઠે રડી રહ્યાં હતાં. 'હે ઈશ્વર! મેં આ શું કરી નાખ્યું!?!' અને પછી તરત તેઓ બેહોશ બની ગયાં.

તેજીજીનાં જીવનમાં એ ક્ષણ નાસ્તિકતાની ચરમસીમાની ક્ષણ હતી. ઈશ્વર પ્રત્યેની અશ્રદ્ધાની તે અંતિમ પળો હતી.

કદાચ તમને આ વાત અંધશ્રદ્ધાવાળી લાગે...પણ આ બની છે ખરી

ચાર-પાંચ વાર તેજી ભાનમાં આવ્યાં અને દરેક વખતે તેઓ પતિને પૂછી રહ્યાં 'હનુમાનજીની શી હાલત છે? એમનો પગ હજુ ભાંગેલો જ છે?' બચ્ચનજી માથું હલાવે એટલે તરત તેજી પાછાં બેહોશીમાં સરી પડે.

એ પછી તેઓ ઊંઘી ગયાં. પૂરા ત્રણ કલાક સુધી તેઓ ઘેરી નીંદરમાં પડી રહ્યાં. બચ્ચનજીએ યુક્તિ અજમાવી. તેજી ઊંઘતાં હતાં એ દરમિયાન તેમણે 'એરલડાઈટ' નામના પદાર્થ વડે મૂર્તિનો તૂટેલો પગ ફરી પાછો સાંધી દીધો. એના યથાસ્થાને જોડી દીધો.

ત્રણ કલાક પછી તેજી જાગ્યાં. હવે એ સ્વસ્થ હતાં. બોલ્યાં 'તમને ખબર છે? મને ઊંઘમાં હનુમાનજીનો સ્પષ્ટ અવાજ સંભળાયો. કરુણતાસભર અવાજમાં તે મને કહી રહ્યાં હતા કે હવે હું જલદી સાજી થઈ જઈશ. સંપૂર્ણ સ્વસ્થ બની જઈશ. ચિંતા કરવાનું કોઈ કારણ નથી.

વાંચકમિત્રો, મારી જેમ તમને પણ આ બધું પાગલપન જેવું લાગતું હશે. તાલમેલિયું અને ધડમાથાં વગરનું. અંધશ્રદ્ધાથી ભરપૂર અને તર્કવિહોણું લાગે જ. કારણ કે આપણી આંખો પર વિજ્ઞાનના ચશ્માં છે.

સત્ય એ છે કે એ દિવસથી અને એ ક્ષણથી તેજીજીની બિમારી ચાલી ગઈ. એ ઝડપથી સાજા થવા લાગ્યાં. બિમારી ભલે વિજ્ઞાનને આધિન હોય, પણ રોગીની પ્રતિક્રિયા શ્રદ્ધાને જ આધિન હોય છે.

તેજીને દમ તો ચાલુ રહ્યો હશે, પણ એનાથી થતી પીડા દૂર થઈ ગઈ. માનો તો યે ગંગામોયા હૈ, ન માનો તો બહતા પાની હૈ!

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!