નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કસરત કરીને થાકી જાઓ, છતાં વજન નથી ઉતરતું?

કસરત દરમિયાન ઘટેલું વજન પાછું વધી જાય કે એ વખતે પાણી પીવાય કે નહીં વગેરે પ્રશ્નો વિચાર માગી લે છે.


પ્રશ્ન :હું છેલ્લા ચાર વર્ષથી સતત કસરત કરું છું. શરૂઆતમાં ત્રણ કિલો વજન ઊતરી ગયું, પણ ધીમે ધીમે એ વજન પાછું આવી ગયું છે. હવે વજન ઉતરતું નથી. એ માટે શું કરવું?


ઉત્તર :કસરત કરવી એ સ્વસ્થ શરીર માટે ખૂબ અગત્યનું છે, પરંતુ તેટલું જ જરૂરી તમારા ખોરાક બાબતે ધ્યાન રાખવું તે પણ છે. જો તમે એક પણ મિનિટ ઊભા રહ્યા વગર ઝડપથી ચાલો, તો તમારી ૨૫૦ કેલેરી બળે, પરંતુ આ કેલેરી બાળ્યા પછી ઘરે આવીને ત્રણ નંગ મેથીના ખાખરા ઘી લગાવીને ખાઇ જાવ તો આ કેલેરી રીપ્લેસ થઇ જાય છે. ઘણી વાર આપણે કસરત કરીને આપણી જાતને લાયસન્સ આપી દઇએ છીએ કે આટલી બધી કસરત તો કરું છું. હવે જે ખાવું હોય તે ખવાય. માટે જ કસરત અને ડાયટ બંને સાથે હોય તો જ જોઇતો ફાયદો મેળવી શકાય છે.


પ્રશ્ન :શું કસરત દરમિયાન પાણી પી શકાય? કસરત કર્યા પછી કેટલા કલાકે પાણી પીવાય?


ઉત્તર :જ્યારે કસરત કરીએ છીએ ત્યારે શરીરમાંથી પાણીનો ભાગ ઓછો થાય છે. વળી, ઉનાળામાં કસરત કરતાં વધુ પરસેવો થતો હોય, ત્યારે કસરત દરમિયાન ક્રેમ્પ ન આવે, ચક્કર ન આવે અને શરીરમાંથી પાણી ઓછું ન થાય તેના માટે કસરત દરમિયાન પાણી પીવું જ જોઇએ. કસરત દરમિયાન પાણી પીવાથી કસરત પણ સરળતાથી કરી શકાય છે. ઘણી વખત વધુ ગરમીમાં કસરત દરમિયાન પાણી ન પીવાથી ઊલટી થાય કે વ્યક્તિ બેભાન પણ થઇ શકે છે.


પ્રશ્ન :મને ફ્રૂટ ખાવાનો ખૂબ જ કંટાળો આવે છે. હું સમજું છું કે ફ્રૂટ તો ખાવા જ જોઇએ માટે જ હું દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત ફળોના જયૂસ પી લઉં છું. આ બરાબર કહેવાય?


ઉત્તર :તમે એ તો જાણો જ છો કે ફ્રૂટમાં ગળપણ વધુ હોય છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ વધુ છે જે શરીરમાં ખાંડમાં રૂપાંતર થાય છે. ફ્રૂટ્સ શાકભાજી કરતાં વધુ કેલેરી ધરાવે છે. જ્યારે ફળોનો રસ વાપરીએ ત્યારે તેની બનાવટમાં વધુ ફળોનો ઉપયોગ થાય છે. જેમ કે, એક ગ્લાસ સંતરાનો રસ કાઢવા માટે ત્રણથી ચાર નંગ સંતરા જોઇએ. આવા સમયે એક જ સમયે લેવામાં આવતી કેલેરી વધી જાય છે. વળી, ફળમાં સૌથી મહત્વનો અંશ તેમાં રહેલાં ફાઇબર્સ છે, જે ફળોના રસમાં નીકળી જાય છે અને ફાઇબર્સના જે ફાયદા છે તે ખાસ તો ડાયાબિટીસ ઓછો કરવો, હાર્ટના દર્દીને ફાયદો થવો, બ્લડ પ્રેશર દૂર કરવું વગેરે તકલીફમાં કોઇ પ્રકારનો ફાયદો થતો નથી.


પ્રશ્ન :જો આપણા રોજિંદા ખોરાકમાં પ્રોટીન જ લઇએ અને કાર્બોદિત પદાર્થો લેવાનું બંધ જ કરી દઇએ તો વજન ઝડપથી ઉતરે?


ઉત્તર :પ્રોટીન અને કાર્બોદિત પદાર્થો બંને શરીરને જાળવવા માટે ખૂબ જ અગત્યના છે. વ્યક્તિને કાર્બોદિત પદાર્થો અને પ્રોટીન પોતાના વજન પ્રમાણે લેવાનું કહેવામાં આવે છે. જો લાંબા સમય સુધી કાર્બોદિત પદાર્થો લેવાનું બંધ કરી દેવામાં આવે અને વધુ પડતું પ્રોટીન લેવામાં આવે તો એ શરીરને નુકસાન કરી શકે છે. વધુ પડતું પ્રોટીન પણ ચરબીમાં રૂપાંતરિત થાય છે અને તે વધુ નુકસાન કરી શકે છે. વજન ઉતારવા અથવા ઉતારેલું વજન મેઇન્ટેઇન કરવા સમતોલ આહારનો કોઇ જ પર્યાય નથી. ઉપરાંત, કાર્બોદિત પદાર્થો શરીરમાં એનર્જી આપવાનું કામ કરે છે. દિવસ દરમિયાન બેચેની લાગવી, વારંવાર ભૂખ લાગ્યા કરવી અથવા માથું દુખ્યા કરવું વગેરે કાર્બોદિત પદાર્થોની ખામીના કારણે થઇ શકે છે.


પ્રશ્ન :મેં વાંચ્યું છે કે ઓલિવ ઓઇલ હાર્ટ અને શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, માટે જ અમે ઘરમાં દરેક વ્યક્તિ માટે ઓલિવ ઓઇલમાં રસોઇ બનાવવાની શરૂ કરી દીધી છે. તેથી હવે ઘરમાં બધા રોગમુકત થઇ જશે.


ઉત્તર :આપણે એ સમજવું બહુ જ જરૂરી છે કે દરેક પ્રકારના તેલ જેમ કે, સીંગતેલ, સોયાબીન, કોર્ન ઓઇલ, કપાસિયાનું તેલ અથવા ઓલિવ ઓઇલ કે ઘી એ દરેકમાં કેલેરીનું પ્રમાણ એક્સરખું જ રહે છે. એટલે કે એક ગ્રામ ઘી અથવા કોઇ પણ તેલમાં (૯ કેલેરી) આવેલી છે. તેમાં તફાવત ફકત તમારા હાર્ટ પર કે ધમનીઓમાં તેલની જમાવટનો પડતો હોય છે. માટે ઓલિવ ઓઇલ પણ વધુ પડતું વાપરવાથી વજન વધી શકે છે અને વધુ વજનને લગતાં રોગો જેવાં કે, ડાયાબિટીસ, હાર્ટ એટેક, હાઇ બ્લડ પ્રેશર વગેરે થઇ શકે છે. માટે તેલ તો તમે ઓલિવ ઓઇલ વાપરો જ પરંતુ તેનું પ્રમાણ તો વ્યક્તિદીઠ સવારે અને સાંજે એક થી બે ચમચી જ હોવું જોઇએ. તેનાથી વધુ તેલમાં રસોઇ બનાવવી નહીં.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!