નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મા-બાપ હકીકત સ્વીકારતાં થાય

પોતાનું સંતાન મંદ બુદ્ધિનું છે એ વાત જાણતાં હોવા છતાં ઘણી વાર મા-બાપ વાસ્તવિકતા સ્વીકારતાં હોતાં નથી. જ્યારે સ્વીકારે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે. આમાં સમયસર સારવાર શક્ય છે.

ગંદકી ઉપર પડદો ઢાંકી દેવાથી ગંદકી દૂર થઇ જતી નથી, પરંતુ તેમાં ધીરે ધીરે કોહવાટ થાય છે અને તેની વાસ વધારે આવે છે. તે જ રીતે ઘણા લોકો પોતાની મુશ્કેલીઓને બરાબર જોઇ શકતાં હોવા છતાં સમજતાં નથી હોતાં અને વધારે ઉપાધિ વહોરી લેતાં હોય છે.આજની જ વાત કરું તો, એક મા-બાપ એમના પંદર વર્ષના દીકરાને લઇને મારી પાસે આવ્યા અને જણાવ્યું કે આને ખેંચની બીમારી છે અને તેની સારવાર કરો.

અત્યાર સુધી બાધા-આખડી, ભૂત-ભૂવાથી ચલાવતા હતા અને અમને પણ સાચું લાગતું હતું કારણ કે તેને ખેંચ ફકત બપોરના સમયે જ આવતી હતી. ભૂવાનું કહેવું હતું કે બપોરનું ભૂત આવ્યું છે એટલે જમવાના સમયે જ આવું થાય છે. આ તો હમણાંથી રાત્રે ખેંચ આવવા માંડી એટલે કાંઇક સારવાર કરાવવાનો વિચાર કર્યો. અત્યાર સુધી દવા કરાવવાનો પ્રયત્ન સિવિલ હોસ્પિટલમાં કર્યો હતો, પરંતુ દવા કામ નથી આવતી.

સાથે આવેલા દીકરો મંદ બુદ્ધિનો છે તેવું કોઇ પણ જોનાર પણ કહી દે, પરંતુ મા-બાપ તે સ્વીકારવા તૈયાર નથી. તેમનું કહેવું હતું કે આમ તો અમારી સાથે ફ્રુટની લારી પર પણ બેસે છે અને પૈસાની લેવડ-દેવડ પણ કરે છે. તેને સો રૂપિયા આપીને વસ્તુ લેવા મોકલીઓ તો વસ્તુ પણ લેતો આવે છે. તેમને પૂછતાં તેમણે કહ્યું કે આનાથી નાના બાળક ઉપર ભરોસો કરીને દુકાન છોડીને જઇ શકાય, પણ આના ભરોસે મુકીને જઇ શકાય તેમ નથી, પરંતુ તકલીફ ફકત આટલી જ છે. આમ, મા-બાપ તકલીફનું ઊંડાણ સમજવા છતાં મનથી સ્વીકારવા તૈયાર નથી.

ખેંચની બીમારી દવાથી મોટા ભાગના કિસ્સામાં સંપૂર્ણપણે કાબૂમાં રહે તેવી બીમારી છે અને કોઇક વાર એક દવા માફક ન આવે તો ડોક્ટરો બીજી દવા પણ સાથે ઉમેરતાં હોય છે.ઘણી વાર મંદ બુદ્ધિ સાથે ખેંચ આવવાની તકલીફ બહુ સામાન્ય છે. આ બાળકોમાં પણ ખેંચની દવાથી ખેંચ કાબૂમાં આવે છે, પરંતુ બુદ્ધિમાં બહુ ઝાઝો ફેરફાર થતો નથી. મા-બાપ ઘણીવાર કહેતાં હોય છે કે ઉંમરની સાથે તો તેનામાં ફેરફાર - સુધારો થશે ને? પરંતુ સત્ય એ છે કે ઉંમરની સાથે થતો થોડો સુધારો તેની ઉંમરની બીજા બાળકોની સરખામણીમાં પૂરતો હોતો નથી.

જો મોડરેટ કે સીવીયર પ્રકારની મંદ બુદ્ધિ હોય તો તેમાં થતો ફેરફાર ખૂબ જ નહીંવત હોય છે.શું મારું બાળક નોર્મલ છે? તે મંદ બુદ્ધિ છે કે નહીં? આ પ્રશ્ન ઘણા મા-બાપનો હોય છે. તેમણે જાતે આટલા પ્રશ્નોના જવાબ મેળવવા બાળક જન્મ પછી તરત રડ્યું હતું કે નહીં, જન્મ પછી જો બાળક સમયસર રડ્યું ન હોય તો બાળકના મગજને સમયસર ઓક્સિજન ન મળે તો તેનાથી મગજને નુકસાન થવાની અને ભવિષ્યમાં મંદ બુદ્ધિ થવાની શક્યતા રહેલી છે.

બાળકના વિકાસના જુદા જુદા તબક્કા તેણે સમયસર પાર કર્યા છે કે નહીં? જેમ કે, બાળક ડોક ટટ્ટાર રાખતાં ત્રણથી ચાર મહિને, બેસતાં છ થી આઠ મહિને, ભાંખોડીયા ભરતાં છથી દસ મહિને, ચાલતાં એકથી બે વર્ષની અંદર, એકાક્ષરી શબ્દો એકથી બે વર્ષ, નાના વાક્યો બેથી ત્રણ વર્ષમાં બોલતો થયો હોય તો તે વિકાસ નોર્મલ હોઇ શકે. વધુ જાણકારી માટે તમારા બાળકોના ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.‘મારું બાળક આવું ન હોઇ શકે.’ તેવી માન્યતા રાખવી ક્યારેક ભૂલભરેલી કે જોખમી પણ બની શકે છે કારણ કે કેટલાક કિસ્સામાં સમયસરની સારવાર ખૂબ ઉપયોગી સાબિત થાય છે

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી