નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઘરે હેર સ્ટ્રેટનિંગ કરવું કેટલું હિતાવહ?





પ્રશ્ન : મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારા હોઠ અત્યંત કાળા પડી ગયા છે. તે પહેલાં જેવા કુદરતી ગુલાબી રંગના થાય એ માટે શું કરવું જોઇએ?

ઉત્તર : તમે હોઠ પર લાઇમ જયૂસનું મિશ્રણ લગાવો. આ મિશ્રણમાં લીંબુનો રસ, મધ અને ગ્લિસરીન મિકસ કરો. આને નિયમિત રીતે દરરોજ હોઠ પર લગાવવાથી થોડા મહિના પછી તમારા હોઠનો રંગ ગુલાબી થવા લાગશે.

પ્રશ્ન : મારા ચહેરા પર દાઝી જવાથી ડાઘ પડી ગયાં છે. આ ડાઘ ઝડપથી દૂર થાય તે માટે કોઇ ઉપાય જણાવશો?

ઉત્તર : તમે એ નથી જણાવ્યું કે તમારો ચહેરો કેવી રીતે દાઝી ગયો છે અને કેવા ડાઘ છે. તેમ છતાં તમે તાજું નાળિયેર લઇ તેને બાળી નાખો. આ નાળિયેરને પથ્થર પર ઘસવાથી તેલ નીકળશે. તેને ડાઘ પર ઘસવાથી ધીરે ધીરે ડાઘ દૂર થઇ જશે.

પ્રશ્ન : હું હજી પંદર વર્ષની જ છું, પણ મારા વાળ અત્યારથી સફેદ થવા લાગ્યા છે. મેં થોડા સમય પહેલાં વાળને કલર કરાવ્યો હતો. તે પછી મેંદી લગાવવાને લીધે વાળ ડબલ શેડ્સના થઇ ગયા છે. મારે શું કરવું જોઇએ?

ઉત્તર : કોપરેલમાં આંબળાનો પાઉડર નાખી તે એકદમ કાળા રંગનું થાય ત્યાં સુધી ઉકાળો. આને એક કલાક વાળમાં લગાવી રાખી પછી ધોઇ નાખો. આનાથી વાળ સફેદ થતાં અટકશે. વાળને પોષણ મળે તે માટે અઠવાડિયે એક વાર વાળમાં તેલથી મસાજ કરો. આથી વાળ વધશે અને તે સાથે ડબલ શેડ્સના વાળ ઓછા થતાં જશે. તેની ચિંતા ન કરશો.

પ્રશ્ન : મારી ઉંમર વીસ વર્ષ છે. મને લાંબા નખ રાખવાનો ખૂબ શોખ છે, પણ થોડા સમયથી મારા નખ પર સફેદ રંગની લીટીઓ થઇ ગઇ છે. આને લીધે નેલપોલિશ લગાવું છું, તો તે એક્સરખી નથી લાગતી. આ લીટીઓ દૂર થાય તે માટે શું કરી શકાય?

ઉત્તર : નખ પર સફેદ લીટીઓ થઇ જવી કે નખ ખરબચડા થઇ જવા તે વિટામિનની ઉણપ દર્શાવે છે. તમે શક્ય હોય તો ડોક્ટરની સલાહ લઇ વિટામિનની ગોળીઓ લેવાનું શરૂ કરો. તે સાથે ઘરગથ્થુ ઉપાય તરીકે લીંબુની છાલ નખ પર ઘસો. નવશેકા ઓલિવ ઓઇલમાં થોડી વાર માટે આંગળીના ટેરવાં નખ તેમાં રહે તે પ્રમાણે બોળી રાખો. આના લીધે નખ મજબૂત થશે. થોડા થોડા સમયાંતરે બ્યૂટિ પાર્લરમાં જઇ નિયમિતરૂપે મેનિકયોર પણ કરાવવાનું રાખો.

પ્રશ્ન : મારી ઉંમર ૧૮ વર્ષ છે. મેં હમણાં પહેલી જ વાર હાથ પર વેક્સિંગ કરાવ્યું. તે પછી મારી ત્વચા પર ફોલ્લીઓ થઇ ગઇ અને તે મટી ગયા બાદ તેના નિશાન રહી ગયા છે. આ નિશાન કેવી રીતે દૂર થઇ શકે?

ઉત્તર : તમને વેકસ કરાવવાથી એલર્જી થઇ લાગે છે. કદાચ તમારી ત્વચા વધારે પડતી સંવેદનશીલ હોય અથવા તો જે વેકસનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે સારી કવોલિટીનું ન હોય એવું પણ બની શકે છે. હાથ પર ફોલ્લીઓના ડાઘ દૂર કરવા માટે એલોવેરા જેલ લગાવો. જ્યારે વેકસ કરાવો ત્યારે બજારમાં સેિન્સટિવ સ્કિન માટે મળતા વેકસનો ઉપયોગ કરો.

પ્રશ્ન : હું ૨૮ વર્ષની છું, પણ મારી ત્વચા એકદમ નિસ્તેજ છે. મારી બ્યૂટિશિયને મને સ્કિન પ્રાઇમર લગાવવાની સલાહ આપી છે. સ્કિન પ્રાઇમર શું હોય છે અને તે કેવી રીતે લગાવવાનું હોય છે?

ઉત્તર : સ્કિન પ્રાઇમર સ્કિન ટોનરની માફક ઉપયોગમાં લેવામાં આવે છે. તે ત્વચા સાફ કરવાની સાથોસાથ ત્વચાના ડેડ સેલ્સ પણ દૂર કરે છે. તેના લીધે ત્વચા ચમકદાર લાગે છે. તમે ચહેરો સાફ કર્યા પછી મોઇશ્વરાઇઝર લગાવ્યા બાદ સ્કિન પ્રાઇમર લગાવી શકો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી