નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન પ્રકરણ - 29

તેરી બિંદિયા રે...

સુપરસ્ટાર બિગ-બીએ કેમ ‘સાધારણ સ્ત્રી’ સાથે લગ્ન કર્યાં?
1973ના વર્ષમાં મેં એક આઘાતજનક સમાચાર જાણ્યાં. અમારી ગુડ્ડી એટલે કે જયા ભાદુડી  અમિતાભ બચ્ચન સાથે પ્રેમમાં હતી. ગુડ્ડી એ જમાનામાં માત્ર મારી જ નહીં, પણ કરોડો ફિલ્મ રસિયાઓની પ્રીતિનું કેન્દ્રબિંદુ બની ગઈ હતી. એની ગુડ્ડી, ઉપહાર, શોર અને સમાધિ જેવી ફિલ્મોએ ધૂમ મચાવી મૂકી હતી. એ ભલે કદમાં નાની હતી, પણ અભિનયમાં એ વિરાટ હતી. હેમા માલિની, રાખી અને શર્મિલા જેવી ગ્લેમરસ અભિનેત્રીઓની વચ્ચે પણ જયાની બેઠક પ્રથમ પંતગમાં પડતી હતી. સો ટકા શુદ્ધ અભિનય એટલે જયા ભાદુડી એવું એ સમયે સમીકરણ રચાઈ ગયું હતું.

બીજાની વાત જવા દો; અંગત રીતે મને જયા ભાદુડી અતિશય ગમતી હતી. આ છેલ્લાં વાક્યમાં મેં ‘ગમતી હતી’ એવો એકપચનીય શબ્દપ્રયોગ કર્યો એ તમારામાંથી ઘણાં બધાંને ખૂંચશે તે હું જાણું છું. પણ સત્ય આ જ છે કે જયા ભાદુડીને ‘તુંકારો’ કરવો એને હું મારો જન્મસિદ્ધ નહીં તો અનુરાગ સિદ્ધ હક્ક તો માનતો જ હતો. અમે ટીનએજર વિદ્યાર્થીઓ જ્યારે રાત્રે પથારીમાં પડતા હતાં, ત્યારે અમને ઊંઘાડવા માટે હેમા માલિની આવતી હતી. એટલે તો એનું ઉપનામ ‘ડ્રીમ ગર્લ’ પડ્યું હતું. અમારા સપનાંની સાથીદાર સ્વપ્નસુંદરી હેમા હતી અને દિવસના ઊજાસમાં અમારું પ્રિયપાત્ર જયા હતી. રાત મેં સપને સતાતે થે ઔર દિનમેં અપને! આ અપનેવાલી એટલે જયા.

મોંકાણની શરૂઆત તો ખાસ્સી વહેલી થઈ ચૂકી હતી. ફિલ્મી મેગેઝીનોમાં સમાચારોના ઝબકારા છેલ્લા એકાદ વર્ષથી ચાલુ જ હતા કે હિંદી ફિલ્મોની સફળ અભિનેત્રી જયા એક નિષ્ફળ કલાકાર સાથે ‘ડેટિંગ’ કરી રહી છે જેનું નામ છે અમિતાભ બચ્ચન. જયા મને ક્યાંક એકલી મળી જાય તો એનો કાન આમળીને ઠપકારું કે ‘તારી બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે કે શું? આવા કઢંગા, બબૂચક અને લાંબડા પુરુષની જોડે તે લગ્ન કરાતાં હશે? આ અમે બેઠા છીએ એ તને નથી દેખાતા?’

પણ હું લાચાર હતો. જયા વોઝ આઉટ ઓફ માય રીચ! હું જામનગરની મેડીકલ કોલેજમાં ભણતો હતો અને ગુડ્ડી મુંબઈ નામની માયાનગરીમાં મહાલતી હતી. હું જૂનાગઢના એક પ્રાથમિક શાળાના શિક્ષકનો દીકરો હતો જ્યારે એ ...? કોણ હતી જયા? શું હતી એ? એ ક્યાંથી આવતી હતી? એનું મૂળ શું હતું? એનું ફળ શું હતું?

અને બચ્ચનના જીવનમાં આવ્યા જયા ભાદુડી

જયાના પિતાનું નામ તરુણભાઈ ભાદુડી હતું. માતાનું નામ ઈંદિરા. માતા અને પિતા બંને પ્રવાસી પરિવારોના ફરજંદ હતા. માયગ્રેટીંગ ફેમિલિઝ મૂળ ફરિદપુરના ભાદુડી પરિવારના સભ્ય ઈન્દ્રભૂષણ. એમના દીકરા દેવીભૂષણ. અને દેવીભૂષણના સુપુત્ર તરુણકુમાર. ‘ભૂષણ’ એ ભાદુડી પરિવારના પ્રત્યેક પુરુષના નામની મૂકવામાં આવતું. પારિવારિક નામ હતું. તો પછી તરુણ નામની પાછળ ‘કુમાર’ ક્યાંથી આવી ગયું? ‘ભૂષણ’ ક્યાં ગાયબ થઈ ગયું?

વાત એમ બની હતી કે છે ક દાદા ઈન્દ્રભૂષણના વખતથી ભાદુડી પરિવાર અંગ્રેજોની સામે આઝાદીની ચળવળમાં ભાગ લેતો આવ્યો હતો. ત્રીજી પેઢીએ એક જુવાન નામે સુધાંશુભૂષણે પણ લડતમાં સક્રિય ભાગ લીધો હતો, પણ એ અંગ્રેજોની નજરે ચડી ગયો. એની ધરપકડ કરવામાં આવી. જેલમાં દાખલ થતી વખતે એણે પોતાનું સાચું નામ છુપાવ્યું. સુધાંશુને બદલે તરુણકુમાર લખાવી દીધું. જેલમાંથી જ્યારે તે છૂટ્યા ત્યારે બધાંએ આ જ નામથી એને બોલાવવાનું ચાલુ કરી દીધું.

સરકારની વિરુદ્ધમાં ચલાવાતા આંદોલનનો એક હિસ્સો હોવાના કારણે તરુણને સારી સરકારી નોકરી મળવાની કોઈ તક નહતી. એમણે પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી દીધી. શરૂમાં તેઓ નાગપુરમાં હતા અને ત્યાંના ‘નાગપુર ટાઈમ્સ’માં પત્રકાર તરીકે કામ કરતા હતા. પછી પિતાની બદલી ભોપાલ થઈ એટલે ‘સ્ટેટસમેન’ના પત્રકાર બન્યા. એ પછી બે-પાંચ વર્ષને બાદ કરતાં તરુણકુમારે આખી જિંદગી ભોપાલમાં જ વિતાવી દીધી.

1944માં તરુણકુમારનાં લગ્ન પટણામાં રહેતા ગોસ્વામી પરિવારની કન્યા ઈંદિરા સાથે થયા. આ લગ્નની ડાળ પર ત્રણ કન્યારૂપી ફુલ ખીલ્યાં – જયા, નીતા અને રીટા. એમાં સૌથી મોટી જયા એ જ અમારી ગુડ્ડી.

હવે તમે સમજી શકશો કે ક્યાં જૂનાગઢ અને ક્યાં ભોપાલ?! જયાનાં હાથનું માગું નૈખવું મુશ્કેલ નહીં, પણ નામુમકિન હતું. એમાં પેલો લંબુજી ફાવી ગયો. મજાક છોડીને વાત કરું તો જ્યારે જયા અને અમિતાભ પ્રેમમાં પડ્યા છે એવા સમાચાર મીડિયામાં ચમકવા માંડ્યાં હતાં ત્યારે દેશભરના કુંવારા તમામ યુવાનોના મનની આ જ હાલત હતી – “અમિતજી લઈ ગયા અને અમે રહી ગયા!”

આ વાત આટલા વિસ્તારથી અને આ રીતે બહેલાવીને એટલા માટે લખવી પડી છે કારણ કે અત્યારે પરિસ્થિતિ સમૂળગી બદલાઈ ગઈ છે. અત્યારની ઠીંગણી સ્થૂળ અને એરંડીયુ પીધેલા મોંવાળી જયાજીને ડાયમેમિક, શહેનશાહ, બિગ-બીની બાજુમાં બેઠેલા જોઈને નવી પેઢીના મનમાં પ્રશ્ન જાગે છે કે આ સુપરસ્ટારે આવી સાધારણ સ્ત્રીની સાથે લગ્ન શા માટે કર્યાં હશે? એ લોકોને ખબર નથી કે અમારા જમાનાની અતિ સ્પુહણીય ગુડ્ડીનો શારીરિક દેખાવ તો સમયની થપાટો અને સંજોગોની હોનાપતો સહન કરી કરીને આવો બની ગયો છે.

જયા ભાદુડી વિતેલા જમાનાના સૌથી વધુ પ્રતિભાવાન અભિનેત્રી હતાં

આ છેલ્લુ વાક્ય મેં લખ્યું છે માટે કોઈ એ વાત સાથે સંમત ન પણ થાય. પરંતુ આ જ વાત જો મહાન ફિલ્મ નિર્દેશક ઓસ્કાર એવોર્ડ વિજેતા સ્વનામધન્ય સત્યજીત રાય લેખિતમાં આપે તો?

માત્ર સોળ વર્ષની જયા જ્યારે પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટ્યુટમાં એડમિશન લેવા માટે ગઈ હતી ત્યારે મૌખિક ઈન્ટર્વ્યુ લેવા માટે ધૂરંધરોની સમિતિ બેઠી હતી. ઉમેદરાવોની ભારે મોટી ભીડ જામી હતી. એક-એક જગ્યા માટે દસ-વીસ ઉમેદવારો હતાં. ઈન્ટર્વ્યુ લેનારાઓની પેનલમાં પ્રખ્યાત વરીષ્ઠ ચરીત્ર અભિનેતા બદરાજ સહાની પણ મૌજુદ હતા અને વીતેલા જમાનાની જાજરમાન અભિનેત્રી કામિની કૌશલ પણ હાજર હતાં.

જયાનો વારો આવ્યો. એની યોગ્યતા ચકાસવા માટે પૂછવામાં આવ્યું ‘તારી પાસે શાળા કે સોસાયટીમાં યોજાયેલા નાટકમાં ભાગ લીધો હોય તેવું કોઈ પ્રમાણપત્ર છે? જો હોય તોરજુ કર!’

મોટા ભાગના ઉમેદવારો આવા જ કાગળીયા લઈને આવેલા હતાં. જયાએ માત્ર એક જ પ્રમાણપત્ર ટેબલ પર મૂક્યું. માત્ર એક જ વાક્યનું બનેલું સર્ટિફિકેટ. એમાં લખેલું હતું: “Of all the new comers with whom I have worked, she is probably the best.” ( જે નવા કલાકારોની સાથે મેં કામ કર્યું છે, તે સૌમાં કદાસ જયા સર્વશ્રેષ્ઠ છે.)

આવા ટૂંકા પણ ભવ્ય પ્રમાણપત્રની નીચે એક ભવ્યાતિભવ્ય માણસની સહિ વંચાતી હતી: સત્યજીત રાય.

બલરાજ સહાની ઉભા થઈ ગયા. હાલત કાંટો-કાંટ હતી, પ્રતિભાઓની જબરી ટક્કર હતી. પણ બલરાજ સહાની બાજુમાં બેઠેલાં કામિની કૌશલ તરફ જોઈને બોલી ઉઠ્યાં. “કામિની, આ છોકરીને જો ઈન્સ્ટિટ્યુટમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો એ ઘટના આ સદીનું સૌથી મોટું સ્કેન્ડલ હશે”

જયાએ વિનમ્રતાથી ઉત્તર આપ્યો, “જી નહીં, ન અમે સગાં છીએ, ન વહાલાં. સત્યજીતજીએ આ પ્રમાણપત્ર એટલા માટે લધી આપ્યું છે કેમ કે એમના નિર્દેશન હેઠળ હું એમની બંગાળી ફિલ્મમાં કામ કરી ચૂકી છું.”

ઈન્ટર્વ્યુ માટે બેઠેલી પેનલ બેહોશ બનવા જેલી થઈ ગઈ. આ સોળ વર્ષની સાધારણ દેખાવ ધરાવતી છોકરી લિજેન્ડરી દિગ્દર્શક સત્યજીત રાયની ફિલ્મની નાયીકા?! એ બાત કુછ હુજમ નહીં હુઈ!

જયાની તે પહેલી ફિલ્મ...

ક્યારેય કોઈક વાનગી હજમ ન થતી હોય તો એમાં વાનગીનો દોષ નથી હોતો, આપણી હોજરીનોયે વાંક હોઈ શકે છે. જયા નામની છોકરી સાવ સાચું બોલતી હતી. એક દિવસ રવિ ઘોષ નામનાં એક બંગાળી કલાકાર જયાના પિતા તરુણકુમાર ભાદુડીને મળવા માટે આવ્યા. અને એમના હાથમાં એક ચિઠ્ઠી મુકી દીધી. ચિઠ્ઠી માણિકદાએ સ્વહસ્તે લખેલી હતી. સત્યજીત રાયને આખું બંગાળ માણિકદાના નામથી ઓળખે છે. માણિકદાએ ભાદુડી પરિવારને પોતાના ઘરપે ભોજન માટે આમંત્રણ પાઠવ્યું હતું. સાથે મોટી દીકરી જયાને ખાસ લઈને જવાનો ભારપૂર્વક આગ્રહ કરેલો હતો. તરુણકુમારને માણિકદાની સાથે એવો ખાસ સંબંધ કે મિત્રતા હતી નહીં, પણ એમને લાગ્યું એ જો પોતે ડિનર માટે નહીં જાય તો આવડા મોટા માણસનું અપમાન થયું કહેવાશે.

એ સાંજે ડિનરટેબલ પર માણિકદાએ પ્રસ્તાવ મૂક્યો, ''હું એક નવી ફિલ્મની શરૂઆત કરી રહ્યો છું. એમાં હું જયાને લેવા માંગું છું.''

જયા ઊછળી પડી, કારણ કે ફિલ્મોમાં કામ કરવાનું કોને ન ગમે?! પણ પછી તરત જ એ ઢીલી પડી ગઈ, ''મને તો તમારી સાથે કામ કરવાનું ખૂબ ગમશે, પણ હું હાલમાં કોન્વેન્ટમાં અભ્યાસ કરું છું. અને કોન્વેન્ટની શિસ્ત કેવી કડક હોય છે એ તો તમે જાણો જ છો. જો મારી સ્કૂલની 'નેન્સ' ને ખબર પડે કે હું સિનેમામાં કામ કરું છું તો એ મોટો હોબાળો મચાવી મૂકશે.''

બધાંએ એને હિંમત આપીને મનાવી લીધી. એ ફિલ્મનું નામ 'મહાનગર' એ બંગાળી ફિલ્મ હોવાને કારણે આ અજાણી હિરોઈનની ચર્ચા બહુ વ્યાપક સ્તર ઉપર થઈ નહીં, એટલે જયા બચી ગઈ. ફિલ્મ સરસ ચાલી, જયાનો અભિનય પણ વખાણાયો, પણ એ 'જયા' છે એ વાત દબાઈ ગઈ.

એ વાત પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટ્યુટમાં ઊછળીને બહાર આવી ગઈ. જયાને પ્રવેશ મળી ગયો. એનાથી એક વરસે આગળ એક બિહારી છોકરો પણ તાલિમ લઈ રહ્યો હતો અને એ ખભા ઊંચા કરીને ડંફાસો મારતો ફરતો હતો કે ભવિષ્યમાં એ હિન્દી ફિલ્મજગતમાં મોટું નામ કાઢવાનો છે. જો કોઈ એની વાતમાં શંકા વ્યક્ત કરતું, તો એ બંને હાથ કોણી આગળથી વાંકા વાળીને, ગરદન ટેઢી કરીને, ગર્જના કરતો હોય તેવા અવાજમાં બોલી દેતો હતો : ''ખામોશ!!!''

હજુ પણ એવું કહેવાની જરૂર છે કે એ શત્રુઘ્નસિંહા હતો ?!? શત્રુના જ બેચમાં એક ખૂબસૂરત મુસ્લિમ છોકરી પણ હતી, જે બહુ જલદી બહુ મોટું નામ કમાઈને એટલે જ ઝડપથી વિસરાઈ જવાની હતી. આપણે એને રેહાના સુલ્તાનનાં નામથી ઓળખીએ છીએ. બેનમૂન ફિલ્મ 'દસ્તક'ની એ હિરોઈન હતી.

જયાની સાથે, એનાં જ બેચમાં એક તેજસ્વી યુવાન હતો. પણ એનો ચહેરો મોંગોલીયન હોવાથી સાથીઓને શંકા હતી કે આ કલાકાર હિન્દી ફિલ્મોમાં તો નહીં જ ચાલે. નેપાળી કે સિક્કીમી ફિલ્મોમાં એને વાંધો નહીં આવે. છોકરો હતો તેજસ્વી. અભિનયમાં જયાની અને એ છોકરાની વચ્ચે જબરદસ્ત સ્પર્ધા હતી. પ્રથમ ટર્મના અંતે પરીક્ષા લેવામાં આવી. એ છોકરો બીજા ક્રમે અવ્યો હતો. પ્રથમ ક્રમે જયા 'પાસ' થઈ હતી. એ યુવાન ડેની ડેન્ઝોપા હતો.

જયા ભાદુડીને નસીબદાર કહેવી કે પ્રતિભાશાળી ?

પ્રતિભાશાળી તો એ હશે જ પણ એટલા માત્રથી એને આવી તકો મળે ખરી ? એ પણ સામે ચાલીને ?

પ્રખ્યાત ફિલ્મસર્જક બાસુ ચેટરજીએ જયાનો સંપર્ક કર્યો. કહ્યું, ''હું એક ફિલ્મ બનાવું છું. નામ છે 'સારા આકાશ'. મારી ઈચ્છા તને હિરોઈનમાં પાત્રમાં લેવાની છે.'' જયાએ મુશ્કેલી જાહેર કરી, ‘‘ હજુ હું ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં હમણાં જ જોડાઇ છું. આ સંસ્થામાં ભણતો કોઇપણ વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કરતાં પહેલાં ફિલ્મોમાં કામ ન કરી શકે એવો અહીંનો નિયમ છે.’’

‘‘નિયમની ઐસી કી તૈસી. હું તારા પ્રિન્સિપાલ જગત મુરારિને વાત કરું છું.’’ બાસુદાએ ધરપત બંધાવી. પણ જગત મુરારિ ટસના મસ ન થયા. એમણે કહ્યું કે, જો જયા કાયદાનો ભંગ કરશે, તો એને સંસ્થામાંથી કાઢી મુકવામાં આવશે.

બાસુદા ગરજી ઉઠ્યા, ‘‘ જયા જેવી પ્રતિભાવાન કલાકારને તમારી ઇન્સ્ટિટ્યૂટમાં ભણવાની જરૂર જ શી છે? એ પોતે જ અભિનયમાં તમને પાઠ શિખવી શકે તેવી પારંગત છે.’’

બાસુદાની ભવિષ્યવાણી ખરી પડી, પણ એમની ઇચ્છા બર ન આવી. ઇન્સ્ટટ્યૂટમાંથી બરતરફ થવાના બદલમાં જયા એમની ફિલ્મની અભિનેત્રી બનવા માટે તૈયાર ન થઇ.

એ પહેલી મુલાકાત -

ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં જયાનો આવો દબદબો જામેલો હતો, એવામાં એક ઐતિહાસિક ઘટના બની ગઇ. 1969નું વર્ષ હતું. એ દિવસે વિદ્યાર્થીઓનો ‘ કેમેરા પ્રેક્ટિકલ’ હતો. જયાની બેંચના વિદ્યાર્થીઓ કેમ્પસમાં એક વિશાળ વૃક્ષની નીચે જમા થયા હતા. આખા કેમ્પસમાં એ વૃક્ષને ‘વિઝડમ ટ્રી’ એટલે કે ‘બોધિવૃક્ષ’ના નામથી ઓળખવામાં આવતું હતું. એ વૃક્ષની છાયા હેઠળ એ બધાંને જ્ઞાન આપવામાં આવતું હતું માટે બોધિવૃક્ષ.

એમના શિક્ષકે અચાનક જાહેર કર્યું કે, ‘‘આજે આપણી સંસ્થાની મુલાકાતે પ્રખ્યાત ફિલ્મસર્જક ખ્વાજા અહેમક અબ્બાસ આવવાના છે. તેઓ પોતાની આગામી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ના શૂટીંગ માટે યોગ્ય સ્થળની શોધ કરી રહ્યાં છે.’’

અબ્બાસ સાહેબનું નામ સાંભળીને બધા ઉત્તેજીત થઇ ગયા. વિદ્યાર્થીઓને ખબર હતી કે તેઓ ‘સાત હિન્દુસ્તાની’ બનાવવાના છે. એમને એ વાતનીયે ખબર હતી કે એ ફિલ્મમાં છ નાયકો અને એક નાયિકા કામ કરવાના છે.

ખ્વાજા અહેમદ અબ્બાસ આવ્યા. બધાંને ઉમળકાભેર મળ્યા. એમની સાથે એક ઉંચો, પાતળો યુવાન પણ આવ્યો હતો. અબ્બાસ સાહેબે એની ઓળખાણ આપી, ‘‘ આ મારી ફિલ્મનો હીરો છે. અમિતાભ બચ્ચન. હિન્દી ભાષાના પ્રખ્યાત કવી હરિવંશરાય બચ્ચનનો એ સુપુત્ર છે.’’

હીરોએ વિદ્યાર્થીઓને ‘નમસ્તે’ કર્યું: થોડી વાર પછી એ બન્ને ચાલ્યા ગયા. વિદ્યાર્થીઓમાં હસાહસ થઇ ગઇ. સૌ અમિતાભના વ્યક્તિત્વની ઠઠ્ઠા-મશ્કરી કરતા હતા. આવો તે હીરો હોતો હશે? એને ઉભાં રહેતાં તો આવડતું નથી? એની પીઠ ખુંધી હતી એ કોઇએ ધ્યાનમાં લીધું કે નહીં? એ કેટલો બધો ઉંચો હતો? જાણે તાડનો ત્રીજો ભાગ! એના હાથ-પગ તમે જોયા? અને એનું મોં?

જો આમાં કોઇ અપવાદ હોય તો એ જયાનો હતો. એણે આ મશ્કરીઓમાં ભાગ ન લીધો. એણે દલીલ કરી, ‘‘ હું તમારા મત સાથે સંમત નથી થતી. અલબત, મને આ છોકરો એટલો બધો સોહામણો નથી લાગ્યો, પણ એના વ્યક્તિત્વમાં કશુંક ખાસ તત્વ તો જરૂર લાગ્યું છે. એની આંખોમાં સાગર જેટલું ઉંડાણ છે. મને એમનામાં મજાક કરવા જેવું કંઇ જ દેખાતું નથી. મને તો અમિતાભ બીજાં બધાં કરતાં સાવ જ જુદા લાગ્યા છે. હી ઇઝ ડિફરન્ટ!’’

આ પ્રથમ મુલાકાત હતી. આ એક ઐતિહાસિક મુલાકાત હતી. એ પછી બહુ નજીકના ભવિષ્યમાં આ ‘ડિફરન્ટ’ માણસ જયાનું દિલ ચોરી જવાનો હતો. એક દિવસ અમારા જેવા જયાપ્રેમીઓ માટે આંચકો લાગે એવા સમાચાર લઇને આવ્યો. એક પ્રખ્યાત ફિલ્મ મેગેઝીનમાં ગોસિપ કોલમ અંતર્ગત વાંચવા મળ્યું કે એક રીપોર્ટર જયારે જયા ભાદુડીના ઘરે ‘ઇન્ટર્વ્યુ’ કરવા માટે ગયો, ત્યારે જયા એનાં બેડરૂમમાં હતી. નોકરે રીપોર્ટરને બેસવા માટે કહ્યું. રીપોર્ટર ડ્રોઇંગરૂમમાં રાહ જોતો બેઠો હતો, જ્યાં બેડરૂમમાંથી છુટા વાળ અન ઘરમાં પહેરવાના ગાઉન સાથે ગુડ્ડી બહાર નીકળી. સાથે અમિતાભ પણ હતો.

રીપોર્ટરે આ ‘સ્કૂપ’ એના મેગેઝીનમાં છાપી માર્યું. એ અણઘડે એટલોયે વિચાર ન કર્યો કે આ સમાચાર વાંચ્યા પછી અમારા જેવા સ્વપ્નસેવી યુવાનોની કેવી હાલત થઇ જશે?

મને બરાબર યાદ છે, એ દિવસે હું બપોરનું ભોજન લઇ શક્યો ન હતો. સાંજનું ભોજન લેવા માટે મારા રૂમ પાર્ટનરે મને આવું કહીને તૈયાર કર્યો હતો- ‘‘ આ બધું તો ગપ્પાબાજી જેવું હોય! છાપાંવાળાઓ મરચું-મીઠું છાંટીને આવા સમાચારો બનાવી કાઢતાં હોય છે. બાકી તુ શું માને છે, જયા જેવી અદભૂત હીરોઇન કંઇ અમિતાભ સાથે લગ્ન કરતી હશે?’’

મારા હૃદયમાંતી જવાબ ઉઠ્યોઃ ‘‘ ન કરે! ક્યારેય ન કરે! ચાલે હવે જમી લઇએ...’’

(ભલે જયા ભાદુરી તરીકે ઓળખાય છે પણ ખરેખર બેંગાલીમાં જયા ભાદુડી એ સાચું નામ છે. અહીં આ બેગાંલી નામ વપરાયું છે.)

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!