૨૨ અભયારણ્યો અને ૪ રાષ્ટ્રીય ઉદ્યાનોથી સમૃદ્ધ ગુજરાતના કેટલાક અભયારણ્યોની માહિતી.
ગીર સિંહ અભયારણ્ય
ક્યાં આવેલું છે? : જુનાગઢ જિલ્લામાં જુનાગઢથી ૬૪ કિ.મી. અને વેરાવળથી ૩૨કિ.મી. દૂર.
વિસ્તાર: ૧૪૧૨ ચોરસ કિ.મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ: એશિયન સિંહ, દીપડા, કાળિયાર, ચોશિંગા, હરણ, સાબર, જંગલી ભૂંડ, મગર તથા વિવિધ પ્રકારના પક્ષીઓ.
સુવિધા: અભયારણ્યમાં ફરવા માટે વાહનો ભાડે મળે છે. ગાઇડ તથા
પુસ્તકાલયની સુવિધા પણ છે. વન્યપ્રાણીને લગતી ફિલ્મો અને સ્લાઇડ શો
યોજવામાં આવે છે.
શ્રેષ્ઠ સમય: જાન્યુઆરીથી મે મહિનો.
રેલવે મથક: વેરાવળ.
બરડા સિંહ અભયારણ્ય
ક્યાં આવેલું છે? જુનાગઢ જિલ્લામાં. પોરબંદરથી લગભગ ૧૪ કિ.મી.ના અંતરે
વિસ્તાર: ૧૯૨ ચોરસ કિ.મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ: જંગલી ભૂંડ, દીપડો, ચિત્તળ, સાંભર, નીલગાય, વાંદરા.
શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી માર્ચ.
રેલવે મથક: પોરબંદર-રાણાવાવ.
પીરોટન સામુદ્રિક ઉદ્યાન/ મરીન નેશનલ પાર્ક
ક્યાં આવેલું છે? જામનગર જિલ્લાના કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં.
વિસ્તાર: ૧૬૩ ચોરસ કિ.મી.માં રાષ્ટ્રીય ઉદ્યાન, ૪૫૮ ચોરસ કિ.મી.માં વિસ્તરેલું અભયારણ્ય.
વન્ય પ્રાણીસૃષ્ટિ: વિવિધ પ્રકારના પરવાળાના ટાપુઓ, કાળા કોર્નલિયા
નામના જળચર જીવ વસે છે. વાદળી(સ્પોન્જ), ઓકટોપસ, જેલી ફશિ, સ્ટાર ફશિ,
મલારિયા(ડોલ્ફિન) માછલીનું કુદરતી આશ્રયસ્થાન, વિવિધ દરિયાઇ પક્ષીઓ જોવા
મળે છે.
સુવિધા: વન વિભાગ તરફથી પરવાળાના ટાપુઓ જોવા માટે બોટની સુવિધા છે.
શ્રેષ્ઠ સમય: ડિસેમ્બરથી મે મહિનો.
રેલવે મથક: જામનગર.
વેળાવદર કાળિયાર અભયારણ્ય
ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં ભાવનગરથી ૬૫ કિ.મી.ના અંતરે વલભીપુરના રસ્તે જતાં અમદાવાદ-ભાવનગરની વચ્ચે.
વિસ્તાર: ૧૮ ચોરસ કિ.મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ: કાળિયાર, વરુ, ખડમોર, વગેરે.
સુવિધા: ભાવનગર ખાતેનું અતિથિગૃહ ઉપરાંત પ્રવાસીઓને રહેવા માટે વેળાવદર ખાતે વનવિભાગની હટ્સની સુવિધા છે. ભોજન પણ ઉપલબ્ધ છે.
શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી મે મહિનો.
રેલવે મથક: ભાવનગર.
ઘુડખર અભયારણ્ય
ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગરથી હળવદ જતાં કચ્છના નાના રણમાં.
વિસ્તાર: ૪૯૫૩ કિ.મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ: જંગલી ગધેડા, દીપડા, કાળિયાર, વરુ, નીલગાય, શિયાળ, જંગલી ડુક્કર તથા પક્ષીઓ.
સુવિધા: ધ્રાંગધ્રામાં સરકારી વિશ્રામગૃહની વ્યવસ્થા છે.
શ્રેષ્ઠ સમય: ફેબ્રુઆરીથી મે મહિનો.
રેલવે મથક: હળવદ.
રતનમહાલ રિછ અભયારણ્ય
ક્યાં આવેલું છે? પંચમહાલ જિલ્લામાં બારિયાથી ૪૫ કિ.મી.ના અંતરે.
વન્ય પ્રાણીસૃષ્ટિ: રિછ, દીપડો, ચિંકારા, નીલ ગાય, ડુક્કર.
સુવિધા: પીપરગોટા, સાગટાળા અને બારિયામાં વન વિભાગનું વિશ્રામગૃહ.
શ્રેષ્ઠ સમય: ડિસેમ્બરથી માર્ચ.
રેલવે મથક: બારિયા અને પીપલોદ.
જેસોર રિછ અભયારણ્ય
ક્યાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરથી ૪૫ કિ.મી.ના અંતરે.
વિસ્તાર: ૧૮૧ ચોરસ કિ.મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ: રિછ, દીપડા, સાંભર, નીલગાય, જંગલી ભૂંડ, શાહુડી અને પક્ષીઓ.
સુવિધા: અમીરગઢમાં પીડબ્લ્યૂડીનું રેસ્ટહાઉસ. ૧૦ કિ.મી.ના અંતરે તથા
દાંતીવાડા સિંચાઇ નિરીક્ષણ બંગલો અને બાલારામ હોલિ ડે હોમ ૨૦ કિ.મી.ના
અંતરે આવેલાં છે.
શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી માર્ચ.
રેલવે મથક: પાલનપુર.
ડુમખલ રિછ અભયારણ્ય
ક્યાં આવેલું છે? ભરૂચ જિલ્લામાં ડેડિયાપાડાથી ૩૦ કિ.મી.
વિસ્તાર: ૧૫૧ ચોરસ કિ.મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ: રિછ, દીપડા, સાબર, ચોશિંગા, ઝરખ, સસલાં તથા વિવિધ પક્ષીઓ.
સુવિધા: ડેડિયાપાડાથી ૩૦ કિ.મી.ના અંતરે જાહેર બાંધકામ વિભાગ અને પંચાયતના વિશ્રામગૃહની વ્યવસ્થા છે.
શ્રેષ્ઠ સમય: નવેમ્બરથી માર્ચ.
રેલવે મથક: અંકલેશ્વર.
વાંસદા નેશનલ પાર્ક
ક્યાં આવેલું છે? વલસાડ જિલ્લામાં બીલીમોરાથી ૪૦ કિ.મી.ના અંતરે.વિસ્તાર: ૭ ચોરસ કિ.મી.
વન્ય પ્રાણીસૃષ્ટિ: દીપડો, જંગલી ભૂંડ, ઝરખ, સાબર, ચોશિંગા વગેરે.
સુવિધા: જાહેર બાંધકામ વિભાગ અને પંચાયતના રેસ્ટ હાઉસ પણ ઉપલબ્ધ છે.
Comments
Post a Comment