નવો
મોબાઈલ ખરીદવાનું વિચારતાં જ સૌથી પહેલો પ્રશ્ન ઊભો થાય છે કે કઈ કંપનીનો
મોબાઈલ વધારે સારો રહેશે. આના પછી એ સવાલ ઉઠશેકે શું આ મોડલ બજેટમાં છે?
કેટલીક સાઈટ્સ આ સવાલોનો જવાબ આપવામાં મદદરૂપ બની શકે છે
*યુનિવર્સલ univercell.in
આ સાઈટ પર નોકિયા , સોની એરિકસન અને સેમસંગ જેવી બ્રાન્ડ સિવાય ઓછા પ્રચલિત
મોબાઈલ વિશે પણ સારી જાણકારી હોય છે. આ યુઝર્સને તેમના બજેટમાં આવવા વાળા
મોબાઈલ સર્ચ કરવાની સુવિધા આપે છે. ઈચ્છો તો તમે અલગ-અલગ મોબાઈલ સેટ્સની
તુલના પણ કરી શકો છો. આ જાણકારી પછી બીજે કશે પણ તમારે જવાની જરૂર નહીં રહે
કારણકે તમે અહીં મોબાઈલ ખરીદી પણ શકો છો. એટલુ જ નહીં એપ્પલ, આઈફોન,
બ્લેકબેરી અને એચટીસી જેવી પ્રતિષ્ઠીત મોડલ્સ પણ અહીંયા મળશે.
*મોબાઈલ સ્ટોર themobilestore.in
આ મોબાઈલ ફોન ખરીદવા માટે બનાવામાં આવેલ ઈ-કોર્મસ પોર્ટલ છે. આના પર ઘણી
આકર્ષક ડીલ પણ ઉપલબ્ધ છે. અમુક ક્રેડિટ કાર્ડ કંપનીઓના કેશબેક ઓફર પણ મળે
છે. સ્ટોરમાં ફોનની અલગ-અલગ કેટેગરીઝ, બજેટ અને ફોનના ફીચર્સના આધાર પર
મોબાઈલ ફોન સર્ચ કરી શકાય છે . આ સાઈટ કોઈ પણ મોડલના લોન્ચ થવાના પહેલા
તેના પ્રિ ઓડરની પણ સુવિધા આપે છે.
*ઈન્ફીબી infibeam.com/Mobiles
આ ઈ-કોર્મસ પોર્ટલ પર પણ દરેક ફિચર્સ ઉપલબ્ધ છે. જેવો મોબાઈલનો રંગ હોય
તેના આધાર પર તેની શોધ કે પછી બોડી ટાઈપના આધાર પર જેમકે સ્લાઈડિઁગ,
િફ્લિંપગ વગેરે. અહીંયા એપ્પલ. આઈ ફોન, બ્લેક બેરીથી લઈને સ્પાઈસ , કાર્બન
અને જેન મોબાઈલ જેવા ૩૦થી વધારે બ્રાન્ડના મોબાઈલ વિશે જાણકારી ઉપલબ્ધ છે.
અહીંયા મનપસંદ હેન્ડસેડ ખરીદવાની વ્યવસ્થા પણ છે. બેસ્ટ ડીલ્સની સાથે સસ્તે
મોબાઈલ ફોનના લીસ્ટ પણ રાખે છે.
*ગેઝેટ્સગુરુ gadgetsguru.in/mobilephones
યુઝર્સની પસંદગીને સરળ બનાવા માટે અને એમના પસંદગીના મોડલની શોધના
વિસ્તારને વધારવા માટે બીજી એક જગ્યા મળી ગઈ છે. અહીંયા નવા મોબાઈલ ફોનના
રિવ્યુ પણ આપવામાં આવે છે. આ સાઈટ પર ઘણા વિદેશી બ્રાન્ડ્સના મોબાઈલ ફોન પણ
જોવા મળે છે. અહીંયા નવા મોબાઈલ ફોનના રિવ્યુ પણ આપવામાં આવે છે. આ સાઈટ
પર ઘણી વિદેશી બ્રાન્ડના મોબાઈલ ફોન પણ જોવા મળશે અને અલગ અલગ સ્તરના આધાર
પર સર્ચની સુવિધા પણ મળશે.
*પ્રાઈસબોલો pricesbolo.com/mobile phones.html
નામથી જ ખબર પડે છેકે આ વેબસાઈટ મોબાઈલ મોડલ્સની કીંમતોના વિવરણ આપવા પર
આધારિત છે. ફીચર્સ, ડિઝાઇન, કનેકટીવીટી , બ્રાંડ અને કીમતના આધાર પર
અલગ-અલગ મોડલ્સને સર્ચ કરી એમની એકબીજામાં સરખામણી કરવી શક્ય છે. અહીંયા
અલગ અલગ મોડલ્સ વિશે યુઝર્સની રિવ્યુ અને સ્ટાર રેટિંગ પણ આપવામાં આવેલ છે.
જે યુઝર્સને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. અહીંયા એવા પણ મોબાઈલ જોવા
મળ્યા કે જેની કિમત માત્ર ૭૨૯ છે.
Comments
Post a Comment