નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં

- જ્યારે તમે શાકભાજી ખાવાથી ગરમીમાં અકળાઈ જાઓ છો ત્યારે તેના બનાવેલા ખાસ પ્રકારના અથાણાંનો ઉપયોગ કરીને પણ તમે તાકાત અને સ્ફૂર્તિ મેળવી શકો છો.
સતત ઉકળાટ ફેલાવી રહેલી શરૃઆતની ગરમી આપણે બેચેન બનાવી દે છે ત્યારે આપણને કંઈ ખાવાનું ભાવતું નથી. આવા સમયે આપણને સીઝનના ફળો અને શાકભાજીના અથાણાં લાભદાયી બની રહે છે. આ અથાણાંનો ઉપયોગ તમે રોજની ફિક્સ થાળી સાથે કે પછી વિવિધ પ્રકારના પરોઠા કે મસાલાવાળી પૂરી સાથે પણ કરી શકો છો. તમજ્જે અલગ અલગ અથાણાં બનાવો છો જેમકે ગાજર, કેરી, પપૈયા અને ખજૂર જેવા કેટલાય. તો આવો જાણીએ કે આ અથાણાં આપણને ગરમીની સીઝનમાં કેવી રીતે રાહત આપનારા બની રહે છે.
ગાજરનું અથાણું ઃ ગાજરનો સલાડમાં ઉપયોગ કરીને થાકી ગયા બાદ તેનું અથાણું બનાવીને ઉપયોગમાં લઈ શકાય છે. તે આંખોનું તેજ વધારે છે અને ભૂખ વધારનારું પણ બની રહે છે.
આદુનું અથાણું ઃ આદુની તાસીર તીખી અને ગરમ માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળામાં તેનો ઉપયોગ કરાય છે. ત્યારબાદ શરીરમાં ભરાઈ ગયેલા કફ અને શરદી-ખાંસીને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી મોઢાનો સ્વાદ પણ સારો થાય છે.
પપૈયાનું અથાણું ઃ પપૈયું ગરમીને હરનારું હોય છે. તેના કારણે ગરમીમાં તેના સેવનથી શરીરને લાભ થાય છે. પપૈયાના અથાણાના ઉપયોગથી પથરી ગળી જાય છે અને તેને નિયમિત રીતે ખાવાથી લાભ થાય છે. તેને સ્વાદ પણ રૃચિકર હોય છે.
ખજૂરનું અથાણું ઃ સ્વાદમાં ગળ્યું અને લોહીમાં લાલ કણોની વૃદ્ધિ કરનારું ખજૂર દરેકને પ્રિય હોય છે. તેના કારણે શરદી અને ઉધરસમાંથી રાહત મળએ છે. તે સ્વાદમાં ગળ્યું હોવાથી તેનું અથાણું પણ ગળચટ્ટું બને છે. તેના કારણે બાળકો પણ તેને સરળતાથી ખાઈ લેતા હોય છે.
આમળાનું અથાણું ઃ સ્વાદમાં ખાટા એવા આમળા શરીરમાં કેલ્શિયમને વધારવાની સાથે સાથે બુદ્ધિને પણ વધારવામાં મદદ કરે છે. આમળાનું અથાણું શરીરને સ્ફૂર્તિ આપે છે અને કફને પણ દૂર કરવામાં મદદ કરે છે. તે સ્વાદમાં ખટાશવાળું હોઈ ગરમીની સીઝનમાં સ્વાદ બદલવા માટે અસરકારક બને છે.
કેરીનું અથાણું ઃ કેરી એ શરીરને પુષ્ટ બનાવે છે અને શરીરનો રંગ સાફ કરનારી હોય છે. તે શરીરનો થાક દૂર કરીને એખ અલગ પ્રકારની શીતળતા આપે છે. કેરીના અનેક પ્રકારના અથાણાં આપણે ત્યાં પ્રચલિત છે. જેમકે, મુરબ્બો, છૂંદો, કેરીનું ખાટું અથાણું, સુંદર કેરીનું ગળ્યું અથાણું વગેરે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેમાંથી કંઈ પણ ખાઈ શકો છો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી