નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન પ્રકરણ-11

“બસ! જો કહ દિયા, સો કહ દિયા!” – કભી ખુશી કભી ગમમાં અમિતજી

ને સતત બે વર્ષ સુધી એવોર્ડનું અમિતાભનું સપનું ચકનાચૂર થયું
ટી.વી.ચેનલ પર પ્રસારિત થયેલા ‘કૌન બનેગા કરોડપતિ?’ નાં એક એપિસોડમાં ઘટેલી એક ઘટના મને અકળાવી ગઈ હતી. એમાં એક સ્પર્ધકની સાથે વાત કરતાં-કરતાં બિગ-બી પોતાનાં ભૂતકાળમાં સરકી ગયાં હતાં. એમના પિતાશ્રીને યાદ કરીને એમણે એક વાત કરી હતી, “બાબુજી કહતે થે કિ અગર તુમને જો ચાહા, વૈસા હોતા હૈ, તો અચ્છી બાત હૈ લેકીન અગર વૈસા નહીં હોતા હૈં તો ઔર ભી અચ્છા હૈ.”

આ વાત મને તર્કહીન લાગી હતી. ઠીક છે; એટલું તો આપણેય સ્વીકારીઓ છીએ કે ધાર્યું ધણીનું થાય. ઈશ્વરની મરજી વગર ઝાડનું પાંદડુંયે હલતું નથી. હિંદીમાં કહેવત છે: “નસીબ સે જ્યાદા ઔર સમય સે પહલે કુછ ભી નહીં મિલતા હૈ.”

માટે આપણને જે કંઈ મળે છે એના માટે  ઈશ્વરનો આભાર અવશ્ય માનીએ; પણ જો કંઈ નથી મળતું તો એ વધારે સારું શી રીતે હોઈ શકે? આવી મૂર્ખામીભરેલી વાત કવિ બચ્ચનજીએ એમનાં દીકરાને શા માટે કહી હશે? ક્યારે કહી હશે? એનાથી શું પરિણામ આવ્યું હશે?

અમિતાભે કહ્યું છે કે – ‘બાબુજી આ વાક્ય વારંવાર બોલતા રહેતા હતાં. પણ કવિએ આ વાત પહેલીવાર દીકરાને ક્યારે સંભળાવી હશે?!’

શેરવુડ કૉલેજ નૈનિતાલમાં શિખર ઉપર આવેલી હતી. અહીં અમિતાભની અંદર છુપાયેલો અભિનેતા પ્રથમવાર બહાર આવ્યો. પહેલા જ વરસે એણે નાટકમાં ભાગ લીધો અને પ્રિન્સિપાલની શાબાશી પ્રાપ્ત કરી

અગર હમારે મનકા હો તો અચ્છા, ન હો તો ઔર ભી અચ્છા

બીજા વરસે એણે ફરીથી નાટકમાં ભાગ લીધો. આ વખતે એનો અભિનય એવો તો જાનદાર રહ્યો કે દર વરસે અપાતું શ્રેષ્ઠ અભિનય માટેનું પારિતોષિક એના ફાળે ગયું. શેરવુડમાં બેસ્ટ એક્ટિંગ માટે દર વરસે કેંડલ કપ આપવામાં આવતો હતો.

શેરવુડનો ત્યાં સુધીનો એક અતૂટ વિક્રમ હતો; કેંડલ કપ સતત બે વર્ષ માટે કોઈપણ કલાકાર જીતી શક્યો ન હતો. અમિતની દૃઢ ઈચ્છા હતી કે પોતે આ ક્રમ જરૂર તોડી બતાવશે. એટલે એ ત્રીજા વરસે પણ નાટકમાં ભાગ લેવા માટે મેદાનમાં ઊતર્યો.

શેરવુડનાં નાટકોમાં શ્રેષ્ઠ અભિનેતા સાબિત થવું એ કંઈ ડાબા હાથનો ખેલ ન હતો. અમિતાભથી પાછળનાં વરસમાં બંટીની સાથે ભણતા બે વિદ્યાર્થીઓ પણ અભિનય કરી જાણતા હતા; એમાંથી એક હતો કબીર બેદી અને બીજો દિલીપ તાહિલ હતો.( આ બંને કલાકારો પછીથી હિંદી ફિલ્મજગતમાં ખૂબ નામ કમાયા.)

અમિતાભની મહેનત જબરદસ્ત હતી. આ વખતે એનો અભિનય પણ નવો નિખાર પામ્યો હતો. પ્રિન્સિપાલ તેમજ બધા શિક્ષકોને ખાતરી હતી કે આ છોકરો આ વરસે પણ ‘કેંડલ કપ’ અચૂક જીતી જવાનો છે.

ડ્રેસ રીહર્સલ સુધી બધું ઠીકઠાક ચાલતું રહ્યું પણ બીજા દિવસે અમિતનાં ચહેરા પર લાલ ચકામા ઉપસી આવ્યા. એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે એને તપાસીને કહ્યું, “ચોક્કસ નિદાન હજુ પકડાતું નથી, પણ આને દાખલ કરવો પડશે. એને તાવ પણ ચડ્યો છે. પરિસ્થિતિ ગમે ત્યારે ગંભીર બની જઈ શકે છે.”

અમિતે હોસ્પિટલમાં દાખલ ન થવા માટે ખૂબ ધમપછાડા કર્યા, પણ ડૉક્ટર માન્યા નહીં. પ્રિન્સિપાલ ખુદ દોડી આવ્યા. એમણે ડૉક્ટરને પૂછ્યું, “આવતી કાલે નાટક છે. અમિત એમાં ભાગ લઈ શકશે કે નહીં?”

“સવાલ જ અસ્થાને છે. પેશન્ટ નીડ્ઝ કમ્પ્લીટ બેડ રેસ્ટ. ડૉક્ટરે અમિતની તમામ આશાઓ ઉપર પોતુ ફેરવી દીધું.

દીકરો નાટકમાં ઊતરવાનો છે એ સમાચાર જાણીને દિલ્હીથી કવિ બચ્ચન અને તેજી નૈનિતાલ આવવા માટે નીકળી ચૂક્યાં હતાં. નમતી બપોરે બંને આવી પહોચ્યા. અમિતની હાલત જોઈને તેઓ હતાશ થઈ ગયાં.

અમિત જોરદાર તાવમાં સબડી રહ્યો હતો, પથારીમાં તરફડીયા મારી રહ્યો હતો; બીજી બાજુ કૉલેજનાં સભાગૃહમાં નાટક ભજવવાની તૈયારીઓ એના અંતિમ તબક્કામાં ચાલી રહી હતી.

ઓડિટોરિયમ નજીકમાં જ હતું. નિર્ધારિત સમયે ઘંટડી વાગવાનો અવાજ સંભાળ્યો અને અમિત પાગલની જેમ લવારી કરવા માંડ્યો, “હવે પડદો ખૂલશે... નાટક આ શરૂ થઈ ગયું... હવે મારી એન્ટ્રી થઈ... હું આ જ્ગ્યાએ ઊભો છું... મારે આ સંવાદો બોલવાનાં છે...”

એ ઉત્તેજીત અવસ્થામાં પોતાના ડાયલોગ્ઝ બોલવા માંડ્યો અને પછી અચાનક પથારીમાં ઢગલો થઈને પડી રહ્યો. એને ખ્યાલ આવી ગયો કે પોતે બીમાર છે અને નાટકમાં ભાગ નથી લઈ રહ્યો.

કવિ બચ્ચનજીએ વિષયાંતર કરવાના પ્રયત્નો શરૂ કર્યા. દીકરાનું મન બીજી દિશામાં વાળવા માટે જાત-જાતની વાતો કાઢી. તેજી બચ્ચને કરેલા નાટકોની વાત, પં. નહેરુની વાતો, બધું અજમાવી જોયું, પણ વ્યર્થ.

છેવટે અમિત રડવા જેવો થઈને બોલી ગયો, “એ બધું બરાબર પણ હું એકલો કમનસીબ છું મને નાટકમાં ભાગ લેવા ન મળ્યો.”

ત્યારે જીંદગીમાં પહેલીવાર અમિતે એના પિતાને આવું બોલતા સાંભળ્યા, “અગર હમારે મન કા હો તો અચ્છા હૈ; અગર વૈસા ન હો તો ઔર ભી અચ્છા હૈ.”

અમિત બીમાર હતો, પણ મૂર્ખ નહીં. એને પિતાજીની આ દલીલ તર્કહીન લાગી. એણે પૂછ્યુંયે ખરું, “બાબુજી, તમારા વાક્યનો અડધો ભાગ તો સમજી શકાય તેવો છે, પણ એનો ઉત્તરાર્ધ મારા ગળે નથી ઊતરતો. જો આપણે ઈચ્છેલું ન થાય તો એને વધારે સારું કેવી રીતે કહી શકાય?”

બાબુજીએ શાંતિથી સમજાવ્યું, “બેટા, એક વાત સમજી લે. આપણી જીંદગીમાં જે કંઈ બને છે તે ઈશ્વરની મરજીથી બને છે. ઈશ્વર જ આપણાં સારાનરસાનો નિર્ણય કરે છે. આપણે તો જાત-જાતની માંગણીઓ કરતાં રહીએ છીએ, પણ આપણને એ વાતની ખબર નથી હોતી કે એ માંગણી પૂરી થવાથી આપણું ભલું થશે કે બૂરુ? એની ખબર માત્ર ઈશ્વરને એકલાને જ હોય છે. એટલે જ હું કહું છું કે આપણું ચાહેલું મળે તો સારી વાત છે, પણ જો ન મળે તો સમજી લેવું કે ઈશ્વર નથી ઈચ્છતો કે એ વસ્તુ બને. એને ખબર હોવી જોઈએ કે એ વાતથી આપણું અહિત થવાનું છે. માટે એવું ન થયું એ વધારે સારું થયું ગણાય.”

અમિત એટલું તો સમજી શક્યો કે જો કદાય ડૉક્ટરે એને નાટકમાં ભાગ લેવાની છૂટ આપી હોત, તો આ બીમારી વકરી ગઈ હોત અને કદાચ એના માટે પ્રાણઘાતક સાબિત થઈ શકી હોત.

પછી તો જીંદગીમાં અનેક ઘટનાઓ બનતી રહી. ફિલ્મ ‘કૂલી’નાં શૂટીંગ વખતે નડેલો અકસ્માત, આર્થિક ખોટ, માતાનું મૃત્યુ,  પિતાની વિદાય, અભિષેકની કરિશ્મા જોડેની સગાઈનો વિવાદ, સોનિયા ગાંધી સાથેનાં સંબંધોની સમાપ્તિ, બૉફોર્સ કાંડ, અમરસિંહ સાથેનું મનદુઃખ વગેરે વગેરે...

પણ ગમે તેવી આસમાની- સુલતાની આફતો વચ્ચેય અમિતાભ બચ્ચન ટકી ગયાં; એનું કારણ બાબુજીનું આ વાક્ય : “અગર હમારે મન કા હો તો અચ્છા હૈ; અગર ના હો તો ઔર ભી અચ્છા હૈ.”

કેવી રીતે બચ્ચન શીખ્યાં શિસ્ત, સ્વાવલંબન અને દૃઢ નિશ્ચયાત્મકતા

શેરવુડ કૉલેજનાં વિદ્યાર્થીકાળમાં અમિતાભને બીજી ત્રણ વસ્તુઓ શીખવા મળી. શિસ્ત, સ્વાવલંબન અને દૃઢ નિશ્ચયાત્મકતા.

હૉસ્ટલમાં રહેવાનું હતું, એટલે રોજ સવારે સૂરજની નિયમિતતાથી ઊઠવું પડતું હતું. પોતાની પથારી જાતે જ વાળી લેવી પડતી. ઘડિયાળનાં કાંટાની સાથે તાલ મેળવવો પડતો. ઊંઘ આવતી હોય તો પણ જાગી જવું પડતું અને ઊંઘ ન આવે તોયે સૂઈ જવું પડતું હતું. સમય પાલનની કડક ટેવ જ અહીં પડી ગઈ તે પછીથી આખી જીંદગી સુધી કામમાં આવી. ફિલ્મોનનાં શૂટીંગ સમયે અમિતાભ બચ્ચન એકમાત્ર કલાકાર એવા નીકળ્યા જે સમય કરતાંયે પહેલા લૉકેશન ઉપર પહોંચી જતાં હતાં. ઘણીવાર તો વૉચમેન એમનાં પછી આવતો હતો.

સ્વાવલંબનનાં પાઠો પણ અમિતાભને શેરવુડમાં શીખવા મળ્યાં. આજે આ ઊંચાઈ પર પહોંચ્યા પછીયે બિગ-બી એમનાં અંગત કામો જાતે જ કરી લે છે. પોતાનાં ઓરડાની સાફસૂફી કે પથારીની ચાદર બદલવા માટે  નોકરની જરૂર એમને પડતી નથી. અભિષેકની પત્ની ઐશ્વર્યાએ જીંદગીમાં સસરાજીને પાણીનો ગ્લાસ પણ આપવો પડતો નથી.

ત્રીજી સૌથી મોટી આદત દૃઢ નિશ્ચયાત્મકતાની એમને પડી ગઈ. શેરવુડમાં મિત્રોની સાથે સતત દલીલો ચાલતી રહેતી.  શાળા દ્વારા આયોજીત ચર્ચાઓ અને ડિબેટ સ્પર્ધાઓમાં ભાગ લેતાં-લેતાં અમિતાભની તર્કશક્તિને ખીલવાની તક મળી. કોઈપણ મુદ્દાને એના તમામ પાસાઓના સંદર્ભમાં જોવાની, તપાસવાની અને મૂલવવાની એમને ટેવ પડી.

એમાંથી ક્યારેય ‘જીદ’ નામનાં દુર્ગુણનો જન્મ થઈ જતો હતો. ચર્ચા કે વાદ-વિવાદનો કોઈ નાજૂક વળાંક ઉપર ચૌદ વરસનો અમિતાભ ડગ બનીને ઊભો રહી જતો. એનો માનીતો  શબ્દ હતો: અફ કાર્સ!

અમિતાભનાં હોઠો પરથી જ્યારે આ શબ્દ બહાર પડે  એટલે એના મિત્રો ચૂપ થઈ જતાં. વાદ-વિવાદનું અહીં પૂર્ણવિરામ આવી જતું. અમિત આ શબ્દ પર એવો ભાર મૂકી દેતા કે સામેવાળો એની સામે દલીલ કરવાની હિંમત ગૂમાવી બેસતો હતો.

ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં આ વાતને સુંદર રીતે વણી લેવામાં આવી છે. આખી ફિલ્મમાં જ્યારે જ્યારે અમિતાભ બચ્ચનની સામે દલીલનો પડકાર ઊઠે છે ત્યારે બચ્ચન સાહેબ આ એક વાક્ય ઉચ્ચારીને સામેવાળાને (મોટાભાગે એમની પત્નીનો રોલ ભજવતાં જયાજીને ખામોશ કરી દે છે: “બસ! જો કહ દિયા સો કહ દિયા!” શેરવુડના દિવસોમાં અમિતજીને જે અદાથી ‘અફ કોર્સ’ બોલવાની ટેવ પડી ગઈ હતી, એ જ અદાથી તેઓ આ વાક્ય ફિલ્મમાં વારંવાર ઉચ્ચારતા રહે છે.

એમની અંગત જીંદગીમાં શું બનતું રહે છે? અમિતજીનાં બાબુજી કવિ હરિવંશરાય કહેતા કે એમનાં ખાનદાનમાં ઘરેલું, વહેવારમાં પતિનો હુકમ ચાલશે કે પત્નીનો એનો ક્રમ  પેઢી દર પેઢીએ બદલતો રહે છે. એમણે તો આગળની છ-સાત પેઢીઓથી ચાલ્યા આવતા ક્રમનો ઉલ્લેખ કરેલો છે. પણ આપણી નિસ્બત બે-ત્રણ પેઢીઓ સાથેની છે.

કવિનાં સંસારમાં એમના પત્ની તેજી બચ્ચનનો શબ્દ છેવટનો ગણાતો હતો. અમિતાભનાં જીવનમાં એમનો પોતાનો નિર્ણય આખરી મનાતો રહ્યો છે. અભિષેકનાં લગ્નજીવનમાં દેખીતી રીતે જ એશનું વજન ભારે જણાઈ રહ્યું છે.

ખુદ અમિતાભ જરા અલગ વાત કરે છે. એમના કહેવા પ્રમાણે ‘પ્રતિક્ષા’ની ચાર દિવાલોની અંદર રાજમાતા જયા બચ્ચનની આણ પ્રવર્તે છે. કોણે કેટલા વાગે ચા પીવી, નાસ્તામાં શું ખાવુંથી માંડીને સામાજીક પ્રસંગોએ કેવોને કેટલો વહેવાર કરવો એ બધાંનો નિર્ણય જયાજી કરે છે.

અમિતાભ કોશિશો કરતાં રહે છે: “બસ! જો કહ દિયા, સો કહ દિયા!’ આવું કહેવાની; પણ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ના ક્લાઈમેક્સના દૃશ્યની જેમ જ છેવટે જયાજી બોલી નાખે છે : “બસ, મૈંને ભી જો કહ દિયા સો કહ દિયા!”

જયાજીની પીઠ થાબડવી પડે. આસમાનમાં ઊડતા આ છ ફીટને બે ઈંચ લાંબા ગરૂડને આ કબૂતરી જેવડી ગૂડ્ડી પોતાનાં વશમાં રાખી શકે છે. જાણકારોનાં મત અનુસાર જયાનાં આ સામર્થ્યના કારણે જ ‘પ્રતિક્ષા’ની ભીંતો અને ઈંટો અકબંધ રહી શકી છે!
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી