નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શું ખરેખર આજે સંબંધો ‘ડિસ્પોઝેબલ’ જ બની રહ્યાં છે?





આપણા સમાજની એક ખાસિયત છે કે તરસ છીપાઇ ગયા પછી ખાલી ગ્લાસનો કોઇ ભાવ પૂછતું નથી. અલબત્ત, આ બાબતને ક્યારેય સારી ગણવામાં આવતી નથી. છતાં સમાજ પોતાના સ્વાર્થ અને મતલબ પૂરતો દરેકનો ઉપયોગ પોતાની રીતે કરી લે છે. એક સમય હતો, જ્યારે સંબંધોને ગંભીરતાથી બાંધવામાં આવતા હતા, નિભાવવામાં આવતાં હતાં. ભલે ને માત્ર મોં બોલ્યા સંબંધો હોય તો પણ તેને એવી રીતે જાળવવામાં આવતાં કે લોકોને ક્યારેક વિચાર આવે કે આ સંબંધ કેટલા દીર્ઘકાલીન છે? માતાપિતાએ બાંધેલા સંબંધો દીકરા અને તેમના દીકરા પણ નિભાવતાં અને પેઢીઓ સુધી બે પરિવાર વચ્ચે સંબંધો સચવાયેલા રહેતાં. જ્યારે હવે જમાનો બદલાયો છે.

આજના જમાનામાં સંબંધોની ગંભીરતા ઘટી રહી છે, આત્મીયતામાં ઓટ આવી રહી છે. સંબંધોની ઉષ્મા, તેનો અર્થ અને તેનું સાચું સ્વરૂપ ધીમે ધીમે પોતાના અસ્તિત્વને ગુમાવી રહ્યાં છે. આજકાલ લોકો લોહીના સંબંધો નથી નિભાવતા, ત્યારે માત્ર માનેલા સંબંધોની તો વાત જ ક્યાં કરવી? આનું કારણ છે, આપણો સમાજ અને લોકો હવે મૂડીવાદી અને વાસ્તવિકતાવાદી બની ગયા છે. તેમને માટે એવા જ સંબંધો મહત્વના છે, જે તેમને ઉપયોગી થાય.

સમાજમાં તેમના માનમરતબા અને પ્રતિષ્ઠાને વધારે. જો આવા સંબંધો હોય તો જ લોકો તેને નિભાવવામાં માને છે. અન્યથા પોતાનું કામ થઇ જાય એટલે સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેતાં પળનીય વાર લગાડતાં નથી. આવા સંબંધો માટે એક જ શબ્દ કહેવો પૂરતો થઇ પડશે અને એ શબ્દ છે - ડિસ્પોઝેબલ. અત્યારે જે ડિસ્પોઝેબલ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે, એ જ રીતે સંબંધોને પણ ડિસ્પોઝેબલ બનાવી દેવામાં આવે છે.

આજે સંબંધોને પણ વસ્તુની માફક જોવામાં આવે છે. જ્યારે જે સંબંધનો ઉપયોગ થઇ જાય, પછી તેની જરૂર રહેતી નથી. એવા સંબંધને સાચવીને શું કામ છે? ફરી જ્યારે જરૂર પડશે, ત્યારે કોઇ એવા જ સંબંધો વિકસાવી લઇશું વિચારીને બીનઉપયોગી બની ગયેલા સંબંધોને ડિસ્પોઝ કરી દેવાય છે. આવી ભાવના જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સંબંધોની દુનિયા રણ સમાન બની જાય છે, જ્યાં સ્નેહની સરવાણી તો ઠીક, ઝાંઝવા પણ જોવા મળતાં નથી. હવે તો એવા જ સંબંધો નિભાવવામાં આવે છે, જે આર્થિક ઉપયોગિતા ધરાવતાં હોય. આવા સંબંધો કેટલા સમય સુધી ટકવાનાં? શું ખરેખર આજે સંબંધો ‘ડિસ્પોઝેબલ’ જ બની રહ્યાં છે?

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી