નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બળાત્કારનો ભોગ બનેલી એક સ્ત્રીની સાચુકલી કથામાંથી સર્જાયું નાટક





બળાત્કારનો ભોગ બનેલી એક સ્ત્રીની સાચુકલી કથા સાંભળીને નાટ્યલેખક વિલિયમ માસ્ટ્રીઓનીએ ‘એક્સ્ટ્રીમીટીઝ’ નામનું અદ્ભુત નાટક લખ્યું હતું!

ટાઇટલ્સ

He who can copy, can do ! (Leaonardo Da Vinci)

‘વર્ષો પહેલાં હું એક ૪૫ વર્ષની સ્ત્રીને મળેલો. નામ રાખીએ ‘મીરાં’. એનો જખમી ચહેરો સૂઝી ગયેલો, ઠેકઠેકાણે કાપા હતા,.ગઇ રાતે મીરાં પર બળાત્કાર થયેલો. મને નહોતી ખબર કે એ સ્ત્રી સાથેની મુલાકાત મારી જિંદગી બદલી નાખશે! હું સાવ અજાણ્યો પુરુષ હતો એટલે એણે શરમાયા વિના રેપ વિશે નગ્ન ભાષામાં બધું જ કહ્યું. ૧૯ વર્ષના એક છોકરાએ એના ઘરમાં ઘૂસીને એને એકલી જોઈને એના પર વારંવાર બળાત્કાર કર્યો. મીરાંએ પોલીસમાં ફરિયાદ કરી. મીરાંનાં ગુપ્તાંગોની ચીતરી ચઢે એવી તપાસ કરવામાં આવી. ઓળખ પરેડમાં મીરાંએ રેપિસ્ટને ઓળખી કાઢ્યો. મહિનાઓ પછી કેસ શરૂ થયા. ત્યાં મીરાંએ બળાત્કારની આખી ઘટના એના પરિવાર, વકીલો, પત્રકારોની સામે વારંવાર વિસ્તારથી કહેવી પડી.

શર્મનાક સવાલો પૂછવામાં આવ્યા અને કોર્ટમાં પેલો છોકરો સફેદ શર્ટ, સૂટ અને ટાઇમાં જેન્ટલમેનની જેમ બેઠો બેઠો હસતો હતો. એ ભણેલગણેલ, પૈસાવાળાનું સંતાન લાગતો હતો. છોકરાની પૂછપરછ થઈ ત્યારે એણે થોડા રમૂજી જવાબ આપ્યા. અમેરિકન કોર્ટમાં જયૂરીના સભ્યો હસી પડ્યા. સૌને લાગ્યું કે આટલો સ્વીટ છોકરો આવું કરે? એટલે મીરાં પર રેપ થયેલો એ સાબિત થયું, પણ પેલો ટીનએજર જ રેપિસ્ટ હતો એ પુરવાર ન થયું.

મીરાં કોર્ટરૂમ છોડી નીકળી ગઇ. કોર્ટની બહાર પેલા છોકરાએ હસતાં હસતાં એને ચેલેન્જ આપી, ‘તને શું લાગે છે એ રાતે જે થયું બહુ ભયાનક હતું? અને હવે પતી ગયું? જસ્ટ વેઈટ. હવે જોજે નેકસ્ટ ટાઇમ શું શું થશે?’મીરાંએ પોલીસને જાણ કરી. પોલીસે ધરપત આપી કે એના ઘરની આસપાસ નજર રખાશે, જીપ ત્યાં પેટ્રોલિંગ કરશે, એક ફોન પર પોલીસ આવી પહોંચશે. પણ મીરાં પર ખરો માનસિક રેપ હવે શરૂ થાય છે. ચોવીસ કલાકમાં ચોવીસ હજારવાર એ રેપિસ્ટના ભયથી ફફડી ઊઠતી. હવાથી પટકાતું બારણું એની ઊંઘ ઉડાડી દેતું.

રાતના સન્નાટામાં ટપકતા નળમાં એને પુરુષનાં પગલાં સંભળાતાં. પવનનો સુસવાટ, બિલાડીની અવરજવર... મીરાં દરેક ક્ષણે સેંકડો મૌત મરતી. હવે મીરાં, ફોનની પાસે લાઇટ ચાલુ રાખીને તકિયા નીચે ચાકુ લઈને સૂવા માંડી. પછી તો રોજ એ જ ડર, એ જ ભૂતાવળ, એ જ રાતો... અને આખરે એણે પેન્શન વગેરે છોડીને નોકરી છોડી દીધી, ક્યાંક દૂરના શહેરમાં કાયમ માટે ભાગી જવા ટિકિટ કઢાવી. પણ એરપોર્ટ પર જતાં પહેલાં એ મને જો ‘ગુડબાય’ કહેવા ન આવી હોત તો આ વાર્તા ક્યારેય ન લખાઇ હોત.

મીરાંએ મને એની વાત સાંભળવા માટે, સાંત્વન આપવા બદલ ભેટીને થેંકસ કહ્યું. મારા ઘરમાંથી બહાર નીકળતાં પહેલાં, ઉંબરા પર એક સેકન્ડ માટે ખબર નહીં એની અંદર શું ઝનૂન જાગ્યું કે એણે મને પાછા ફરીને કહ્યું, ‘યુ નો, રેપ કરતી વખતે પેલો રાસ્કલ એક સેકન્ડ માટે અટકેલો... સિગારેટ માટે હાથ લંબાવવા ગયો... એ વખતે મારી પાસે એક મોકો હતો કે હું એને એક લાત મારું... એ દૂર પટકાઇ ગયો હોત. એ તક, એ ક્ષણ મારા માટે મારી સામે હતી. એ ઘડી જાણે પ્રતીક્ષા કરતી હતી કે હું કંઈક કરું. પણ...પણ.. હું તોયે ત્યારે લાશની જેમ પડી રહી. જાણે લકવો મારી ગયેલો.

કદાચ ‘કોઇને મારવું નહીં.’ એવા બાળપણના નપુંસક સંસ્કારો આડે આવ્યા. અથવા કદાચ મારામાં ઊંડે ઊંડે એ ડર હતો કે જો હું જોરથી લાત નહીં મારી શકું અને જો પાછો એ મને પકડશે તો? ખબર નહીં કારણ શું હતું, પણ મેં કંઈ ના કર્યું. એણે આરામથી આખી સીગરેટ પીધી. ફરીથી બળાત્કાર કર્યો અને ટેબલ લેમ્પથી મને મારી. ત્યારથી બસ હવે હું આખી જિંદગી એ તક વિશે વિચાર્યા કરું છું. એક વાર જો મેં એને માર્યો હોત તો મને કેવી શાંતિ મળત એ વિચાર જ હવે મારી ફેન્ટસી બની ગઇ છે કે હું એને લાતો મારી રહી છું. એ નીચે પટકાય છે. હું એને પીટતી જ જાઉં છું. બસ, આ બધાં દ્રશ્યો મને આંખ સામે દેખાય છે.

ખરેખર, એની બસ એક ચીસ સાંભળવા મળે તો? હું એ ચીસ સાંભળવા તડપું છું. મેં ત્યારે કંઇક કર્યું હોત તો એ એક ક્ષણમાં મને મારો ન્યાય મળી ગયો હોત, પછી કોર્ટમાં મળે કે ન મળે. પણ કંઈ ન કરી શકી. હવે મારાં ખોળિયાની અંદર છુપાયેલી એક ‘કાયર સ્ત્રી’ સાથે બાકીની જિંદગી જીવવી પડશે. થાય છે કાશ, પાંચ મિનિટ બંધ કમરામાં એની સાથે હું એકલી હોઉં અને. પછી હું એને... કાશ...’ મીરાંએ વાક્ય પૂરું ન કર્યું... અધૂરા વાક્ય પછીની ખાલી જગ્યા મૂકીને એ કાયમ માટે બહાર નીકળી ગઈ.’ અને એ ‘ખાલી જગ્યા પૂરો’ માટે નાટ્ય લેખક વિલિયમ માસ્ટ્રીઓનીએ ‘એક્સ્ટ્રીમીટીઝ’ નામનું નાટક લખ્યું!

ઇન્ટરવલ

એ ઈશ્વર, મારા પાડોશી, માફ કરજે, રાત-બેરાત તારા દરવાજાની સાંકળ ખખડાવીને હું તને જગાડું છું!(રિલ્કે)મીરાંના પ્રતિશોધની નપુંસક ફેન્ટસી, રેપિસ્ટને મારવાની અદમ્ય ઇચ્છામાંથી ત્રણ સ્ત્રી અને એક પુરુષનાં ચાર પાત્રોવાળું ‘એક્સ્ટ્રીમીટીઝ’ નાટક જન્મ્યું. જે ગામ ગામ શહેર શહેર ભજવાયું. મફતમાં, ટિકિટ સાથે, રસ્તા પર, સ્કૂલોમાં, સોસાયટીની અગાશી પર.. એ નાટકમાં એક સ્ત્રી એના રેપિસ્ટને પકડી લે છે. બાંધે છે અને ખૂબ મારે છે. આ નાટકની એવી અસર થતી કે પ્રેક્ષકોમાંથી સ્ત્રીઓ સ્ટેજ પર ચઢી આવતી. ભાન ભૂલીને ચીસો પાડતી. રેપિસ્ટને ગાળો આપતી.

વિલિયમ કહે છે કે મીરાંના ગયા પછી મારી અંદર ગુસ્સો અને ચીતરીની ભાવના જન્મી હતી. ચીતરી એટલે કે એક સ્ત્રીની આખી લાઇફ બરબાદ થઇ ગઇ અને ગુસ્સો એટલે કે એની આસપાસનો સમાજ કે ન્યાયતંત્ર કંઈ જ કરી ન શક્યાં!‘એક્સ્ટ્રીમીટીઝ’માં માયા નામની ૩૫ વર્ષની સ્ત્રી એક બપોરે એકલી છે. પેસ્ટકંટ્રોલને બહાને એક જુવાન એના ઘરમાં ઘૂસે છે, સ્ત્રીને એકલી જોઇ અચાનક બળાત્કાર કરવા માંડે છે અને એક પોઇન્ટ પર નાટકની હીરોઇન માયા પેલાને કચકચાવીને લાત મારે છે. (એ ‘લાત’ જે પેલી ‘મીરાં’ એનાં વાસ્તવિક જીવનમાં મારી નહોતી શકી.) માયા રેપિસ્ટને પકડી લે છે, બાંધે છે, ટોર્ચર કરે છે, ખૂબ મારે છે, પણ પેલો એને ખુલ્લેઆમ ચેલેન્જ કરે છે કે કોર્ટમાં કંઇ પુરવાર નહીં થાય! એવામાં એક પછી એક, હીરોઈનની બીજી બે ફ્રેન્ડ્ઝ પ્રવેશે છે અને હવે શરૂ થાય છે ખરું નાટક.

એમાંની એક છોકરી નીના પેલા રેપિસ્ટથી ડરીને એને છોડી દેવાની વાત કરે છે. બીજી સ્ત્રી અનુ, રેપિસ્ટની વાતોમાં આવી જઇને એને સહાનુભૂતિ આપે છે! ત્રણ સ્ત્રીઓ, એક બંધક પુરુષ અને ચાર દીવાલોમાં સ્ત્રી-પુરુષના સંબંધો, એની પોલિટિકસ, એનાં ખતરનાક સમીકરણોની શેતરંજ જેવી ભયાનક રમત રમાય છે. પેલો રેપિસ્ટ હીરોઈનની ફ્રેન્ડ નીનાના કાન ભંભેરે છે કે માયા અને નીનાના બોયફ્રેન્ડનું ચક્કર ચાલે છે એટલે એ બેમાં ફૂટ પડી જાય છે. અનુ, જે સોશિયલ વર્કર છે એ માનવ અધિકાર (હ્યુમન રાઈટ્સ)ની વાત કરીને માયાને દોષી ઠેરવે છે. કાચિંડા જેવો પેલો રેપિસ્ટ, રડારોળ કરીને ત્રાગું કરે છે કે માયાએ જ એને રાત ગાળવા બોલાવેલો.

નીના અને અનુ, ડરનાં માયાઁ કે સહાનુભૂતિથી રેપિસ્ટને સાથ આપે છે. એવામાં ટીવી પર બળાત્કારના ન્યૂઝ આવે છે. રેપિસ્ટ ક્રૂર હસે છે અને ત્યાર પછી સડકછાપ ગુંડાની જેમ માયા પેલાને મારે છે. પેલો કબૂલ કરે છે કે એણે આજ સુધી ૧૫ બળાત્કાર કર્યા છે, પણ એની પત્ની અને દીકરીને એનું આ પાશવી રૂપ ખબર નથી! ‘પણ જોકે પોલીસને બોલાવીએ તોયે શું થશે? ન્યાય મળશે? આ પશુ પકડાઇ જશે? અને પછી સમાજમાં શું શું ધજાગરા ઊઠશે...’ વગેરે વાતોની દર્દનાક ચર્ચા અને ઉત્તરહીન સન્નાટામાં ‘એક્સટ્રીમીટીઝ’ નાટક પૂરું થાય છે. વેલ, આ નાટક તો અમેરિકન સભ્ય સમાજનું નાટક છે પણ આપણે ત્યાં આજેય દિલ્હીમાં રોજ પાંચ વર્ષની બાળકીથી લઈને ૮૦ વર્ષની વૃદ્ધા પર અનેક બળાત્કાર થયાં કરે છે.

બીજાં રાજ્યોમાં પણ ક્યાંક મસ્તીમાં, ક્યાંક હુલ્લડમાં, ક્યાંક વેરમાં આવું થયા જ કરે છે. શહેરોમાં આવેલો નવો પૈસો, સત્તાની પહોંચથી આ બધું ‘સેટિંગ’ સાથે થાય છે. ભારત ધીરે ધીરે ‘રેપ-પ્રધાન’ દેશ બની રહ્યો છે. આઇટેમ સોંગથી પ્રજાને ઉશ્કેરનાર ફિલ્મો, સેક્સી ફોટાઓથી ગલગલિયાં કરતાં ફેસબુકનાં સ્ટેટસો, ઇન્ટરનેટની પોર્નોગ્રાફી, સ્ત્રી શરીર વિશે શૃંગાર રસરંજિત વાક્યો, ફેશન ઇન્ડસ્ટ્રી દ્વારા જાહેરાતોમાં સ્ત્રીને ‘વસ્તુ’ બતાવતી વૃત્તિ. અને આ બધાંમાં ખૂંપેલો સમાજ જાણેઅજાણે દરેક રેપમાં સંડોવાયેલો છે. કવિ ચંદ્રકાન્ત શાહે ‘ખેલૈયો’ નામના મ્યુઝિકલ નાટકમાં એક વ્યંગાત્મક ગીત લખેલું ‘રેપ કરો ભૈ રેપ કરો.

રેપ અમારી રામાયણ ને અમે રેપના રામ.. રેપ કરાવો નવ દહાડા નવરાત દશેરા, કાળી ચૌદસ, આસો માસે દિવાળી હો કે હોળી હો ભૈ, રેપ અમારો સદા બહાર ને બધાં દુ:ખોની એક દવા છે, અપહરણ, જળહરણ, બળહરણ, દ્રવહરણ, મોહહરણ મૂકો દાન.. ભૈ રેપ મેં ભલાપન કામ... રેપ હૈ મન કા, તન કા, સુરત હાક, હાથ, કાન, નાક, નૈન, મસ્તકથી પગના રેપ કરો ભૈ, રેપ તો પાઘડિયાળાં, કેસરિયાળાં, ઘૂઘરિયાળાં, બહુ બળિયાળાં, ફૂમતાળાં... બંધ બારણે, નિળયાં નીચે, રેપ કરો ભાઈ રેપ!’ શું આ ગીત આપણું સામાજિક સત્ય બની રહ્યું છે? વિલિયમ માસ્ટ્રોઆનીએ રેપ વિશે જે રિસર્ચ કરેલું એની ચોંકાવનારી વાતો આગળ ઉપર કરીએ ત્યાં સુધી આપણે સૌએ એક અર્દશ્ય અદાલતનાં કઠેડામાં ઊભા રહેવું પડશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી