નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઇન્કમ ટેક્સ ચુકવવાના નવા નિયમો જાણી લો

-આ નિયમથી વિદેશમાંથી દેશમાં આવતા ધન પર સરકારની રહેશે નજર
-કરદાતાઓએ દેશ બહારની આવકોની પણ આપવી પડશે જાણકારી

સરકારે આ વખતે ઇન્કમ ટેક્સના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. જો તમારી વાર્ષિક આવક 10 લાખથી વધારે છે તો તમારે આ વખતે ઇન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઇન જમા કરાવવું પડશે.

ટેક્સ એક્સપર્ટ અરુણ ચંડોકે જણાવ્યા પ્રમાણે સરકારના આ પગલાથી લોકોને ફાયદો થશે કેમ કે ઓનલાઇન જમા કરાવવાથી તેમની રિફંડ પ્રોસેસ ઝડપી બનશે. ઇનકમ ટેક્સ વિભાગમાં રિફંડની ગતિ 10 લાખ રિફંડ પ્રતિ મિનિટ છે.

સરકારે નાણાકીય વર્ષ 2011-12 માટે 10 લાખથી વધારે આવકવાળા લોકો માટે ઓનલાઇન ઇનકમ ટેક્સ રિટર્ન ભરવું અનિવાર્ય કરાયું છે, જ્યારે પહેલા આ એક વિકલ્પ હતો.

ટેક્સ ભરનારાઓએ આ વખતે રિટર્નમાં દેશની બહારની સંપત્તિની પણ જાણકારી આપવી પડશે. જાણકારોના મતે સરકારના આ પગલાથી ફાયદો તો થશે જ પણ તેનાથી આવકવેરાના નિયમ વધુ કડક બનશે. જે લોકો દેશની બહાર કમાય છે તેમણે અહીં પણ ટેક્સ ચુકવવો પડશે. તેનાથી ઇનકમ ટેક્સ વિભાગ પાસે બહારથી દેશમાં આવતા ધન અંગેની સંપૂર્ણ જાણકારી હશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી