નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન, પ્રકરણ - 31

અમિતાભ રેખા માટે તીનપત્તીની બાજી હારતો જ ગયો, કેમ?

1973નું વર્ષ. હું ‘ટીનએજ’માં હતો. અખબારો અને ફિલ્મી સામયિકોમાં જયા ભાદુડી અને અમિતાભ બચ્ચનના પ્રેમસંબંધ વિષે મરચું મીઠું ભભરાવેલા સમાચાર વાંચતો રહેતો હતો. મારું મુગ્ધ મન અને વિસ્મયથી અંજાયેલી આંખો આ જગતની ગતિવિધીઓને સમજવાની મથામણ કરી રહ્યા હતા. હું સૌરાષ્ટ્રના નાનકડા શહેરમાં જન્મ્યો અને ઊછર્યો હતો. લગ્ન માટે ન્યાત-જાતના વાડા અને બંધનોથી ટેવાયેલો હતો. ફિલ્મી દુનિયામાં જે રીતે હીરો-હીરોઈનનાં ચોકઠાં ગોઠવાઈ જતા હતા એ જોઈને હું વિમાસણમાં સરી પડતો હતો: આ લોકોને કેવું સારું છે? મન થયું ત્યારે અને મન મળ્યું તેની સાથે પરણી જવાનું. ગુજરાતી ખોજા કોમની કન્યા ડિમ્પલ દિલ્હીના પંજાબી મુંડા રાજેશ ખન્ના સાથે લગ્ન કરી નાખે. પંજાબનો હિંદુ યુવાન સુનિલ દત્ત મુસ્લિમ યુવતી નરગિસને પોતાની પત્ની બનાવી શકે. આ બધાં પ્રેમલગ્ન જ કરતાં હોવા જોઈએ. બંનેના વડીલો સંમતિ આપે કે ન આપે, જો મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાજી?

જયા ભાદુડી મૂળ બંગાળનાં અને અમિતાભ બચ્ચન ઉત્તર પ્રદેશના અલ્હાબાદના. એક સશ્ય શ્યામલા એવી ભીનેવાન છોકરી અને સામે છોરા ગંગા કિનારેવાલા. આ બંનેના સંભવિત લગ્ન વિષે એમના વડીલોની પ્રતિક્રિયા કેવી રહી હશે? મારા મુગ્ધ મનને આ બધુ જાણવાની તીવ્ર જિજ્ઞાસા હતી.

.............

જયાજીના પિતા તરુણકુમાર ભાદુડી મુંબઈના એક મકાનમાંથી બહાર નીકળ્યા ત્યારે સામેથી એક લાંબો પાતળો યુવાન એમની સાથે ટકરાયો. કદાચ આ બધુ પૂર્વયોજીત હશે? યુવાને પૂછ્યું, “ આપ જ તરુણકુમાર છો?”

તરુણકુમારે હા પાડી. યુવાન પગમાં પડી ગયો. તરુણકુમારને આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, “કેમ, આ આદરભાવનું કારણ?”

“તમે જ પેલું પુસ્તક લખ્યું છે ને? અભિશપ્ત ચંબલ?”

“હા.”

“ખૂબ સુંદર લખ્યું છે. મારુ નામ અમિતાભ બચ્ચન.” યુવાને યોગ્ય મોકો જોઈને ચોક્કો મારી દીધો.

તરુણકુમાર હસ્યા, “ નામ સાંભળેલું છે. હિન્દી ફિલ્મોના અભિનેતા તરીકે. અમે મારી દીકરીના નિકટના મિત્ર લેખે પણ.”

પ્રથમ મુલાકાતમાં જ અમિતાભે ભાવિ શ્વસુરજીનુ દિલ જીતી લીધું. એમની વિનમ્રતા તરુણકુમારને ગમી ગઈ. ખાસ તો ફિલ્મી દુનિયાનો એક યુવાન વડીલોને ચરણસ્પર્શ કરવાના સંસ્કારો ધરાવતો હોય એ બાબત એમના મનમાં વસી ગઈ.

આજે પણ અમિતજીની આ ખાસિયતે એમને દેશવાસીઓના દિલમાં આટલું ઉચ્ચ સ્થાન આપી દીધું છે. નાનાં-મોટા તમામને યથાયોગ્ય માન અને પ્રેમ આપવાની એમની શૈલી ભારતીય રીત-ભાતનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ગઈ છે. ‘કૌન બનેગા કરોડપતિ?’માં આ જ બાબતે બિગ-બી છવાઈ ગયા છે.

જે મકાનની નીચે ભાવિ સસરો-જમાઈ પ્રમથવાર મળ્યા એનું નામ હતું ‘બીચ હાઉસ’. જુહૂના બીચ વિસ્તારમાં આવેલું એ એક બહુમાળી મકાન હતું. જયા ભાદુડી મુંબઈમાં આવીને શરૂઆતમાં શિવાજી પાર્કમાં એક પરિચિતના ઘરમાં રહ્યાં હતાં. પછી થોડો સમય તેઓ કાર્ટર રોડ પર આવેલા હ્રષિકેશ મુકરજીના ઘરમાં રહ્યાં. એક વાર કારકિર્દી જામી ગઈ તે પછી જયાજીએ ‘બીચ હાઉસ’માં પોતાની માલિકીનો એક ફ્લેટ ખરીદી લીધો. એમની સાથે એમનાં માતાજી ઈંદિરાજી રહેતા હતાં. પિતા તરુણકુમાર હજુ ભોપાલમાં જ હતા. પ્રસંગોપાત તેઓ દીકરીને મળવા માટે મુંબઈ આવતા રહેતા હતા. આવી જ એક મુલાકાતમાં એમની મુલાકાત આ મળવા જેવા માણસ સાથ થઈ ગઈ.

ખાસ નોંધવા જેવી વાત એ છે કે ‘બીચ હાઉસ’ના જે ફ્લેટમાં જયા ભાદુડી રહેતાં હતાં, એજ બિલ્ડીંગના નીચેના માળ પરના એક ફ્લેટમાં એક મારકણી શ્યામલ અભિનેત્રી પણ રહેતી હતી. ભવિષ્યમાં આ અભિનેત્રી જયાજીને બહુ તકલીફ આપવાની હતી.

એ અભિનેત્રી રેખા હતી. આ વાત 1973ના વર્ષની છે. અમિતાભ કોલકત્તા ખાતે જે કંપનીમાં નોકરી કરતા હતાં ત્યાંના બોસ બોની શ્રીકાંતની વાત જો સાચી માનીએ તો ‘ઝંજીર’ પ્રદર્શિત થઈ તે પહેલાંના સમયથી અમિતાભ અને રેખા એકબીજાને ઓળખતા હતાં.

એકવાર એરપોર્ટ પર અચાનક મળી ગયા ત્યારે બોનીએ અમિતજીને પૂછ્યું હતું, “તારી સાથે આ કામણગારી કન્યા કોણ છે? ઓળખાણ તો કરાવ”

ના છૂટકે અમિતજીએ પરિચય કરાવ્યો હતો, “ શી ઈઝ રેખા.” પછી બંને મિત્રો માત્ર બે પુરુષો જ સમજી શકે એવું હસી પડ્યા હતા. એ પછી એક મિત્રના ફ્લેટમાં અમિતજી ચાર-પાંચ નિકટના મિત્રો સાથે તીનપત્તીનો જુગાર રમવા બેઠા હતા, ત્યારે રેખા પણ રમતમાં સામેલ હતી.

બોનીને એ જોઈને અપાર આશ્ચર્ય થયું હતું કે રેખાને જુગાર ખેલતાં બહુ સારું આવડતું ન હતું, તેમ છતાં એ બાજી પર બાજી જીત્યે જતી હતી. બોનીને શંકા પડી. એણે અમિતને બાજુ પર ખેંચીને પૂછ્યું, “સાચું કહે, તુ જાણી જોઈને હારી રહ્યો છે ને?”

“હા.” એ વખતે અમિતજીએ આંખ મિંચકારીને જવાબ આપ્યો, “તીનપત્તીની બાજીમાં ક્યારેક હારી જવાથી પ્રેમની બાજીમાં જીતી જવાય છે.”

આનો મતલબ એ થયો કે અમિતાભ અને રેખા વચ્ચેનું ઈલુ-ઈલુ છેક 1972-73ના સમયથી ચાલ્યું આવતું હતું. એ પછી અમિતાભે જયાજી સાથે લગ્યું કર્યું?! જયાજી અને રેખા એક જ બિલ્ડિંગમાં ઉપર-નીચે રહેતા હતાં, એ માત્ર એક નિર્દોષ અકસ્માત જ હતો? કે પછી પ્રેમની રમતનો મહારથી પોતાની ભાવિ જિંદગીના સોગઠાં ગોઠવી રહ્યો હતો?

............

“આજે મે અમિતને જોયો.” ઘરમાં આવીને તરુણકુમાર ભાદુડીએ પત્નીને કહ્યું, “તું જેના વિષે મને કહ્યા કરતી હતી એ આ જ ને?”

ઈન્દિરાજીએ હા પાડી, પછી પૂછી લીધું, “તમને કેવો લાગ્યો છોકરો?” “મને એ ગમ્યો છે. સંસ્કારી યુવાને છે અને સુંદર પણ. એ ઊંચો છે પણ વધુ મહત્વની વાત એ છે કે એનુ મસ્તક ઉન્નત છે. સફેદ ઝભ્ભા-લેંઘામાં એ શોભતો હતો. પણ તું આ બધું શા માટે પૂછી રહી છે? અમિત અને જયા વચ્ચે મિત્રતા કરતાં વિશેષ કશું છે એવું તને લાગે છે ખરું?”

“એવું મને લાગે છે અવશ્ય, પણ હું ખાત્રીપૂર્વક કશું કહી નથી શકતી. અમિત અવાર-નવાર આપણે ત્યાં આવતો રહે છે. જયા પણ એની સાથે ખૂબ ખુશ હોય છે. એના ગયાં પછી જયા અમિત વિષે જ વાતો કરતી રહે છે. આ બંધુ શું કહેવાય એ હું નથી જાણતી.”

“અરે, ભાગ્યવાન! આને જ પ્રેમ કહેવાય!” તરુણકુમારે પત્નીને પ્રેમની વ્યાખ્યા સમજાવી દીધી. મરીઝ સાહેબના શેર મુજબ ‘આ પ્રેમ છે અને એના પુરાવા હજાર છે.’

અમિતાભનો પ્રેમ નિઃશબ્દ હતો. બધાંની હાજરીમાં એમનું વર્તન કાયમ શાંત અને સુરુચિપૂર્ણ રહેતું હતું. એક પણ વાર એમણે કોઈના દેખતાં જયાજી સાથે છીછરી કે અણછાજતી હરકત કરી ન હતી. એ બોલીને પોતાનો પ્રેમ ક્યારેય દર્શાવતા ન હતા. તેમ છતાં બંનેના વડીલો સમજી ગયા હતા કે એ બંને પ્રેમમાં હતા અને એમનું લગ્ન એ દિવાલ ઉપરનું લખાણ હતું : ..........

અમિતાભે તરુણકુમારજીને પૂછ્યું, “મારા અને જયાનાં લગ્ન સામે તમારા કુટુંબમાં કોઈને વાંધો તો નથી ને?”

“ના. તમે જે બાબતો વિષે વિચારતા હશો એના વિષે અમારો કશો જ વિરોધ નથી. અમે બંગાળના અને તમે ઉત્તર પ્રદેશના, અમે બ્રાહ્મણ અને તમે કાયસ્થ આ બધું ગૌણ છે. પણ લગ્નની વિધી બાબતે તમારે અમારું કહ્યું સાંભળવું પડશે.” તરુણકુમારે શરત મૂકી.

“પણ અમારો પરિવાર તદ્દન આધુનિક વિચારસરણીવાળો અને સુધારાવાદી છે. મારા મમ્મી અને બાબુજીએ આજથી ચાળીસ વર્ષ પહેલાં રજીસ્ટર્ડ મેરેજ કર્યા હતા. અમે ઈશ્વરમાં માનીએ છીએ પણ કોઈ બાહયાચારમાં અમે શ્રધ્ધા ધરાવવાથી દૂર રહીએ છીએ.” અમિતાભે સ્પષ્તા કરી.

તરુણકુમાર ગંભીર બની ગયા, “હું પણ વ્યવસાયે પત્રકાર અને લેખક છું. જગત જીવન વિષેનો મારો દ્રષ્ટિકોણ સામાન્યજનો કરતાં ઘણો વિશાળ અને આધુનિક છે. આ લગ્ન સાદગીથી સંપન્ન થાય એની સામે મને કોશો જ વાંધો નથી. પણ મારા પરિવારમાં મારા માતા-પિતાનો પણ સમાવેશ થાય છે. તેઓ બંને વયોવૃદ્ધ છે અને પરંપરામાં જીવનારા માણસ છે. એમનો એવો હઠાગ્રહ રહેશે કે લગ્ન સમયે નાનામાં નાની વિધીનું પણ પાલન કરવામાં આવે.

અમિતાભે આ શરત સ્વીકારી લીધી, “હું તમામ રીત-રીવાજમાં સહકાર આપીશ. માત્ર એક વાતનો ખ્યાલ રાખજો કે ત્રીજી તારીખે લગ્ન છે અને બીજા દિવસે એટલે કે ચોથી તારીખે અમારે પતિ-પત્નીએ ફ્લાઈટ પકડવાની છે. અમારું લંડનમાં જવાનું વીમાનથી બૂકીંગ થઈ ચૂક્યું છે.”

લગ્નની તૈયારીઓ માટે સમયનું રેશનીંગ હતું. કન્યાનાં પક્ષ તરફથી જયાનાં કેટલાંક મિત્રોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. માંડવો સલબાર હિલ ખાતે આવેલા ભાદુડી પરિવારના એક નિકટના મિત્રના ઘરમાં રાખવામાં આવ્યો હતો. વરપક્ષે અબ્બાસ સાહેબ, હ્રષિકેશ મુકરજી, અનવર અને ગુલઝાર સાહેબને જાનમાં સામેલ કરાયા હતા.

બાબુજીના ગણ્યાગાંઠ્યા નજીકના સાહિત્યકારોને જ બોલાવવામાં આવ્યા હતા. સ્વનામધન્ય કવિ ડો. ધર્મવીર ભારતી, ભગવતીચરણ વર્મા, નરેન્દ્ર શર્મા, અને કૃષ્ણકિશોર શ્રીવાસ્તવ- આ ચાર સાથે બાબુજીની યાદી પૂરી થઈ જતી હતી.

તેજી બચ્ચન તરફથી એમનાં પ્રિય સહેલી વડાપ્રધાન શ્રીમતી ગાંધીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ઈન્દિરાજી વ્યસ્ત હોવાના કારણે આવી શક્યાં ન હતાં, પણ એમણે ગાંધી પરિવારના પ્રતિનિધી લેખે પુત્ર સંજયને મોકલી આપ્યો હતો.

બચ્ચન પરિવાર કેટલી હદે પોઝીટીવ થિંકીંગ ધરાવે છે તેનો જીવતો જાગતો પુરાવો આ પ્રસંગે સામે આવી ગયો. ઈન્દિરાજી ન આવી શક્યાં એ માટે કોઈ પણના મતે તેજીજીને માઠું લાગી જવું જોઈતું હતું. કારણ કે એમની મૈત્રી કલ્પી ન શકાય તેવી ગાઢ હતી. પણ તેજીજી સંજયને આવેલો જોઈને બોલી ઉઠ્યાં, “ સારું થયું ઈન્દિરા ન આવ્યાં, નહીંતર એમની સુરક્ષા માટે જ એટલી ધમાલ અને સરકારી બંદોબસ્તની માથાકૂટ થઈ પડત કે લોકોના ટોળા ઉમટી પડ્યા હોત!”

આ એક અંગત કૌટુંબિક પ્રસંગ હતો અને અમિતાભ એને તદ્દન ખાનગી જ રાખવા માગતા હતા. તેમ છતાં કેટલાંક ચુનંદા પત્રકારોને વાતની ગંધ આવી ગઈ. બીજા દિવસે અખબારોમાં અમિતાભ-જયાના લગ્નની તસ્વીરો અહેવાલ સહિત પ્રકાશિત થઈ જ ગયાં.(મને યાદ છે કે મેં એ રિપોર્ટીંગ ધ્યાનથી વાંચ્યું હતું અને વર-વધૂના વસ્ત્રોમાં લંબુજી અને ગુડ્ડીનો ફોટોગ્રાફ પણ જોયો હતો.)

બંગાળી રીતરીવાજ અનુસાર સમી સાંજથી શરૂ થયેલી લગ્નની વિધી રાતભર ચાલતી રહી. જયાના વૃદ્ધ દાદા-દાદીની ઈચ્છાનું માન જાળવવા માટે અમિતાભ ચૂપચાપ ચોરીનો ધૂમાડો ખાતાં રહ્યા. હસતા મુખે ગોરમહારાજે જેમ કહ્યું તેમ કરતાં રહ્યાં.

‘સ્કાયલાર્ક’ બિલ્ડીંગના સૌથી ઊપલા માળે લગ્નવિધી રાખવામાં આવી હતી. ગોર મહારાજનુ નામ ભૂપેન્દ્રનાથ ભટ્ટાચાર્ય હતું. ભલે આમંત્રિતોની સંખ્યા ઓછી હતી, તો પણ આખરે તો આ એક લગ્ન થતું હતું. પડોશીઓને ખબર તો પડે જ ને! આસપાસના ફ્લેટ્સમાં રહેતા પાડોશીઓ પૂછવા આવ્યા- “જયા-અમિતાભનું લગ્ન થઈ રહ્યું છે?”

એમને જવાબ આપવામાં આવ્યો, “હા, પણ સાચું નહીં, આ તો એમની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.”

રાત્રિના અંતિમ પ્રહરમાં દુલ્હનને લઈને વરરાજા સ્વગૃહે પરત ફર્યા. ‘મંગલ’ નિવાસમાં વરવધૂના મંગલપ્રવેશની શુભ ઘડી આવી પહોંચી. જયા દંગ રહી જાય તેવી ઘટના હવે બનવાની હતી. એનાં અપાર આશ્ચર્ય વચ્ચે એણે જોયું કે એનાં સાસુ અને સસરા એટલે કે તેજીજી અને કવિ બચ્ચન પોતાની પુત્રવધૂને આવકારવા માટે શબ્દશ: એનાં પગમાં ઝૂકી રહ્યા હતાં.!!! શા માટે? એની વાત આવતા અંકમાં.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!