નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન, પ્રકરણ- 23

સર ઝમીન- એ – હિન્દુસ્તાન... (ફિલ્મીસ્તાન)... અસ્સલામ આલેકુમ... મેરા નામ બાદશાહ ખાન... – ખુદાગવાહ

અમિતાભ - રાખીનાં આ ‘સંબંધો’ની તમને ખબર નહીં જ હોય!
હું અમિતાભનો ચાહક છું. તમે પણ છો જ. જો તમે અમિતજીની ફિલ્મોને શરૂથી ‘ફોલો’ કરતાં રહ્યાં હશો, તો તમને એમની છાપ એક ગંભીર કિસમના અભિનેતા તરીકેની પડી હશે. ફિલ્મ ‘આનંદ’માં ડૉ. ભાસ્કર લગભગ પૂરી ફિલ્મમાં સોગીયું મોં કરીને ફરતો રહે છે. એની સામે આનંદના પાત્રમાં રાજેશ ખન્ના પળે-પળ આપણને હસાવતો રહે છે.

ફિલ્મ ‘અભિમાન’, ‘મિલી’ ,’ઝંઝીર’ , ‘દીવાર’ , ‘શોલે’ , ‘નમકહરામ’ આ બધી ફિલ્મોમાં અમિતજીનું ગંભીર સ્વરૂપ બહાર આવે છે.

ક્યારેક મારા મનમાં પ્રશ્ન ઊઠતો હતો કે આ કલાકાર એની અંગત જીંદગીમાં પણ શું આવો જ ગંભીર, દિવેલીયો અને મૂંજી હશે? એ જો ખરેખર એવા હોય તો પણ મારા મનમાંથી એમનું સ્થાન લેશમાત્ર નીચે ઊતરી જવાનું ન હતું. કેમ કે, મેં પોતે પણ જીંદગીને બહું ગંભીરતાથી લીધેલી છે. મારી રોજેરોજની જીંદગીમાં હું બધાંની સાથે ઠઠ્ઠામશ્કરી, હા-હા હી-હી કે છીછરાપણું કરતો રહેતો નથી. પણ મારા નિકટના અંગત મિત્રોની સાથે હોઉં છું ત્યારે હું હળવોફુલ હોઉં છું. મિત્રોને પેટ દુઃખી જાય એ હદે હું હસાવતો ત્યારે હું હળવોફુલ હોઉં છું. શું અમિતાભ પણ અંગત જીંદગીમાં આવું કરતા હશે?

આનો જવાબ રાખી પાસેથી જાણી શકાય.

------ ------ ----- ------ ------ ------ ------ ------ ------ ------ ------ ------ ---

રાખી એટલે હિંદી ફિલ્મોની જાણીતી અભિનેત્રી ‘જીવનમૃત્યુ’ એ એની પહેલી ફિલ્મ. એ પછી તપસ્યા, કભી-કભી, દૂસરા આદમી, બ્લેક મેઈલ અને લાલ પત્થર જેવી એનેક ફિલ્મોમાં એણે કામ કર્યું. ત્રિશુલ અને કરન-અર્જુન જેવી ફિલ્મોમાં તો એણે હીરોની માતાની ભૂમિકાઓ પણ ભજવી. બબ્બે વાર લગ્નો કર્યા અને બંને વાર દાંપત્ય જીવન ભાંગી પડ્યું. ગુલઝાર સાથેના વિભાજન પછી એ શરાબ અને સિગારેટમાં ડૂબી ગઈ. એક પ્રતિભાવાન અભિનેત્રી પૂર્ણ કળાએ ખીલે તે પહેલા જ કરમાઈ ગઈ. અત્યારે રાખી લગભગ ગુમનામીની જીંદગી વ્યતીત કરી રહી છે.

રાખી અને અમિતાભ પ્રથમવાર ફિલ્મ ‘રેશમા ઔર શેરા’ના શૂટીંગ વખતે મળ્યા હતાં. સુનિલ દત્ત સાહેબનું હોમ પ્રોડક્શન એવી આ ફિલ્મ આ બંને કલાકારો માટે કારકિર્દીની બીજી જ ફિલ્મ હતી. રાખી ત્યાં સુધીમાં ‘જીવનમૃત્યુ’ નામની સુપરહિટ ફિલ્મ આપી ચૂકી હતી, તો અમિતાભ ‘સાત હિંદુસ્તાની’ નામની સુપર ફ્લોપ ફિલ્મમાં કામ કરી ચૂક્યા હતાં.

‘રેશમા ઔર શેરા’નું મોટાભાગનું શૂટીંગ રાજસ્થાનનાં જેસલમેર જિલ્લાના સરહદ પરના ગામ પોચીનામાં કવામાં આવ્યું હતું. યુનિટનાં તમામ સભ્યો માટે રણપ્રદેશમાં તંબુઓ ઊભા કરવામાં આવ્યા હતાં. સુનિલ દત્તે જામેલા કલાકારો માટે એક-એક અલાયદા તંબુની ફાળવણી કરી હતી. નરગિસજી, વહિદા અને રાખી પોતાના તંબુમાં એમની આયાને સાથે રાખી શકતી હતી.

અમિતાભ તો સાવ નવા અને પ્રમાણમાં અજાણ્યા કલાકાર હતાં. તેજી બચ્ચન અને નરગિસજીનાં અંગત સંબંધોને કારણે દત્ત સાહેબે એને એક સાવ નાનકડી ભૂમિકા માટે પસંદ કર્યા હતાં. એમને અલાયદો તંબુ ક્યાંથી મળે?! ત્રણ નવોદિતો વચ્ચે એક તંબુ ફાળવવામાં આવ્યો. અમિતાભ, રણજીત અને અમરિશ પુરી. રણજીત પાછળથી ખલનાયક તરીકે ખૂબ જાણીતો બન્યો અને અમરિશ પુરી (મુગેમ્બો ખુશ હુઆ !) ને તો કોણ નથી ઓળખતું !

રાખીને એ દિવસો હજી પણ યાદ છે. એનો તંબુ અમિતનાં તંબુની સાવ બાજુમાં જ હતો. એક દિવસ સવારે અમિત પોતાના તંબુમાંથી બહાર નીકળ્યો ત્યારે એણે રાખીને પણ ખુલ્લામાં ઊભેલી જોઈ. અમિતે બંગાળીમાં એની સાથે વાત કરવાનું શરૂ કરી દીધું. પહેલી જ મુલાકાતમાં રાખીને એણે ‘દીદી’ કહીને સંબોધન કરવાનું શરૂ કર્યું. આજે પણ રાખી અમિતાભ માટે ‘રાખી દીદી’ જ છે. આ વાત જાણી ત્યારે મને અપાર આશ્ચર્ય થયું. ફિલ્મ ‘કભી-કભી’ની શરૂઆતના ઉત્કટ પ્રણયદૃશ્યોમાં આ ‘દીદી અને ભૈયા’ એ કેવી રીતે આટલો જીવંત અભિનય આપ્યો હશે?!

એ ખૂબ વાતોડીયો હતો. રાખી કહે છે, બધાં ભેગા મળે ત્યારે અમિત સતત બકબક કરતો રહેતો, સૌને હસાવતો રહેતો અને પછી વચ્ચે અચાનક ખામોશ થઈ જતો હતો. જાણે કે એ ત્યાં છે જ નહીં! આ એની પુરાણી આદત હતી. યુનિટના સભ્યોને પરેશાન કરવા માટે અમિત જાત-જાતનાં તોફાનો શોધી કાઢતો હતો. એ ફિલ્મમાં રામચંદ્રન નામનાં કેમેરામેન હતાં...

રાખીએ કહેલો આ કિસ્સો લાજવાબ છે. રામચંદ્રન નામનો એ કેમેરામેન બહુ ડરપોક હતો. એને બે ચીજનો ભારે ડર હતો; સાપ અને ભૂત.

પોચીનામાં સાપ અને વીંછીનો જબરો ઉપદ્રવ હતો. દત્ત સાહેબ શૂટીંગ માટે ત્યાં પહોંચ્યા એના પ્રથમ દિવસથી જ સ્થાનિક લોકોએ આ બાબતે એમને ચેતવી દીધા હતાં. એક જાણકારે તો ત્યાં સુધી કહ્યું હતું કે- “અહીંના સાપો ભારે ઝેરી છે, પણ એ દંશ મારતા નથી. માણસ જ્યારે ગાઢ નિંદરમાં સૂતેલો હોય ત્યારે સાપ એની છાતી ઉપર ચડી બેસે છે. ફેણ માંડીને એ પોતાનું ઝેર માનવીના શ્વાસમાં ભેળવી દે છે. માણસ ધીમે-ધીમે બેહોશીમાં સરી પડે છે અને ઊંધમાં જ એનું મૃત્યુ થઈ જાય છે.”

દત્ત સાહેબ પૂછ્યું હતું કે : “ આ સાપને દૂર રાખવાનો કોઈ ઉપાય ખરો? ”

જવાબ મળ્યો હતો : “હા, ખાટલમાં સૂવું અને પથારીમાં ડુંગળી મૂકી રાખવી.”

ત્યારથી યુનિટનો દરેક સભ્ય કાથીના ખાટલામાં જ સૂવા માંડ્યો હતો. દરેક પથારીમાં એક-એક ડુંગળી હંમેશા મકી રાખવામાં આવતી હતી. પણ રામચંદ્રન જેનું નામ! એ તો લગભગ ડુંગળીના ડુંગર ઉપર જ સૂતો હતો એમ કહી શકાય.

અમિતાભને આ વાતની ખબર પડી. એણે રામચંદ્રનને બિવડાવવાનું તોફાન સૂજ્યું. બનાવટી સાપ તો ત્યાં ક્યાંથી મળી શકે! એટલે એણે બનાવટી વીંછી મેળવીને રામચંદ્રનની પથારીમાં મૂકી દીધો. સવારે રામચંદ્રનની જે હાલત થઈ છે!

હવે અમિતાભે ભૂતનો ઉપાય અજમાવવાનું નક્કી કર્યું. એક રાત્રે રામચંદ્રન જ્યારે ઘસઘસાટ ઊંધતા હતાં, ત્યારે અમિતાભે રણજીત અને બીજા બે મિત્રોને સાથે લીધા. ચારેય જણાં રામચંદ્રનનાં તંબુમાં બિલ્લી પગલે દાખલ થયા. એનો ખાટલો ઊઠાવ્યો અને તંબુ દૂર ખૂલ્લા આકાશ નીચે મૂકી આવ્યા.

રામચંદ્રન જ્યારે સવારે જાગ્યા ત્યારે એમની નવાઈનો પાર ન રહ્યો. ‘ હું અહીં શી રીતે આવી ગયો?’ એના આવા પ્રશ્નનો ઉત્તર માત્ર અમિતાભ પાસે હતો, “અવશ્ય તમને ભૂતે ત્યાં ગોઠવી દીધાં હશે!” રામચંદ્રન થથરી ગયાં. એને તાવ આવી ગયો.

પણ અમિતાભને આટલાથી સંતોષ ન હતો. યુનિટમાં એક મેકઅપ મેન પાસે હતો. નામ પંડારી જુકા. અમિતાભ નવરા પડે ત્યારે એની પાસે જઈને બેસી જતા અને એનું કામ જોયા કરતા હતાં.

એક દિવસ એમણે વાત કાઢી, “ ત્યારે ચાલ, મને ભૂતનું એક મહોરું બનાવી આપ! મારા ચહેરાના માપનું. પણ એક વાતનું ધ્યાન રાખજે; એ મહોરું ભયંકર દેખાવું જોઈએ. એવું ભયંકર કે એને જોઈને ભૂતને પણ ઝાડા થઈ જાય !” પંડારી ભારે જહેમતથી ‘માસ્ક’ તૈયાર કરી આપ્યો.

એક રાત્રે રામચંદ્રન ગાઢ નીંદરમાં હતાં, ત્યારે આ ‘માસ્ક’ પહેરીને અમિતાભ એની છાતી ટૉર્ચનો પ્રકાશ એની આંખો પર ફેંક્યો. તો પણ રામચંદ્રનની ઊંધ ન તૂટી. અમિતાભ એના ગાલ પર જોરથી ટાપલી મારી દીધી. રામચંદ્રન ગભરાઈને ઊંધમાંથી જાગી ગયા, પણ એણે જે દૃશ્ય જોયું એનાથી એના હોશ ઊડી ગયાં. છાતી ઉપર એક લાંબુ ભૂત બેઠેલું હતું અને ચિત્ર-વિચિત્ર અવાજો કરી રહ્યું હતું.

રામચંદ્રનને આજ સુધી એ વાતની ખબર નથી પડી કે એ ભૂત કોણ હતું! એ બિચારો બીરૂ માણસ ત્યો ત્યાં ને ત્યાં જ બેભાન થઈ ગયો હતો.

અમિતાભના આવા બધાં તોફાનો વિષે જ્યારે દત્ત સાહેબને જાણ થઈ ત્યારે તેઓ ખૂબ નારાજ થઈ ગયાં. એમણે અમિતાભને બોલાવીને હળવો ઠપકો આપ્યો અને સમજાવ્યો પણ ખરો, “ આવું કરવાથી યુનિટના સભ્યોના કામ ઉપર ખરાબ અસર થાય છે.” એ પછી અમિતાભ શાંત બની ગયો.

‘રેશમા ઔર શેરા’ ફિલ્મમાં કામ કરવાની તક મળી એનાથી અમિતાભ અતિશય ખુશ હતાં. એનું એક કારણ દત્ત સાહેબની નજીક આવવા મળ્યું એ તો ખરું જ, પણ મુખ્ય કારણ ફિલ્મમાં હીરોઈન તરીકે વહીદા રહેમાન હતાં એ હતું.

અમિતાભ ડંકાની ચોટ ઉપર એક કરતાં વધુ વાર જાહેર કરેલું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એમના સૌથી પ્રિય અભિનેતા દિલીપકુમાર છે અને સૌથી પ્રિય અભિનેત્રી છે વહીદા રહેમાન. પોતાની કારકિર્દીની બીજી જ ફિલ્મમાં વહીદાજીની સાથે કામ કરવાની તક મળી એ વાતથી અમિતાભ ખુશ ખુશ હતાં.

એમાં પણ ફિલ્મના અંત ભાગમાં જ્યારે અમિતની સાથે વહીદાજીનાં લગ્ન થયાં ત્યારે તો અમિતજીનાં રોમાંચનો કોઈ પાર રહ્યો ન હતો. આજે પણ અમિતજી વહીદા માટે આ શબ્દો કહે છે: “ એમની ખૂબસૂરતી બેમિસાલ હતી અને અભિનય કરવાની શૈલી ઉત્તમ હતી.”

‘રેશમા ઔર શેરા’માં અમિતની ભૂમિકા નાની હતી. બધું મળીને એના ભાગે પંદર-વીસ પાનાંમાં સમાઈ શકે એટલાં સંવાદો આવતા હતાં. અમિત રોજ સવારે ઊઠીને કાગળો હાથમાં રાખીને સંવાદો ગોખતા રહેતા હતાં. અચાનક એક દિવસ જ્યારે અમિતના દૃશ્યોનું શૂટીંગ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે દત્ત સાહેબે જાહેર કરી દીધું, “તારે આખી ફિલ્મમાં એક પણ સંવાદ બોલવાનો નથી. મેં ભોલાનાં પાત્રને મૂગું કરી નાખવાનું નક્કી કર્યું છે.”

“ પણ શા માટે?” અમિતનાં અવાજમાં આઘાત હતો.

“ એવું ન માનીશ કે મને તારો અવાજ પસંદ નથી પડ્યો. હકીકતમાં તારો અવાજ ખૂબ અસરદાર છે. પણ ફિલ્મમાં તારે જેનું પાત્ર ભજવવાનું છે તે ભોલો એખ કમજોર અને ડરપોક માણસ છે. આવા માણસનો અવાજ તારા જેવો ઘેરો અને છવાઈ જાય તેવો કેવી રીતે હોઈ શકે? માટે મેં ફિલ્મનું હિત વિચારી તને ખામોશ કરવી દેવાનું નક્કી કર્યું છે.”

દત્ત સાહેબના આ નિર્ણયથી અમિતને ખરાબ તો ખૂબ લાગ્યું હશે, પણ એણે ફરિયાદનો એક શબ્દ સરખોયે ઊચ્ચાર્યો નહીં. આપણને એવો વિચાર આવે કે એ સમયે અમિતાભ સાવ નવા-સવા હોવાથી એ ફરિયાદ નહીં કરી શક્યા હોય! પણ આજે આટલા મોટા સુપરસ્ટાર બની ગયા પછીયે એમની આ જ ફીતરત રહી છે. દિગ્દર્શક જે નિર્ણય કરે તે એમને મંજુર હોય છે.

‘રેશમા ઔર શેરા’માં એમને એક અણધારી મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો. ફિલ્મમાં અચાનક વિનોદ નામનાં કલાકારનો ઊમેરો કરવામાં આવ્યો. વિનોદ એટલે વિનોદ ખન્ના. ધારદાર આંખોવાળો આ યુવાન અમિત કરતાં પણ ઘણો વધારે સોહામણો અને પ્રતિભાશાળી હતો; દત્ત સાહેબે સ્વાભાવિકપણે જ એની ભૂમિકા વધારી આપી. બદલામાં અમિતના રોલ ઉપર કાતર ફરી ગઈ. તે દિવસથી આ બંને કલાકારો વચ્ચે મોરચા મંડાઈ ગા. આ લડાઈ કોઈ છીછરા સ્તરની લડાઈ ન હતી; આ તો સર્વોપરીતા માટેનો જંગ હતો. ‘અમર, અકબર,એન્થોની’, ‘હેરાફેરી’, ‘પરવરીશ’ અને ‘’મુકદ્દર સિકંદર’ જેવી કેટલીયે સુપરહિટ ફિલ્મોમાં આ બંનેની ટક્કર ઝીલી હોય તો તે હતાં વિનોદ ખન્ના પર્સનાલિટીની દૃષ્ટિએ, અભિનયની બાબતે અને ફિલ્મમાં બે વેંત ચડીયાતા રહેવાની વાતમાં વિનોદ ખન્ના હંમેશા અમિતાભને હંફાવતા હતાં.

પડદાની બહાર પણ અમિતાભ અને વિનોદનો ટકરાવ ચાલુ રહ્યો. જાહેરમાં તો ક્યારેય બેમાંથી એક પણ જણે અભદ્ર ટીકા કે ટીખણી કદિયે કરી નથી; પણ એમનાં નિર્ણયો ઘણુંબધું બોલી નાખતા હતાં. એક તબક્કે શિખર ઉપર ટકી રહેવાની ભારે કશ્મકશ અને સંઘર્ષના માનસિક યુદ્ધમાં અમિતાભ એક ડગલું આગળ નીકળી ગયાં. એક ચોક્કસ તબક્કે વિનોદ ખન્ના નંબર ટુનું સ્થાન છોડીને ઓશો રજનિશના ઓરેગોન ખાતેના આશ્રમમાં માળીકામ કરવા ચાલ્યા ગયાં. શું એની પાછળનું કારણ માત્ર વૈરાગ્ય હતું? તો પછી તેઓ પાછા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શા માટે આવ્યાં? હું અંગત રીતે માનું છું કે અમિતાભ બચ્ચન સામેના કારકિર્દીના રણમેદાનમાં અભિનયનું યુદ્ધ તો વિનોદ ખન્ના જીતી શક્યા હતાં, પણ કદાચ દાવપેચની લડાઈ હારી ગયા હતાં. ચેસની રમતમાં જે માનસિક રીતે તૂટી જાય તેની જ હાર થાય!

વર્ષો પછી વિનોદ ખન્નાએ જ્યારે રાજકારણમાં પ્રવેશવાનું નક્કી કર્યું ત્યારે પણ એમણે પસંદગી ભારતીય જનતા પાર્ટી ઉપર ઉતારી; આ વાત સૂચક છે. એમના કટ્ટર પ્રતિસ્પર્ધી અમિતાભ એ વખતે કોંગ્રેસમાં હતાં અને રાજીવ ગાંધીની ખૂબ નજીક હતાં. એક જ બોડમાં બે સિંહો રહી શકે તેવું ન હતું!

( આવું જ રાજ બબ્બરની બાબતમાં પણ બન્યું હતું. અહીં ન લખી શકાય તેવા કારણસર રાજ બબ્બરે હંમેશા અમિતાભ ન હોય તેવા પક્ષમાં રહેવાનું પસંદ કર્યું પડ્યું. જ્યાં સુધી અમિતાભ ગાંધી પરિવારની નજીક હતાં, ત્યાં સુધી રાજ બબ્બર મુલાયમસિંહ યાદવના સમાજવાદી પક્ષમાં રહ્યાં. જ્યારે અમિતાભ મુલાયમસિંહનાં મિત્ર બન્યા ત્યારે રાજ બબ્બર માટે ત્યાં ટકી રહેવું કઠીન થઈ પડ્યું. એમણે કોંગ્રસનું દામન પકડી લીધું. સપાટી ઉપરની હિલચાલો સામાન્ય અને સહજ ભલે દેખાતી હોય, પણ દરિયાની ભીતરના વમળો ભયાવહ હોય છે.

પણ આ બધું તો હજું ભવિષ્યની કૂખમાં છુપાયેલું હતું. અત્યારે તો અમિતાભ નામનાં આ નવોદિત કલાકાર સાથે પડકારોનો પહાડ હતો અને કંટકોની કેડી. રાજેશ ખન્ના નામનું એક રોમેન્ટિક વાવાઝોડું ‘રૂપ તેરા મસ્તાના’ના તોફાન સાથએ હિંદુસ્તાનભરમાં છવાઈ ગયું હતું. જમ્પીંગ જેક જીતેન્દ્રના ‘મસ્ત બહારોં કા મૈં આશિક, મૈં જો ચાહું પ્યાર કરું’ એ ગીતની ઊછળકૂદ હજી સિનેરસિકોના દિમાગમાંથી ભૂંસાઈ ન હતી. ધર્મેન્દ્ર પાજી એમના ફૌલાદી બાહુઓ સાથે કૂતરાઓ અને કમીનાઓનું ખૂન પીવા માટે તલસી રહ્યા હતાં. રાજ કપૂર ‘જૉકર’ બનાવી રહ્યા હતાં, તો સદાબહાર દેવ સાહેબ ‘જોની મેરા નામ’ લઈને આવવા માટે થનગની રહ્યાં હતાં.

અને એક સૂકલકડી, લંબુજી આ તમામ મહારથીઓને ધૂળ ચાટતા કરવાની અશક્ય ઝંખના છાતીમાં ભરીને રૂપેરી પડદાની આગ ઝરતી કેડી ઉપર પા-પા પગલી ભરી રહ્યો હતો.

તકલીફ એજ જ વાતની હતી: એને રહેવા માટે ઘર ન હતું! બાંકડા ઉપર સૂવાનું હતું અને આ ગીત ગણગણવાનું હતું: રહને કો ઘર નહીં હૈ, સારા જહાં હમારા!


Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી