નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તન-મન રાખે સ્વસ્થ સ્પા ટ્રીટમેન્ટ





પ્રશ્ન :મારે સ્પા ટ્રીટમેન્ટ લેવી છે, પરંતુ મને ખ્યાલ નથી કે સ્પા ટ્રીટમેન્ટ કેવી રીતે લેવાય? આ સ્પા ટ્રીટમેન્ટ ક્યાં લઇ શકાય? તેમાં શેનો સમાવેશ થતો હોય છે?

ઉત્તર :તમે કોઇ પણ બ્યૂટિ પાર્લરમાં જઇને સ્પા ટ્રીટમેન્ટ લઇ શકો છો. સામાન્ય રીતે સ્પા ટ્રીટમેન્ટમાં બોડી સ્પા, હેર સ્પા વગેરેનો સમાવેશ થાય છે. સ્પા ટ્રીટમેન્ટ લેવાથી શરીર રિલેકસ થાય છે અને ત્વચા સ્વચ્છ તથા કાંતિવાન બને છે. જ્યારે હેર સ્પા ટ્રીટમેન્ટ વાળને સ્વસ્થ, મુલાયમ અને ચમકદાર બનાવે છે. તમે કોઇ બ્યૂટિ પાર્લરમાં આ ટ્રીટમેન્ટ લઇ શકો છો.

પ્રશ્ન :મારા ચહેરા પર ખૂબ જ ફોલ્લીઓ થઇ જાય છે. મને કોઇએ એવી સલાહ આપી કે મારે સુખડના પાઉડરનો લેપ લગાવવો જોઇએ. શું આ લેપ લગાવવાથી ફોલ્લીઓ દૂર થઇ જશે?

ઉત્તર :સુખડના પાઉડરથી ઠંડક થાય છે. તમારી ત્વચા તૈલી હોય તો ઉનાળામાં તૈલગ્રંથિઓમાંથી તેલ વધારે નીકળે છે. ધૂળના રજકણો, માટી, મેલ વગેરે તેની સાથે ભળવાથી ત્વચા પર ફોલ્લીઓ થઇ જાય છે. તમે સુખડના પાઉડરમાં થોડું ગુલાબજળ મિકસ કરીને ચહેરા પર જ્યાં ફોલ્લીઓ થઇ હોય ત્યાં નિયમિતરૂપે લગાવો. તેની ઠંડકથી ફોલ્લીઓ ઓછી થઇ જશે.

પ્રશ્ન :મારી ત્વચા નોર્મલ પ્રકારની છે. રંગ પણ ગોરો છે. છતાં આખો દિવસ ચહેરો થાકેલો હોય એવું લાગે છે. હું વર્કિંગ વુમન હોવાથી મારો ચહેરો કાંતિવાન અને તાજગીભર્યો દેખાય તે માટે શું કરવું જોઇએ?

ઉત્તર :તમે ઓફિસેથી આવીને રોજ સાંજે ફેસપેક લગાવો. આ ફેસપેક હર્બલ અથવા તો સુખડના પાઉડરમાં ગુલાબજળ ભેળવીને લગાવો તો પણ વાંધો નહીં. જ્યારે ફેસપેક લગાવો ત્યારે થોડી વાર શાંતિથી આંખો બંધ કરી સૂઇ રહો. દર પંદર દિવસે ફેશિયલ કરાવો. ધીરે ધીરે તમારી ત્વચા કાંતિવાન બનશે અને ચહેરો પણ તાજગીભર્યો લાગશે.

પ્રશ્ન :મારા નખ ખરબચડા અને પીળાશ પડતા થઇ ગયાં છે. મને નખ વધારવાનો ખૂબ શોખ છે. જોકે નેલપોલિશ લગાવું ત્યારે તે ખરબચડા નખને લીધે સારી નથી લાગતી. મારા નખ સારા લાગે એ માટે શું કરું?

ઉત્તર :તમે ભોજનમાં કેલ્શિયમ વધારે મળે એવો આહાર લેવાનું રાખો. આ ઉપરાંત, નખની પીળાશ દૂર કરવા માટે અને નખની સપાટી સ્મૂધ બને તે માટે લીંબુની છાલ નખ પર ઘસો. બને ત્યાં સુધી ડાર્ક શેડની નેલપોલિશ ન લગાવો અને જો લગાવવી જ હોય તો સારી કંપનીની નેલપોલિશ પસંદ કરો. થોડા થોડા દિવસે મેનિકયોર કરાવતાં રહો. નખ પરની પીળાશ દૂર થઇ જશે.

પ્રશ્ન :હું એકવીસ વર્ષની છું. મારા વાળ એકદમ તૈલી છે. વાળમાં તેલ ન નાખ્યું હોય તો પણ અત્યંત ચોંટેલા રહે છે. હવે ઉનાળામાં મારે વાળની કાળજી કેવી રીતે રાખવી જોઇએ? મને વારંવાર વાળ ધોવાનું પસંદ નથી કેમ કે તેનાથી વાળ બરછટ થઇ જાય છે.

ઉત્તર :તમારી વાત સાચી છે કે વારંવાર વાળ ધોવાથી તે બરછટ થઇ જાય છે. જોકે તમારા વાળ તૈલી હોવાથી અને હવે ઉનાળામાં જ્યારે તમે બહાર નીકળો ત્યારે પરસેવો થવાથી વાળ વધારે ચીકણા અને મેલા થઇ જશે. માટે ભલે તમે રોજ વાળ ધોવાનું ન રાખો, તો દર બે દિવસે એક વાર વાળ ધૂઓ. વાળ ધોવાના હો, તેની આગલી રાતે વાળમાં તેલથી સારી રીતે માલિશ કરો.

પ્રશ્ન :મેં થોડા વખત પહેલાં વેક્સિંગ કરાવ્યું હતું. તેના બે દિવસ પછી મારા હાથ પર લાલ ચકામાં થઇ ગયાં છે. જે અનેક ઉપાય અજમાવવા છતાં દૂર થતાં નથી. આવા ચકામાં કેમ થઇ ગયાં હશે? તે કેવી રીતે દૂર થાય?

ઉત્તર :શક્ય છે કે તમે જ્યારે વેક્સિંગ કરાવ્યું હોય ત્યારે વેકસ વધારે પડતું ગરમ હોવાને લીધે ત્વચા દાઝી ગઇ હોય અને તેના લીધે આવા ચકામાં થઇ ગયાં હોય. તમે વેકસ કરાવ્યા પછી આઇસકયૂબ ઘસવાનું રાખો. હાથ પરના ચકામાં દૂર કરવા માટે કાકડીનો રસ કાઢી તેને આ ચકામાં પર લગાવો. સૂકાઇ જાય એટલે ધોઇ નાખો. ધીરે ધીરે તે દૂર થઇ જશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી