નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન, પ્રકરણ - 30

અમિતાભે એવું તે શું કર્યું હતું કે જયા એકાંતમાં જઇને રડી પડ્યાં?
હું પ્રારંભથી જ અમિતાભ બચ્ચનની ‘Reel’ અને ‘Real’ લાઇફને ઝીણી નજરે અવલોકતો રહ્યો છું. મને એમના વિષેની ઝીણી-ઝીણી વાતમાં રસ પડતો રહ્યો છે. યુવાન વયે કોઇ મિત્ર મુંબઇ ફરવા માટે ગયો હોય તે જ્યારે પાછો આવીને સમાચાર આપતો કે એ ‘અભિમાન’ના પ્રિમિયર શોમાં જઇ આવ્યો, ત્યારે બીજા મિત્રો ‘અભિમાન’ ફિલ્મ કેવી લાગી એના વિષે સવાલો કરતા અને હું જયા-અમિતજી કેવા લાગતા હતા એ વિષે પૂછપરછ કરતો હતો. મને એ જાણવામાં રસ હતો કે અમિતજી પોતાના ચાહકોને કેવી રીતે ‘હેન્ડલ’ કરતા હતા! મારે એ પણ જાણવું હતું કે અમિતજી અને જયાજી જાહેરમાં કેવી રીતે વર્તતા હતા!

અખબારો અને સામયિકોમાં અમિતાભ વિષેના નાનાં-મોટા કોઇ પણ સમાચાર છપાયા હોય તો  એના પર મારી નજર અચૂક પડી જ જતી. આવા જ એક સમાચાર એક વાર મને ચોંકાવી ગયા હતા. વાત કંઇક આવી હતી.

એક પત્રકારે ‘ઇન્ટર્વ્યૂ’ દરમિયાન અમિતજીને આ સવાલ પૂછ્યો હતો, ‘‘આપ અને જયાજી સૌ પ્રથમ વાર ક્યાં અને ક્યારે મળ્યા હતા?’’

જયા અને અમિત સૌ પ્રથમવાર ક્યાં અને ક્યારે મળ્યા હતા?

અમિતનો જવાબ હતો : ‘‘મોહન સ્ટુડિયોમાં. ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘ગુડ્ડી’નું શૂટીંગ શરૂ થવામાં હતું. જયા એ ફિલ્મની નાયિકા હતી. ઋષિદાએ અમારી બેયની ઓળખાણ કરાવી હતી....’’

આ વાંચીને મને આંચકો લાગ્યો હતો. અમિતાભ જે ઘટનાનો ઉલ્લેખ કરતા હતા તે તો 1970ના વર્ષની હતી; મારી જાણકારી મુજબ એ બંને પહેલીવાર મળ્યાં તે 1969નું વર્ષ હતું. મેં ક્યાંક સગી આંખે વાંચ્યું હતું. જયાજી જ્યારે પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતાં હતાં, ત્યારે અબ્બાસ સાહેબની સાથે અમિતાભ ત્યાં ગયા હતા. ફિલ્મ ‘સાત હિંદુસ્તાની’ના શૂટીંગ માટે ‘લોકાલ’ની પસંદગી કરવા માટે અબ્બાસ સાહેબ ત્યાં ગયા હતા. ત્યાં બોધિવૃક્ષના નામથી પ્રખ્યાત એક વિશાળ વૃક્ષની છાંયામાં અન્ય વિદ્યાર્થીઓની સાથે જયા પણ હાજર હતા. એ એક સાવ ઔપચારિક મુલાકાત હતી, પણ એ હતી તો મુલાકાત જ.

આ મુલાકાતે અમિતજીને એમની જીવનસંગિની અપાવી હતી. કોઇ પુરુષ આવી યાદગાર અને અગત્યની મુલાકાત કેવી રીતે ભૂલી જઇ જશે? પણ અમિતજી આજે પણ યાદદાસ્ત ઉપર જોર દઇ-દઇને પછી એક જ વાતની પકડી રાખે છે: ‘‘ના, જયાને મેં એ પહેલાં ક્યારેય જોઇ ન હતી. મોહન સ્ટુડિયોમાં જ અમે પહેલીવાર મળ્યાં હતા. એ ‘ગુડ્ડી’ની નાયિકા હતી અને ઋષિદાએ અમારો એકબીજાં સાથે પરિચય કરાવ્યો હતો. એ 1970નું વર્ષ હતું.....અને.....’’

ગુડ્ડીની ગડમથલ

અમિતજીની અડધી વાત સાચી છે અડધી ખોટી. મોહન સ્ટુડિયો એ વાસ્તવમાં એમની જયાજી સાથેની પહેલી નહીં, પણ બીજી મુલાકાતનો સાક્ષી છે. આટલી ચૂકને બાદ કરતાં બીજું બધું સત્ય છે.ઋષિદાએ કહ્યું હતું: ‘‘આ છે જયા ભાદુડી. મારી ફિલ્મ ‘ગુડ્ડી’ની હિરોઇન. અને આ છે અમિતાભ; મારી ફિલ્મનો હીરો.’’

હીરોએ એની આદત અનુસાર ‘નમસ્તે’ કર્યું. જયાએ માત્ર ‘હેલ્લો’ કર્યું. પછી થોડી જ વારમાં એ બેઠી હતી ત્યાંથી ઉભી થઇને ‘મેકઅપરૂપ’માં ચાલી ગઇ.

એ દિવસ હતો અઢારમી ઓગષ્ટનો અને 1970નું વર્ષ હતું. અમિતાભની સાથે એનો ગાઢ મિત્ર અનવર પણ હાજર હતો. મહેમૂદ સાહેબનો ભાઇ.

જયા રૂમમાં જઇને વિચારી રહી: ‘‘અરે! આ મારી ફિલ્મનો હીરો ક્યારથી બની ગયો? મારો હીરો તો નવીન નિશ્ચલ હતો.’’ પછી હોઠ મચકોડીને એ બબડી ઉઠી: ‘‘ઋષિદાનું ભલું પૂછવું; બે દિવસ પછી વળી કોઇ ત્રીજો હીરો પકડી લાવશે.’’

ગુડ્ડીની ધારણા સાચી પડી. થોડાંક દિવસો પછી અમિતજીને પણ ‘ગુડ્ડી’માંથી રદ કરી દેવામાં આવ્યા. એક સાવ અજાણ્યો છોકરો હીરો તરીકે આવી ગયો.

આવું કેમ બન્યું? અમિતાભ માટે આ કંઇ નવી બાબત ન હતી. એ દિવસોમાં અનેક નિર્માતાઓ પોતાની ફિલ્મોમાંથી આ અપશુકનિયાળ એક્ટરને કાઢી મૂકવાનું વ્યવહારુ ડહાપણ કરી રહ્યા હતા. પણ એમની શૈલી અપમાનજનક અને અતાર્કિક હતી. જ્યારે ઋષિકેશ મુખરજીના કૃત્ય પાછળ તર્ક હતો.

‘ગુડ્ડી’ ફિલ્મની વાર્તા ચીલાચાલુ વાર્તાઓથી સાવ અલગ હતી. એની નાયિકા યૌવનનાં ઊંબરે ઊભી છે અને હિંદી ફિલ્મોની ચમક-દમકથી અંજાયેલી છે. ફિલ્મના હીરોને એ વાસ્તવિક જિંદગીના પણ હીરો માની બેઠી છે. ફિલ્મનો નાયક જેની સાથે એનાં લગ્ન થવાના છે એ તો એની નજરમાં કશી વિસાતમાં જ નથી. ધીમે-ધીમે એ મુગ્ધ છોકરીનો ભ્રમ તૂટતો જાય છે અને ફિલ્મના અંતભાગમાં એ પેલા સાધારણ દેખાતા પણ અસલમાં એના માટે સુયોગ્ય યુવાનને પતિ તરીકે સ્વકારી લે છે.

ફિલ્મની વાર્તા જ્યારે આવી હોય ત્યારે એ મુદ્દો સમજી શકાય તેવો છે કે એનો નાયક તદન અજાણ્યો અને નવો હોવો જોઇએ. પ્રેક્ષકો માટે કોઇ સ્થાપિત ચહેરો ચાલી જ ન શકે. શરૂમાં નવીન નિશ્ચલને એના અજાણ્યા હોવાને કારણે જ પસંદ કરાયો હતો, પણ બહુ ઝડપથી ‘સાવન ભાદોં ’ના કારણે એનો ચહેરો જાણીતો બની ગયો; એટલે એને પડતો મૂકવાનો નિર્ણય જરૂરી બની ગયો.

નવીન નિશ્ચલના સ્થાને અમિતાભને લેવાનું કારણ પણ એક જ હતું; અમિતાભ અન્ય અભિનેતાઓની સરખામણીમાં પ્રેક્ષકો માટે અજાણ્યા હતા. એમની ફિલ્મો તો આવી ગઇ હતી, પણ કોઇએ જોયેલી ન હતી. વધુમાં એ દેખાવમાં સાધારણ જણાતા હતા.

‘ગુડ્ડી’નું શૂટીંગ શરૂ થયું ત્યાં સુધીમાં ઋષિદાની તમામ ગણતરીઓ ઊંધી વળી ગઇ. અમિતાભની બે ફિલ્મો ‘બોમ્બે ટુ ગોવા’ અને ‘આનંદ’ રજૂઆત પામી ચૂકી હતી અને બંને ટિકીટબારી ઉપર સફળ સાબિત થઇ હતી. બંને ફિલ્મોની સફળતા પાછળના કારણો જો કે જૂદાં હતા. એક મેહમૂદ સાહેબને કારણે અને બીજી રાજેશ ખન્નાને કારણે ‘હિટ’ પૂરવાર થઇ હતી; પણ ગમે તેમ તે કારણે દેશભરમાં પ્રેક્ષકોમાં અમિતાભનો ચહેરો અને એમનું નામ જાણીતા બની ચૂક્યા હતા. હવે તે‘ગુડ્ડી’ના નાયક બનવા માટે યોગ્ય રહ્યા ન હતા.

ઋષિદાએ ‘ગુડ્ડી’ માટે સમીત ભાંજ નામના એક સાવ અજાણ્યા યુવાનને પસંદ કરી લીધો. જયાજી અને અમિતજીના મિલનના અવસરો અટકી પડ્યા

અમિતાભ જયાની સામે ઘૂરી ઘૂરીને જોતા

‘ગુડ્ડી’માંથી પડતાં મૂકાયા તે પહેલાં અમિતાભ બેથી ત્રણ વાર જયાને મળી શક્યા હતા. એમાંથી એક મુલાકાત તો જયાજીને આજે પણ યાદ છે. અમિતજી એમના બે ખાસ મિત્રો (અનવર અને જલાલ આગા)ને સાથે લઇને ‘સેટ’ ઉપર આવ્યા હતા. જયાને લાગ્યું હતું કે અમિતાભ એ બંને મિત્રોને ખાસ પોતાની હિરોઇન બતાવવા માટે જ લઇને આવ્યા હતા.

અમિતાભ જયાની સામે ઘૂરી-ઘૂરીને જોયા કરતા હતા; જાણે એને કાચીને કાચી ચાવી ન જવાના હોય! જયા અસ્વસ્થ બની ગઇ હતી. એણે પોતાની નજર બીજી દિશામાં હટાવી લીધી હતી. પણ થોડી ક્ષણો પછી એમણે ફરીથી અમિતાભની તરફ જોઇ લીધું હતું: તે ખાતરી કરવા માંગતી હતી કે અમિત હજુ પણ પોતાની સામે જ જોતો હતો કે નહીં! આવું વારંવાર બનતું રહ્યું; દરેક વખતે જયાએ નોંધ્યું કે અમિતાભ એની સામે જ તાકી રહ્યો હતો.

આટલું ઓછું ન હોય તેમ એ ત્રણેય મિત્રો કોઇ ગુપ્ત સાંકેતિક ભાષામાં અંદરોઅંદર વાતો કરતા હતા. એ ‘કોંડ લેંગ્વેજ’ કંઇ ખાસ અઘરી ન હતી. ‘સ’ અને ‘ટ’ના મિશ્રણથી બનેલં વાક્યો ધરાવતી એ સાંકેતિક ભાષા હિંદુસ્તાનના લગભગ ઘર-ઘરમાં જાણીતી છે. ખુદ જયા પણ એ ત્રણેય દોસ્તોની ગુપ્ત વાતચીત સમજી શકતાં હતાં.

જલાલ આગા પૂછી રહ્યા હતા: ‘‘કેવી લાગી તને આ કુડી?’’

અમિતાભે જવાબમાં જયાનાં વખાણ કર્યા હતા : ‘‘કુડી છે તો સુંદર. સ્માર્ટ પણ છે. અને અભિનય તો જબરદસ્ત કરે છે. ભંઇ, આપણને તો ગમી ગઇ છે.’’

જલાલ આગાએ ચેતવણીના સૂરમાં કહ્યું હતું,‘‘જો જે હં! એનાંથી દૂર રહેજે. એ અમારી પૂના ઇન્સ્ટિટ્યૂની છોકરી છે.’’

પણ જલાલ આગાની ચેતવણી વ્યર્થ સાબિત થઇ; અમિતાભ અને જયા ધીમે-ધીમે એકબીજાં તરફ ખેંચાણ અનુભવવા માંડ્યા હતા.

‘ગુડ્ડી’માં થોડાં દિવસ સુધી કામ કર્યા પછી હીરો બદલાઇ ગયો, પણ અમિતાભના આંટાફેરા ચાલુ જ રહ્યા. ખાસ જયાને જોવા માટે જ એ કોઇને કોઇ બહાને સેટ પર આવી ચડતા. ઋષિદાએ ‘આનંદ’ના કારણે અમિત સાથે લાગણીનો સંબંધ બંધાઇ ગયો હતો; આથી તેઓ પણ એને પ્રેમપૂર્વક આવકારતા અને લંચમાં જોડાવા માટેનો આગ્રહ પણ કરતા.

ક્રમશ: જયા અને અમિતાભ ગાઢ મિત્રો બની ગયા. હવે તેમની મુલાકાતો ફિલ્મના સેટની સરહદો તોડીને બહારની દુનિયામાં વિસ્તરી રહી. કામનાં કલાકોને બાદ કરતાં તેઓ બંને સાથે ને સાથે જ જોવામાં આવતા હતા. આ સમય ફિલ્મી મેગેઝિનો માટે ગોસિપનો મસાલો લૂંટવાનો હતો.

‘ગુડ્ડી’ ફિલ્મ પૂરી થઇ અને રિલીઝ પણ થઇ ગઇ. દસેય દિશાઓમાં જયાનાં નામનો ડંકો વાગી રહ્યો. આટલી સુંદર અને સ્વચ્છ ફિલ્મ જેને આખું કુટુંબ સાથે બેસીને નિહાળી શકે અને વળી એમાં મુગ્ધાવસ્થાના ઊંબરે ઊભેલી પેઢી માટે સુંદર ‘મેસેજ’ પણ હોય; ઉપરાંત એ પાછી ટિકીટબારી ઉપર ટંકશાળ પાડે આ વાત આજની પેઢીને નહીં સમજાય. અમે જયાની આ દંતકથા સમાન સફળતાના સાક્ષી છીએ.

નાદીરાએ અમિતાભનો ઉધડો લીધો....

અમિતાભનો સિતારો હજુયે ગર્દીશમાં જ હતો. પણ જયાએ એનો સાથ ન છોડ્યો. એ બંને હવે ‘એક નઝર’ ફિલ્મમાં સાથે કામ કરતા હતા. એમનું શૂટીંગ સ્થળ હવે મુંબઇને બદલે પૂનામાં ફેરવાયું હતું. આ દરમિયાન એ બંને ખૂબ નિકટ આવી ગયા. એટલાં નિકટ કે કોઇએ ‘આઇ લવ યુ’ કહેવાની જરૂર ન રહી કે ‘‘વિલ યુ મેરી મી?’’ એવું પૂછવાનોયે એવકાશ ન રહ્યો.

બરાબર આ સમયે જયા-અમિતાભ વચ્ચે ઝગડો થઇ ગયો. ઉગ્ર ઝગડો. વાત અત્યંત ખાનગી હતી. આજ સુધી ઝગડાનું કારણ બહાર નથી આવ્યું. પણ વાંક જયાનો જ હશે; કેમ કે માઠું અમિતજીને લાગી ગયું હતું. એમણે મોંઢું ચડાવી દીધું. જયાની સાથે સદંતર વાત કરવાનું બંધ કરી દીધું.

જયાને એ સમયે ઇલાયચી મમળાવવાની આદત પડી ગઇ હતી. ઇલાયચીની ડબ્બીએ પોતાની સાથે જ રાખતાં હતાં. રીસાયેલા પ્રેમીને મનાવવા માટે એમને એક વિચાર સૂઝ્યો. એમણે ઇલાયચી અમિતની સામે ધરી. પણ ‘રૂઠે રૂઠે પિયા, મનાઉં કૈસે?’ની જેમ આ ઉપાય નિષ્ફળ સાબિત થયો. અમિતે અપમાનજનક રીતે જયાની દિશામાંથી મોં ફેરવી લીધું.

આ ક્ષણ કદાચ એમના જીવનની નિર્ણાયક ક્ષણ હતી. બંને પ્રેમીઓ કાયમ માટે છૂટાં પડી ગયા હોત. જયાજી એકાંતમાં જઇને રડી પડ્યાં. ફિલ્મના સેટ ઉપર પીઢ ચરીત્ર અભિનેત્રી નાદીરાજી હાજર હતાં. નાદીરા એટલે રાજકપૂરની ફિલ્મ ‘શ્રી 420’માં ‘મુડ મુડ કે ના દેખ’ ગીત જેમનાં પર ફિલ્માવાયું છે તે અભિનેત્રી.

નાદીરાથી આ દ્રશ્ય જોવાયું નહીં. એમણે જયા અને અમિતને ‘મેકઅપ રૂમ’માં બોલાવ્યા. પછી અમિતનો ઉધડો લીધો,‘‘ કેમ રડાવે છે આ છોકરીને? એણે તને પ્રેમ કર્યો એ કોઇ ગુનો કર્યો છે?’’

‘‘પણ એણે મને.... !’’ અમિતજી દલીલ કરવા ગયા.

‘‘મારે તારી એક પણ વાત નથી સાંભળવી.’’ નાદીરા ગર્જી ઉઠ્યાં, ‘‘બે પ્રેમીઓ વચ્ચે ઝગડો નહીં થાય તો કોની વચ્ચે થશે? તમારી વચ્ચે ઝગડો થયો છે એ જ બાબત એ વાતની સાક્ષી પૂરે છે કે તમે કેટલાં નિકટ છો. એ સિવાય એક સ્ત્રી એક પુરુષ આમ ઝગડીને રીસાઇ શકે જ નહીં. ચાલ, માફી માંગ જયાની!’’

નાદીરાજીનાં આદેશમાં એવો પ્રભાવ હતો કે અમિતજી ના ન પાડી શક્યા. એમણે માફી માંગી લીધી. જયાએ માફી પણ આપી દીધી અને ઇલાયચી પણ!

અમિતજી ઇલાયચીના દાણા મોંમાં મમળાવી રહ્યા હતા અને મનોમન વિચારી રહ્યા હતા: ‘‘અત્યારે ભલે હું ઇલાયચીથી ચલાવી લેતો હોઉં, પણ એક વાત યાદ રાખજે, ગુડ્ડી, કે આપણાં દેશમાં રીવાજ ગોળધાણા ખાવાનો છે.’’
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી