નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન, પ્રકરણ - 32

યા-અમિતાભની ક્યાંય ન લખાયેલી અતિશય નાજુક ઘટના

ઘણીવાર હું વિચારતો હોઉં છું કે સંસ્કારિતા ક્યાંથી આવે છે? રક્ત દ્વારા? જીનેરીપ લ્બૂપ્રિન્ટમાં લખાયેલી ડી.એન.એ.ની કોડ લેંગ્વેજ દ્વારા? ઊછેર, વાતાવરણ કે સંગ-સોબતમાંથી? શાળા-કોલેજમાંથી ભણેલા પાઠોમાંથી? આસપાસના લોકોનું વાણી-વર્તન જોઈને? ધાર્મિક-આદ્યાત્મિક ગ્રંથોના વાંચનમાંથી? વડીલો અને સંતો પાસેથી વાછટની જેમ છંટાતા રહેતા ઊપદેશો અને શિખામણોમાંથી?

બીજા લોકોની વાત જવા દઈએ, માત્ર 'સેલિબ્રિટિ' તરીકે ઓળખાતી વ્યક્તિઓના જ વાણી-વર્તન વિષે મારો અંગત અનુભવ જણાવું.

ગુજરાતી સાહિત્ય વિશ્વના એક મોટા ગજાના, જાણીતા લેખકને 'મેં બુકે' માટેની કતારમાં  ક્યારનાયે  ઊભેલા શિસ્તબદ્ધ માણસોની વચ્ચે કોણી મારીને ઘૂસી જતાં જોયા છે. એ લેખક 'પ્રાચિન આર્યાવર્તની સંસ્કારિતાં વિષય ઉપર ખૂબ સુંદર ભાષણ ઠોકી જાણે છે.

તાજેતરમાં જ દિવંગત થઈ ચૂકેલા એક અતિ લોકપ્રિય ગઝલ ગાયકને મેં અમદાવાદમાં એમના એક ચાહકની સાથે બદતમીઝી કરતાં જોયેલા છે. ચાહક યુવાન ખુદ એક શિક્ષિત અને શિસ્તબદ્ધ સંસ્કારિ સજ્જન હતો. એ ઘટના પછી મેં જ્યારે પણ મારા ટી.વી. સેટ ઉપર એ ગઝલ ગાયકને એમના ઘેરા સ્વરમાં, મૃદુ અંદાઝમાં કોઈ નાજુક ગઝલના શબ્દોને હથેળીમાં મુકેલા પારાની ગોળીની જેમ રમાડતાં જોયા છે, તરત જ મેં ચેનલ બદલાવી નાખી છે.

એક ખૂબ પ્રખ્યાત હિંદી ફિલ્મ એક્ટર (એ.ગ્રેડનો) શૂટીંગ પૂરુ થયા પછી મારી સાથે વાતો કરતો બેઠો હતો. અચાનક મારા કાન પાસે એના હોઠવાલીને મને પૂછે: "દોસ્ત આપકે શહરમેં કોઈ અચ્છી સી જવાન લડકી મિલ જાયેગી? બાત યે હૈ કિ મુજે રાતમેં અકેલેમેં સોને કી આદત નહીં હૈ."

એ પછી જ્યારે પણ સિનેમાના પડદા ઉપર કોઈ વિલનના બળાત્કારનો બોગ બનવાની અણી પરથી આ હીરો મહાશય કોઈ અબળોને છોડાવવા માટે હીરોગીરી કરતાં હોય છે, મને એ સાંજ યાદ આવી ગઈ છે.

વિશ્વભરમાં શાસ્ત્રીય સંગીતમાં ઘૂમ મચાવનાર એક નામાંકિત કલાકાર, જેનું નામ બારતમાં ઘરે-ઘરે જાણીતું છે, તેને અમદાવાદમાં એક સંગીતઘેલી મુગ્ધા પાસે (કારકિર્દીમાં મદદ કરવાને બહાને) એની અબોટ કાયાની માગણી કરતાં જાણ્યો છે. એ પછી એ કલાકાર મને ક્યારેય નામાંકિત નથી લાગ્યો પણ નામીચો લાગ્યો છે.

ક્રિકેટર, કોમેન્ટેટર, ધોતીયાધારી કવિ મહોદય બ્યાંશી વર્ષનો પત્રકાર, ગુજરાતનો એક ભૂ.પૂ. મુખ્યમંત્રી - કહાં તક નામ ગિનવાયેં? એ મુખ્યમંત્રીએ તો સ્વમુખે મારી પાસેનું ટેપ રકર્ડર બંધ કરાવી દઈને કબૂલ્યું: "મારા કાર્યકાળ દરમિયાન મારી પાસે કામ માટે અરજી લઈને આવેલી એક પણ યુવાન-સુંદર સ્ત્રીને મેં ચોડી નથી."

આ બધું જોઊં છું ત્યારે મારા મનમાં સવાલ ઊઠે છે: અમિતાભ બચ્ચન પોતાની રીતભાત, વાણી-વર્તન સંસ્કારિતા ક્યાંથી પામ્યા હશે?"

આ એક હકીકત છે કે અમિતજીને જાહેરમાં કે ખાનગીમાં રીલ લાઈફમાં કે રીઅલ લાઈફમાં કોઈની સાથે કટુ વચન, રૂક્ષ વર્તન કે અસંસ્કારી-અસભ્ય ચાલ ચલગત કરતાં આજ દિન સુધી કોઈએ જોયા નથી. ફિલ્મ લાઈનના અન્ય હરીફોએ એમની મજાકો ઊડાવી હશે કે અપમાનજનક ટીપ્પણીઓ કરી હશે, પરંતુ બદલામાં અમિતજીએ ક્યારેય ઈંટનો જવાબ પત્થરથી આપ્યો નથી.

ક્યાંથી આવ્યું આ અભિજાત, શાલિન વર્તન?!?

આ પ્રશ્નનો ઉત્તર નીચેની ઘટનામાંથી મળે છે.

તેરમી જુન, 1973. વહેલી પરોઢે પોતાની નવોઢાને લઈને અમિતાભ બચ્ચન 'મંગલ' નિવાસના બારણે પહોચ્યાં. હિંદુ રીવાજ અનુસાર નવદંપતીને થોડી ક્ષણો માટે પ્રતિક્ષા કરવાનું કહેવામાં આવ્યું. ત્યાં સુધીમાં બાબુજી અને તેજી બચ્ચન ઘરની અંદર ચાલ્યા ગયા. અક્ષત અને કુમકુમની થાળી લઈને પાછા આવ્યાં. પ્રવેશ દ્વારમાં ઊભેલા દીકરાને અને ખાસ તો નવવઘૂને ઘરમાં આવકારવાની એ પવિત્ર ક્ષણ હતી.

આપણામાંથી બધાં જ એક કરતાં વધુવાર આવી ઘટનાના સાક્ષી બની ચૂક્યા છીએ. વધૂનાં કંકુપગલાં, અક્ષત ભરેલાપાત્રને પગ વડે હળવો હડસેલો મારવો, પછી સાસુ-સસરાને પગે લાગવું...વગેરે...વગેરે...!

'મંગલ'ના પ્રવેશદ્વારે જે બન્યું એવું, ભારતવર્ષમાં કદાસ ક્યારેય બન્યું નહીં હોય. અમિત-જયા ગૃહપ્રવેશની રાહ જોતા ઊભા હતાં ત્યાં કવિ હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચન એમને વધાવવા માટે આવ્યાં.

બંન્ને જણાં પરંપરાથી વિપરીત પુત્રવધૂનો ચરણસ્પર્શ કરવા માટે નીચે ઝૂક્યાં. કવિ બચ્ચન લાગણીથી છલકાતાં સ્વરે બોલી ઉઠ્યાં: "ગૃહલક્ષ્મી, ભાગ્યલક્ષ્યી અને કુળલક્ષ્મી રૂપે તમે આ ઘરમાં પ્રવેશ કરો...?

જોનારા અને સાંભળનારા દંગ રહી ગયા. ક્યાં પોતાની ઉત્કૃષ્ટ કવિતાથી દેશ આખાને મંત્રમુગ્ધ કરી મૂકનાર 'મધુશાલા'ના રચયિતા બચ્ચનજી? અને દેશના વડાપ્રધાનના અંગત સહેલી તેજીજી? અને ક્યાં 'ગુડ્ડી' અને 'બાલિકાબધુ' જેવી આંગળીના વેઢે ગણાય એટલી ફિલ્મોથી જાણીતી થયેલી અભિનેત્રી?

બે સ્વનામધન્ય વ્યક્તિઓ એક અબોધ કન્યાને શબ્દશ: ચરણસ્પર્શ કરીને પોતાના ઘરમાં આવકારી રહ્યાં હતાં!!!

બાપડી ગુડ્ડી તો પાણી-પાણી થઈ ગઈ. એના સંકોચનો પાર ન રહ્યો. પછી ધીમે-ધીમે એને ચેષ્ટાનું મહત્ત્વ સમજાતું ગયું. બચ્ચન દંપતીએ જયામાં એક ભારતીય નારીની કલ્પના કરી હતી. આ દેશ પ્રાણપ્રતિષ્ઠાનો દેશ છે. એક નિર્જીવ પત્થરમાં પણ ઈશ્વરની કલ્પના કરીને એની પ્રાણપ્રતિષ્ઠા કરવાથી એ પત્થર ભગવાન બની જાય છે. ત્યારે એક સામાન્ય યુવતી લક્ષ્મીનું રૂપ શા માટે ધારણા ન કરી શકે?|

લક્ષ્મી પણ પાછી એક પ્રકારની નહીં, ત્રણ-ત્રણ પ્રકારતી. જયાએ આ ભાવના સમજી લીધી અને સ્વીકારી પણ લીધી. એ આવી અને અમિતાભના ઘરમાં ગૃહલક્ષ્મીનો પ્રવેશ થયો. ગૃહલક્ષ્મી એટલે વધૂ. જયા આવી એ સાથે અમિતાભના કિસ્મત આડેનું પાંદડુ ખરી ગયું. એ અર્થમાં બાગ્યલક્ષ્મી. અને જયાએ બચ્ચન પરિવારને બે સુંદર સંસ્કારી સંતાનો આપ્યા. વંશવેલો આગળ ધપાવ્યો. આ અર્થમાં એ કુળલક્ષ્મી સિદ્ધ થઈ.

પણ આ ત્રણેય અર્થોનો સંગમ તો જયાજીએ એની આગળ રીતે સાર્થક કરી બતાવ્યો. જ્યાર-જ્યારે અમિતાભની ફિલ્મી કારકિર્દી ડામાડોળ થવા માંડી ત્યારે જયાએ જ એને બચાવી લીધી. લગ્ન પહેલાં 'ઝંઝીર'માં જયાએ જ એની સાથે કામ કરવાની તૈયારી દર્શાવી. લગ્ન પછી પણ જયાએ અમિતાભ પાસે કામ નહતું. ત્યારે કૃષિકેશ મુકરજીને વિનંતી કરીને જયાએ જ 'અભિમાન'નું નિર્માણ હાથમાં લીધું. એ પછી આસમાનમાં ચગતો અમિતાભનો પતંગ અચાનક જ્યારે ગોથા ખાવા માંડ્યો ત્યારે ફિલ્મોમાંથી અદ્રશ્ય થી ગયેલી જયાએ જ 'સિલસિલો'માં કમ-બેક કરીને (એ પણ રેખાની સામે અમિતાભનો પતંગ ફરી પાછો હવામાં સ્થિર કરી આપ્યો.)

'કૂલી'નો અકસ્માત, બીચકેન્ડીમાં સારવાર, જીવન-મૃત્યુ વચ્ચેના ઝોલાં, પતિની ખડે પગે કરેલી ચાકરી, વૃદ્ધ સાસુ-સસરાને તેમજ નાનાં બાળકોને સાચવતાં રહેવું, સિદ્ધિ-વિનાયકના મંદિરે પગપાળા દર્શન કરવા જવું આ બધું ગુડ્ડી બા-કાયદા અને બ-ખુબી કરતી રહી.

રેખા અને અમિતાભનો પ્રેમસંબંધ દેશભરમાં ગાજ્યો અને દાયકાઓ સુધી ગાજતો રહ્યો. પતિ-પત્ની વચ્ચે બેડરૂમમાં બંધબારણે કશીક ચર્ચા કે તકરાર કે સવાલ-જવાબ તો થયા જ હશે ને? પણ જગતની સામે આ સંસ્કારી નારીએ એક પણ વાર જવાબ નથી ખોલી. ઝેર પીનારાં બધાં શંકર નથી હોતા! ક્યારેક પાર્વતીએ પણ ઘેર પીવું પડે છે અને જીવવું પડે છે.

કસોટીઓ ઓછી નથી થઈ. કંટકો ઓછા નથી વાગ્યા. એ.બી.સી.એલની ભયંકર ખોટા, નાદારીના આરે પહોંચી ગયેલો પતિ, પરવીન બાબીએ મૂકેલા આરોપ, બોફોર્સમાં મળેલી બદનામી, 'પ્રતિક્ષા'નું લગભગ નક્કી થી ચૂકેલું લીલામ, એકસો પાંત્રીસ કરોડનું કથિત દેવું, પણ જયાએ તમામ પરિસ્થિતિઓ જાળવી લધી અને જીરવી પણ લીધી.

આ સ્ત્રીને ક્યારેય માનમાં એવું નહીં થયું હોય કે 'લાવ, જગતની સામે જઈને જવાબ આપું! મીડિયા પાસે જઈને ખુલાશો પેશ કરું! રેખાના વાળ ઝાલીને જાહેરમાં ખેંચુ, એની ફજેતી કરું!

જયાજીએ જીવનભર ખામોસ રહ્યાં છે. ક્યાંય ન લખાયેલી એક અતિશય નાજુક ઘટના અહીં જણાવું છું. ફિલ્મ 'સિલસિલા'માં એક દ્રશ્યનું ફિલ્માંકન ચાલતું હતું. અમિતાભ એક સભાગૃહમાં મંચ ઉપર બોલી રહ્યાં છે અને એમની પ્રેમિકા રેખા શ્રોતાવર્ગમાં પ્રથમ પંક્તિમાં બેસીને એમને તાકી રહ્યાં છે. ઘરે બેઠેલી જયા ટી.વી સેટ ઉપર આ દ્રશ્ય જોઈ જાય છએ. બધું સમજી જાય છે અને ટી.વી બંધ કરી દે છે. કેમેરા એમનાં ચહેરાનો 'ક્લોઝ અપ' બતાવે છે. જયાની આંખોમાં બીનાશ તરવરી ઉઠે છે.

એક પછી એક કેટલાંયે 'રીટેક્સ' થયા, પણ છેલ્લી ભીનાશવાળી વાત બનતી ન હતીં. થાકીને જયાએ એમનાં મેકઅપ મેનને કહ્યું 'દાદા! ગ્લસરીન આપશો મને?

એમનો જૂનો મેકઅપમેન ધ્રૂજી ઉઠ્યો, "બૌદી! તમને રડવા માટે ગ્લ,રીનની જરૂર ક્યારથી પડવા લાગી?" (બંગાળીમાં બૌદી=ભાભી)

જયાએ બહું ટૂંકો ઉત્તર આપ્યો, "દાદા રડી-રડીને હવે તો આંસુઓ પણ ખૂટી ગયા છે"

આ ઘટના કુદિયે પ્રકાશમાં નથી આવી. બહું અતરંગ માણસ પાસેથી સાંભળવા મળી છે.

આનું તાતપર્ય માત્રએ જણાવવાનું છે કે અમિતાભ જેવા મોટા અને મહાન કલાકર પત્ની બનવાની વેદનાઓ પણ મોટી હોય છે. પણ જયા આ બધું જીરવી ગયા છે. પતિની જાહેર પ્રતિમાને એમણે લેશમાત્ર ખંડીત થવા નથી દીધી.

મને તો આની પાછળ એક જ કારણ દેખાય છે. લગ્ન પછી ગૃહપ્રવેશ કરવાની ક્ષણે જે સસરાજી અને સાસુજી પોતાની વહુનાં પગમાં ઝૂકીને વિંતી કરે કે બેટા! આ ઘરની આબરૂને સાચવી લે જે! એ ઘરની પુત્રવધૂ જયા જેવી મહાન સ્ત્રી બની શકે.

બીજા દિવસે જે વિમાન પકડીને જયા-અમિતાભ લંડન જવા માટે રવાના થઈ ગયા. એમનો ત્યાં ત્રણ ચાર અઠવાડિયા સુધી કરવાનો કાર્યક્રમ હતો. હકીકતમાં લંડન પ્રવાસ એ જ મુખ્ય કાર્યક્રમ હતો, આ લગ્ન તો બાબુજીના આદેશથી વચમાં ટપકી પડેલી ઘટના હતી.

દીકરો-વહુ ઉડી ગયા એ પછી બાબુજીએ નિકટના મિત્રો અને સ્વજનોને એક-એક નાનકડું પાસ્ટકાર્ડ લખીને જાણ કરી: "તેમને એ જાણીને હર્ષ થશે કે ત્રીજી જુનની સાંજે અમિત અને જયાનાં લગ્ન થઈ ગયા છે. આપણે એમનાં સુધી દામ્પત્ય માટે પ્રાર્થના કરીએ."

મિત્રો અને સ્વજનો જ્યારે આ સમાચાર જાણીને અભિનંદનો તથા ભેટોની વર્ષા કરતાં હતાં ત્યારે અમિતજી એમની દુલ્હન સાથે પરદેશની ધરતી ઉપર મધુરજની માણી રહ્યાં હતાં.

એ પછીના બહુ નજીકના સમયમાં એ બંન્નેની ફિલ્મ 'અભિમાન'માં એમની મધુરજનીનું જ દ્રશ્ય આખું હિંદુસ્તાન જોઈ શકવાનું હતું.
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી