નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શું તમે વિદેશયાત્રા જઇ રહ્યાં છો? તો આટલુ જરૂર વાંચો

 
તમે વિદેશ પ્રવાસે જવાનું નક્કી કરી લીધું છે. બિસ્તરાં-પોટલાં બાંધી લીધા છે અને પ્રવાસની તારીખ પણ ઘણી નજીક છે તો તમારી વિદેશ યાત્રા સૌથી વધુ યાદગાર બની રહે અને પ્રવાસની મજા બેવડાઇ જાય તે માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. પ્લેનમાં પ્રવાસ શરૂ કરો તે પહેલાં નાની પણ મહત્વની બાબતોનો ખ્યાલ રાખો તો ખરેખર તમારો અમુલ્ય પ્રવાસ અવિસ્મરણીય બની જશે.

- એરલાઇન અથવા તો તમારા ટ્રાવેલ એજન્ટને પૂછી લો કે એરપોર્ટ પર ક્યારે પહોંચવાનું છે. પહેલાં ટિકિટ કાઉન્ટર પર જવાનું છે કે ચેકિંગ એરિયામાં એ વિશે જાણી લેવું. બધે એક્સરખા નિયમો હોતા નથી.

- જે દેશમાં ફરવા જાવ ત્યાંના વિઝાના નિયમો જાણી લો. તમારી પાસે વિઝા હોય તો તેની વેલિડિટી ચેક કરી લો.
- બોર્ડિંગ પાસ, ટિકિટ કન્ફર્મેશન, આઇ કાર્ડ વગેરે હાથવગા રાખવા.
- અમુક એરપોર્ટ પર એકથી વધુ ટર્મિનલ હોય છે એટલે તમારી ફ્લાઇટ કયા ટર્મિનલ પરથી ઉપડવાની છે તે સમયસર જાણી લો.
- ટિકિટ પર તમારી મુસાફરીની તારીખ અને ડિપાર્ચર ટાઇમ ફરીથી ચેક કરી લો. પ્રવાસની તારીખનું અચૂક ધ્યાન રાખવું. મધરાત પછીની મુસાફરી હોય તો તારીખ બદલાઇ જાય છે.
- એરલાઇન બેગેજ પોલિસી વિશે સંપૂર્ણ જાણકારી મેળવી લો. તેમાં તમારા સામાનની સંખ્યા, આકાર, વજનની મર્યાદા અંગે એરલાઇન કે ટ્રાવેલ એજન્ટ પાસેથી વિગતવાર જાણો.
- બેગમાં છરી, ચપ્પાં કે કાતર અથવા લાઇટર જેવી કોઇ ચીજ ન રાખો. ગિફ્ટ પણ પેક કરીને ન રાખો. ઓવરપેકિંગ યોગ્ય નથી. ચેકિંગ વખતે સામાન વેરવિખેર થઇ શકે છે. બને ત્યાં સુધી ઓવરપેકિંગ કરવાનો મોહ ટાળો.
- એવા કોઇ પ્રકારના ખાદ્યપદાર્થો સાથે ન રાખો જે તમારા માટે મહત્વના હોય પરંતુ સત્તાધિકારીઓને શંકા જાય, તો તેઓ તે ફેંકાવી દે છે અથવા સામાનમાંથી કઢાવી નાખે છે. માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી