નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કોઈપણ પ્રકારની પાઈરસી વગર માણો ફ્રીમાં મ્યુઝિકની મઝા..!

 
જો તમે મ્યુઝિક પાઈરસીને વધારો ના આપવા માંગતા હોવ અને લીગલ રીતે મ્યુઝિક ડાઉનલોડ કરવા માંગતા હોવ તો ઈન્ટરનેટ પર કોઈક સારી સાઈટ્સ વાપરી શકો છો, આ ઓછી કિંમત પર તમને ગીતો ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે.

કોલકાતા હાઈકોર્ટે પાઈરેસીના કાયદાનું ઉલ્લંઘન કરીને મ્યુઝિક ફાઈલ્સને ડાઉનલોડ કરી કે સ્ટ્રીમિંગ કરવાની સુવિધા આપવા વાળી ૧૦૪ જેટલી વેબસાઈટ બ્લોગ કરાવી દીધી છે. જોકે ચિંતા કરવાની જરૂર નથી, ચલો જાણીએ કેટલીક એવી વેબસાઈટ વિશે કે જ્યાંથી તમે ઘણાં બોલિવૂડના ગીતો ડાઉનલોડ કરી શકો છો.

google.co.in/music
ગુગલે મુખ્ય ત્રણ ભારતીય મ્યુઝિક વેબસાઈટ સાથે હાથ મિલાવીને પોતાની ઓનલાઈન મ્યુઝિક સ્ટ્રÃમિંગ શરૂ કરી છે, કે જ્યાં તમે પૂરી રીતે લીગલ મ્યુઝિક કંટેન્ટ સાંભળી શકશો. આના માટે saavan.com, saregama.com SAyWc in.comની સાથે સાથે કારોબારી તાલમેલ પણ કરવામાં આવ્યું છે. જો તમે ફ્રિમાં ગીત-સંગીતનો આનંદ માણવા ઈચ્છતા હોવ તો આ એક બેસ્ટ ઓપ્શન છે, જોકે અહીંયા ડાઉનલોડની સુવિધા નથી.

gaana.com
જો તમે ઈન્ટરનેટ દ્વારા તમારા પીસી કે ટેબલેટ પર સારી કવોલેટીમાં મ્યુઝિક સ્ટ્રીમિંગનો આનંદ મફ્તમાં લેવા માંગતા હોવ તો આને ચોક્કસથી અપનાવશો. લેટેસ્ટમાં રિલીઝ અને અને લોકપ્રિય ગીતોને વેબસાઈટ પર અલગથી હાઈલાઈટ કરવામાં આવ્યા છે.

flipkart.com
આ ઓનલાઈન સ્ટોરની એમપી૩ મ્યુઝિક ડાઉનલોડ સર્વિસflipkart.com/mpx-downloads થી નવા-નવા ફિલ્મી મ્યુઝિક ડાઉનલોડ કરી શકો છો. જુની અને ઓછી લોકપ્રિય ફિલ્મોના ગીતોનું આલ્બમ અહીંયા ૧૫ રૂપિયામાં મળી જશે. નવી અને લોકપ્રિય ફિલ્મોના આલ્બમ માટે ૧૫૦ રૂપિયા સુધી ચુકવવા પડી શકે છે. ફિલ્મની પૂરી સીડી કે ડીવીડી પણ ૧૦૦ કે ૪૦૦ રૂપિયા સુધીમાં flipkart.com/musicપરથી ખરીદી શકાય છે.

raaga.com
અહીંયા વધુ પડતા મ્યુઝિક ટ્રેક ૧૨ રૂપિયા સુધી ડાઉનલોડ કરી શકાય છે. વેબસાઈટના મ્યુઝિક વોલ દ્વારા નવા નવા ટ્રેક વિશે સૂચનાઓ મળતી રહે છે. હિન્દી સિવાય તમીલ, તેલુગુ , પંજાબી સહિત આશરે એક ડઝન ભાષાઓમાં અહીંયા ગીતો મળશે.

વિદેશી ગીત-સંગીત
વિદેશોમાં ઓનલાઈન સંગીત ડાઉનલોડ અને ઓર્ગેનાઈઝ કરવા માટે એપલના આઈ ટ્યૂન્સ apple.com/itunes અને માઈક્રોસોફ્ટના જુન સ્ટોર zune.net/music જેમકે ઈન્ટરનેટના સરનામાનો ઉપયોગ કરવામાં આવે છે. ,પણ ભારતમાં આ એટલું લોકપ્રિય નથી. ભારત માટે આનું અલગ સ્ટોર apple.com/in/tunesજ ઉપલબ્ધ છે. એપલ ડિવાઈસ આઈટ્યૂનથી આરામથી કનેકટ થઈ જાય છે અને મ્યુઝિક ડાઉનલોડ થયા બાદ યુઝર્સના અકાઉન્ટમાં એ વાતની જાણ થઈ જાય છે. આને આગળ પણ ફરી વાર ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. જો યુઝર પાસે આ ડિવાઈસ નથી અને તે પોતાના ડેસ્કટોપ પર ગીતો સાંભળવા માંગતા હોય તો , મેક અને પીસી કંમ્પ્યુટર માટે ઉપલબ્ધ ખાસ આઈ ટ્યૂન્સ સોફ્ટવેર દ્વારા કરી શકાય છે. આ સોફ્ટવેર ઉપર આપેલ આપવામાં વેબ યુઆરએલ પર ફ્રીમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. આ કલાઉડ આધારિત સ્ટોર પર મ્યુઝિક Music> World>Indian> Pop>Artists ની સાથે કોઈક બોલિવૂડ ફિલ્મો પણ છે. જોકે આપણાં દેશમાં પ્રચલિત રેટસ જોઈને ડાઉનલોડ કરવું, દરેક ગીત ૯૯ સેંટ એટલેકે આશરે ૪૫ રૂપિયા અને દર ફિલ્મ ૯.૯૯ ડોલર એટલેકે આશરે ૪૫૦ રૂપિયા જેટલું છે જે થોડુ મોંઘુ કહેવાય.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!