નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમદાવાદમાં બનશે ગુજરાતની સૌથી ઊંચી બિલ્ડિંગ!

- રાજ્યની સૌપ્રથમ ગ્રીન હોસ્પિટલ અને સૌથી ઊંચી બિલ્ડિંગ બનશે. હોસ્પિટલના ટેરેસ પર હેલિપેડ ઉભું કરાશે
- લક્ઝુરિયસ, સેમી-સ્પેશ્યલ અને જનરલ વોર્ડ્સ પણ બીજીબાજુ ઉભા કરાશે
- ત્રણેય ટાવરના ધાબા પર હેલિપેડ ઉભા કરાશે
- સરકાર હેલિકોપ્ટર સર્વિસ 108 ઇમરજન્સી સર્વિસીની જેમ શરૂ કરી શકે છે
ગુજરાતમાં કુદરતી હોનારત કે ઇમરજન્સી સારવાર જેવી સ્થિતિમાં તાબડતોડ તબીબી સારવાર મળે એ માટે 108 સેવાની જેમ હેલિકોપ્ટર સર્વિસ પણ શરૂ થઇ શકે છે. વાડીલાલ સારાભાઇ હોસ્પિટલને અત્યાધુનિક બનાવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ બીડું ઝડપયું છે. તેના અંતર્ગત હોસ્પિટલની પ્રીમાઇસીસમાં ત્રણ મલ્ટી-સ્પેશ્યાલિટી ટાવર ઉભા કરાશે. આ ટાવર બાંધવાનો ખર્ચ અંદાજે 331 કરોડ રૂપિયા થશે, જેનો ઉપયોગ ઇમરજન્સી સિચ્યુએશન ઉભી થાય ત્યારે કરાશે. ત્રણ ટાવરના કન્સટ્રકશન માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે.

આ અંગે એએમસીના ચીફ ગુરુપ્રસાદ મોહપતરામે જણાવ્યું કે રાજ્યની સૌપ્રથમ ગ્રીન હોસ્પિટલ અને સૌથી ઊંચી બિલ્ડિંગ બનશે. હોસ્પિટલના ટેરેસ પર હેલિપેડ ઉભું કરાશે. તેમજ લક્ઝુરિયસ, સેમી-સ્પેશ્યલ અને જનરલ વોર્ડ્સ પણ બીજીબાજુ ઉભા કરાશે.

વીએસ હોસ્પિટલના નવા વિંગનું નિર્માણ શહેરમાં કેન્સર હોસ્પિટલ બાદ અન્ય મેડિકલ સુવિધા માટે પણ કરી દેશે. સરકાર હેલિકોપ્ટર સર્વિસ 108 ઇમરજન્સી સર્વિસીની જેમ શરૂ કરી શકે છે તેમ એએમસીના અધિકારીઓએ કહ્યું. હાલ ઇમરજન્સી કેસમાં બાય એર કોઇ દર્દી આવે છે તો તેનું લેન્ડિંગ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં કરાય છે. ત્યારબાદ તેને હોસ્પિટલ એમબ્યુલનસમાં લવાય છે.

શરૂઆતના પ્રોજેક્ટમાં બે ટાવર ઉભા કરવાનો પ્લાન હતો, પરંતુ હવે એએમસીએ 3 ટાવર અને 1450 એક્સટ્રા બેડની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ બિલ્ડિંગોમાં જનરલ વોર્ડમાં વધુમાં વધુ 13 બેડ દર્દીઓ માટે ઉપલબ્ધ કરાશે. પેહલાં આ ટ્વિન ટાવર માટે 180 કરોડનો ખર્ચ થશે પરંતુ હવે એક નવી બિલ્ડિંગનો પણ ઉમેરો કરાતા ખર્ચ વધીને અંદાજે 331 કરોડ થવાની ધારણા છે. 62.2 મીટર ઊંચી, 19 માળની બિલ્ડિંગ (ગ્રાઉન્ડ ફલોર અને બે બેઝમેન્ટ સાથે)નો બિલ્ટ અપ એરિયા 14.50 લાખ સ્કવેર ફીટ હશે અને 6.25 એકર જગ્યામાં ઉભી કરાશે.

આ બિલ્ડિંગની ડિઝાઇન આર્કિમિડીઝ આર્કિટેક્ચરે કરી છે. "ડોકટર, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓની મદદથી નવા બિલ્ડિંગની ડિઝાઇન કરાઇ છે" તેમ મોહપતરામે જણાવ્યું હતું.

મોહપતરામના મતે ફરીથી આવનારા થોડાંક મહિનાઓમાં ટેન્ડર્સ માટે આવકારાશે. પ્રોજેક્ટ આવતા ત્રણ વર્ષમાં પૂરો થવાની ધારણા છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી