નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન, પ્રકરણ 34

દીવારમાં અમિતાભના ભાઈના પાત્ર માટે કોણ હતું નિર્માતાની પહેલી પસંદ?

ન કાકા, ન ધરમજી હવે બધા બની ગયા માત્ર બિગ બી સહકલાકારો
મારી આજ સુધીની જિંદગી પર એક ઊડતી નજર ફેંકીને જોઉં છું ત્યારે સુખની લાગણી અનુભવું છું. આ સુખ કોઈ ભૌતિક ચીજવસ્તુની પ્રાપ્તિમાંથી જન્મેલું સુખ હરગિજ નથી. એવું સુખ તો મારા જેવા મોટાભાગના ડૉક્ટરોને મળતું રહેશે. હું જે સુખની વાત કરું છું તે અદભૂત અને દિવ્ય પ્રાપ્તિનું છે.

મારો કૉલેજકાળ ધન્ય સાબિત થયો છે. રાજકારણમાં વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીની કરિશ્માઈ હાજરીના એ વર્ષો હતાં. વિરોધ પક્ષે અટલજીની બેમિસાલ વકત્તૃત્વશક્તિ બિરાજતી હતી. કટોકટી પછીની ચૂંટણીસભામાં મંચ ઉપરથી અટલબિહારી વાજપાઈનું રેકોર્ડેડ ભાષણ વાગતું હોય, ખુદ અટલજી હાજર ન હોય અને તેમ છતાં જાહેરસભામાં એક લાખની માનવમેદની ખામોશીની ચાદર ઓઢીને એમની વાણીને પી રહી હોય એવા પ્રસંગો મેં જોયેલા છે અને અપાર ધન્યતા અનુભવી છે.

ક્રિકેટના ક્ષેત્રમાં મારા આજીવન મનગમતા ખેલાડી સુનિલ ગાવસ્કરની રમતને મેં મનભરીને માણી છે. આજે તો ટીમ ઈન્ડિયામાં સચીનની સાથે સેહવાગ, દ્રવીડ અને લક્ષ્મણ જેવા ધૂરંધરો મૌજુદ છે. ગાંગુલી થોડાં સમય પહેલાં જ નિવૃત્ત થયો. એટલે સચીનના માથા પર એકલા હાથે ઝઝૂમવાની જવાબદારી ક્યારેય આવી જ નથી. પણ સન્ની ગાવસ્કર માટે ક્રિકેટની મેચ ક્યારેય ગુલાબોથી છાયેલી પગદંડી ન હતી. વિશ્વભરના તેજ બોલરોને ઝૂડીને સદીઓનો પહાડ ખડકતા રહેલા આ મહાન કલાકારે મારા યૌવનકાળને ખુમારી બક્ષી હતી.

જો ફિલ્મ જગતની વાત કરું તો ભલે જૂના જમાનાના ત્રિદેવ (રાજ-દિલીપ-દેવ) એમની કારકિર્દીના ઊતરતા ઢાળ પર ઊભા હતા, તો પણ તેઓ કદિક કદિક આભની વીજળીની જેમ ચમકારા કરી જતા હતા. દિલીપકુમારની ફિલ્મ ‘રામ ઔર શ્યામ’, રાજ સાહેબની ‘મેરા નામ જોકર’ અને દેવ આનંદની ‘જોની મેરા નામ’ એ બધી મારા એ સમયની મીઠી યાદોં છે.

પણ હું મારા એ સમયને સૌથી વધારે ધન્ય એ કારણથી માનું છું કે હિંદી ફિલ્મોના બે સુપરસ્ટારોને મેં એ ઉંમરમાં જોયા છે અને માણ્યા છે. રાજેશ ખન્નાની વાવંટોળ જેવી ‘એન્ટ્રી’ અને પછી કરૂણા ઊપજાવે તેવી ક્રમશઃ પડતી આ બંનેનો હું સાક્ષી રહ્યો છું. સાથે અમિતાભ બચ્ચન જેવા અભિનયના શહેનશાહનો પ્રવેશ,પ્રગતિ અન પછી સતત ચાર-ચાર દાયકા સુધીનો એનો જારી રહેલો દબદબો : આ બધાંનો પણ હું સાક્ષી રહ્યો છું.

મારી ‘ટીન એજ’નું એક અત્યંત યાદગાર પ્રકરણ એ મેં થીયેટરમાં બેસીને જોયેલી એક ફિલ્મનું છે.

એ ફિલ્મ હતી : ‘દીવાર’.

............

ગુલશન રાય અને યશ ચોપ્રાએ ભૂતકાળમાં એક ફિલ્મ બનાવી હતી. એનું નામ હતું ‘જોશીલે’ દેવ આનંદની મુખ્ય ભૂમિકાવાળી એ ફિલ્મ સદંતર ‘ફ્લોપ’ રહી હતી. ગુલશન રાય અને ચોપ્રા સાહેબ બેય ખમતીધર માણસો હતા, એટલે ટકી ગયા; બીજો કોઈ હોત તો રસ્તા પર આવી જાત. પછી એ બંને નિષ્ફળતાનું પોસ્ટ મોર્ટમ કરવા માટે બેઠા. ચર્ચાના અંતે એક જ કારણ જડ્યું : ‘ફિલ્મની પટકથા નબળી હતી.’ એના પરથી નિર્ણય લેવામાં આવ્યો : ‘હવે પછીની જે ફિલ્મ બનાવીએ એની પટકથા ચૂસ્ત હોવી જોઈએ.’

ચૂસ્ત પટકથા લખવા માટે ઉત્તમ સ્ક્રીપ્ટ રાઈટર હોવો જોઈએ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એ વખતે સલીમ-જાવેદનું નામ અને કામ ચર્ચામાં હતું. તાજેતરમાં જ એમની સ્ક્રીપ્ટ ધરાવતી ફિલ્મ ‘ઝંઝીર’ ધૂમ મચાવી ચૂકી હતી.

રાય-ચોપ્રાએ સલીમ-જાવેદને આમંત્રણ આપ્યું. સલીમ-જાવેદે એમના મનમાં ઘોળતો વિચાર રજૂ કર્યો. ભારતના ફિલ્મી ઈતિહાસમાં એક ખાસ કથાવસ્તુ ઉપર એક કરતાં વધુ વાર ફિલ્મો બનેલી છે અને દરેક ફિલ્મ સફળ રહી છે. કમજોર બાપ, વિધવા અથવા નિરાધાર મા, ગરીબીમાં વિતેલું બચપણ, બે ભાઈઓ સંઘર્ષ કરતાં-કરતાં મોટા થાય, પછી એક સજ્જન નીવડે (મોટા ભાગે પોલિસ બને) અને બીજો સમાજ સામે બંડ પોકારે, ગુંડો બની જાય અને છેવટે મા અથવા ભાઈના હાથે એનું મોત થાય.

આ જ ‘થીમ’ ઉપર ‘મધર ઈન્ડિયા’ બની હતી. આ જ કથાવસ્તુ ઉપર ‘ગંગા જમુના’ બની હતી. ( ‘દીવાર’ પછી પણ ‘રામ લખન’, ‘પરવરીશ’ જેવી આઠસો-નવસો ફિલ્મો એ જ ‘થીમ’ પર બનતી રહી છે અને અમિતાભની ‘દીવાર’ આવી તે પહેલાં ફિરોઝખાન- સંજય ખાનની ‘મેલા’ કે દેવ સાહેબની ‘જોની મેરા નામ’ ઘણેઅંશે આવી જ વાર્તા પર બની હતી.)

સલીમ-જાવેદની વાર્તા જાણીને ગુલશન રાય તથા યશ ચોપ્રા સાહેબ નિરાશ થઈ ગયા. આવી ચવાઈ ગયેલી કથા ‘રીપીટ’ કરવા માટે એ બંને તૈયાર ન હતા.

સલીમ-જાવેદે એમને હૈયાધારણ આપી, “ તમે અમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો. અમે જે કંઈ લખીશું એ સાવ નાખી દેવા જેવું તો નહીં જ હોય. વળી આ કથાબીજ ભલે જૂનું હોય, પણ અમે એમાં કેટલીક નવી વાતો ઉમેરવાના છીએ. તમે અમને સ્ક્રીપ્ટ લખવાની તો મંજુરી આપો જ.”

પછી સલીમ-જાવેદ સ્ક્રીપ્ટ તૈયાર કરવા બેઠા. જૂની ભારતીય સફળ ફિલ્મોનો કાચો માલ તો એમની પાસે તૈયાર હતો જ; એમાં એમણે દેશના એ સમયના પ્રખ્યાત સ્મગ્લર હાજી મસ્તાનની જિંદગીની રોમાંચક ઘટનાઓ ઉમેરી દીધી. એ ઉપરાંત એક સફળ અંગ્રેજી ફિલ્મ ‘ઓન ધી વોટર ફ્રન્ટ’ના કેટલાક દ્રશ્યો ભેળવી દીધાં.

એવું કહેવાય છે કે સ્ક્રીપ્ટ લખતાં પહેલા સલીમ અને જાવેદ વી.સી.આર.માં અંગ્રેજી ફિલ્મની કેસેટ ભરાવીને મનગમતાં દ્રશ્યોને વારંવાર ‘રીવાઈન્ડ’ કરી-કરીને પછી એની બેઠ્ઠી નકલ જેવા દ્રશ્યો કાગળ ઉપર ઉતારી દેતા હતાં.

એ જે હોય તે, પણ અંતમાં જ્યારે ફાઈનલ સ્ક્રીપ્ટ તૈયાર કરીને સલીમ-જાવેદે નિર્માતા-દિગ્દર્શકના હાથોમાં મૂકી, ત્યારે વાતાવરણમાં બે ઘડી સન્નાટો પ્રસરી ગયો. ‘દીવાર’ જો બનશે તો એની સફળતા વિશે કોઈના મનમાં સહેજ પણ શંકા ન રહી.

.........

આ ફિલ્મના નાયક તરીકે કોઈ એવા અભિનેતાની જરૂર હતી જે સમાજ સામે આક્રોશપૂર્ણ બગાવત આચરીને અંધારી આલમમાં જોડાતો હોય. ‘ઝંઝીર’ પછી દેશભરમાં અમિતાભ બચ્ચન ‘એંગ્રી યંગ મેન’ તરીકે ઊભરી આવ્યા હતા. માટે ‘દીવાર’માં એન્ટી-હીરોના પાત્ર માટે એ જ એક માત્ર પસંદગી હતા. સલીમ-જાવેદની પટકથા વાંચીને અમિતાભે પાંપણનું મટકુંયે માર્યા વગર ‘દીવાર’માં કામ કરવાની દરખાસ્ત સ્વીકારી લીધી.

જે કંઈ તકલીફ હતી તે અમિતાભના ભાઈનું પાત્ર ભજવવા માટે કલાકારની પસંદગીની હતી. ગુલશન રાય ( નિર્માતા)ની ઈચ્છા આ પાત્ર રાજેશ ખન્નાને ફાળવવાની હતી. અમિતાભ અને રાજેશ ખન્ના અગાઉ ‘આનંદ’ અને ‘નમકહરામ’માં એક સાથે કામ કરી ચૂક્યા હતાં. બંનેની ઉંમર પણ બે ભાઈઓને અનુરૂપ હતી. પણ દિગ્દર્શક ચોપ્રા સાહેબ આ બાબતે જુદો મત ધરાવતા હતા. એમનું માનવું એવું હતું કે રાજેશ ખન્ના ઉત્તમ અભિનેતા હોવા છતાં એમની છાપ રોમેન્ટીક હીરો તરીકેની હતી. ‘દીવાર’માં એમણે જે ભૂમિકા ભજવવાની હતી તે એક પોલીસ ઈન્સ્પેક્ટરની હતી. આ બે વાતો મેળ જામશે નહી.

છેવટે શશી કપૂરના માથે પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો. ગુલશન રાયના મતાનુસાર શશી કપૂરની વય અમિતાભના ભાઈ તરીકે જરાક વધારે પડતી મોટી હતી, પણ એ બાબતને કોરાણે મૂકી દેવામાં આવી. શશી કપૂર પૂરી ફિલ્મમાં અમિતાભની સામે દબાઈ ગયા અને વિજયના પાત્રમાં અમિતાભ જ છવાયેલા રહ્યાં; પણ શશી કપૂરને પૂરી કારકિર્દીમાં ન મળ્યો હોય એવો શ્રેષ્ઠ ડાયલોગ આ ફિલ્મે આપ્યો : “મેરે પાસ મા હૈ.”

અલબત્ત, સામે પક્ષે અમિતાભના નસીબમાં તો સર્વોત્તમ સંવાદોનો પટારો છલકાઈ રહ્યો હતો. આજ મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ,બેંક બેલેન્સ હૈ; તુમ્હારે પાસ ક્યા હૈ ?... જાઓ, પહલે ઉસ આદમીકા સાઈન લે આઓ... મૈં આજ ભી ફૈંકે હુવે પૈસે નહીં ઊઠાતા... અપને પ્લાન મૈં ખુદ હી બનાતા હૂં... મૈં જાનતા થા કિ યે કામ મૈં અકેલા હી કર સકતા હૂં.. સૂના હૈં લિફ્ટ કી દીવારોં કે કાન નહીં હોતે... બચપનમેં મૈંને એક કહાની સૂની થી ( સંપૂર્ણ સંવાદ )... અને છેલ્લે ફિલ્મના ક્લાઈમેક્સ વખતે ભગવાનની મૂર્તિ સમક્ષ બોલાતો લાંબો‘મોનોલોગ’ : “ આજ ખૂશ તો બહોત હોંગે તુમ..” હિન્દી ફિલ્મોના ૧૯૩૧થી આરંભાયેલા આજ સુધીના ઈતિહાસમાં કોઈ એક જ કલાકારના ભાગ્યમાં એક જ ફિલ્મમાં આટલી મોટી સંખ્યામાં આટલા જોરદાર સંવાદો આજ સુધી આવ્યા નથી. બાકી શાનદાર સંવાદો બોલી જાણનારા સારા અભિનેતાઓની ક્યારેય કમી ન હતી. મોતીલાલ, પૃથ્વીરાજ કપૂર, સોહરાબ મોદી, રાજકુમાર, દિલીપકુમાર અને આજના યુગના નાના પાટેકર જેવા અસંખ્ય કલાકારો અવાજનો આશિર્વાદ અને અભિનયની અદભૂત મીનાકારી લઈને આવ્યા અને ચાલ્યા ગયા. પણ ‘દીવાર’નો વિજય આજે ચાર-ચાર દાયકા પછી પણ અવિજયી સાબિત થયો છે.

ફિલ્મમાં હીરોઈનનું મહત્વ ચામાં ઉમેરાતા ગરમ મસાલા જેટલું જ હતું. નીતૂ સિંઘ અને પરવીન બાબીએ આવા સુગંધી મસાલાનું કામ પૂરું પાડી આપ્યું. ફિલ્મ તૈયાર થવાની અણી ઉપર હતી, ત્યારે અચાનક કોઈએ ધ્યાન દોર્યું, “અરે ! ફિલ્મમાં ગીત તો એક પણ નથી ! ”

તાબડતોબ દૂધપાક ઉપર ભભરાવવામાં આવતી ચારોળીની જેમ ગીતો ઊમેરી દેવામાં આવ્યા ; જે પ્રેક્ષકોને ચાલુ ફિલ્મમાં લધુશંકા માટે થીયેટરમાંથી બહાર જવાના જ ખપમાં આવ્યા. બાકી ફિલ્મની ગતિ જ એવી તેજ હતી કે એમાં ગીતની કશી જરૂર જ ન હતી.

‘દીવાર’ એ માત્ર અને માત્ર અમિતાભની ફિલ્મ હતી અને એ અમિતાભની જ ફિલ્મ બની રહી. અમિતજી આજે દોઢ સો કરતાંયે વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા બાદ એક વાત કબૂલ કરે છે : “દીવારના જેવી ચૂસ્ત પટકથા મેં બીજી એક પણ ફિલ્મમાં જોઈ નથી.”

‘દીવાર’ દેશભરના થિયેટરોમાં રજૂ થઈ એ તારીખ ચોવીસમી જાન્યુઆરીની હતી અને વર્ષ હતું ૧૯૭૫નું. હું ત્યારે સેકન્ડ યર એમ.બી.બી.એસમાં ભણતો હતો. એ પછી બે જ મહીના બાદ માર્ચમાં ‘ઝમીર’ રીલીઝ થઈ, એપ્રિલમાં ‘ચુપકે ચુપકે’ પડી, જૂનમાં ‘મિલી’ આવી અને ઓગષ્ટમાં સૌથી મોટી બ્લોક બસ્ટર આવી : ‘શોલે.’

તમે કલ્પના કરો કે અમારું એ વર્ષ કેવું રહ્યું હશે ! દર બે મહિને અમને એક બમ્પર લકી ડ્રોનું પ્રથમ ઈનામ લાગતું હતું. ફાર્મેકોલોજી અને પેથોલોજી જેવા ‘પકાઉ’ વિષયોના લેક્ચર્સ સાંભળી-સાંભળીને અમારા માથાં દુઃખી જતા હોય, પાંચસો- હજાર અને એના ઈલાજોના રહસ્યો ભણી-ભણીને અમે જ્યારે કંટાળી ગયા હોઈએ ત્યારે રાતનાં છેલ્લા ‘શૉ’માં થિયેટરો છલકાતી માનવભીડની વચ્ચે બેસીને પડદા ઉપર ગરજતા આ મહાન કલાકારને માણવો એ અમારા માટે કેટલું આનંદપ્રેરક બની રહેતું હશે ?!?

કરોડોની વસ્તી ધરાવતા આ દેશના ઘર-ઘરમાં માત્ર એક જ નામ ગૂંજતું હતું અને એ અમિતાભનું હતું. ૧૯૭૫ના વર્ષાન્ત સુધીમાં અમિતાભ બચ્ચન એમના સમકાલીન તમામ કલાકારોથી જોજનો જેટલા આગળ નીકળી ગયા હતા. હવે, એમનો કોઈ જ પ્રતિસ્પર્ધી ન હતો. ન કાકા, ન ધરમજી, ન જમ્પીંગ જેક જીતેન્દ્ર. હવે બધાં એની ફિલ્મોમાં પૂરક કામ કરતાં સહકલાકારો માત્ર હતાં.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!