નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન પ્રકરણ - 14

મેરે અંગને મેં તુમ્હારા ક્યાં કામ હૈ? 

ને ઇન્દિરાના ફોનથી અમિતાભના બોસને પરસેવો વળી ગયો

મેં સાંભળ્યું હતું કે કોલકાતાનાં લોકો ફૂટબોલની રમત પાછળ પાગલ છે, પછી જ્યારે ખબર પડી કે અમિતાભ બચ્ચનને પહેલી નોકરી કોલકાતામાં મળી હતી, ત્યારે મારા મનમાં આ સવાલ ઊઠ્યો હતો, “અમિતાભ બચ્ચન અલ્હાબાદથી વાયા દિલ્હી થઈને કોલકાતામાં આવ્યા હતાં. આ છોરા ગંગા કિનારેવાલાને હુગલીનાં કાંઠે વસેલા શહેરનો ચસકો લાગ્યો હશે કે નહીં?”

જવાબ તરત જ મળી ગયો. અમિતાભે જે દિવસે ભારતનાં આ સૌથી વધુ વસ્તી ઘરાવતાં શહેરમાં પહેલીવાર પગ મૂક્યો તે જ દિવસે ટિકીટ ખરીદીને એ ફૂટબોલની મેચ જોવા માટે ઊપડી ગયાં હતાં. પ્રેક્ષકો પાગલની જેમ ચીસો પાડતા હતાં અને મોહન બાગાનની ટીમને ચીઅર-અપ કરી રહ્યા હતાં; અમિતાભ પણ એમની સાથે જોડાઈ ગયાં.

આજે કોલકાતા છૂટી ગયું છે. ત્યાંની નોકરી, સહેલીઓ,નાટકોનાં સાથીદારો બધું છૂટી ગયું છે પરંતુ ફૂટબોલ માટેનું આકર્ષણ બરકરાર છે અને મોહન બાગાન ક્લબની ટીમ માટેનો પક્ષપાત પણ જેમનો તેમ ટકી રહ્યો છે.

અમિતાભ બચ્ચન નામનાં સુપરસ્ટાર વિષે આજે તો દુનિયાભરનાં ઘણાં બધા લોકો ઘણુંબધું જાણે છે; પણ એમના કોલકાતાનાં વરસો વિશે ખૂબ ઓછી માહિતી મળે છે. અમિતાભે આ શહેરમાં પાંચ વર્ષ વિતાવ્યા; જીંદગીનાં શ્રેષ્ઠ પાંચ વર્ષ. યુવાનીથી છલકાતાં એ વર્ષો હતાં. સમજણાં બન્યાં એ પછી પહેલીવાર અમિતજી પોતાના ઘર-પરિવારથી દૂર એકલા રહેતા હતાં. બાબુજીનાં સંસ્કાર અને તેજીજીની કડક શિસ્ત પાછળ દિલ્હીમાં છૂટી ગઈ ગઈ હતી. હવે યુવાન અમિતે આગળની જીંદગીનો રસ્તો પોતે જ કંડારવાનો હતો.

‘બર્ડ એન્ડ હિલ્જર્સ’ કંપનીમાં અમિતાભ કોલસા વિભાગમાં નિમાયા હતાં. દર મહિને ચારસો સિત્તેર રૂપિયાનો પગાર હાથમાં આવતો હતો. જે દિવસે જીંદગીનો પ્રથમ પગાર હાથમાં આવ્યો હતો, ત્યારે અમિતાભે મા માટે સાડી,બાબુજી માટે પેન અને બંટી માટે શર્ટની ખરીદી કરી હતી. જેમના ઘરે પહેલીવાર રહ્યા હતાં એ સજ્જન ગજાનન અંકલ માટે પણ ભેટ ખરીદી કરી હતી.

કોલસા વિભાગના કામ અને અમિતાભની ડીગ્રી વચ્ચે કશો જ મેળ ખાતો ન હતો. માટે એમને તાલીમ લેવા માટે જ્યાં કોલસાની ખાણો હોય ત્યાં જવું પડ્યું. ખાસ તો આસનસોલ, ધનબાદ, હઝારીબાગ જેવા સ્થળોએ અવાર-નવાર જવું પડતું હતું. આવી જ એક તાલીમ વખતે અમિતાભે કોલસાની ખાણમાં ફસાઈ ગયાં હતાં. અચાનક ખાણની દિવાલ ઘસી પડતાં ને પાણી ભરાઈ જતાં નિશ્ચિત મોતમાંથી માત્ર થોડીક જ ક્ષણો બાકી હતી ત્યારે એમનો બચાવ થયો હતો.

જે મિત્રોએ અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘કાલા પત્થર’ જોઈ હશે તેમને એનું આવું જ એક દૃશ્ય યાદ આવી જશે. એ દૃશ્ય અસલમાં અમિતાભનાં જીવનમાં બની ગયેલા સાચા પ્રસંગ પરથી લેવામાં આવ્યું છે.

કોલકાતામાં અમિતજી ‘૬૩ થી ‘૬૮ એમ પાંચ વર્ષ રહ્યા. આ પાંચ વર્ષમાં એમણે કુલ વીસ જેટલા મકાનો બદલાવ્યા.

દર મહિને મળતા પગારનો મોટો હિસ્સો અમિતજી મોજમજામાં વાપરી નાખતા હતાં. સિગારેટો ફૂંકવી એ એમનો શોખ હતો. એના કરતાં પણ વધુ પ્રિય એમને શરાબ હતો. સારા કપડાં પહેરવા એ માતાએ પાડેલી આદત હતી. સુંદર કફલિંક્સ જોઈને એમનું મન તરત જ એ ખરીદવા માટે લલચાઈ જતું હતું. અને આવકનો એક ચોક્કસ હિસ્સો એ સંગીત માટે અલાયદો રાખતા હતાં. મનપસંદ ગીત-સંગીતની રેકોર્ડઝ ખરીદવાનું એ ક્યારેય ભૂલતા નહીં.

હવે કમાણી જ્યારે કલાર્કનાં જેટલી હોય અને ખર્ચાઓ રાજા-મહારાજાની જેવા હોય ત્યારે પગારમાંથી બચત કરવાનો તો સવાલ જ ક્યાં આવ્યો?! પાંચ વર્ષ દરમ્યાન અમિતજીએ એકપણ રૂપિયો મા-બાપને મોકલ્યો ન હતો, ઊલટાનું દર મહિને ખૂટતી રકમ દિલ્હી ફોન કરીને મા પાસેથી મંગાવવા પડતાં હતાં.

આ બધું જાણીને મને વિચાર આવે છે કે કોલકાતામાં નોકરી કરતો યુવાન અમિતાભ ભારતનાં હાલના કરોડો યુવાનો જેવો જ હતો. કદાચ એ પણ આખી જીંદગી કોલસા-કંપનીમાં નોકરી કૂટવા માટે સર્જાયેલો હતો. એક નાનકડું ઘર, પ્રેમાળ પત્ની, બે બાળકો અને એકાદ ગાડી સાથેનું સરેરાશ જીવન એ ભારતની સૌથી જાણીતી બ્રાન્ડ બની ગયો?! (બધાં માને છે કે અમિતાભ આ દેશના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર છે; હું માનું છું કે અમિતાભ પોતે જ એક સૌથી મોટી, સૌથી માનીતી અને સૌથી વધુ જાણીતી બ્રાન્ડ છે)

મારા મતે અમિતાભની પ્રકૃતિમાં રહેલી બે વાતોએ એમને આજે ટોચના સ્થાને પહોંચાડી દીધાં છે. એક એમની સંગીતપ્રિતી અને બીજું એમનો અભિનયપ્રેમ. સંગીત પ્રત્યેનો ઝૂકાવ, ખાસ તો ઉત્તર ભારતનાં લોકસંગીત માટેનો લગાવ એમને બાબુજી તરફથી વારસામાં મળ્યો છે અને અભિનયનો શોખ માતા તરફથી.

યુવાન હતાં ત્યારે તેજી બચ્ચને ઘણાં નાટકોમાં સુંદર અભિનય કર્યો હતો. આ બંને શોખોને અમિતાભે કેવી રીતે પોતાની સાથે રાખ્યા એ જાણવું રસપ્રદ છે.

નોકરી કરતાં જે ફાજલ સમય બચે તેમાં અમિતાભે નાટકમાં ભાગ લેવાનું નક્કી કર્યું. કોલકાતામાં એ સમયે એક ‘એમેચ્યોર્સ’ નાટક કંપની ચાલતી હતી. યુવાન અમિત એમાં જોડાઈ ગયાં. એ કંપની એમની ઓળખાણ કમલ ભગત, વિજયકૃષ્ણ અને ડિક રોજર્સ જેવા કલાકારો સાથે થઈ. પ્રખ્યાત ક્રિકેટ કમેન્ટેટર કિશોર ભીમાણી પણ એ નાટક કંપનીમાં જોડાયા હતાં. છેલ્લો આવનાર એક હેન્ડસમ યુવાન હતો જે અમિતાભને ખૂબ નડી ગયો એનું નામ હતું વિક્ટર બેનર્જી.

આ વિક્ટર બેનર્જી અભિનયની બાબતે એટલો જબરદસ્ત કુશળ હતો કે દરેક નાટકમાં શ્રેષ્ઠ અભિનેતા માટેનું ઈનામ એ જ જીતી જતો હતો. અમિતાભને એણે એક પણ વાર ફાવવા દીધો ન હતો.

જે લોકો હિંદી સિનેમાના અભ્યાસુઓ છે એમને વિક્ટર બેનર્જીની ઘણીબધી ફિલ્મો યાદ હશે. જો કે એની હિંદી ફિલ્મોની સંખ્યા બહુ મોટી નથી. પણ એનો અભિનય હંમેશા દમદાર રહ્યો છે. સરેરાશ ફિલ્મ ચાહકો માટે અહીં એટલું કહેવું પડશે કે થોડાંક વર્ષો પહેલા આવી ગયેલી અને પ્રેક્ષકોની ભરપૂર પ્રશંસા મેળવી ગયેલી હિંદી ફિલ્મ ‘જોગર્સ પાર્ક’નો હીરો આ વિક્ટર બેનર્જી હતો.

અમિતાભનાં મનમાં ઊંડે-ઊંડે ધરબાઈને પડેલી હરિફાઈ અને શત્રૂતાની ભાવનાએ જ કદાચ ‘જોગર્સ પાર્ક’ની દેખાદેખીમાં ‘નિઃશબ્દ’ અને ‘ચીની કમ’ જેવી ફિલ્મોમાં કામ કરવા માટે એમને લલચાવ્યા હોઈ શકે. આ ત્રણેય ફિલ્મોમાં મુખ્ય કથાવસ્તુ એકસરખી હતી; મોટી ઉંમરનો પુરૂષ એની દિકરીની ઉંમરની યુવતી પ્રત્યે આકર્ષાય છે એ વાત ત્રણેયમાં ‘કોમન’ હતી. જો વિક્ટર કરી શકે, તો પોતે કેમ પાછળ રહી જાય?!

‘એમેચ્યોર્સ’ નાટક કંપનીમાં બીજા મિત્રો પણ અમિતને મળ્યાં મોહન થડાની પ્રભાત બેનર્જી, ગોપાલ અને જ્યોતિ સબરવાલ મુખ્ય નામો હતાં અને અમિતને જે સ્ત્રી-મિત્રો મળી એનો આંકડો તો ખૂબ મોટો છે. આ સહેલીઓએ અમિતની કોલકાતાની જીંદગી ગુલાબી બનાવી દીધી.

યુવાનીમાં અમિતાભ ખૂબ જ સુકલકડી હતો. એની ઊંચાઈને કારણે એ વધારે પાતળો લાગતો હતો. અને પાળતો હતો માટે વધારે લાંબો લાગતો હતો. એનો ચહેરો પણ આકર્ષણ ન હતો. છતાં નવાઈ એ વાતની હતી કે છોકરીઓ એ વખતે પણ એના પર મરતી હતી.

આનું ખરુ કારણ અમિતની રમૂજવૃત્તિ હતું. એ જ્યારે દિલ્હીથી કોલકાતા ગયો ત્યારે પોતાની સાથે એક ઢોલક અને સિતાર લઈ ગયો હતો. રોજ સાંજે મિત્રોની મહેફિલમાં વચ્ચે બેસીને એ ઢોલક બજાવતો, ઉત્તર ભારતના લોકગીતો ગાતો, નાચતો અને જાત-જાતનાં જોક્સ રજૂ કરતો એના ઘૂંટાયેલા ગળામાંથી રેલાતુ એક લોકગીત સાંભળીને યુવતીઓ ઝૂમી ઊઠતી હતી. એ ગીત હતું: “મેરે અંગનેમેં તુમ્હારા ક્યા કામ હૈ?”

દાયકાઓ પછી ફિલ્મ ‘લાવારિસ’માં આ જ ગીત અમિતાભનાં ખુદનાં કંઠેથી સાંભળીને દેશ આખો ઝૂમી ઊઠવાનો હતો.

‘બર્ડ એન્ડ હિલ્જર્સ’ કંપનીમાંથી ત્યાગપત્ર આપીને અમિતાભે કોલસાનો જ વેપાર કરતી બીજી કંપનીમાં નોકરી સ્વીકારી લીધી. એનું નામ હતું ‘બ્લેર્ક્સ’ બોની શ્રીકાંત એનો બોસ હતો. અમિતનો હોદ્દો જુનિયર એક્ઝિક્યુટીવનો હતો. આ કંપનીમાં અમિતાભે સાડા ત્રણ વર્ષ સુધી નોકરી કરી.

આ સાડા ત્રણ વર્ષ દરમ્યાન એણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી, મોજમજાઓ કરી, ધાંધલ-ધમાલ-મસ્તી કરી, સિગારેટો પીવાના અને શરાબ ઢીંચવાના નવા-નવા વિક્રમો સર કર્યા. પણ આ દરમ્યાન એક ઘટના એવી બની ગઈ જે યુવાન અમિતાભની વિનમ્રતા, નિરાભિમાનપણું અને સરળતા સિધધ કરી દે છે.

અમિતાભ જ્યારે નાનાં હતાં, ત્યારથી જ એમને ડાબા ખભા પર ગાંઠની તકલીફ ઊભી થઈ હતી. દિલ્હીમાં એના માટે એક ઓપરેશન પણ કરાવવું પડ્યું હતું. એ જ ગાંઠે કોલકાતામાં ફરી પાછો ઊથલો માર્યો. આ વખતે ખભા ઉપર દુઃખાવો પણ થતો હતો.

અમિતાભે એના બોસ બોની શ્રીકાંત પાસે રજૂઆત કરી, ‘સર મારે ડૉક્ટરને મળવું પડશે એમ લાગે છે. મને જાણ છે ત્યાં સુધી આપણી કંપની કર્મચારીને તબીબી સારવારનાં પૈસા...’

“હા, કંપની નાનાં-નાનાં યોગ્ય ખર્ચાઓ ભરપાઈ કરી આપે છે. પણ કોઈ મોટી સારવાર હોય તો એનો ખર્ચ કર્મચારીએ જાતે ઊઠાવવો પડે છે.”

અમિતાભે કોઈ સરેરાશ ડૉક્ટર પાસેથી સારવાર લેવાનું શરૂ કર્યું: રાહત ન થઈ. તકલીફ વધી ગઈ. એ ફરી પાછો બોસને મળ્યો, “સર, મને લાગે છે કે મારે કોઈ સ્પેશ્યાલિસ્ટને મળવું પડશે.”

બોસ મોં બગડી તો ગયું, પણ એમણે જોયું કે અમિતની તકલીફ સાચી હતી. એના ચહેરા પર પીડા વરતાઈ રહી હતી. એટલે એણે હા પાડી દીધી. સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ફી મંજૂર કરી આપી.

થોડા દિવસો પછી ફરીથી એનું એ જ દૃશ્ય. અમિત, “સર મને સહેજ પણ રાહત નથી જણાતી. મારે હવે બીજા કન્સલ્ટન્ટને બતાવવું પડશે.”

બોની શ્રીકાંતે કચવાતા મને એનીયે મંજૂરી આપી દીધી. વળી થોડાંક દિવસો નીકળી ગયાં. અમિતાભે બોસની ઓફિસમાં દેખા દીધી, “સર મને ઓપરેશનની સલાહ આપવામાં આવી છે. માટે ચાર-પાંચ દિવસની રજા પણ જોઈશે અને ઓપરેશનનો ખર્ચ પણ...”

બોસની દિમાગની કમાન છટકી, “લૂક, અમિત! ઈનફ ઈઝ ઈનફ નાઉ! તને ખબર છે કે આપણી કંપની કંઈ એટલી બધી સધ્ધર નથી કે આવડા મોટા નામાંકિત સ્પોશ્યાલિસ્ટ ડૉક્ટરની ફી ચૂક્વી શકે. તુ કોઈ સરેરાશ ડૉક્ટરની પાસે શા માટે નથી જતો?”

“સર, હું તો ફૂટપાથિયા ડૉક્ટરની પાસે જવા પણ તૈયાર છું,પરંતુ મારા આન્ટીનો આગ્રહ છે કે મારે કોલકાતાના સૌથી મોટા અને નામી ડૉક્ટર પાસે જ ઓપરેશન કરાવવું.”

બોસે એને ઘણું બધું સમજાવ્યો, પણ વ્યર્થ! અમિત એક જ વાતને વળગી રહ્યો, “ના સર! આન્ટી કહે છે માટે હું કોઈ સામાન્ય ડૉક્ટર પાસે તો નહીં જ જાઉં. કંપની પાસે પૈસા ન હોય, તો મારી પાસે પણ ક્યાં છે હું ઓપરેશન વિના ચલાવી લઈશ.”

બોસ પ્રગટપણે તો કંઈ બોલ્યા નહીં, પણ મનમાં જરૂર બબડ્યા હશે, “ભાડમાં જાય તુ અને ભાડમાં જાય તારા આન્ટી! આન્ટી આટલો બધો આગ્રહ કરે છે તો જાતે કેમ ઓપરેશનના ખર્ચની વ્યવસ્થા નથી કરી આપતા?”

બે-ચાર દિવસ પસાર થઈ ગયાં. એક દિવસ અમિતાભ પોતાની ખુરશીમાં બેસીને ઓફિસનું કામ કરી રહ્યો હતો, ત્યાં એક ખાસ પ્રકારની વર્દી પહેરેલો કર્મચારી એને મળવા આવ્યો. એણે એક ચિઠ્ઠી અમિતનાં હાથમાં મૂકી. બોસ કાચની દિવાલમાંથી આ દૃશ્ય જોતા હતાં. પત્ર વાંચીને તરત જ અમિતાભે ફોનનું ડબલુ નજીક ખેંચ્યું. એક નંબર લગાડ્યો. બોસ પેરેલેલ લાઈન પર સાંભળી રહ્યા. અમિતાભ ‘રાજભવન’માં કોઈ મહિલાની સાથે વાત કરતો હતો, “હાં જી, આન્ટીજી! નમસ્તે આન્ટીજી!”

આન્ટીજી કહી રહ્યાં હતાં, “તુમને અભી તક કંધેકી ગાંઠકા ઓપરેશન ક્યું નહીં કરવાયા? ક્યાં કહાં? તુમ્હારી કંપની ઈતને રૂપયે દેનેકો રાજી નહીં હૈ? અરે! છોડો ઐસી કંપનીકો ગેટ યોરસેલ્ફ ઓપરેટેડ એઝ અર્લી એઝ પોસિબલ. ડૉન્ટ વરી એબાઉટ ઘી એક્સપેન્સિઝ આઈ શેલ બેર ઈટ!”

બોસને પરસેવો છુટી ગયો. શું બંગાળના રાજભવનમાં ઉચ્ચસ્થાને બેઠેલી કોઈ મહિલા આ લંબુજીની આન્ટી થતી હતી?!

બોનીએ અમિતાભને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, “અમિત, હુ ઈઝ ધિસ આન્ટી? તું વારંવાર એમનો ઉલ્લેખ કર્યા કરે છે પણ એ છે કોણ?”

“એ શ્રીમતી ઈન્દિરા ગાંધી છે; પ્રાઈમ મિનિસ્ટર ઓફ ઈન્ડિયા.” અમિતાભે શાંતિથી, સહજ અવાજમાં જાણે ભારતનો કોઈ સામાન્ય નાગરીક એની ગામડામાં રહેતી ગંગાકાકી કે મંગળાકાકીનો પરિચય આપતો હોય તે રીતે માહિતી આપી.

બોની શ્રીકાંતની શી હાલત થી હશે તેની માત્ર કલ્પના જ કરવી રહી. આજે આટલા વર્ષો પછી પણ એ બોસ કબૂલ કરે છે, કોઈપણ માણસના સાચા સંસ્કાર આવી કસોટીમાં જ પારખી શકાય છે. આ બનાવ બન્યો એની પહેલા પણ અને પછીયે અમિતનું વર્તન એકધારું, સહજ, વિનમ્ર અને શિસ્તબદ્ધ રહ્યું હતું. પોતે વડાપ્રધાનનો પરિવારજન છે કે એમનાં પુત્ર રાજીવનો ગાઢ મિત્ર છે એ વાતનો સહેજ પણ લાભ કે ગેરલાભ ઉઠાવવાનો એણે ક્યારેય પ્રયત્ન કર્યો ન હતો.”

કોઈએ સાચું જ કહ્યું છે કે ‘ગ્રેટ પીપલ ડુ નોટ બિકમ ગ્રેટ વિધાઉટ એની રીઝન.’ અમિતાભ ‘બિગ-બી’ એટલે બની શકયા કારણ કે એ જ્યારે ‘સ્મોલ-બી’ હતાં, ત્યારે પણ એમનામાં ‘બિગ’ બનવાનાં બીજ રહેલા હતાં.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી