નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કુંવારી યુવતીઓને ચેતવણી પરણેલા પુરુષની મધમીઠી વાતોથી સાવધાન !

પ્રેમ ક્યારેય એકતરફી નથી હોતો. ક્યારેક એમ પણ બને છે કે,
છોકરીઓ પુરુષોનો ફસાવતી હોય છે. પુરુષો સાથે છેતરપીંડી કરી તેમને પોતાની બનાવટી પ્રેમજાળમાં ફસાવવા, એ એમને મન રમત વાત હોય છે. તેઓ તો માને છે કે તેઓ પુરુષોને મૂર્ખ બનાવી રહી છે, પરંતુ ખરેખર તો નુકસાન એમને પોતાને જ થતું હોય છે.

જકાલ મોંઘવારી એટલી વધી ગઈ છે કે, સુશિક્ષિત છોકરીઓ માટે નોકરી કરવી એક જરૂરિયાત બની ગઈ છે. હવે નોકરી કરો ત્યારે તમને મહિલાઓ સાથે જ કામ કરવાનું મળે એવું હંમેશાં બનતું નથી. છોકરા, પરિણીત પુરુષ, છોકરીઓ પરિણિત સ્ત્રીઓ વગેરે તમામ પ્રકારના લોકો સાથે કામ કરવું પડતું હોય છે અને એક જ વિભાગ હોવાને લીધે દરેકના સંપર્કમાં પણ આવવું પડે છે.
સ્વાભાવિક છે કે છોકરા- છોકરીઓ એક સાથે કામ કરતાં હોય, તો તેમનું એકબીજા પ્રત્યે આકર્ષણ જાગે, જે ક્યારેક પ્રેમસંબંધમાં પણ પરિણમે. આજ કારણસર ઘણીવાર આપણને સાંભળવા મળે છે કે, અમુક યુવતીએ એના સહકાર્યકર યુવક સાથે લગ્ન કરી નાખ્યાં.
જોકે હવેનો સમય જોતાં આ બાબત ખરાબ નથી અને એને ખરાબ માનવી પણ ન જોઈએ. આમ કરવાથી છોકરીનાં માતા-પિતાની એક જવાબદારી ઘટી જાય છે. વળી, કરિયાવર જેવા કુરિવાજનો પણ ઉકેલ આવી જાય છે.
પરંતુ ખરેખર આશ્ચર્ય તો ત્યારે જ થાય છે, જ્યારે આપણે એવું સાંભળીએ છીએ કે, એક કુંવારી યુવતીનો પોતાના સહકાર્યકર પરિણીત પુરુષ સાથે પ્રેમ થઈ ગયો છે અને પછી એણે ખાનગીમાં એની સાથે લગ્ન પણ કરી લીધાં છે. આવા કિસ્સા સાંભળીને, વાંચીને નવાઈ લાગે છે કે, સુશિક્ષિત છોકરીઓ આવી ભૂલ કેવી રીતે કરી બેસતી હશે?
પારૂલે જ્યારે એના ઓફિસ બોય પ્રિયકાંતભાઈ જે બે બાળકોના પિતા છે તેની સાથે પ્રેમલગ્ન કર્યા, ત્યારે બધાં મનફાવે તેમ બોલવા લાગ્યા છે, એણે કોઈનો હર્યો ભર્યો સંસાર સળગાવી દીધો, બાળકોનું ભાવિ અંધકારમય બનાવી દીઘું અને એક ગરીબ ગાય જેવી પત્નીને રસ્તે રઝળતી કરી નાખી. જો એણે સમજદારીપૂર્વક કામ કર્યું હોત, તો આ લગ્નને ટાળી શકી હોત અને પોતાની સમાન વયનો છોકરો શોધી શકી હોત.
નોકરી કરતી છોકરીને સારો છોકરો સહેલાઈથી મળી શકે તેમ હોય છે. પરંતુ પ્રેમમાં પડનારમાં આ બઘું સમજવા- વિચારવા જેટલી શક્તિ અને સમય જ ક્યાં હોય છે? ભાવાવેશમાં તણાઈને એ લગ્ન કરી નાખે છે અને પછી પેટ ભરીને પસ્તાય છે. સુશિક્ષિત, સમજદાર છોકરીઓ આવી ભૂલ કરી બેસીને પોતાની બૌઘ્ધિક અપરિપકવતા સિઘ્ધ કરે છે.
એવા ક્યા કારણ હશે કે કુંવારી યુવતી એક પરિણીત, આઘેડ વયના પુરુષના પ્રેમમાં પડતી હશે?
કેટલાંક પુરુષોનો સ્વભાવ અત્યંત ચંચળ હોય છે. તેઓ સ્ત્રીવર્ગ પ્રત્યે વઘુ ઢળેલા હોય છે અને સ્ત્રીઓને આકર્ષવા માટે તેઓ શક્ય એટલા વધારે પ્રયત્ન કરતા રહે છે. આવા પુરુષો ‘ભ્રમર’ જેવા હોય છે. પોતાની મધમીઠી વાતો દ્વારા ભોળી કિશોરીઓને આકર્ષવી, તે જ એમનું કામ હોય છે. સુંદર છોકરીઓ તરફ તે વઘુ આકર્ષાતા હોય છે.
સુંદર છોકરીઓને ફસાવવા માટે આ લોકો જાતજાતની ચાલાકી અજમાવે છે. જેમકે, તેઓ કહેશે કે એની પત્ની કાયમ માંદી રહે છે, ઝઘડાળુ અને કર્કશા છે અથવા સુંદર ન હોવાથી એમની જંિદગી નરક બની ગઈ છે. આવી બધી વાતો સાંભળીને જે છોકરીઓ કોમળ સ્વભાવની હોય છે. તેઓ આવા પુરુષોની પ્રેમજાળમાં ફસાઈ જાય છે અને આવા મનમોજી પુરુષો બિચારી કુંવારી છોકરીઓને ફસાવી એમની સાથે અમનચમન ઉડાવે છે. યુવતીની જુવાની લૂંટતા રહે છે અને ક્યારેક તો લગ્નનું નાટક પણ કરે છે.
કેટલીક કુંવારી છોકરીઓ અમુક કારણોથી લાચાર હોય છે. જેમકે, વધારે દહેજની માંગ અથવા સુંદર ન હોવાને લીધે તેમનાં લગ્ન થઈ શકતાં નથી. કેટલીક વાર કોઈ છોકરીના પિતાનું અચાનક મૃત્યુ થતાં કુટુંબની તમામ જવાબદારી તેના પર આવી પડે છે, જેના લીધે કુટુંબીજનો તેનાં લગ્નની ચંિતા નથી કરતાં. હવે છોકરીઓની પણ અમુક ઈચ્છાઓ હોય છે, એથી તેમને પતિ અગાઉથી પરિણીત હોય તો પણ તેઓ સહેલાઈથી આવા પુરુષોની પ્રેમજાળમાં ફસાઈને તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે. આજે આપણે ત્યાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો વધારે પ્રભાવ છે. પશ્ચિમના દેશોમાં સ્ત્રી- પુરુષ લગ્ન કર્યા વિના પણ પતિ-પત્નીની માફક રહી શકે છે. અનેક ફિલ્મી અભિનેત્રીઓએ પણ પરિણીત પુરુષો સાથે લગ્ન કર્યા છે. મેગેઝીનોમાં આ બધાંની ચર્ચા થતી હોય છે. ટીવી સિરિયલોમાં પણ આવા લગ્ન બહારના સેક્સ સંબંધની છણાવટ રસપૂર્વક કરાય છે. આના લીધે નોકરી કરતી છોકરીઓને પ્રોત્સાહન મળે છે અને તેઓ પણ આવું પગલું ભરતાં અચકાતી નથી. આમ પણ જોવા મળ્યું છે કે, જે છોકરીઓ નોકરી નથી કરતી અને ઘરમાં જ રહેતી હોય છે. તેઓ પણ પરિણીત પુરુષોની પ્રેમજાળમાં ફસાઈ જતી હોય છે. જેમકે મારા પાડોશમાં રહેતી લીના એના પડોશમાં રહેતા નવિનભાઈને પ્રેમ કરવા લાગી હતી.
નવિનભાઈનું વ્યતિત્વ ખૂબ આકર્ષક હતું. તેમને પ્રથમ નજરે જોતાં લાગતું જ નહીં કે, તેઓ બે બાળકોના પિતા હશે. એમની વાત કરવાની અદા જ કંઈક એવી કે, સાંભળનાર આપોઆપ તેમના પ્રત્યે આકર્ષાઈ જાય. પરિણામે બિચારી લીના પણ તેમના પ્રત્યે આકર્ષાતી ગઈ. પરંતુ નવિનભાઈએ જાત પર સંયમ રાખી વાત આગળ વધવા ન દીધી. આ પ્રકારે પ્રેમ ઉદ્દભવવાનું એકમાત્ર કારણ, વધારે વય થઈ જવાથી વિપરીત સેક્સ પ્રત્યેનું આકર્ષણ જ હતું. શું કાયમ પુરુષો જ છોકરીઓને ફસાવતા હોય છે? ના, પ્રેમ ક્યારેય એકતરફી નથી હોતો. પ્રેમમાં છોકરીઓ પણ સમાન પ્રમાણમાં ભાગીદાર હોય છે. ક્યારેક એમ પણ બને છે કે, છોકરીઓ પુરુષોનો ફસાવતી હોય છે. પુરુષો સાથે છેતરપીંડી કરી તેમને પોતાની બનાવટી પ્રેમજાળમાં ફસાવવા, એ એમને મન રમત વાત હોય છે. તેઓ વિચારે છે કે, જ્યાં સુધી આવા મૂર્ખ માણસો તેમની જાળમાં ફસાયેલા રહે, ત્યાં સુધી મજા માણવા મળે. પરંતુ આમ કરવામાં તેઓ ભયંકર ભૂલ કરી બેસતી હોય છે, કેમકે આમ કરવાથી પુરુષોને તો કોઈ વાંધો નથી આવતો, પરંતુ તેઓ પોતે ઓફિસમાં અને તેમના મહોલ્લામાં બદનામ થઈ જાય છે. તેઓ તો માને છે કે તેઓ પુરુષોને મૂર્ખ બનાવી રહી છે, પરંતુ ખરેખર તો નુકસાન એમને પોતાને જ થતું હોય છે.
પરિણિત પુરુષ સાથેના પ્રેમમાં બંને સમાનરૂપે ભાગીદાર હોય છે, પરંતુ નુકસાન કાયમ છોકરીઓને જ થતું હોય છે, કેમ કે પુરુષ પત્નીને છૂટાછેડા આપીને તો લગ્ન કરવાનો નથી. એ તો માત્ર એમને રખાત અથવા ઉપપત્ની બનાવીને જ રાખવા ઈચ્છે છે. પરિણિત પુરુષો સાથે લગ્ન કરવા તૈયાર થનાર છોકરીઓએ ભયંકર પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડે.
સૌપ્રથમ વાત તો એ છે કે, પરિણીત પુરુષ સાથે લગ્ન કરનાર છોકરી વિશે લોકો મન ફાવે તેમ બોલે છે અને એને કોઈ માનભરી નજરે જોતું નથી. બધાં એને કોઈનું ઘર ભાંગનારી સમજે છે અને આ વાત સાચી પણ છે, કારણ કે એણે પ્રેમ કરીને કોઈના હર્યા ભર્યા સંસારને બરબાદ કરી નાખ્યો હોય છે. આમ એણે સામાજિક અપરાધ કર્યો છે. હવે જો એનો પતિ એને છોડીને બીજા લગ્ન કરે, તો એને પોતાને કેવું લાગશે? આથી છોકરીઓએ પરિણિત પુરુષો સાથે ક્યારેય લગ્ન કરવાં ન જોઈએ. હા, જો પુરુષે છૂટાછેડા લીધા હોય કે તે વિઘુર હોય, તો વાત જુદી છે.
બીજી એક વાત એ છે કે, આવા પરિણીત પુરુષ જ્યારે કોઈ છોકરી સાથે લગ્ન કરે છે, ત્યારે શું તેઓ પોતાની પ્રથમ પત્ની સાથે છુટાછેડા લઈ લે છે? ના, કેમકે છૂટાછેડા આપવાનું તેમને ઉચિત કે આવશ્યક નથી લાગતું. તેમને પણ પોતાનાં બાળકો પ્રત્યે પ્રેમ હોય છે. આ ઉપરાંત કોઈપણ સરકારી કર્મચારી એક પત્ની હોય ત્યાં સુધી બીજાં લગ્ન કરી શકતો. એવી સ્થિતિમાં તેઓ છાનામાંના લગ્ન કરી લે છે, જેના લીધે છોકરીને મુશ્કેલી નડે છે.
બીજી પત્ની કાયદેસર પત્ની ગણાતી નથી, આથી એને પતિની સંપત્તિમાંથી ભાગ પણ મળતો નથી. એનાં સંતાનો પણ પિતાની મિલકતનાં વારસદાર ગણાતાં નથી. આવી પત્નીઓને પિયરમાં પણ સ્થાન નથી મળતું અને સાસરી પક્ષના લોકો તેમને અપનાવવા તૈયાર નથી હોતા, આથી અંતે પત્નીઓને જ પસ્તાવું પડે છે.
પરિણિત પુરુષો સાથે પ્રેમલગ્ન કર્યા પછી થોડા દિવસ તો ખૂબ આનંદપૂર્વક પસાર થાય છે. પણ ધીમે ધીમે જ્યારે પ્રેમનો ઊભરો શમવા લાગે છે, ત્યારે છોકરીના મનમાં અનેક શંકાઓ ઉદ્દભવવા લાગે છે. એ વિચારવા લાગે છે કે ક્યાંક આ મને પણ ન છોડી દે. જો એની પત્ની હોવા છતાં એ મારી સાથે લગ્ન કરી શકે, તો મને છોડી દેવામાં એને શું મુશ્કેલી નડવાની? આમ, છોકરીના મનમાં આવી અસુરક્ષાની ભાવના ઘર કરવા લાગે છે. એને સમજણ આવી જાય છે કે, એનાં સંતાનોને સમાજમાં પ્રથમ પત્નીનાં સંતાનો જેટલું માન સમ્માન નહીં મળે.
જેમ જેમ સમય પસાર થતો જાય છે, તેમ એને પોતાની ભૂલનો ખ્યાલ આવવા લાગે છે. એ વિચારે છે કે, જો મારી સાથે આવું થયું હોત, તો શું હું સહન કરી શકી હોત? શું હું મારા પતિને કોઈ અન્ય યુવતી સાથે ફરતા કે સહશયન કરતાં જોઈ શકું?
અને એના અચેતન માનસ પર આ અપરાધભાવના ઘર કરી જતાં એ મનોમન મૂંઝાય છે. કેમકે હવે એનો પ્રેમનો ઊભરો શમી ગયો હોય છે અને એ જીવનની વાસ્તવિકતાના ઊંડાણને સમજવા લાગી હોય છે.
એ વાત સાચી છે કે, આવાં લગ્નનો આધાર માત્ર પરસ્પર આકર્ષણ જ હોય છે. આથી જેમ- જેમ વય વધતી જાય છે, તેમ- તેમ આ આકર્ષણ પણ ઓસરવા લાગે છે. પુરુષને પોતાની પ્રથમ પત્ની અને બાળકોની યાદ આવવા લાગે છે. કેમકે અત્યાર સુધી એ તેમની સાથે જ રહેતો આવ્યો છે. પ્રથમ પત્નીનાં બાળકો પણ છે, જેમને એણે પોતાના ખોળામાં રમાડયાં છે અને જેમને એણે ખૂબ પ્રેમ આપ્યો છે, એને પોતાની પ્રથમ પત્નીની યાદ સતાવે છે અને પોતાની જાતને દોષિત માને છે. કેટલીકવાર એવું પણ બને છે કે, પુરુષ પોતાની બીજી પત્નીને છોડીને પોતાની પ્રથમ પત્ની પાસે પાછો ફરે છે, જેની સાથે એનું ભાવનાત્મક જોડાણ વધારે હોય છે. આવી હાલતમાં બીજી પત્ની પર શું વીતે છે, તે એના સિવાય બીજું કોણ જાણી શકે?
આવાં લગ્નથી થતાં સંતાનો જ્યારે મોટાં થાય છે. ત્યારે તેમને પોતાનાં માતા-પિતા અંગે જાતજાતની રજનીગજ કરેલી અફવાઓ સાંભળવા મળે છે, જેથી તેમને પોતાનાં માતા-પિતા પ્રત્યે નફરત થવા લાગે છે, કેમ કે તેઓ લધુતાગ્રંથિનો ભોગ બને છે. એમની દ્રષ્ટિએ માતા સમ્માનલાયક રહેતી નથી, કેમકે તેમને દરેક જગ્યાએ તિરસ્કૃત કરવામાં આવે છે, તેમની મજાક ઉડાવવામાં આવે છે. આથી યુવતીઓએ પરિણિત પુરુષોની પ્રેમજાળથી પોતાની જાતને બચાવીને રાખવી જોઈએ. છોકરીઓએ પોતાની ભાવનાઓ પર અંકુશ રાખવો જોઈએ, જેથી ભાવાવેશમાં તણાઈ જઈને કોઈ અપરાધ ન કરી બેસે. કાયમ એક વાત યાદ રાખવી જોઈએ કે, સમાજમાં એમની સ્થિતિ કેવી હશે અને બીજું, એક સુખી સંસાર બરબાદ કરવાથી અને બાળકો પાસેથી પિતાનો પ્રેમ છીનવી લેવાથી તેમને શું મળશે? ત્યાર પછી એમની સાથે પણ આવું જ બને, તો શું થાય? હા, જો પુરુષ છૂટાછેડા લીધેલ અથવા વિઘુર હોય, તો પછી તેઓ તેમની સાથેની મૈત્રીને લગ્નમાં પરિવર્તન કરી પોતાનો સંસાર વસાવી શકે છે અને આમાં એમની ભલાઈ પણ છે, પરંતુ પરિણીત પુરુષોથી કાયમ સચેત રહેવું જોઈએ, ક્યારેય એમની મધમીઠી વાતો ન માનવી અને એમની કૌટુંબિક સ્થિતિ પર દયા પણ ન ખાવી જોઈએ, નહીં તો નાહક તમારે જ વેઠવું પડશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી