દારૂ બોંત ખરાબ ચીજ હૈ... દારૂ પીને સે લીવર ખરાબ હો જાતી હૈ...
જાણો, અમિતાભને યુવાનીમાં કયા બે ખતરનાક શોખ હતા
હું
મેડિકલ કૉલેજમાં ભણતો હતો, ત્યારે ત્રણસો રૂપિયામાં મારો મહિનો પસાર થઈ
જતો હતો અને સારી રીતે પસાર થતો હતો. પુસ્તકો, ભોજન, ચા-નાસ્તો, હોસ્ટેલની
ફી અને કૉલેજની ફી ઉપરાંત મહિનાની આઠ થી દસ ફિલ્મો જોવાનો ખર્ચ પણ આ ત્રણસો
રૂપિયામાં સમાઈ જતો હતો. એમનો માસિક ખર્ચ બસોથી અઢીસો વચ્ચે ફરતો હતો. હું
સિત્તેરનાં દાયકાનાં મધ્ય ભાગની વાત કરું છું. લગભગ 1975ની આગળ-પાછળના
સમયની.
અમિતાભનો કોલકાતાકાળ તો એનાં કરતાં દસેક વર્ષે આગળ હતો.
1965ની સોંધવારી તમે કલ્પી શકો છો. એ જમાનામાં કોલસાની કંપનીમાં
એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતાં લાંબા, સૂકલક્ડી, ઉપસેલા હાડકાંવાળો ચહેરો
ઘરાવતા અને કંપનીનાં નિયમ અનુસાર આખી બાંયનું‘ઈન’ કરેલું શર્ટ, ફોર્મલ
પેન્ટ, ચકાચક પોલીશ કરાવેલા બુટ, મોંધો લેધરબેલ્ટ અને ગળામાં ટાઈ પહેરેલા
અમિતાભ તગડો કહી શકાય તેટલો પગાર પાડતા હતાં.
‘બર્ડ એન્ડ
હિલ્જર્સ’માં ચારસો સિત્તેર રૂપિયાનાં માસિક પગારની નોકરી છોડીને અમિતાભ
‘બ્લેકર્સ’ નામની કંપનીમાં જોડાઈ ગયા. કામ તો એનું એ જ હતું, પણ પગાર
બમણાંથી યે વધુ મોટો ઉછાળો હતો. દર મહિને બારસો રૂપિયા પગાર આ કંપનીએ એમને
ગાડી અને શોફરની સુવિધા સુવિધા તથા એકસો પચ્ચીસ રૂપિયાનું ટિફિન ભથ્થું પણ
‘ઓફર’ કર્યું હતું.
એ જમાનાની સોંધવારી અનુસાર પાંચ મેડિકલ
સ્ટુડન્ટસનો ગૂજારો થઈ શકે એટલા રૂપિયાનું અમિતજી શું કરતાં હશે એ પાયાનો
પ્રશ્ન છે; ખાસ તો એ હકિકતને ધ્યાનમાં લેતાં કે અમિતજીએ પાંચ વર્ષ દરમ્યાન
એક પણ રૂપિયો મા-બાપને મોકલ્યો ન હતો. સાવ એકલપંડે રહેતો જુવાન પુરૂષ આટલા
બધા રૂપિયાનો ભૂક્કો કરી નાખે ત્યારે કોઈપણ સમજદાર માણસને એના ખર્ચાઓના
તરીકા ઉપર શંકા પડે જ પડે!
તમે તમારી ધારણામાં તદ્દન સાચા છો!
અમિતાભ રોજ તમારી કલ્પનાની બહાર હોય એટલી સિગારેટો ફૂંકી મારતાં
યુવાન
અમિતને બે ચીજોનો ગાંડો શોખ હતો શરાબ અને સિગારેટ. આપણને આ જાણીને જ આઘાત
લાગે પણ વધુ મોટો આઘાત તો આ બંને ચીજોની માત્રા વિષે જાણીએ ત્યારે લાગે.
અમિતાભ
રોજ સો સિગારેટો ફૂંકી મારતા હતાં. જો ઊંધવું, નહાવું,ખાવું અને નોકરી
કરવી- આટલા સમય બાદ કરી નાખીએ તો સો સિગારેટો ફુંકવા માટે એમની પાસે લગભગ
રોજ ત્રણસો સાંઈઠ મિનિટે એક સિગારેટ ફુંકતા હતાં. આમાં માચીસ કે લાઈટર
વાપરવાનો સવાલ જ ક્યાં આવ્યો યસ, અમિતાભ વૉઝ એ ચેઈન-સ્મૉકર. એમની દરેક નવી
સિગારેટ જૂની સિગારેટનાં તિખારામાંથી આગ પકડતી હતી.
બચ્ચનને મદ્યપાનનાં તમામ વિક્રમો સર કર્યા
હવે વાત શરાબ-પાનની. ‘મધુશાલા’ના રચિયતા કવિ બચ્ચનજીના આ પાટલીપુત્રે મદ્યપાનનાં તમામ વિક્રમો સર કરી લીધા હતાં.
અમિતાભ
એક દિવસમાં સ્કૉચ વ્હિસ્કીની બે બોટલ્સ ગટગટાવી જતાં હતા. જે લોકો શરાબ
પાન કરે છે એમની આંખો આ ‘ડૉઝ’ સાંભળીને પહોળી થઈ જશે. સામાન્ય રીતે ચાર
પાંચ મિત્રો ભેગા થઈને પેટ ભરીને (અને પેગ ભરીને) બે-ત્રણ કલાક લાંબી
શરાબપાનની મહેફિલ જમાવે ત્યારે એક બોટલ ખતમ થઈ શકે. (આ મારો અંદાજ છે.)
અહીં તો એક જ માણસ બે બાટલીઓ ખાલી કરી નાખે એ વાત છે.
દારૂ પીવાનીયે
પાછી અલગ-અલગ રીતો હતી. એમાં એક રીત શરાબ પીનારનું બેલેન્સ ચકાસવાની હતી.
અમિતાભ અને એના મિત્રોની વચ્ચે એક શરત મારવામાં આવતી હતી. સ્કૉચ વ્હિસ્કીની
પૂરી બોટલ એકીશ્વાસે ગટગટાવી જવાની! પેગ બનાવવાની વાત જ નહીં; બાટલી જ
સીધી મોંએ માંડવાની. એમાં સોડા કે પાણી નહી ઉમેરવાનું. વીટ વ્હિસ્કી પી
જવાની. (સ્કૉચ વ્હિસ્કીમાં સમાયેલા આલ્કોહોલની સાંદ્રતા જોઈએ તો એવું કહી
શકાય કે આટલો તેજ શરાબ પીનારની હોજરીની આંતરત્વચા ખલાસ કરી નાખે. લીવરનું
શું થાય એની તો કલ્પના જ કરવી રહી.
પણ વ્હિસ્કી આ રીતે ગટગટાવી
નાખવાથી શું વળે?! શરત તો દિમાગી અને શારીરિક સંતુલન જાળવી રાખવાની છે. શરત
એ હતી કે મહેફિલનું સ્થળ એટલે કે એકાદ મિત્રનો ફ્લેટ સાતમા માળે આવેલો
હોય, એ ફ્લેટની બારીને ‘ગ્રીલ’ ન હોય, એ ખુલ્લી બારીની ફ્રેમ વચ્ચે બેસીને
કશું પણ ઝાલ્યા વગર દારૂ પી જવાનો રહેતો.
બોટલ મોંએ લગાવીને શરાબ
પીવો હોય તો માથું સહેજ પાછળની દિશામાં નમાવવું જ પડે. એના કારણે આખો દેહ
બારીની બહારની તરફ ઢળે. (વાંચકોને વિનંતી છે કે તેઓ આવો કોઈ પ્રયાસ ન કરે
આમ કરવાથી જીવનું જોખમ રહેલું છે.) કોઈપણ વસ્તુનો સહારો હોય નહીં. શરાબ
ઝડપથી હોજરીમાં, ત્યાંથી લોહીમાં અને ત્યાંથી દિમાગી કોષોમાં ભળતો જતો હોય,
ત્યારેજો સંતુલન સહેજ સરખુંયે લથડે તો સાતમા માળ પરથી સીધા ભોંય ઉપર આવી
જવાય.
અમિતાભને બાદ કરતાં એકપણ મિત્ર આ શરત ક્યારેય જીતી શકતો ન હતો
બીયર
પીવા માટે વળી અલગ શરત રહેતી હતી. આઠ-દસ મિત્રો જમીન પર ગોળ કુંડાળુ
બનાવીને ગોઠવાઈ જતા હતાં. બધાની વચ્ચે બીયરનો મગ માત્ર એક જ રહેતો હતો.
શરૂઆત કોઈ એકથી થાય. એ એક મગ ખાલી કરે એ પછી બાજુવાળાનો વારો આવે. એણે એ જ
મગમાં બીયર ભરીને પી જવો પડે. પછી ત્રીજા, ચોથા, પાંચમાનો વારો આવે. એમ
કરતાં તમામ મિત્રોનો એક રાઉન્ડ પૂરો થઈ જાય, એટલે બીજા મગની શરૂઆત થાય. ડૉઝ
વધતો જાય. જેની ક્ષમતાની હદ આવી જાય, તે મિત્ર ‘આઉટ’ થઈ જાય. (બંને
અર્થમાં આઉટ!)
સંગીત-ખુરશી જેવી જ લગભગ કહી શકાય તેવી આ શરતામાં જે
સૌથી છેલ્લો ટકી રહે તેને વિજેતા જાહેર કરવામાં આવે. ઈનામમાં બધાં એને
તાળીઓથી વધાવી લે. ( જો ઢળી પડ્યો ન હોય અને હજુ પણ તાળીઓ પાડવાનાં હોશ
બચ્યા હોય તો!) આ શરત પણ કાયમ અમિતજી જ જીતી જતા હતાં.
વિજેતાનાં
ભાગે ઈનામ કરતાં સજા વધુ મોટી આવતી હતી. શરત એવી રાખવામાં આવતી કે મોડી
રાત્રે શરાબ-પાર્ટી ખતમ થાય એ પછી જે હોશમાં રહ્યો હોય તે બાકીના મિત્રોને
ગાડીમાં બેસાડીને, જાતે ગાડી હંકારીને એરપોર્ટની કેન્ટીનમાં ચા પીવા માટે
લઈ જાય.
અમિતાભ પાસે એ સમયે ‘બ્લેર્ક્સ’ કંપનીએ આપેલી કાર હતી. એ
ગાડી ‘સ્ટેન્ડર્ડ હેરોલ્ડ’ હતી. અમિતજી જાતે ડ્રાઈવ કરતા અને એ વખતે એમના
તમામ સાથીદારો પાછળની બેઠકમાં લૂઢકી ગયેલા હોય એવું જોવા મળતુ હતું. નોંધવા
જેવી બાબત એ છે કે આટલો શરાબ ઢીંચ્યા પછીયે ગાડી ચલાવી રહેલા અમિતાભે
એકવાર પણ નાનો સરખોયે અકસ્માત કર્યો ન હતો.
વાત જ્યારે ‘આઉટ’ થવાની
ચાલે છે, ત્યારે ત્રીજી એક રમત પણ જાણવા જેવી છે. એ રમત હતી ‘નોક આઉટ’ની.
અમિતાભ શોધી લાવ્યા કે વ્હિસ્કી પીતી વખતે કોઈને જો ઝડપથી ઢાળી દેવો હોય તો
એક ‘નીટ પેગ’ તૈયાર કરીને એમાં એક ચમચી ખાંડ ઓગાળી દેવાની. પછી મિત્રને
કહેવાનું કે એ પેગ એક જ શ્વાસમાં હોજરીમાં ઠાલવી દે આમ કરવાથી શરાબ બમણી
ત્વરાથી લોહીમાં ભળી જાય છે અને પીનારાને ‘નોક આઉટ’ કરી નાંખે છે.
હજુ પણ એ કહેવાની જરૂર ખરી કે આ રમતમાં પણ આખર સુધી કોણ ટકી રહેતું હતું???
પણ અચાનક અમિતભ ગંભીર અને ઉદાસ થઈ જતા
અમિતાભની
યુવાનીના વર્ષોમાં શરાબપાનની આવી ખતરનાક મજાઓ માણવામાં જે મિત્રો સાથે
હતા, તેઓ એક વાત અચૂક અકે છે. મોડી મોડી રાત સુધી ચાલતી શરાબની આ મહેફિલો,
ધમાલ-મસ્તી, હંસી-મજાક, ઢોલક વગાડીને ગીતો ગાવા, ખાણી-પીણીની જ્યાંહૂતો
માણવી આ બધાંમાં અમિતજી સૌ કરતાં મોખરે રહેતા હતા, પણ....પણ....પણ....!
પણ
અચાનક એ ગંભીર થઈ જતા હતા. એમની આંખો ઉદાસ બની જતી હતી. પાંપણનો પલકારોયે
માર્યા વગર એ શૂન્યમનસ્ક નજરે અવકાશ તરફ જોયા કરતા હતા. બોલવાનું, હસવાનું,
ગાવાનું બધું જ બંધ. મિત્રોને લાગતું જાણે અમિત ત્યાં હાજર જ નથી! એમની આ
ઉદાસીનું કારણ કોઈ એ વખતેય પકડી શક્તું ન હતું, કોઈ આજે પણ પકડી શક્તું નથી
.
હા, આજે પણ ઘરમાં હોય કે બહાર, પ્રવાસમાં હોય કે મીટિંગમાં, કે
પછી શૂટીંગમાં ભાગ લઈ રહ્યા હોય, અચાનક અમિતજી ‘સ્ટેચ્યુ’ બની જાય છે. એમનો
ચહેરો ઉદાસીનો પર્યાય બની જાય છે. એ વખતે કાળા માથાનો એક પણ માનવી એમને
ખલેલ પહોંચાડવાની હિમંત કરતો નથી. ભલે પછી એ પ્રકાશ મહેશ કે મનમોહન દેસાઈ
જેવા સિનિઅર દિગ્દર્શક હોય કે પછી ઘરમાં ખુદ જયાજી હોય ! રાજાકે ગમકો
કિરાયેકે રોનેવાલોકી જરૂરત નહીં પડતી !
અને પછી અમિતાભે કાયમનો સીગારેટ-શરાબ છોડી દીધી
શરાબ
અમિતાભના પિતાજી પણ એક જમાનામાં પીતા હતા. જો કે કવિને એ ક્યારેય ભાવતો ન
હતો. એમને મદ્યપાન ક્યારેય યોગ્ય પણ લાગ્યું ન હતું. પણ મિત્રોએ આદત પાડી
દીધે હતી. એમાં શરાબના નશા કરતાંયે ચઢિયાતો નશો ધરાવતી ‘મધુશાલા’ લખાતી ગઈ.
એટલે પછી મદીરા પીવી એ કવિને માટે એક ઓળખ-ચિહ્ન બની ગયું.
પણ એક
દિવસ કવિનું મદીરાપાન એક ઝાટકે છૂટી ગયું. એ ઘટના આપણે પ્રારંભના
પ્રકરણોમાં જોઈ ગયા છીએ. જ્યારે અમિતજી સાવ નાનાં બાળક હતા અને ગંભીર
બિમારીમાં તરફડતા હતા, ડોક્ટરોએ પણ એના જીવવાની આશા છોડી દીધી હતી, ત્યારે
કવિ બચ્ચનજીએ પોતાના પુત્રના પ્રાણના બદલામાં ભગવાન પાસે શરાબ છોડવાની
માનતા લીધી હતી. દીકરો બચી ગયો અને દારુ છૂટી ગયો. અમિતાભ બચ્ચનની
જિંદગીમાં શું થયું ? રોજની સો સિગારેટો અને શનિ-રવીની મહેફિલોમાં બે બાટલી
વ્હિસ્કી ઢીંચી જતા આપણાં શહેનશાહ આ બંને ચીજોને અત્યારે હાથ પણ લગાડતા
નથી. સિત્તેરના દાયકાના અંતિમ વર્ષોમાં અચાનક એમણે આ બંને વ્યસનોને ‘ગુડ
બાય’ કરી દીધું. ફિલ્મી પાર્ટી ચાલી રહી હતી. અમિતજી ઝૂમી રહ્યા હતા. એમના
એક હાથમાં શરાબનો જામ હતો, બીજા હાથમાં જલતી સિગારેટ હતી. એમના એક હાથમાં
શરાબનો જામ હતો, બીજા હાથમાં જલતી સિગારેટ હતી. એ પછીના દિવસે ફિલ્મ
‘હેરાફેરી’નો શો યોજાવાનો હતો.
અમિતાભ બચ્ચનની જિંદગીમાં શું થયું?
રોજની સો સિગારેટો અને શનિ-રવિની મહેફિલોમાં બે બાટલી વ્હિસ્કી ઢીંચી જતાં
આપણા શહેનશાહ આ બંને ચીજોને અત્યારે હાથ પણ લગાડતાં નથી. સિત્તેરનાં
દાયકાના અંતિમ વર્ષોમાં અચાનક એમણે આ બંને વ્યસનોને ગુડ બાય કરી દીધું.
ફિલ્મી પાર્ટી ચાલી રહી હતી. અમિતજી ઝૂમી રહ્યા હતાં. એમના એક હાથમાં
શરાબનો જામ હતો, બીજા હાથમાં જલતી સિગારેટ હતી. એ પછીના દિવસે ફિલ્મ
હેરાફેરીનો પ્રિમિયર શો યોજાવાનો હતો.
એ પાર્ટીમાં શું થયું તે વિષે
કોઈ જ જાણતું નથી. બસ, અમિતજીએ કાયમને માટે સિગારેટ ફૂંકવાનું અને શરાબ
પીવાનું છોડી દીધું. ખુદ જયાજીને પણ સાચા કારણ વિષે જાણ નથી. ( બીજા કોઈને
ખબર હોય તો એની ખબર આપણને નથી!) આ તબક્કે આપણા મહાન ગુજરાતી શાયર મરીઝની એખ
પંક્તિ યાદ આવી જાય છે. મરીઝ સાહેબ સ્વંય શરાબપાનનાં જબરદસ્ત આદતી હતાં.
એમણે લખ્યું છે: “હું મદિરા મરીઝ ત્યાગી દઉં, પ્રેમપૂર્વક મના કરે કોઈ.”
ટૂંકમાં,
પીવાનું શરૂ કરવાના મૂળમાં ‘પ્રેમરહેલો હોય કે નહી એની તો ખબર નથી પડી, પણ
પીવાનું બંધ કરવાના મૂળમાં જરૂર પ્રેમ કારણભૂત રહેલો હોય છે.
એક
અગત્યની આડમાહિતી : કોલકાતાની એક મદ્ય-બેઠકો વખતે એક મહત્વની શરાબ એ પણ
રહેતી હતી કે ઘટનાસ્થળે શરાબ પીવા માટે પધારતી વખતે દરેક યુવાને એની સાથે
એકાદ ‘ગર્લ ફ્રેન્ડ’ને તો લાવવાની જ રહેશે. નો એન્ટ્રી વિધાઉટ એ ગર્લ! અને
અમિતાભે આ કારણસર ક્યારેય મહેફિલમાંથી બાકાત નથી રહેવું પડ્યું. કોણ હતી
યુવાન અમિતની ગર્લફ્રેન્ડ? એની સંખ્યા એક હતી કે વધારે? આનો જવાબ જાણવા
માટે થોડી પ્રતિક્ષા કરવી પડશે. માત્ર સંખ્યા જ નહીં, તમને નામો પણ
જણાવવામાં આવશે.
આ ક્ષણે તો મને ફિલ્મ ‘સત્તે પે સત્તા’નું એક દૃશ્ય
યાદ આવી રહ્યું છે. ખલનાયક બનતા અમજદખાન અંદરની માહિતી કઢાવવા માટે
અમિતાભને આગ્રહ કરી-કરીને શરાબ પીવડાવે છે. પછી સંતુલન ગુમાવી ચૂકેલા
અમિતજી વારંવાર આ ડાયલોગનું પુનરાવર્તન કરતાં રહે છે: “દારૂ બહોત બુરી ચીજ
હૈ... દારૂ પીનેસે લીવર ખરાબ હો જાતી હૈ...” આજે અમિતજી વાસ્તવમાં આવું જ
કહી રહ્યાં છે.
Comments
Post a Comment