નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન, પ્રકરણ –39

અમિતાભ બચ્ચન શશિકપૂરનો કેમ કરતા હતા છાનોમાનો પીછો?


તો આવી છે અમિતાભની જાહેર અને ખાનગી જિંદગી


દરેક વ્યક્તિની બે જિદંગીઓ હોય છે. બહારની એટલે કે જાહેર જિંદગી અને અંદરની એટલે કે ખાનગી અથવા અંગત ઘરેલુ જિંદગી. હું પણ આમાં અપવાદ નથી અને તમે પણ નથી. જાહેર અથવા બાહ્ય જિંદગી બધાંને હોઇ શકે છે. એના માટે ફિલ્મ સ્ટાર, રાજનેતા કે કોઇ પણ ક્ષેત્રની મહાન વ્યક્તિ બનવું જરૂરી નથી. હું ડોક્ટર તરીકે મારા દર્દીઓ સાથે જે રીતે વર્તું છું અથવા લેખક તરીકે મારા વાંચકો સમક્ષ જે રીતે પેશ થતો હોઉં છું એના કરતાં તદ્દન જૂદી જ રીતે મારા અંગત જીવનમાં વર્તન કરતો હોઉં છું. તમારામાંથી કોઇ બેન્ક કર્મચારી હશે, કોઇ શિક્ષક હશે, કોઇ અન્ય વ્યવસાઇમાં હશે, પણ એ ભૂમિકા ભજવી લીધા પછી જ્યારે તમે ઘરે પાછા ફરતા હશો, ત્યારે તમારા વ્યક્તિત્વનું બહારનું વરખ ઊતરી જતું હશે અને તમે એવા જ રૂપમાં પેશ આવતા હશો જેવા તમે ખરેખર હશો.


હું આમાં કશું ખોટું ગણતો નથી. બહારની દુનિયામાં આપણે અસહજ વર્તન કરવું જ પડે છે, કારણ કે એવું આપણને શીખવવામાં આવે છે. આપણી નોકરી કે વ્યવસાયની પણ એવી જ માંગ હોઇ શકે છે. પણ ઘરમાં એવું આભાસી, કૃત્રિમ વર્તન દાખવવાની કોઇ જરૂર રહેતી નથી.


મેં ગુજરાતના એક માજી ગૃહપ્રધાનના બંગલે એમના ધર્મપત્નીને આવું બોલતાં સાંભળ્યાં હતાં, "તમારામાં તો જરા પણ અક્કલ જ બળી નથી. તમને બે રૂપીયાના કોથમીર - મરચાં લેવાયે ન મોકલાય. ભગવાન જાણે તમે આખા ગુજરાતનો વહિવટ કેવી રીતે ચલાવતા હશો?"


જવાબમાં એ કુશળ ગૃહપ્રધાન પત્નીની સામે પ્રેમભરી નજર ફેંકીને મલકી રહ્યા હતા. આ એમની અંગત જિંદગી હતી. પ્રસન્ન દામ્પત્ય હતું. આવો જ અભિપ્રાય વિધાનસભામાં એમના વિષે વિરોધ પક્ષના સભ્યો પણ ધરાવતા હતા. પણ ત્યાં તો એ ગૃહપ્રધાન સિંહગર્જના કરી ઊઠતા હતા. આ એમની બહારની જિંદગી હતી. આ રાજનીતિ હતી. આ એમના પક્ષ તરફથી સોંપવામાં આવેલું કામ હતું.


શું 'સ્ટાર ઓફ ધી મિલેનિએમ'ને પણ આવી બબ્બે જિંદગઓ હશે? જો હોય તો એમની અંગત જિંદગી કેવી હશે?


- 'ડેકોરેટ' થાળી, ને પછી 'કુછ મીઠાં હો જાએ'


જયાજી કહે છે કે અમિતજી બધું જ યાદ રાખે છે. ક્યારેય કશું જ ભૂલતા નથી. હા, ઘણીવારએ ભૂલી જવાનો ડોળ કરતા હોય છે, પણ એ માત્ર એમનો ઉત્તમ અભિનય જ હોય છે. જયાજી જણાવે છે કે કોઇપણ પત્રકાર પછી ભલે ને તે ગમે તેટલો બાહોશ હોય, તે ક્યારેય અમિતજીના ઇન્ટર્વ્યુમાં અમિતજીની ઇચ્છા વિરૂધ્ધ એકપણ શબ્દ કઢાવી શક્તો નથી. અમિતજીને જેટલું બોલવું હોય તેટલું જ બોલે છે. એ પોતાની સ્ત્રી-મિત્રો વિષે ક્યારેય કોઇને જણાવતા નથી. આવું કરવાથી એમની જાહેર છબિને નુકશાન પહોંચે એ મુદ્દા કરતાંયે વધારે મહત્વનો મુદ્દો એમના માટે એ છે કે સાચો પ્રેમી ક્યારેય પોતાની પ્રેમિકાનું નામ જાહેર કરતો નથી.


અમિતાભ ક્યારેય ગરમાગરમ વાનગીઓ આરોગી શકતા નથી; ભોજન સહેજ ઠંડુ પડે એ પછી જ તેઓ જમી શકે છે. એમને બીજી એક આદત પણ છે; એમની થાળીમાં ઘણી બધી વાનગીઓની સંખ્યા વધારે હોવી ફરજીયાત છે. પહેલાં તેઓ માંસાહારી ભોજન બે હાથે જમતા હતા, પણ પછી અચાનક તેઓ શાકાહારી ભોજન તરફ વળી ગયા.


અમિતાભ ફિલ્મના 'સેટ' ઉપર ભોજન લેવાના હોય કે ઘરમાં, એમની થાળીમાં રોટલી, ત્રણ જાતનાં શાક, દાળ અને ભાત ઉપરાંત કચુંબર, ચટણી, પાપડ અને દહીં જેવી પરચુરણ વાનગીઓ પણ પીરસાવી જોઇએ. એમને ભોજનના સ્વાદની બહુ પડી નથી હોતી, પણ જે કંઇ પીરસાય તે સારી રીતે 'ડેકોરેટ' થયેલું હોવું જોઇએ.


ભોજનના અંતમાં બાબુ મોશાયને કશુંક મીઠું ખાવાનું વ્યસન પડી ગયું છે. મીઠાઇમાં ગમે તે ચાલે, પણ જો ચમચમ કે રસગુલ્લા હોય તો એમને મજા પડી જાય છે.


- અને અમિતાભના પગ ધરતી પર જ પોંખાઇ રહ્યાં!


1974-75 પછીના અમિતાભ પડદા ઉપરના 'જાયન્ટ કિલર' અમિતાભ હતા. એમની 'ટાવરીંગ પર્સનાલિટી' એમનો ઘેરો ડારી દેતો અવાજ, એમની વેધક આંખો અને જાનદાર અભિનય. સૂટ-બૂટમાં અમિતાભ બચ્ચન જેવું શાનદાર વ્યક્તિત્વ હજુ સુધી બીજું એકપણ પડદા પર જોવા મળ્યું નથી. ફિલ્મ 'બોમ્બે ટુ ગોવા'માં જે કલાકારને નાચતાં નહોતું આવડ્યું, એ આજે ઘરડો થયા પછી ટીન એજર છોકરીઓની સાથે 'શાવા, શાવાં કે ચલી ચલી, ચલી ચલી, ઇશ્કકી હવા ચલી' જેવા ગીતોમાં પર્ફેક્ટ સ્ટેપ્સ સાથે નાચી શકે છે. પણ આ એમની છેતરામણી છબિ છે. અંદરથી આ પુરુષ હજુ પણ 'છોરા ગંગા કિનારે વાલા' જ રહ્યો છે. ગામડાંનો હજુ એના ગ્લેમરસ વ્યક્તિત્વની ભીતરે ધબકી રહ્યો છે.


બચપણમાં કવિ હરિવંશરાય બચ્ચન પુનિયા નામની હરીજન સ્ત્રીનું ધાવણ પીને મોટા થયા હતા; એ ઝૂંપડીના સંસ્કારો આજે પણ અમિતજીએ સાચવી રાખ્યા છે. એમનું માથું ભલે આસમાનને અડકતું હોય, પણ પોતાના પગને આજેપણ અમિતજીએ ધરતી પર જ ચોંટાડી રાખ્યા છે.


જંગલમાં આડેધડ ઊગેલું ઝાડ કોઇ હોશિયાર મિસ્ત્રીની કરામતથી રાજમહેલનું સુંદર, નકશીદાર ફર્નિચર ભલે બની જાય, પણ એની અંદરનું મૂળ તત્વ તો કાષ્ઠ જ રહે છે. એવું જ આ બાબુ મોશાયનું છે.


ફિલ્મોમાં સૂટ-બૂટ ચડાવીને પાર્ટીઓમાં પાર્શ્ચાત્ય એટીકેટ સાથે ડિનર ટેબલ પર જોવા મળતો અમિતાભ સાચો અમિતાભ નથી, પણ ફિલ્મ 'ડોન'માં ધોબીઓની વચ્ચે ભાંગના લોટાઓ ભરીને દેહાતી ઢબે ગટગટાવી જતો અને ઉપર બનારસી પાન જમતો અમિતાભ જ સાચો અમિતાભ છે.


- 'શહેનશાહ'એ સ્વીકર્યું 'રિશ્તેમેં તો વો હમારે બાપ લગતે હૈ'


અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે દરેક સોમાંથી એકસો એક ભારતીયોને અમિતાભ જ ગમે છે. એને જોયા પછી બીજો કોઇ અભિનેતા આપણાં મનને જચતો નથી. અમિતાભની સરખામણીમાં બીજા તમામ 'હીરાઓ' ઊંચાઇમાં વામણા અને અવાજમાં બોદા લાગે છે. આ બાબતમાં અમિતાભ એ તમામને આવું કહી શકે એમ છે- "રિશ્તેમેં તો હમ તુમ્હારે બાપ હોતે હૈ ઔર નામ હૈ હમારા શહેનશાહ..."


પણ સવાલ એ છે કે ફિલ્મોમાં આવતાં પહેલાં સ્વયં અમિતાભ બચ્ચનના પ્રિય ફિલ્મી કલાકારો કોણ હતા! અમિતાભની પસંદગીના અભિનેતા એટલે હિંદી ફિલ્મ જગતના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ કલાકાર દિલીપકુમાર. દિલીપકુમારના અભિનયમાં કોઇ ભેળસેળ ન હતી. જામખંભાળિયાના દેશી ધી જેવો એમનો શુધ્ધ અભિનય હતો. એમના જેટલું વૈવિધ્ય બીજા કોઇ કલાકારે પડદા ઉપર ભજવ્યું નહીં હોય.


અમિતાભે જાહેરમાં સ્વીકરાર્યું છે: "મારી અભિનય કળા પર દિલીપસાહેબની ઘેરી અસર રહેલી છે. આજે પણ હું જ્યારે કોઇ ર્દશ્ય આપવા જઇ રહ્યો હોઉં છું, ત્યારે એકવાર હું વિચારી લઊં છું કે આ ર્દશ્ય જો દિલીપ સાહેબે ભજવવાનું હોય તો તેઓ કેવી રીતે ભજવે! પછી હું એમની શૈલીથી પ્રેરીત થઇને જે-તે ર્દશ્યનું રી-હર્સલ શરૂ કરું છું."


બહું ઓછા લોકોને એ વાતની ખબર હશે કે અમિતજીના મનપસંદ હીરો શશીકપૂર પણ હતા. હજુ પણ છે. દીવાર, ત્રિશૂલ, ઇમાન ધરમ, રોટી કપડા ઔર મકાન, કભી કભી, દો ઔર દો પાંચ, સિલસિલા અને નમક હલાલ જેવી અસંખ્ય સફળ ફિલ્મોમાં અમિતજીને શશીકપૂરની સાથે કામ કરવાની તક મળી. એમાં પણ દીવાર, ત્રિશૂલ અને કભી-કભીમાં તો બંનેની યાદગાર ટક્કર જોવા મળી. લગભગ દરેક પ્રસંગે અમિતજી શશીકપૂર ઉપર છવાઇ ગયા છે. પણ આ વાત જાણીને આપણને સૌને આશ્ચર્ય થશે કે એક જમાનો એવો હતો જ્યારે અમિતાભને કોઇ ઓળખતું ન હતું અને તે સમયે શશીકપૂર અમિતજીના 'મેટીની આઇડોલ' હતા.


રોજ સવારે યુવાન અમિતાભ એક બગીચામાં વૃક્ષોની પાછળ સંતાઇને ઊભા રહેતા હતા. એમની પ્રતિક્ષાનું કેન્દ્ર બિંદુ હતા શશીકપૂર. એ સમયે શશીજી રોજ મોર્નિંગ વોક માટે એ બગીચામાં આવતા હતા. તેઓ જોગીંગ કરતાં પસાર થાય ત્યારે ઝાડ પાછળ છૂપાયેલા અમિતાભ એમને અહોભાવથી તાકી રહેતા હતા. એ સમયે કોને ખબર હતી કે બહુ જલદી એ સમય આવી જવાનો છે જ્યારે ઝાડ પાછળ છુપાયેલો અમિતાભ બહાર આવીને આ શશીકપૂરને આવું પૂછવાનો છે: "આજ મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ, બેન્ક બેલેન્સ હૈ; તુમ્હારે પાસ ક્યા હૈ?"


- "બેટા, અભી તૂ ઇતના બડા નહીં હો ગયા કિ અપની માં કો ખરીદ સકે!"


આ તો પ્રેમની વાત થઇ, આદતની વાત હજુ બાકી છે. અમિતાભ બચ્ચન નાનામાં નાનાં માણસને પણ મોટામાં મોટું માન આપતા રહે છે. આ એમના સંસ્કાર છે. પણ આ માન એ એમનો શિષ્ટાચાર છે. ખરેખર હ્રદયમાંથી એ જેનો આદર કરે છે એવી જૂજ વ્યક્તિઓ કેટલી છે અને કોણ છે?!


અમિતજી જાહેરમાં માત્ર ચાર જ ફિલ્મી હસ્તિઓના ચરણ સ્પર્શ કરે છે. અબ્બાસ સાહેબે અમિતાભને 'સાત હિન્દુસ્તાની' માટે પસંદ કરીને હિંદી ફિલ્મોમાં કામ કરવા માટેની પ્રથમ તક આપી હતી. ઓમ પ્રકાશ (ચરીત્ર અભિનેતા જેમણે ફિલ્મ 'નમક હલાલ'માં બિગ-બીના દદ્દુનું યાદગાર પાત્ર ભજવ્યું હતું) એ એક એવો પીઢ કલાકાર હતા જેમણે સૌ પ્રથમ વાર અમિતાભના અભિનયના મોંફાટ વખાણ કર્યા હતા. પછી તો સૌ કોઇ એમની પ્રસંશાના કોરસ ગાવા લાગ્યા હતા, પણ મહત્વ 'પ્રથમ વાર'નું હોય છે. ઓમ પ્રકાશના હ્રદયની આ વિશાળતા અમિતાભજી જિંદગીભર ભૂલ્યા નહીં. હ્રષિદા તો જયા અને અમિતાભને મન પિતા તુલ્ય હતા. હ્રષિદાએ અમિતજીને લઇને આનંદ, ચુપકે ચુપકે, મિલી અને અભિમાન જેવી સુંદર, સફળ અને યાદગાર ફિલ્મો બનાવી એ એકમાત્ર કારણ ન હતું જેના લીધે અમિતજી એમને જાહેરમાં આટલું માન આપતા હતા. હકીકત એ હતી કે હ્રષિદા રોજ-બ-રોજની જિંદગીમાં પણ વડીલની અને માર્ગદર્શકની ભૂમિકા બજાવતા રહેતા હતા.


જ્યારે પણ અમિતાભને પોતાની અંગત જિંદગીમાં કે ફિલ્મી કારકિર્દીમાં કોઇ તકલીફ ઉભી થાય તો તરત જ તેઓ જયાને લઇને હ્રષિદાની પાસે પહોંચી જતા હતા. જે વડીલ પિતાની ફરજો અદા કરતા હોય તેને જાહેરમાં પગે લાગવામાં શરમ શાની?!


ચોથી વ્યક્તિ તે નિરૂપા રોય. આપણાં ગુજરાતના ગૌરવરૂપ જાજરમાન અભિનેત્રી. જૂનાં જમાનાની ફિલ્મ 'રાની રૂપમાન'ની સુંદર હિરોઇન. પછીથી એમણે મા તરીકે અસંખ્ય ફિલ્મોમાં નામ કાઢ્યું. એમાં પણ 'દીવાર'માં અમિતાભની મા બન્યાં પછી તો એમના નામનો સિક્કો જામી ગયો. પડદા ઉપર અમિતાભ હોય એટલે આપણે સ્વીકારી જ લેવાનું કે હમણાં "બેટા, અભી તૂ ઇતના બડા નહીં હો ગયા કિ અપની માં કો ખરીદ સકે!"જેવો ચોટદાર સંવાદ બોલવા માટે નિરૂપાજી આવી જશે.


પડદા પરની માતાને અમિતાભે પડાદાની બહાર પણ મા જેટલો જ આદર આપી જાણ્યો.


અફસોસ! આ ચારમાંથી એકપણ વ્યક્તિ આજે જીવીત નથી રહી. અમિતજી ચરણસ્પર્શ કરવા ઇચ્છે તો પણ કોને કરે? અને હવે સ્થિતિ એવી બની ગઇ છે કે જાહેરમાં આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આ શહેનશાહના પગમાં પડવું પડે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!