નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન પ્રકરણ - 13

નમસ્કાર! યહ ઓલઇન્ડિયા રેડિયો કી દિલ્હી સર્વિસ હૈ; મૈં અમિતાભ બચ્ચન હૂં ઔર આજ કે મુખ્ય સમાચાર ઇસ પ્રકાર હૈ.....!”

વિધાતાએ અમિતાભ સાથે કઇ ક્રુર મજાક કરી?

હું તબિબી વિજ્ઞાનનો માણસ છું એટલે મને મનુષ્યની આનુવંશિકતામાં અતિશય રસ પડે છે. સિંગ્મંડ ફ્રોઇડ ભલે કહી ગયો હોય, કે કોઇ પણ નવું જન્મતું બાળક એ તેના માબાપના જાતિય આનંદની આડપેદાશે છે. પણ હું આ વાત સાથે સંપૂર્ણ રીતે સહમત નથી. જો એવું હોય તો પણ મને એ વાત આકર્ષતી નથી. જો એવું હતો, તો સ્ત્રીપુરુષના પ્રત્યેક શારીરિક સંબંધમાંથી ગર્ભાવસ્થાનું નિર્માણ થતું હોત.

મને જેમાં રસ પડે છે તે આ વાત છે; કોઇ પણ સંતાન એ તેના માતા અને પિતાના કેટલાક સદગુણો અને કેટલાક અવગુણોનો સરવાળો લઇને આવે છે. આ વાત બધાને લાગુ પડે છે તો અમિતાભને કેમ લાગુ ન પડે. અમિતાભમાં પણ એમની માતા તેજી અને એમન બાબુજીના લક્ષણો ઉતરી જ આવ્યા જોઈએ. મને આજના અમિતાભમાં રસ નથી પણ એમની અમિતાભ બનવાની પ્રક્રિયામાં રસ છે. તો ચાલો, જોઇએ આજના બોલિવુડના આ બાદશાહના આનુવંશિક લક્ષણોનું પગેરૂં.

તેજ્જી અને કવિ બચ્ચનજી બન્ને પ્રકૃતિની બાબતે સામ-સામેના ધ્રુવ ઉપર ઉભેલા હતા. તેજી ગર્ભશ્રીમંત પરિવારમાંથી આવતા હતા જ્યારે કવિનું કુટુંબ ગર્ભદરિદ્ર હતું. તેજીની વિચારધારા 100 ટકા પશ્ચિમી હતી જ્યારે કવિ પૂર્વના પૂજારી હતા, 100 ટકા સનાતની. તેજી સૌંદર્યના આરાધક હતા, બાબુજી સત્યના શોધક હતા. જન્મે શીખ હોવાને કારણે તેજીની શારીરીક તાકાત ખૂબ જ સારી હતી. હરિવંશરાય માનસિક રીતે મજબૂત હતા. તેજીએ એમના મન્નાને રીતભાતનું (મેનર્સ) શિક્ષણ આપ્યું હતું. બાબુજીએ એમના લાડલામાં સંસ્કારસિંચન કર્યું. માતા તરફથી અમિતાભને સિનેમા જોવાનો શોખ વારસામાં મળ્યો, સારા અને મોંઘા કપડાં પહેરવાનો રસ જાગ્યો, શિષ્ટાચાર અને પાર્ટી મેનર્સ વારસમાં મળ્યા, રંગો વિષેની કલાદ્રષ્ટિ મળી, જ્યારે પિતા તરફથી ઇશ્વર પરની આસ્થા પ્રાપ્ત થઇ.

યુવાનીમાં અમિતાભ તેજ ગતિએ ગાડી ભગાવતા. આ અવગુણ એમને માતા તરફથી વારસામાં મળ્યો હતો. તેજ્જીને ગાડી ચલાવવાનો ગાંડો શોખ હતો. તેઓ જ્યારે સપરિવાર ક્યાંક જતા હોય તો ગાડી જાતે જ ચલાવતા. એ જમાનામાં દિલ્હીમાં કેટલાક રમુજી બનાવો પણ બન્યા હતા. તેજી બચ્ચન ગાડી લઇને ક્યાંક જઇ રહ્યા હોય અને અચાનક એમની નજર પડે કે બસ સ્ટોપ ઉપર એમનું કોઇક પરિચીચ ઉભેલું છે ત્યારે તેજી ગાડી ઉભી રાખી દેતા અને એ વ્યક્તિને પૂછતા, “ક્યાં જવું છે? બેસી જાવ. હું તમને ત્યાં ઉતારી દઇશ.” એ વ્યક્તિ ગભરાઇને ના પાડી દેતી, “ના હું બસમાં જ જઇશ, જો બસ નહીં આવે તો ચાલીને જઇશ. મારે શોપિંગ કરવા માટે દુકાને જવું છે, ઘાયલ થઈને દવાખાને નથી જવું.”

આની વિરૂધ્ધમાં જ્યારે બાબુજી ગાડી ચલાવતા, ત્યારે રસ્તા ચાલતા પદયાત્રીઓને પણ હાથ બતાવી અને ઓવરટેઇક કરવાની મંજુરી આપતા હતા.

કવિ બચ્ચનજી આખી જિંદગીમાં એક જ વાર અસત્ય બોલ્યા હતા. અલ્હાબાદથી દિલ્હી આવ્યા પછી સરકારી ફ્લેટ મેળવવા માટે એમણે અરજી કરવાની હતી. એ માટેની પ્રતિક્ષાયાદી બહુ લાંબી હતી. જો વહેલો ફ્લેટ મેળવવો હોય તો એ માટે યોગ્ય કારણ દર્શાવવું જરૂરી હતું. કવિએ અરજીમાં જુઠ્ઠું કારણ લખ્યું, “મારી પત્નીને દમની બિમારી છે, માટે એમને શહેરની ભીડભાડથી દૂર સ્વચ્છ વાતાવરણમાં ફ્લેટ ફાળવવામાં આવે.” એમને ફ્લેટ તાબડતોબ મળી ગયો. પણ આ જુઠ્ઠાણું એક દિવસ સાચું થઇને ઉભું રહ્યું. એક દિવસ નૈનિતાલની મુલાકાત વખતે તેજીને શ્વાસ ચડ્યો. ડોક્ટરે નિદાન કર્યું: “બ્રોન્કીયલ અસ્થમા.” આ રોગ જિંદગીભર તેજ્જીને પરેશાન કરતાં રહ્યો. દમની બિમારી અમિતજીને પણ વારસામાં મળી છે. કવિ બચ્ચનજી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી અપરાધભાવ અનુભવતા રહ્યા. એ શ્રધ્ધાળુમાણસ એવું જ માનતા રહ્યા કે ફ્લેટ જલ્દી મેળવવાની લાલચમાં પોતે જુઠ્ઠું બોલ્યા એટલા માટે જ ઇશ્વરે એમને આ સજા આપી.

..........

કિરોડીમલ કોલેજમાંથી થર્ડક્લાસ સાથે બી.એસ.સીની છેલ્લી પરિક્ષા પાસ કર્યા પછી અમિતાભ હતાશામાં સરી પડ્યા. એમની ઇચ્છા વૈજ્ઞાનિક બનવાની હતી. પણ 65 ટકા અજ્ઞાન ધરાવતો વિદ્યાર્થી નોકરીની શોધ પણ ન કરી શકે ત્યારે બીજી વિજ્ઞાનની શોધખોળ તો શી રીતે કરવાનો હતો. પણ હવે સમય થયો હતો નોકરી શોધવાનો. અમિતજીએ સરકારી અને ખાનગી ઓફિસોના ઉંબરા ટોચવાના શરૂ કર્યું.

હિન્દુસ્તાન લીવર નામની જાણીતી કંપનીમાં એમણે અરજી કરી. કોઇ જ જવાબ ન સાંપડ્યો. ડી.સી.એમ.માં અરજી કરી. ત્યાંથી કોલલેટર પણ આવ્યો પણ નોકરી ન મળી. ઓલ ઇન્ડિયા રેડિયોમાં એમણે પ્રયત્ન કરી જોયો. ન્યૂઝ-રીડરના કામ માટે એમને બોલવવામાં આવ્યા. ત્યાંના અધિકારીઓએ હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષામાં એમનો ઓડિશન ટેસ્ટ લીધો. સર્વાનુમતે એમને નાપાસ કરવામાં આવ્યા. વિધાતાએ અમિતજી સાથે કરેલી કદાચ આ ક્રુર મજાક હતી. ભવિષ્યમાં જે કલાકાર એના અવાજ માટે દેશભરમાં મશહૂર થવાનો હતો, જેના અવાજ માત્રને કારણે પીનથી માંડીને પ્લેઇન સુધીની 145 પ્રોડક્ટ્સ ભારતમાં લોકપ્રિય થવાની હતી, દેશના બે મહત્વના રાજ્યો, એ અવાજને કારણએ બીગબીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના હતા(યુ.પી અને ગુજરાત). જેના કારણે દેશના કરોડો બાળકો 'દો બુંદ જિંદગી કે' પી જવાના હતા. એ અવાજને એક સમયે દિલ્હી રેડિયો સ્ટેશનના સરકારી બાબુએ અયોગ્ય ઘોષિત કરી દીધો હતો.

ભગવાન જે કરે છે તે સારા માટે. જો એ વખતે અમિતાભ ન્યૂઝ-રીડર તરીકે પસંદ થઇ ગયા હોત તો શું બન્યું હોત. દિલ્હીના નાગરીકોને અવશ્ય ફાયદો થયો હોત. એમને રોજ આવું સાંભળવા મળ્યું હોત, “નમસ્કાર! એ આકાશવાણી કા દિલ્હી સ્ટેશન હૈ, મૈં અમિતાભ બચ્ચન બોલ રહા હું, આજે કે મુખ્ય સમચાર ઇસ પ્રકાર હૈ.....!”

આભાર, એ બુધ્ધિના બળદિયા જેવા સરકારી અધિકારીઓનો કે જેમની અણઆવડતને કારણે અમિતજીનો અવાજ દેશભરમાં પ્રસરી રહ્યો. કૌન બનેગા કરોડપતિમાં જ્યારે બીગ બી બોલે છે,“નમસ્કાર દેવીઓ ઔર સજ્જનો, મૈં અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિમાં આપકા સ્વાગત કરતા હું.....!” ત્યારે એમનો ઘેરો, સમંદરના મોંજા જેવો અવાજ સમગ્ર હિન્દુસ્તાનના કરોડો લોકોના કાનને વિંધીને સીધો હ્યદયમાં ઉતરી જાય છે.

આખરે એક દિવસ અમિતને કહ્યું, “મને લાગે છે કે તારે કોલકત્તા જવું જોઇએ. ત્યાં મારા એક મિત્ર રહે છે. એમનું નામ મિસ્ટર ગજાનંદ છે. એમનું કહેવું છે કે કોલકત્તા શહેર કોઇને નિરાશ નથી કરતું.”

અમિતજી કોલકત્તા પહોંચી ગયા ગજાનંદ અંકલને ઘરે જ ઉતર્યા. રોજની 15-15 અરજીઓ નોકરી માટે કરતા રહ્યા. ફાજલ સમયમાં ફૂટબોલની મેચ જોવાનું એ ચૂકતા નહીં. ટીકિટ ખરીદવાના પૈસા ન હોય તો દિવાલ ઉપર ચઢીને પણ મેચ એ અચૂક જોતા. મોહન બાગાન એ એમની પ્રિય ટીમ હતી. પોતાના પ્રિય ખેલાડીઓને જોવા માટે અમિતજી ભાડાનું દૂરબીન સાથે લઇને જતા. આજે આટલા દાયકાઓ પછી પણ એમનો ફૂટબોલની રમત પ્રત્યેનો પ્રેમ લેશમાત્ર પણ ઓછો થયો નથી. આપણે જેટલા રસપૂર્વક એમની ફિલ્મો જોઇએ છીએ એના કરતાં પણ વધારે ઝનૂનપૂર્વક અમિતજી ફૂટબોલની રમત જોતા હોય છે. જગતમાં ક્યાંય પણ બે સારી ટીમો વચ્ચે ફૂટબોલની મેચ રમાતી હોય,અમિતજી એની સીડી કે ડીવીડી મેળવી લે છે. આજે કોલકત્તા છૂટી ગયું, ખેલાડીઓ બદલાઇ ગયા તેમ છતાં આજે પણ અમિતજી મોહન બાગાનની ટીમના જબરા સમર્થક બની રહ્યા છે.

એક દિવસ “બર્ડ એન્ડ હિલ્જર્સ” નામની કંપની તરફથી એમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા. એ કોલસાની દલાલી સાથે સંકળાયેલી કંપની હતી. અમિતાભ પસંદ થઈ ગયા. થોડા દિવસ પછી ટપાલમાં એમને નિમણૂંકપત્ર મળ્યો. પોસ્ટમેન જ્યારે પત્ર લઈને આવ્યો ત્યારે ગજાનંદ અંકલ ઘરમાં હાજર ન હતા. નિમણૂંકપત્ર ટપાલીએ અમિતજીના હાથમાં મુક્યો. અમિતજીના આનંદનો પાર ન રહ્યો. એમણે એ જ દિવસે દિલ્હી ફોન કરી અને પિતાજીને આ સમાચાર આપ્યા. અંતમાં પૂછ્યું, “બાબુજી મૈં ક્યા કરું, યહ નોકરી લે લૂં?” બાબુજીએ જવાબ આપ્યો,“ બેટા, આ તારા જીવનની પ્રથમ નોકરી છે, એને વધાવી લે. અને એક વાત યાદ રાખજે, કે આ નોકરી તને તારી લાયકાતને કારણે મળી છે, કોઇની ભલામણના કારણે નહીં.”

આ 1963નું વર્ષ હતું અને જુલાઈ મહિનો હતો. કોલસા વિભાગમાં કામ કરવાનું હતું. નિયત પગાર 500 રૂ.માસિક હતો. જેમાંથી અમિતના હાથમાં 470 રૂ. આવતા હતા. કામ શીખવા માટેની તાલિમ માટે અમિતજીએ આસનસોલ, ધનબાદ અને હજારીબાગની ખાણોમાં જવાનું હતું.

આવા જ એક તાલિમી સમય દરમિયાન એક દિવસ એક દુર્ઘટના બની ગઈ. અમિતજી કોલાસાની ખાણમાં કામ શીખતા હતા. ત્યાં અચાનક ભેખડ ઘસી પડતાં એ ખાણની અંદર ફસાઇ ગયા. બીજી તરફ ધસમસતા પાણીનો પ્રવાહ ખાણમાં ભરાવા માંડ્યો. જિંદગીનો અંત નજીકમાં જ દેખાઈ રહ્યો હતો ત્યારે છેક છેલ્લી ઘડીએ બચાવટૂકડીએ એમને ઉગારી લીધા. આ ઘટનાને વર્ષો પછી ફિલ્મ “કાલા પત્થર”માં આબાદ સ્વરૂપે વણી લેવામાં આવી છે.

જે દિવસે પહેલો પગાર એમના હાથમાં આવ્યો ત્યારે અમિતજીની ખુશીનો કોઈ પાર ન હતો. એમણે બાબુજી માટે પેન, મા માટે સાડી અને બંટી માટે શર્ટની ખરીદી કરી. ગજાનંદ અંકલ માટે પણ ભેટ ખરીદવાનું એ ભૂલ્યા નહીં.

જો કે પોતાની કમાણીમાંથી પરિવાર માટે પૈસા ખર્ચ્યા હોય એવી અમિતજી માટે આ પહેલી અને છેલ્લી ઘટના હતી. 470 રૂ.ની રકમ એ જમાનામાં સારી એવી ગણાતી હતી. અમિતજી કોલકત્તામાં પાંચ વર્ષ રહ્યા અને કુલ બે જગ્યાએ નોકરીઓ કરી. એમનો છેલ્લો પગાર 1640 રૂ. હતો. આટલી આવકમાં એક પૂરો પરિવાર સુખચેનથી રહી શકે. પણ અમિતજીનો હાથ ઉડાઉ હતો. એ પોતાનો પૂરો પગાર મોજ શોખમાં ખર્ચી નાખતા હતા. મોંઘા વસ્ત્રો, બ્રાન્ડેડ ટાઇ, કિંમતી લેધરલેલ્ટ અને જાણીતી કંપનીના શુઝ ઉપરાંત જાતજાતના કફલીંગ્સનો પણ એમને ગાંડો શોખ હતો. આમાં પૈસા બચે તો મુન્નો માબાપ માટે મોકલાવેને.

બે ચાર મહિને બાબુજીએ દિલ્હીથી દિકરા માટે વધારાના રૂપિયાનું મનીઓર્ડર કરવું પડતું હતું. આપણને પ્રશ્ન થાય કે યુવાન અમિત આટલા બધા રૂપિયા ક્યાં ઉડાવી દેતો હશે. આનું રહસ્ય બહુ રોમાંચક છે. એની વાત આવતા અંકે.

કોલકત્તામાં અમિતાભે કુલ પાંચ વર્ષ ગાળ્યા. 1963થી 1968 સુધીના સમયગાળામાં એમણે માત્ર બે જ જગ્યાએ નોકરીઓ કરી. પણ એમના પગમાં ભમરો હતો. મકાનોની બાબતમાં એ હંમેશા ચંચળ રહ્યા. પાંચ વર્ષમાં કુલ વીસ મકાનો બદલ્યા. એક દિવસ દિલ્હી આવીને તે પોતાનું ઢોલક લઇ ગયા. બાબુજીને નવાઇ લાગી. કોલસાની કંપનીમાં કામ કરતો દિકરો આ ઢોલકનું શું કરશે?

એમને ક્યાં ખબર હતી કે એમનો લાડલો નોકરી પૂરી થયા પછી મિત્રોનું મોટું જુથ જમાવવાનો હતો. યુવાનો ઉપરાંત સ્ત્રીમિત્રોની પણ મોટી ભીડ ઉભી કરવાનો હતો. અને સાંજે પ્રસંગોપાત સિગારેટનો ધૂમાડો અને વ્હીસ્કીની આગ વચ્ચે એ ઢોલક ઉપર થાપ મારીને ભોજપુરી જબાનમાં ઉત્તરપ્રદેશનું એક લોકગીત લલકારવાનો હતો. જે ગીત સાંભળીને બંગાળની સશ્યશ્યામલા ભીનેવાન યુવતીઓ એના ઉપર ઓળઘોળ થઈ જવાની હતી અને ભવિષ્યમાં એ જ ગીત ઉપર પુરું હિન્દુસ્તાન ઝૂમી ઉઠવાનું હતું.

અમિતજીનું એ ગીત હતું, “મેરે અંગનેમેં તુમ્હારા ક્યા કામ હૈ.”
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!