નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન પ્રકરણ - 24

તેરે જૈસા યાર કહાં, કહાં ઐસા યારાના...  શા માટે મીસાલ અપાતી હતી
 
કેવી હતી અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધીની દોસ્તી?
હું જ્યારે મેડીકલ શાખામાં સ્નાતકોત્તર અભ્યાસ કરતો હતો, ત્યારે એક ઘટના બની ગઇ. મારો એક જીગરજાન મિત્રો એક છોકરીની સાથે ભાગી ગયો. બંનેએ ગૂપચૂપ લગ્ન કરી લીધાં. મને આ વાતની ગંધ સરખી પણ આવવા ન દીધી. પ્રેમલગ્ન પછી બધાં ભાગેડુઓ જેમ કરતા હોય છે તેમ જ એ યુગલે પણ કેટલાંક દિવસ સુધી અજ્ઞાતવાસમાં રહેવાનું પસંદ કર્યું. છોકરીનાં પક્ષવાળા બધાં ભારાડી માણસો હતા. (છોકરી ગુજરાતી ન હતી, પંજાબી હતી.)

બીજા દિલસે બપોરના સમયે હું ડોકટર્સ ક્વાર્ટર્સમાં ઘોડા વેંચીને ઊંઘતો હોઊં એમ ઘોરી રહ્યો હતો, ત્યાં બારણે ટકોરા પડયા. કહેવાય ટકોરા, પણ જાણે હથોડા પડયા હોય એવો અવાજ હતો. બારણું મેં ઊઘાડયું તો સાડા છ ફીટની ઊંચાઇ ઘરાવતા અને કબાટ જેટલા પહોળા ચાર - ચાર પંજાબીઓ અંદર ઘૂસી આવ્યા. ડોળા કાઢીને બરાડવા માંડયા, "લડકી કિધર હે? કહાં છુપાઇ હૈ? તુમ્હેં તો માલૂમ હી હોગા કિ તુમ્હારે દોસ્તને..."

ખાટલે મોટી ખોડ એ જ હતી કે પાયો ન હતો. મારા મિત્રે જો મને વિશ્વાસમાં લીઘો હોત તો સારુ થાત. પછી તો મનેય તકલીફ પડી અને મારા લૂચ્ચા મિત્રને પણ પડી. પેલા ચાર પહેલવાને શરીરથી જેટલા તગડા હતા, એટલા તગડા મનથી ન હતા. માટે હું બચી ગયો.

રાજીવ ગાંધી લૂચ્ચા ન હતા, ખૂબ સરળ અને ભોળા માણસ હતા; પોતે જે યુવતીની સાથે લગ્ન કરવા માંગતા હતા એનાં વિષે સૌથી પહેલી જાણ એમણે પોતાના ગાઢ મિત્ર અમિતાભને કરી હતી. આ ઘનિષ્તાને સમજવા માટે એમની દોસ્તીને જાણવી જરૂરી છે.

-એ પહેલી અલ્હાબાદની મુલાકાત

આ લેખમાળામાં આપણે અગાઉ જાણી ગયાં છીએ કે રાજીવ અને અમિતાભ જ્યારે જિંદગીમાં એકબીજાને પહેલીવાર મળ્યા ત્યારે રાજીવની ઉંમર બે વર્ષની હતી અને અમિતાભ હતા ચાર વર્ષના. એ ઘટના અલ્હાબાદના છે.

પ્રથમ પરિચય પછી મુલાકાતોનો સિલસિલો ચાલુ રહ્યો. બાળપણમાં અનેક વાર મળ્યાં ગાંધી-નહેરુ અને બચ્ચન પરિવારોની વચ્ચે મૈત્રી સમીરકણો ઉંમર અનુસાર રચાતાં ગયાં. પં.નહેરુ અને કવિ બચ્ચન વચ્ચે દોસ્તી જામી ગઇ. તેજી અને ઇંદિરાજી વચ્ચે સખીપણાં વિકસતાં રહ્યાં. રાજીવ અને અમિત મોટા હતા, માટે એ બંને વધુ નજીક આવ્યા; જ્યારે બંનેથી નાનાં એવા સંજ્ય અને બંટી (અજિતાભ) વચ્ચે વધુ આત્મિયતા બંધકાતી ગઇ.

કિશોરાવસ્થામાં બચ્ચન ભાઇઓ નૈનિતાલની શેરવુડમાં ભણવા માટે ચાલ્યા ગયા અને ગાંધી બંધુઓ દૂન સ્કૂલમાં પહોંચી ગયા. એમને દર વરસે 3-3 મહિનાનું વેકેશન મળતું હતું. આ ત્રણ મહિના દરમ્યાન ચારેય મિત્રો દિલ્હી આવીને ખૂબ મજા લૂંટતા હતા. અમિતાભ અને અજિતાભ લગભગ આખોય દિવસ પં.નહેરુના સત્તાવાર નિવાસ સ્થાન 'તીન મૂર્તિ ભવન'માં જ પડ્યા - પાથર્યા રહેતા હતા. આમ કરવા પાછળનું મુખ્ય અને સૌથી લલચાવનારુ આકર્ષણ રમકડાં હતું.

રાજીવ અને સંજ્ય એ બંને ભાઇઓના વ્યક્તિત્વો વચ્ચે પાયાનો ભેદ હતો. રાજીવ મિતભાષી હતો, સંજ્ય સતત બકબક કરતો હતો. રાજીવ સ્વભાવે શાંત, જ્યારે સંજ્ય તોફાની. સામર્થ્ય અને પ્રતિભાની બાબતમાં રાજીવ થોડોક નબળો હતો, જ્યારે સંજ્ય ધણો આગળ હતો. રાજીવ ધીરજવાન અને સંજ્ય ચંચળ હતો. રાજીવની એકાગ્રતા ચારેયમાં અવ્વલ હતી, સંજ્ય તદ્દન અસ્થિર હતો. પણ ચારેયની મૈત્રી વિશ્વાસ, આત્મિયતા અને રમકડાંના આકર્ષણના પાયા ઉપર રચાયેલી હતી.

- બાળપણ કઇંક આવું હતું

રાજીવે જ્યારે એક આખો ઓરડો ભરેલા રમકડાં બતાવ્યા, ત્યારે કવિપુત્રો તો આભા જ બની ગયા. દિલ્હીની કોઇ દુકાનમાં એટલાં રમકડાં એમણે જોયા ન હતા. સંજ્યે પેલું વિમાન ઉડાડયું. રાજીવે એના યંત્રની રચના સમજાવી. અમિત - બંટીને મજા પડી ગઇ.

રાજીવની યાંત્રિક સૂઝ - બૂઝ જોઇને અમિત આશ્ચર્ય ચકિત થઇ જતો હતો. કોઇપણ રમકડું કે મશીન હોય, રાજીવ એને પૂરે પૂરું ખોલી નાંખીને ફરી પાછું જોડી આપતો હતો. એ જોઇને અમિતને ચાનક ચઢી. એકવાર એણે પરાક્રમ કર્યું. બાબુજી (કવિ બચ્ચનજી) વિદેશથી એક ટ્રાન્ઝિકસ્ટર-કમ-ટેપરેકર્ડર લઇ આવ્યા હતા. અમિતને યાદ આવ્યું કે પં.નહેરુને પણ કોઇ વિદેશી વડાપ્રધાને સૂર્યશક્તિથી ચાલતું રેડીયોગ્રામ ભેટમાં આપ્યું હતું, જે સ્વાભાવિકપણે જ એમણે પોતાના દૌહિત્રોના હવાલે કરી દીધું હતું. રાજીવ એ વિદેશી યંત્રની મરમ્મત પણ કરી શક્તો હતો.

અમિતાભ શૂરતન ચડ્યું. બાબુજીએ આપેલું ટુ - ઇન - વન જરા પણ બગડ્યું ન હતું, તો પણ એક દિવસ અમિતે એને ખોલી નાખ્યું. એના એકે - એક સ્પેરપાર્ટસ છૂટા પાડી નાખ્યા. પછી કુશળ કારીગરની અદાથી એ એમને પૂન:જોડવા ગયો. સાંધાનીયે સૂઝ ન પડી. ટુ -ઇન - વનનાં તમામ પૂર્જાઓને થેલીમાં ભરીને ભવિષ્યનો આ સુપરસ્ટાર 'તીન મૂર્તિ' ભવનમાં દોડી ગયો. મિત્ર રાજીવને વિનંતી કરી કે આને જોડી આપ, નહીતર બાબુજી વઢશે.

રાજીવ સ્ફુડ્રાઇવર લઇને બેસી ગયો. સંપુર્ણ એકાગ્રતાથી અને ધીરજપૂર્વક એણે બધા જ વિભાગો યથાસ્થાને ગોઠવી આપ્યા. ટુ - ઇન - વન જાણે કંપનીમાંથી ખરીઘું હોય એવું બની ગયું. (કાશ, રાજીવજી આવી જ કુશળતા દેશનો વહીવટ ચલાવવામાં વાપરી શક્યા હોત!)

- વો પુરાની geans...વો Yaadein.

હાઇસ્કુલનો અભ્યાસ પુરો કર્યા પછી રાજીવ વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા. અમિતાભે દિલ્હીની કિરોડીમલ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો. પણ પત્રો દ્રારા બંને વચ્ચે સંપર્ક જળવાઇ રહ્યો. રાજીવ નિયમિતપણે મિત્રને પત્રો લખતા હતા. એકવાર તો ઇંદિરાજી ( તે સમયે વડાપ્રધાન બની ગયાં હતાં) અચાનક કવિ બચ્ચનના ઘરે પહોંચી ગયાં, તેજીને પૂછવા લાગ્યાં, "મારો રાજીવ મઝામાં તો છે ને? એના કોઇ સમાચાર?"

"કેમ, તમારાં દીકરાના સમાચાર તમારી પાસે નથી ?"તેજીએ પૂછ્યું.

"એ જ તો મુસીબત છે ને! મારા દીકરાના ખબર - અંતર જાણવા હોય તો મારે તમારા દીકરાને પૂછવું પડે છે. રાજીવ મને પત્ર લખે કે ન લખે, પણ અમિતને જરૂર લખે છે."પ્રિયદર્શિની જોવામાં પ્રિય લાગે તેવું હસી પડ્યાં."

અને એક દિલસ વેકેશન ગાળવા માટે ભારતમાં આવેલા રાજીવે ભેટનું પેકેટ અમિતાભના હાથમાં મૂકી દીધું, "આ તારા માટે લાવ્યો છું."

અંદર જીન્સનું પેન્ટ હતું. અમિતાભની જિંદગીનું એ સૌ પ્રથમ જીન્સ હતું, જે એણે વર્ષો સુધી પ્રેમપૂર્વક પહેર્યા કર્યું હતું.

- એ ગગનચુંબી મુલાકાતો ...મૈત્રી અતૂટ રહી

રાજીવ ગાંધી વિમાનના પાયલટ બની ગયા; અમિતાભ બની ગયા અભિનેતા. મૈત્રી અતૂટ રહી, બરકરાર રહી. ક્યારેક એવું પણ બનતું કે અમિતાભ જે ફલાઇટમાં પ્રવાસ કરતા હોય એને રાજીવજી ઉડાવી રહ્યા હોય.

રાજીવ હંમેશાં મિત્રને આવી સૂચના આપી રાખતા, "ફલાણા દિવસે ફલાઇ ફલાઇટમાં પાયલટ તરીકે હું હોઇશ; જો તારે તે શહેરમાં જવાનું થાય તો મારી જ ફલાઇટમાં ટિકીટ લેવાનો આગ્રહ રાખજે."

અમિતજી એ જ કરતા હતા. વિમાન જ્યારે 'ટેક ઓફફ' કરતું હોય તો અમિતજીને પોતાની પેસેન્જર-સીટમાં બેલ્ટ બાંધીને બેસી રહેવું પડતું, પણ એકવાર વિમાન હવામાં આવી જાય તે પછી તરત જ રાજીવ એમને કોકપીટમાં બોલાવી લેતા હતા.

અમિતાભને આ વાતનું ખૂબ મોટું આશ્ર્ચર્ય થતું હતું કે ક્રુ મેમ્બરના સભ્યોનો પરીચય આપતી વખતે કે કોઇ અગત્યનું એનાઉન્સમેન્ટ કરતી વખતે રાજીવ ગાંધી ક્યારેય પોતાની 'સરનેઇમ' બોલતા નહોતા; માત્ર આટલું જ ઊચ્ચારતા હતા: 'કેપ્ટન રાજીવ...'

રાજીવ ગાંધી ક્યારેય એ વાતનો જોહેરમાં ઢંઢેરો પીટવા નહોતા ઇચ્છતા કે પોતે વડા પ્રધાનના સુપુત્ર છે; પણ પોતાના દોસ્ત સાથે ની નિકટતા જાળવી રાખવામાં પૂરો રસ હતો.

બે જીગરજાન મિત્રો વચ્ચે જ્યારે આટલી ધનિષ્ઠતા હોય ત્યારે કોઇને એ વાતનું સહેજ પણ આશ્ર્ચર્ય ન થવું જોઇએ કે એક દિવસ પરદેશથી આવીને રાજીવ ગાંધીએ તસ્વીરોનું એક આલ્બમ અમિતાભની સામે ખુલ્લું મૂકી દીધું હતું પછી પૂછયું હતું-"અમિત, આ છોકરી તને કેવી લાગી.?"

- રાજીવની ઈટાલીની એક મિત્ર...

1968નું વર્ષ હતું. રાજીવ ગાંધીએ અમિતાભનો અભિપ્રાય પૂછી લીધા પછી એક દિવસ એના ઘરે જઈને તેજી બચ્ચનને કહ્યું "આન્ટી ઈટાલીની એક મિત્ર ભારતના પ્રવાસે આવી રહી છે. હું ઈચ્છું છું કે તે જેટલા દિવસો માટે ભારતમાં રહે, તમારા ઘરમાં રહે."

"સારું."તેજીજીએ શાંતિથી પૂછ્યું "એનું નામ શું છે?"

"સોનિયા. સોનિયા માઈનો."રાજીવે માત્ર આટલો જ પરીચય આપ્યો. બચ્ચન પરિવાર કામે લાગી ગયો.

કવિ બચ્ચનજી રઘવાટીયા થઈ ઊઠ્યાં. રાજીવની મહેમાન અને તે પણ વિદેશથી પધારેલી માટે એને ખાસ સાચવવી પડશે.સહેજ પણ અગવડ ન પડવી જોઈએ.

ઘરનો એક કમરો ઝડપભેર નવેસરથી સજાવી દેવામાં આવ્યો. ઠંડીની ઋતુ શરૂ થઈ ચૂકી હતી. બાથરૂમમાં એક નું ગિઝર લગાવી દેવામાં આવ્યું. બારી-બારણાંના પડદા નવા તૈયાર થઈ ગયા. અમિતાભ પણ થોડાં દિવસો માટે દિલ્હીમાં આવી ગયાં. આખું કુટુંબ સોનિયાને આવકારા માટે એક પગે થઈ રહ્યું.

વહેલી સવારે (આમ તો મોડી રાતે) સાડા ત્રણ વાગ્યાની ફ્લાઈટ હતી. સાંજથી જ રાજીવ ગાંધી ઊંચાટમાં હતાં. એમણે અમિતાભને કહી દીધું આજે રાતે તું મારા ઘરે જ સૂઈ જજે.અડધી રાતે તારા ફેમિલિને ખલેલ નથી પહોંચાડવી.

અમિતે હા પાડી દીધી. એ વખતે એને એવું થયું કે રાજીવ બીજાઓનો કેટલો બધો વિચાર કરે છે, પણ રાતભર મિત્રની હાલત જોયા પછી એને સમજાયું કે રાજીવે વાસ્તવમાં પોતાની 'નર્વસનેસ' દૂર કરવાના આશયથી જ અમિતને સાથે રાખેલ હતો.

નવેમ્બર મહિનો હતો. અડધી રાત્રે રાજીવ ગાંધી, અમિતાભ અને અન્ય બે મિત્રો બે ગાડીઓ લઈને એરપોર્ટ જવા માટે નીકળી પડ્યાં. સોનિયાજી પધાર્યા. એમને લઈને પાછા આવતી વખતે શિયાળાની લાંબી રાત હજુ સમાપ્ત થઈ ન હતી.રાજીવ ભલા માણસ હતાં. આટલી વહેલી સવારે અંધારામાં તેજીજી અને બાબુજીને હેરાન ન કરાય એવી લાગણીથી પ્રેરાઈને રાજીવે સૂચન કર્યું સોનિયા પહેલીવાર દિલ્હીમાં પગ મૂકે છે, ઘરે જતાં પહેલાં એને દિલ્હી-દર્શન તો કરાવીએ! બંને ગાડીઓ બે કલાક સુધી દિલ્હીની સૂમસાન સડકો ઉપર ચક્કરો કાપતી રહી.

- સોનિયાનું મિશન મેરેજ

સોનિયા માઈનો ક્યાં ફરાવા માટે દિલ્હીમાં આવ્યાં હતાં? એ તો મિશન મેરેજ માટે પધાર્યાં હતાં. આ સંભાવિત સંબંધ વિશે વડાપ્રધાન શ્રીમતી ઈંદિરાજીને જાણ કરવાથી લઈને રાજી કરવા સુધીની ફરજ તેજીજીએ બજાવવાની હતી. આ માટે લાંબો સમય લાગી ગયો. પૂરા બે મહિના સુધી સોનિયા બચ્ચન પરિવારના ઘરમાં એક સભ્યની જેમ રહ્યાં. અંતે ઈંદિરાજી માની ગયા.

એક શુભ દિવસે લગ્નનું મૂહુર્ત નક્કી કરવામાં આવ્યું. રાજીવની જાન 1, સફરજંગ રોડાના મકાનમાંથી નીકળીને વિલિંગ્ડન હિસેંટના બચ્ચનજીના મકાનમાં આવવાની હતી. તેજીનાં ઉત્સાહનો પરા નહતો. એમની તીર્વ ઈચ્છા હતી કે અમિતાભ પછીનું બીજું સંતાન દીકરી જ હોય જે અધૂરી રહી હતી. આજે એ ઈચ્છા એમને પૂરી થતી દેખાઈ રહી હતી.

તેજીએ બંગલાને સુંદર અને સુરૂચિપૂર્ણ રીતે શણગાર્યો હતો. બંગલો એટલા બધાં ફૂલોથી ઢાંકી દીધો હતો કે ક્યાંયથી દીવાલ દેખાતી નહતી. સોનિયાનાં હાથમાં મહેંદી મુકાવામાં આવી હતી. એને નવવધૂનાં તમામ સાજ-શણગારથી વિભૂષિત કરવામાં આવ્યાં હતાં. ફૂલોનાં ઘરેણાંમાં એ કોઈ અપ્સરાની જેમ શોભી ઉઠ્યાં હતાં. સોનિયાનું કન્યાદાન તેજીજી અને કવિ બચ્ચનજીએ કર્યું. જવતલ હોમવા માટે ભાઈની ફરજ અમિતાભે બજાવવાની હતી. પણ અમિતાભ તો વરરાજાના મિત્ર હતાં. આવું શી રીતે ચાલે? એટલે લગ્નના આગલા દિવસે અમિતાભે સોનિયા પાસે પોતાના કાંડા પર રાખડી બંધાવી અને કાયદેસર એનાં ભાઈ બની ગયા.

આ રાખડીનો સંબંધ દાયકાઓ સુદી અતૂટ રહ્યો. અમિતજી સોનિયાએ બાંધેલી રાખડીને આખું વરસ કાંડા પર સાચી રાખતાં હતાં. 1982માં કલીને અકસ્માત પછી જ્યારે તેઓ બ્રિચકેન્ડી હોસ્પિટલની પથારીમાં જીવન મરણ વચ્ચે ઝૂલતા હતાં.ત્યારે કેટલીક તબીબી પ્રક્રિયાઓ માટે હાથ પરથી રાખડીને દૂર કરવી પડશે તેવી ડોક્ટરોની કડક સૂચના પણ અમિતજીએ માની ન હતી.એમનો પ્રેમ કહો કે અંધશ્રદ્ધા ગણો, અમિતાભ એવું માનતા હતા કે પોતાની ઘર્મની બહેનનાં હાથે બંધાયેલી રાખડી એમના જીવનની રક્ષા જરૂર કરશે.

- આવતી વખતે

રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈના હાથ પર બાંધેલા કાચા સૂતરના ધાગામાં કેટલી પવિત્રતા રહેલી હોય છે તે વાત ઈટાલીયન મહિલાને ક્યાંથી સમજાય?!

સમયનું ચક્ર પૂરું ફરી ગયું. રાજીવજી ઉપર સિધાવી ગયા પછી ભાઈ-બહેન વચ્ચે શું થયું તેની કોઈને ખબર ન પડી. પણ જે ખબર પડી રહી છે તે આઘાતજનક છે. જયા બચ્ચનને રાજ્યસભામાંથી નજીવા કારણસર કાઢી મૂકવામાં આવે છે. અભિષેકની ઈન્પોર્ટેડ ગાડી માટે સખત જાંચ કરવામાં આવે છે. એશ્વર્યાનાં નામ ઉપર સાઉથ આફ્રિકાથી મોકલાયેલા એક નાનકડાં પાર્સલ માટે મોટો હોબાળો મચાવવામાં આવે છે. એને આટલી હેરાનગતી ઓછી હોય તેમ જ્યારે અમિતાભ બચ્ચનને તાજેતરની ગંભીર બિમારી પછી લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે બરાબર આવા સમયે એમના પર ઈન્કમટેક્સ ખાતાની રેડ પડાવવી આ બધું ભલે બીજું ગમે તે હોય પણ રક્ષાબંધનની પવિત્રતા તો નથી જ.
 


Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!