નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઇટાલીમાં રહીને અમેરિકાના વિઝા મળે ખરા?





સવાલ:મારી સિસ્ટરે ૧૦મા ધોરણની એકઝામ આપીને રોહડ્સ આઇલેન્ડ્સ, અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ત્રણ વીકના સમર કેમ્પ માટે એપ્લાય કર્યું છે. તેને આઇ-૨૦ મળે તો વિઝાના કેટલા ચાન્સિસ છે?-હર્ષિલ ખજાનચી, વડોદરા

જવાબ:અમેરિકાની કોઇપણ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મળે અને આઇ-૨૦ તમને મળે એટલે સ્ટુડન્ટ વિઝા મળે જ તેવું માનવું નહીં કે વિઝા આપવો જ પડે તેવો કોઇ નિયમ નથી. આ પ્રકારના વિઝાનો મહત્વનો આધાર વિઝા ફોર્મ તથા ઇન્ટરવ્યૂ છે જેની બરાબર ચોક્કસાઇપૂર્વક તૈયારી કરવી જોઇએ.

સવાલ:યુ.એસ.એ.ના વિઝિટર વિઝા માટે કર્યું સ્ટેટ સારું? વિઝા માટે કર્યું ફોર્મ ફિલઅપ કરવું પડે? ક્યા ડોક્યુમેન્ટ્સ જોઇએ? અમેરિકા આવવા જવા સુધીનો કેટલો ખર્ચ થાય?-કેતન પંચાલ, અમદાવાદ

જવાબ:અમેરિકાના વિઝિટર વિઝા માટે કોઇ સ્ટેટ પસંદ કરવાનું હોતું નથી. વિઝિટર/ટુરિસ્ટ વિઝા માટે ડી.એસ. ૧૬૦ ફોર્મ ઝીણવટપૂર્વક ભરવું પડે. સામાન્ય રીતે વિઝિટર વિઝાનો ઇન્ટરવ્યૂ માત્ર પાંચથી દસ જ મિનિટમાં પૂરો થઇ જતો હોઇ તમારી પાસે કોઇ ડોક્યુમેન્ટ્સ માગવામાં આવતા નથી. બતાવવા રિકવેસ્ટ કરશો તો ચોખ્ખી ના પાડી દેશે. છતાં આવકના પુરાવા, ઇન્કમટેક્સ રિટર્ન વગેરે સાથે રાખવાં. માગે તો જ બતાવવાં. વિઝા ફી તથા રાઉન્ડ ટ્રિપની એર ટિકિટ વગેરે ખર્ચ એક લાખથી ઉપર થાય નહીં.

સવાલ:મેં હાલમાં સિંગાપોરમાં રહીને એમ.બી.એ. કર્યું છે. હું સિંગાપોરથી કેનેડાના પી.આર. માટે ફાઇલ કરી શકું?-ચિરાગ પટેલ, સિંગાપોર

જવાબ:હા, ફાઇલ થઇ શકે. જો તમે પરમેનેન્ટ સિંગાપોરમાં રહેવાના હો તો. જો ઇન્ડિયા થોડા સમયમાં પાછા આવવાના હો તો ઇન્ડિયાથી પણ ફાઇલિંગ કરી શકાય.

સવાલ:મને ઇટાલીનું બે વર્ષનું ગ્રીનકાર્ડ મળેલું. ત્યાર પછી બીજા વર્ષનું પણ મળ્યું હોઇ, હું હાલમાં ઇટાલીમાં જોબ કરું છું. મને અમેરિકા કે કેનેડાના વિઝા મળે?-મયૂર અને જૈમિની પટેલ, રોમ, ઇટાલી

જવાબ:હા, તમને વિઝિટર વિઝા મળે. ઇટલીની યુ.એસ. એમ્બેસીમાં તમે ઇ-મેઇલ કરી વધુ માહિતી મેળવી શકો છો.

સવાલ:મારાં પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇલેકશન કાર્ડ, કોલેજની માર્કશીટ્સ, લિવિંગ સર્ટિફિકેટ વગેરેમાં એક સરખી જ બર્થ ડેટ છે. પરંતુ માત્ર બર્થ સર્ટિફિકેટમાં જુદી છે. મારો પાસપોર્ટ સ્કૂલ લીવિંગની બર્થ ડેટ પ્રમાણે છે. મારે ઇન્ડિયાની બહાર જવું જ નથી. છતાં બર્થ સર્ટિફિકેટ પ્રમાણે પાસપોર્ટમાં સુધારો કરાવું? આ કામ અઘરું છે તેથી હું બહુ કન્ફ્યુઝ છું શું કરું?‘ એક વાચક

જવાબ:વિઝિટર વિઝા માટે બર્થ સર્ટિફિકેટ દર્શાવવાની જરૂર હોતી નથી કારણ કે બર્થ ડેટ તમારા પાસપોર્ટમાં હોય છે. પરંતુ ઇમિગ્રન્ટ વિઝા માટે બર્થ સર્ટિફિકેટ રજૂ કરવું પડે છે. જો બર્થ સર્ટિફિકેટ ન હોય બે એફિડેવિટ કરવી પડે છે. જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે પાસપોર્ટમાં સાચી જન્મતારીખ કરાવી લેવી.

સવાલ:મારો દીકરો ૨૧ વર્ષની અંદર હતો ત્યારે મેં તેના માટે ગ્રીનકાર્ડ હોલ્ડર તરીકે પિટિશન કરેલી. પરંતુ તે ૨૧ વર્ષ ઉપરનો થઇ ગયો તેથી ઇમિગ્રેશને તેનું સ્ટેટસ બદલી ૨૧ વર્ષની ઉપરના ગ્રીનકાર્ડ હોલ્ડરના દીકરા-દીકરીના સ્ટેટસમાં કરી દીધું, જેનો વાંધો મેં પત્રો, ઇ-મેઇલ વગેરે દ્વારા જણાવ્યો, પરંતુ કોઇ જવાબ નથી.‘ ઉપેન્દ્ર દલાલ, અમેરિકા

જવાબ:ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે જે કર્યું છે તે નિયમોનુસાર કરેલું છે. તેથી તેમાં કોઇ ફેરફાર થઇ શકે નહીં કે વાંધો ચાલે નહીં.

સવાલ:હું અત્યારે લંડનમાં સ્ટુડન્ટ વિઝા ઉપર છું અને મેં ૧-૭-’૧૧ના રોજ વિઝા એક્સ્ટેન્ડ કરવા રજૂઆત કરેલી. તે દરમિયાન મારી કોલેજને ટાયર-૪માંથી રિવોક કરી મને યુ.કે. બોર્ડર એજન્સી તરફથી પત્ર મળ્યો કે તે તમને આ સાથે મોકલ્યો છે તો સલાહ આપશો?-જેનીશ પટેલ, યુ.કે.

જવાબ:તમે જણાવો છો તેવો પત્ર મને તમારા ઇ-મેઇલ સાથે મળ્યો નથી તેથી તે વાંચ્યા સિવાય તમને કોઇ માર્ગદર્શન આપી શકાય નહીં. મને તે પત્ર ravalindia@gmail.com પર ફરી વાર મોકલી આપો. તે વાંચીને મારો અભિપ્રાય આપી શકીશ.

સવાલ:હું ગ્રેજ્યુએટ છું અને મારે યુ.એસ.એ. કે કેનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવવા શું કરવું?-નેહા પટેલ, અમદાવાદ

જવાબ:અમેરિકા અથવા કેનેડાના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે સૌપ્રથમ તમારા ગ્રેજયુએશનને અનુરૂપ માસ્ટર ડિગ્રી કે અન્ય ડિગ્રી માટે જે તે દેશની કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મેળવી વિઝા માટે ઇન્ટરવ્યૂમાં સફળ થાવ તો સ્ટુડન્ટ વિઝા મળે. આ કાર્ય ઘણું સહેલું છે, જે મારા ઘણા વાચક વિદ્યાર્થીઓએ જાતે જ ઇન્ટરનેટ દ્વારા કરી સફળતાપૂર્વક સ્ટુડન્ટ વિઝા પ્રાપ્ત કર્યા છે. આ કામ માટે એજન્ટ કે કન્સલ્ટન્સી કે મારી પણ કોઇ મદદની જરૂર નથી.

સવાલ:હું ૨૦૦૮થી ૨૦૧૦ દરમિયાન અમેરિકામાં એચ-૧બી વિઝા ઉપર રહ્યો, પરંતુ અમેરિકામાં રિસેશનને લીધે મને કોઇ પ્રોજેક્ટ નહીં મળવાથી ભારત પાછો આવ્યો અને ત્યારબાદ બીજી કંપની માટે એપ્લાય કરેલું, તે એપ્રુવ થયેલું. કમનસીબે મોટા અકસ્માતને લીધે છ મહિના હું પથારીવશ હતો. ઉપરાંત તે કંપનીને પણ કોઇ પ્રોજેક્ટ નહીં મળવાથી મારી પિટિશનના પૈસા માગ્યા, જે નહીં આપવાથી કંપનીએ કોઇ પેપર્સ સ્ટેમ્પિંગ માટે આપ્યાં નહીં. હવે ત્રીજી કંપની મારા માટે ફાઇલ કરે, તો મને વિઝા એપ્રુવલના ચાન્સ છે? મારી યુ.એસ. સિટિઝન સિસ્ટર મારા માટે પિટિશન ફાઇલ કરી શકે?- પરેશ ત્રિવેદી, અમદાવાદ

જવાબ:હજુ પણ અમેરિકામાં તમને અનુભવ થયો તેવી જ પરિસ્થિતિ છે. જેમાં નોમિનલ સુધારો થયો હોઇ હમણાં ખોટો ખર્ચ કરવાની જરૂર નથી. તેના કરતાં ઇન્ડિયામાં થોડાં વર્ષ કામ કરશો. તે દરમિયાન તમારાં સિસ્ટરે તમારાં માતા-પિતા માટે તથા તમારા માટે ફેમિલિ બેઝ્ડ કેટેગરીમાં પિટિશન ફાઇલ કરવાથી તમે કાયદેસર ગ્રીનકાર્ડ મેળવી શકશો. અલબત્ત, તમારો નંબર લાગતાં ઓછામાં ઓછાં આઠ વર્ષ અને વધુમાં વધુ દસ વર્ષ લાગશે. તમારાં માતા-પિતા ત્યાં ગયા પછી તમારા માટે પિટિશન કરી શકે.

સવાલ:હું બી.કોમ. એલએલબી સાથે એક કંપનીમાં ચાર વર્ષનો અનુભવ ધરાવું છું. મને કેનેડાના પી.આર. મળે?-અનિલ પટેલ, વડોદરા

જવાબ:કેનેડાની ૨૯ કેટેગરીમાં શક્યતા લાગતી નથી. પરંતુ કયુબેક કે બીજી અન્ય કેટેગરી માટે શક્યતા ચકાસવા માટે મારે તમારો બાયોડેટા જોવો પડે. પછી જ તમને સાચી સલાહ આપી શકાય. આજ કાલ કેટલીક વ્યક્તિ, ફર્મ, કન્સલ્ટન્સી સર્વિસના નામે ત્રણથી પાંચ લાખ લઇ કેનેડાની વર્ક પરમિટ, પીઆર. વગેરેની લાલચ આપે છે તેમાં ફસાતા નહીં.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!