નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સ્પાઈસી બ્રેડ

 
સ્પાઈસી બ્રેડ

સામગ્રી:

6 સ્લાઈસ બ્રેડ
1/2 કપ ચણાની દાળ
1/2 કપ અડદની દાળ
125 ગ્રામ બાફેલા ચણા
1 ડુંગળી
2 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન સરસવ
1/2 કપ લીલા ધાણા
1 ટીસ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
1 ટીસ્પૂન માખણ
મીઠું સ્વાદ અનુસાર

રીત:

- ચણાની દાળ અને અડદની દાળને 4-5 કલાક માટે પલાળીને રાખી દો.
- બન્નેની પેસ્ટ બનાવી લો.
- એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં સરસવ અને ડુંગળી ઉમેરીને સાંતળો.
- તેમાં દાળની પેસ્ટ ઉમેરીને 5 મિનીટ સુધી પકાવો.
- હવે તેમાં આદુ-મરચાંની પેસ્ટ, મીઠું અને લીલા ધાણા ઉમેરીને થોડી વાર સુધી હલાવતા રહો.
- મિશ્રણને ઠંડુ થવા દો. આ મિશ્રણને બ્રેડ સ્લાઈસ પર લગાડો.
- બેકિંગ ટ્રેમાં માખણ લગાડીને બ્રેડ સ્લાઈસને ટ્રેમાં મૂકી દો અને 20 મિનીટ સુધી બેક કરો.
- ગરમાગરમ સ્પાઈસી બ્રેડને સોસ સાથે સર્વ કરો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી